💥 ગુજરાત પોલીસના શારીરિક કસોટીના કોલ લેટર જાહેર....
📝 ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટીના કોલ લેટર શરૂ, કોલલેટર નીચે આપેલ લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
*💥આ લિંક થી પોલીસ ભરતીના કોલ લેટર ફટાફટ ડાઉનલોડ કરી શકાશે.*
👍 આ મેસેજ આપણા સમાજના દરેક વિદ્યાર્થીઓ સુધી શેર કરશો..
Gujarat Police LRD Physical Test Call Letter 2024-25 @ojas.gujarat.gov.in
Gujarat Police LRD Physical Test Call Letter 2024-25
• Recruitment Board: Gujarat Police Recruitment Board
• Post Name: PSI, Constable, Jail Sepoy
• Vacancy: 12472
• Category: Call Letter
• LRD Physical Test Start Date: 08-01-2025
• Physical Test Call Letter Start Date: 01-01-2025
• Call Letter OJAS Official Website: https://ojas.gujarat.gov.in/
• LRD Official Website: https://lrdgujarat2021.in/
શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે સુચનાઓ
જે કોઇ ઉમેદવારોને નીચે જણાવેલ કારણોસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થઇ હોય તો તેઓએ અરજી સાથે કોલલેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર પીન કોડ-૩૮૨૦૦૭ ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ જ રૂબરૂમાં અરજી કરવાની રહેશે.
શારીરિક કસોટીની તારીખ બદલવા અંગેની અરજીનો નમુનો.........
નીચે જણાવેલ કારણો સિવાય અન્ય કોઇ કારણોસર ઉમેદવારની તારીખ બદલવામાં આવશે નહીં.
ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઇ/બહેનના લગ્ન હોય તો.
ઉમેદવારને અન્ય કોઇ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરીક્ષાના કિસ્સામાં (પરીક્ષા શરૂ થવાના આગળના દિવસે, પરીક્ષાનો દિવસ/દિવસો અને પરીક્ષા પુરી થવાના પછીના દિવસે શારીરિક કસોટી હોય તો)
ઉમેદવારના માતા/પિતા/ભાઇ/બહેન/દાદા/દાદી/પત્ની/પુત્ર/પુત્રીનું અવસાન થયેલ હોય તો.
ખાસ નોંધઃ
(એ) શારીરીક કસોટીના શરૂ થવાના દિવસથી દિન-૩ પહેલા મળેલી અરજી જ ધ્યાને લેવામાં આવશે.
(બી) ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જુનો કોલલેટર લઇને જણાવેલ તારીખ/સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે.
(સી) જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઇ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મુળ કોલલેટરમાં જણાવેલ તારીખ/સ્થળે શારીરીક કસોટી આપવાની રહેશે.
શારીરિક કસોટી માટેના કેન્દ્ર (ગ્રાઉન્ડ) ની વિગત
(૧) પુરૂષ ઉમેદવારો માટે
અ. નં. PET/PST માટેના કેન્દ્ર (ગ્રાઉન્ડ) નું નામ અને સરનામું
(૧) રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, સૈજપુર બોઘા, કૃષ્ણનગર, અમદાવાદ પીનકોડ-૩૮૨૩૪૬
(૨) રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૫,લુણાવાડા રોડ,કોલીયારી ગોધરા. જી.પંચમહાલ-૩૮૯૦૦૧
(૩) પોલીસ હેડ કવાર્ટર, કાળી તલાવડી, સીવીલ લાઇન્સ, બંબાખાના રોડ, ભરૂચ પીનકોડ-૩૯૨૦૦૧
(૪) રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૧૧ વાવ(સુરત), મુ.વાવ, પોસ્ટ-કામરેજ તા.કામરેજ જી.સુરત -૩૯૪૧૮૫
(૫) રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૮, કોટડા સાંગાણી રોડ, ગોંડલ જી.રાજકોટ-૩૬૦૩૧૧
(૬) પોલીસ હેડ કવાર્ટર, શરૂ સેક્શન રોડ, જામનગર-૩૬૧૦૦૮
(૭) રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બિલખારોડ, જૂનાગઢ-૩૬૨૦૦૧
(૮) પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખેડા હેડ ક્વાર્ટર, ખેડા કેમ્પ, ખેડા. પીનકોડ-૩૮૭૫૭૦
(૯) રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૭ નડીયાદ, કપડવંજ રોડ, જલારામ મંદિરની સામે, નડીયાદ જી.ખેડા-૩૮૭૦૦૧
(૧૦) પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ કવાર્ટર, સિવીલ હોસ્પિટલ પાસે, રાજમહેલ રોડ, મહેસાણા-૩૮૪૦૦૧
(૧૧) પોલીસ હેડ કવાર્ટર, હિંમતનગર ઇડર રોડ, જીલ્લા જેલની બાજુમા, હિંમતનગર જી.સાબરકાંઠા-૩૮૩૦૦૧
(૨) મહિલા ઉમેદવારો માટે
(૧) જે.ડી નગરવાલા પોલીસ સ્ટેડીયમ, પોલીસ મુખ્ય મથક, શાહિબાગ અમદાવાદ-૩૮૦૦૦૪
(ર) પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ, SRP ગ્રૃપ-૧ કેમ્પસ, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં, લાલબાગ,વડોદરા-૩૯૦૦૦૧
(૩) મવડી પોલીસ હેડ કવાર્ટર, સર્વણભુમી એપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ-૩૬૦૦૦૪
(૪) પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, સેકટર-૨૭, ગાંધીનગર.-૩૮૨૦૨૮
નોંધઃ તમામ માજી સૈનિક ઉમેદવારોની શારીરિક કસોટી તા.૨૮/૦૧/૨૦૨૫ અને તા.૨૯/૦૧/૨૦૨૫ નારોજ મવડી પોલીસ હેડ કવાર્ટર, સર્વણભુમી એપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ-૩૬૦૦૦૪ ખાતે યોજવામાં આવનાર છે.
:: તા.૨૬.૧૨.૨૦૨૪ ::
ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી બાબત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
:: તા.૨૬.૧૨.૨૦૨૪ ::
બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટની બઢતી માટેની પરીક્ષા (મોડ-૩)નું આખરી પરિણામ
તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટની બઢતી માટેની પરીક્ષા (મોડ-૩)નું હંગામી પરિણામ જાહેર કરવામાં આવેલ તેમજ રી-ચેકિંગ કરાવવા માંગતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ.
ઉમેદવારો તરફથી રીચેકિંગ માટે મળેલ કુલ-૫૨૬ અરજીઓની ચકાસણી કરી, આખરી પરિણામ જાહેર કરવામાં આવેલ છે.
આખરી પરિણામ જોવા માટે અહીં કલીક કરો....
:: તા.૧૭.૧૨.૨૦૨૪ ::
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી બાબત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી સંભવીત જાન્યુઆરી-૨૦૨૫ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે. જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
સંવર્ગમાં અરજી કરેલ હતી તેઓને ફેઝ-૨માં તે જ સંવર્ગમાં અરજી કરવાની છૂટ ન હતી છતાં પણ કેટલાક ઉમેદવારોએ ફેઝ-૨ માં ફરીવાર અરજી કરેલ છે. આવા ઉમેદવારોએ એક જ સંવર્ગમાં એક કરતા વઘારે કરેલ અરજીઓ રદ કરવાપાત્ર થાય છે. એ જ રીતે જે ઉમેદવારોએ ફેઝ-૧ માં એક જ સંવર્ગમાં એક કરતા વઘુ અરજી કરવાની રહેતી ન હતી છતાં ૫ણ એક કરતા વઘારે અરજી કરેલ હોય તેઓની એક અરજી માન્ય રાખી બાકીની અરજી રદ કરવાપાત્ર થાય છે. તે જ રીતે ઉમેદવારે ફે-૧ માં અરજી કરેલ ન હોય ૫રંતુ ફેઝ-ર માં એક જ સંવર્ગમાં એક કરતા વઘુ અરજી કરેલ હોય તો તે પૈકીની એક અરજી માન્ય રાખી બાકીની અરજીઓ રદ કરવાપાત્ર થાય છે. આ રીતે રદ કરવાપાત્ર અરજીઓ રદ કરી માન્ય અરજી જો બે સંવર્ગમાં જુદી જુદી હોય તો તે બંને સંવર્ગની અરજી મર્જ કરવામાં આવેલ છે અને મર્જ કરવામાં આવેલ અરજીના કિસ્સામાં ઉ૫ર જણાવ્યા મુજબ શારીરિક / લેખિત કસોટી વખતે કોલલેટર ઇશ્યૂ કરવામાં આવશે. ઉમેદવારોએ જુદા જુદા ફેઝમાં એક કરતા વઘુ અરજી કરેલ હોય ત્યારે કઇ અરજી માન્ય રાખવામાં આવેલ છે, તેની વિગતો જોવા માટે અહીં કલીક કરો....
મર્જ કરેલ અરજીઓની વિગતો જોવા માટે અહીં કલીક કરો....
એક થી વધુ અરજી કરનાર ઉમેદવારોની રદ કરેલ અરજીઓની વિગતો જોવા માટે અહીં કલીક કરો....
આ અંગે જો કોઇપણ ઉમેદવાર રજુઆત કરવા માંગતા હોય તો તા. ૧૦/૧૧/૨૦૨૪ ના કલાકઃ ૧૭.૦૦ વાગ્યા સુધીમાં કચેરી સમય દરમ્યાન (જાહેર રજાના દિવસો સિવાય) જરૂરી દસ્તાવેજો સાથે ભરતી બોર્ડની કચેરી ખાતે આવી તેમની અરજી કરી શકશે.
ખાસ નોંધઃ
ઉપરોકત તમામ કાર્યવાહી બાદ માન્ય રહેતી અરજીઓ માટે નીચેની બાબતો ધ્યાને લેવાની રહેશે.
ઉમેદવારની બંન્ને સંવર્ગમાં માન્ય અરજી ફેઝ-૧ ની હશે તેવા કિસ્સામાં ઉમેદવારની વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે અરજી કરવાની છેલ્લી તારીખઃ ૩૦/૦૪/૨૦૨૪ની સ્થિતીએ ગણવાનુ રહેશે.
ઉમેદવારની બંન્ને સંવર્ગમાં માન્ય અરજી ફેઝ-૨ ની હશે તેવા કિસ્સામાં ઉમેદવારની વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે અરજી કરવાની છેલ્લી તારીખઃ ૦૯/૦૯/૨૦૨૪ની સ્થિતીએ ગણવાનુ રહેશે.
ઉમેદવારની બંન્ને સંવર્ગની માન્ય અરજી ફેઝ-૧ અથવા ફેઝ-૨ની હશે તેવા કિસ્સામાં જે સંવર્ગની અરજી જે ફેઝમાં માન્ય હશે તે ફેઝની ઉમેદવારની વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે જે તે ફેઝની અરજી કરવાની છેલ્લી તારીખ સુધીના માન્ય રહેશે.
દા.ત.
ઉમેદવારની ફેઝ-૧ માં લોકરક્ષકની અરજી માન્ય થઇ હશે તો લોકરક્ષકની અરજી માટે ઉમેદવારની વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે તા.૩૦/૦૪/૨૦૨૪ની સ્થિતિેએ લાયક હોવા જોઇએ. અને ઉમેદવારની ફેઝ-૨ માં પો.સ.ઇ.ની અરજી માન્ય થયેલ હોય તો પો.સ.ઇ.ની અરજી માટે વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે તા.૦૯/૦૯/૨૦૨૪ની સ્થિતિેએ લાયક હોવા જોઇએ.
ઉમેદવારની ફેઝ-૧ માં પો.સ.ઇ.ની અરજી માન્ય થઇ હશે તો પો.સ.ઇ.ની અરજી માટે ઉમેદવારની વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે તા.૩૦/૦૪/૨૦૨૪ની સ્થિતિેએ લાયક હોવા જોઇએ. અને ઉમેદવારની ફેઝ-૨ માં લોકરક્ષકની અરજી માન્ય થયેલ હોય તો લોકરક્ષકની અરજી માટે વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે તા.૦૯/૦૯/૨૦૨૪ની સ્થિતિેએ લાયક હોવા જોઇએ.
તા.૩૧.૦૮.૨૦૨૪ ::
ઓનલાઇન અરજી બાબતે અગત્યની સૂચનાઓ
અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પો.સ.ઇ માટે લાયક હતા પણ ફકત પો.સ.ઇ.ને બદલે ભુલથી ફકત લોકરક્ષકની અરજી થઇ ગઇ છે
જવાબ- તાજેતરમાં લોકરક્ષકની જે અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફકત PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી.
અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પો.સ.ઇ માટે લાયક હતા પણ ફકત પો.સ.ઇ.ને બદલે ભુલથી Both (PSI and Lokrakshak Cadre) માં અરજી થઇ ગઇ છે
જવાબ - તાજેતરમાં Both (PSI and Lokrakshak Cadre) જે અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફકત PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી.
અગાઉ લોકરક્ષક માટે લાયક હતા પરંતુ PSI માટે લાયક ન હતા તેમછતાં ભુલથી Both (PSI and Lokrakshak Cadre) માં અરજી કરેલ હતી. પરંતુ તાજેતરમાં PSI માટે લાયક છે તો હવે અગાઉની Both (PSI and Lokrakshak Cadre) અરજી માન્ય રહેશે કે નવી અરજી કરવી પડે?
જવાબ - આ કિસ્સામાં અગાઉ જે Both (PSI and Lokrakshak Cadre) ની અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે Both (PSI and Lokrakshak Cadre) માં ફરી નવેસરથી અરજી કન્ફર્મ કરવી.
અગાઉ EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી. હવે હુ PSI માટે લાયક છુ અને EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી પણ છે તો હવે હુ Both (PSI and Lokrakshak Cadre) માં EWS/SEBC કેટેગીરીમાં અરજી કરી શકુ?
જવાબ - ફકત PSI કેડરમાં EWS/SEBC માં અરજી કરી શકે. જો Both (PSI and Lokrakshak Cadre) માં EWS/SEBCમાં અરજી કરશે તો તેની તમામ અરજી રદ્દ કરવામાં આવશે.
અગાઉ EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી. હવે મારી પાસે EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી છે તો હવે હુ લોકરક્ષક કેડરમાં ફરીથી EWS/SEBC કેટેગીરીમાં અરજી કરી શકુ?
જવાબ - ના, જાહેરાતનો સમયગાળો ઘણો હતો એટલે ઉમેદવારોને EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી કાઢવા માટે પુરતો સમય હતો તેમ છતાં EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી કાઢવાના બદલે જનરલમાં અરજી કરેલ હોઇ, આવા ઉમેદવારોને વધુ તક મળવાપાત્ર નથી.
ખાસ નોંધઃ
ઉપરોકત મુદ્દા નં. ૧, ર અને ૩ માં જણાવેલ ઉમેદવારોએ રદ્દ કરવાની અરજી કર્યા બાદ જણાવ્યા મુજબ નવેસરથી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને જો ફી લાગુ પડતી હોય તો ફી પણ સમયસર ભરવાની રહેશે. આ અંગે બોર્ડની કોઇ જવાબદારી રહેશે નહી.
ઉપરોકત મુદ્દા નં. ૧, ર અને ૩ માં જણાવેલ ઉમેદવારોએ પોલીસ ભરતી બોર્ડને મોકલવાની અરજીનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો......
અરજી ફકત પોસ્ટ / કુરીયર મારફતે જ તા.૧૫/૦૯/૨૦૨૪ સાંજ સુધીમાં પોલીસ ભરતી બોર્ડને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
પોલીસ ભરતી બોર્ડ ખાતે રૂબરૂ અરજી સ્વિકારવામાં આવશે નહીં.
હેલ્પ લાઇન
સવારના કલાક : ૧૦.૩૦ થી સાંજના કલાક ૦૬.૦૦ સુધી
(રવિવાર તથા જાહેર રજાના દિવસ સિવાય)
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હેલ્પ લાઇન નંબર
81608 80331
81608 53877
81608 09253
ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર
1800 233 5500
અમારો સંપર્ક કરો
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી,
બંગલા નં.ગ-૧ર, સેકટર-૯, સરિતા ઉદ્યાનની નજીક, ગાંધીનગર – ૩૮ર૦૦૭
Important links:
LRD Physical Test Call Letter Notification: Click Here
Call Letter: Click here
Official Website: Click Here
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Homepage:Click here
Home
Contact us.

