🔴 ધોરણ 8 "નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના ૨૦૨૪-૨૫" પરીક્ષા જાહેરનામુ....
💥BREAKING NEWS💥
🔴 ધોરણ 8 નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશિપ (NMMS) પરીક્ષા જાહેરનામુ પ્રસિદ્ધ
🟠 *ફોર્મ ભરવાનુ શરુ* 01/01/ 2025
🟢 *છેલ્લી તારીખ* 11/01/2025
🔵 *પરીક્ષા તારીખ* 16/02/2025
રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર"નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના ૨૦૨૪-૨૫""National means merit Scholarship Scheme-2014-25"
જાહેરનામા ક્રમાંક:રાપબો/NMMS/૨૦૨૪-૨૫/૧૧૦૦૫ - ૧૧૨૮૦ ताः ३०/१२/२०२४
રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે.
આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા: ૦૧/૦૧/૨૦૨૫ થી તા:૧૧ /૦૧/૨૦૨૫ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.
૦ પરીક્ષાનો કાર્યક્રમ:
જાહેરનામું બહાર પાડયાની તારીખ - 30/12/2024
www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો - ૦૧/૦૧/૨૦૨૫ થી ૧૧/૦૧/૨૦૨૫
પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો - ૦૧/૦૫/૨૦૨૫ થી ૧૩/૦૧/૨૦૨૫
પરીક્ષા તારીખ - 16/02/2025
♦ શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો:
પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ|૧૦૦૦/- લેખે વાર્ષિક રૂા ૧૨૦૦૦/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. (રાજ્યનો કુલ ક્વોટા ૫૦૯૭ વિદ્યાર્થીઓ છે)
શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ National Scholarship Portal પર ફ્રેશ અને રીન્યુઅલ એપ્લિકેશન કરેથી તથા તે એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારીશ્રી દ્વારા National Scholarship Portal પર વેરીફાઇડ કરેથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, ન્યુ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે.
National Scholarship Portal ની સૂચનાઓ મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. જો કોઇ એ ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરી સ્કોલરશીપ મેળવેલ હશે તો તેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું ખાયોજન કરવામાં આવે છે. ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરવામાં આવતું નથી. શિષ્યવૃત્તિની બાબતમાં રાજય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહી.
> વિદ્યાર્થીની લાયકાત :
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N. M.M.S ની પરીક્ષા આપી શકશે.
જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-૭ માં ઓછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીએ ધોરણ-૭માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
નોંધ:-
ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા/સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ.
+ આવક મર્યાદા અને જાતિ પ્રમાણપત્ર તેમજ આધારકાર્ડ બાબત :
NMMSની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ૩,૫૦,૦૦૦/-થી વધારે ના હોય તેવા વિદ્યાર્થીને જ શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર થશે.
વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ તથા જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અવશ્ય અપલોડ કરવાની રહેશે. (સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો/પ્રમાણપત્ર અપલોડ કરવું.)
આ પરીક્ષામાં વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવકના પ્રમાણપત્ર અને જાતિ અંગેના પ્રમાણપત્ર જાહેરનામા મુજબ સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો થાય છે. જાતિ તેમજ આવક અંગેના પ્રમાણપત્રો મેળવવામાં વાલીઓને તકલીફ પડતી હોવાની રજૂઆતો અગાઉની પરીક્ષાઓમાં રાજય પરીક્ષા બોર્ડને મળેલ હતી. તે જોતા નીચે મુજબના ફેરફારોને ધ્યાને લેવા વિનંતી છે.
- આવક અંગેના પ્રમાણપત્ર:- મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, ચીફ ઓફીસરશ્રી તેમજ કોઇપણનો આવક અંગેના પ્રમાણપત્ર માન્ય રહેશે.
> જાતિ અંગેના પ્રમાણપત્ર:- મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે શાળાના આચાર્યનું રજીસ્ટર્ડ (જાવક નંબર તેમજ ફોટા સાથેનું) બોનાફાઈડ માન્ય રહેશે. જેમાં વિધાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરવાનો રહેશે.
> વિદ્યાર્થી નિયત આવક મર્યાદામાં અને નિયત જાતિની કેટેગરીમાં આવે છે તેની શાળાના આચાર્યશ્રીએ ચકાસણી કરવાની રહેશે.
ખાસ નોંધઃ
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષમાં ઉત્તિર્ણ થઇ મેરીટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓનું સ્કોલરશીપ મેળવવા માટે NSP પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું થાય તે સમયે આવક અને જાતિ અંગે સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર ફરજીયાત છે.
- આધારકાર્ડ : NSP પોર્ટલ પર રજીસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ મુજબ હોય તે ફરજીયાત છે. તેથી આ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીનું નામ આધારકાર્ડમાં નામ હોય તે જ રીતે ભરવાનું રહેશે તેમજ આધારકાર્ડની કોપી અપલોડ કરવાની રહેશે.
+ પરીક્ષા ફી :
જનરલ કેટેગરી, EWS તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂા.૭૦/- રહેશે.
પી.એચ.,એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂા.૫૦/- રહેશે.
સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.
ફ્રી ઓનલાઇન સ્વીકાર અંગે :-
ઓનલાઇન पेमेन्ट गेटवे द्वारा CREDIT CARD/ATM CARD/NET BANKING/UPI/WALLWT थी परीक्षा की ભરી શકાશે. એક સાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે. “ઓનલાઇન ફી જમા કરાવવા માટે "Print Application/Challan" ઉપર ક્લીક કરવું અને વિગતો ભરવી. ત્યાર બાદ Submit ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી.
E-Receipt નું સ્ટેટસ ખાસ કરીને ચેક કરવું. "Transaction Unsuccessful" સ્ટેટસ હોય એવી રિસિપ્ટનનો અર્થ એ છે કે હજુ ફી સબમીટ થઈ નથી. આથી આવી રિસિપ્ટને ફી ભરાઇ ગયા અંગેની રિસિપ્ટ ન માનવી.
E- Receipt મેળવવા માટે "Print Receipt" પર ક્લિક કરવુ, વિગતો ભરવી અને Submit પર ક્લિક કરીને E- Receipt મેળવી શકાશે.
ઓનલાઇન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ૨૪ કલાકમાં e-receipt જનરેટ ન થઇ હોય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઈ-મેલથી સંપર્ક કરવાનો રહેશે.
• પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ :
(૧) MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી - 90 ગુણ
(૨) SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી - 90 ગુણ
+ અભ્યાસક્રમ:
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), १०७२८ (Classification), संध्यात्म श्रेशी (Numerical Series), पेटर्न (Pattern Perception). છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિગેરેનો સમાવેશ થશે.
+ SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નોમાં ધોરણ-૭ અને ધોરણ-૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે.
ધોરણ-૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે.
ધોરણ-૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.
• ક્વૉલિફાઇંગ ગુણ:
• જનરલ અને ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને ૪૦% ગુણ મેળવવાના રહેશે તથા એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને ૩૨% ગુણ મેળવવાના રહેશે.
• ક્વૉલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર-કેટેગરીવાર નક્કી થયેલ ક્વૉટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે.
• પી.એચ. કેટેગરીનું વર્ગીકરણ:
. પી.એચ. કેટેગરીનું નીચે દર્શાવેલ અલગ અલગ સબકેટેગરીમાં વર્ગીકરણ રહેશે.
a) Blindness and Low Vision (BLV)
b) Deaf and hard of hearing (DH)
c) Locomotor disability including cerebral palsy, leprosy cured, dwarfism, acid attack victims and muscular dystrophy (LD)
d) Autism, intellectual disabilities, specific learning disability and mental illness (AID)
e) Multiple disabilities from amongst persons under clauses (a) to (d) including deaf-blindness in the posts identified for each disabilities (MD)
• કસોટીનું માળખુ:
પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે. વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે.
આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question-MCQ Based) રહેશે.
દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી.
અંધ વિદ્યાર્થીઓને ૩૦ મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.
• ઓનલાઇન અરજી કરવાની રીત :-
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. તા. ૦૧/૦૧/૨૦૨૫ (બપોરે ૧૫.૦૦ કલાક) થી તા:૧૧/૦૧/૨૦૨૫ (રાત્રિના ૧૧.૫૯ કલાક સુધી) www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે. અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે.
સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
સૌ પ્રથમ www.sebexam.org પર જવું.
"Apply online" ७५२ Click ७२.
"National means cum merit Scholarship Scheme"- (STD-8)" सामे Apply Now ५२ Click ३२.
Apply Now પર Click કરવાથી Application Form દેખાશે. Application Form માં માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
વિદ્યાર્થીનું નામ માત્રને માત્ર આધારકાર્ડ પ્રમાણે જ લખવું, આધાર નંબર લખવો ફરજીયાત છે અને આધારકાર્ડના આગળ અને પાછળનો ભાગ અપલોડ કરવાના રહેશે. આ સિવાયની વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.
શાળાની વિગતો માટે શાળાનો DISE Number નાખવાનો રહેશે. (જો જુની શાળાની વિગતો બતાવે તો જ સુધારો કરવો)
હવે Submit પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં Application Number Generate થશે. જે સાચવીને રાખવાનો રહેશે.
વેબસાઇટ પર SC, ST, તેમજ PH કેટેગરીના ઉમેદવારોએ ફોર્મમાં જે તે જગ્યાએ પ્રમાણપત્ર નંબર, તારીખ અને આવકનો દાખલો તેમજ જાતિ પ્રમાણપત્રની કોપી અપલોડ કરવી ફરજિયાત છે તેમજ આધારકાર્ડ અપલોડ કરવું ફરજીયાત છે.
હવે પેજના ઉપરના ભાગમાં Upload photo- Signature પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો. અહીં Photo અને Signature upload કરવાના છે.
Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (15 Kb) સાઇઝથી વધારે નહી તે રીતે Computer માં હોવા જોઇએ. Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાંJPG format માં તમારો Photo store થયેલ છે તે ફાઇલને Select કરો. અને Open Button ને Click કરો. ત્યારબાદ Signature અને અન્ય ડોક્યુમેન્ટ ઉપર મુજબ સિલેક્ટ કર્યા બાદ Browse Button ની બાજુમાં upload Button પર Click કરો. હવે બાજુમાં તમારો Photo અને Signature દેખાશે.
હવે Confirm Application પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો. ત્યાર બાદ અરજી કન્ફોર્મ કરવી.
Confirm પર Click કરવાથી અરજીનો Online સ્વીકાર થશે.
હવે Print Application & Fee Challan પર Click કરવું. अहीं તમારો Confirmation Number Type કરી अने तमारी Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો.
અહિંથી તમારી અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લેવી.
ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ ગેટ વે દ્વારા CREDIT CARD/ATM CARD/NET BANKING/UPI/WALLET थी પરીક્ષા ફી ભરી શકશે.
ખાસ નોંધઃ-
ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષથી નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓનું આધારકાર્ડ મુજબ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ(NSP) પર રજીસ્ટ્રેશન ફરજીયાત કરેલ હોય શાળાના યુ-ડાયસ અને આધારકાર્ડમાં નામ મીસમેચ હોવાના કિસ્સામાં વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી ન થાય તેથી વિદ્યાર્થીનું શાળાના યુ-ડાયસનું નામ અને આધારકાર્ડ મુજબનું નામ સમાન હોય તેની કાળજીપૂર્વક ચકાસણી કરી ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
* જરૂરી આધારો / પ્રમાણપત્રો :
ઓનલાઇન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ સાથે નીચે મુજબના આધારો/પ્રમાણપત્રો જોડવાના રહેશે.
ફી ભર્યાનું ચલણ (માત્ર SEB કોપી)
વિદ્યાર્થીના આધરકાર્ડની કોપી.
આવકના દાખલાની પ્રમાણિત નકલ. (સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે)
ધોરણ-૭ ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો
જાતિ અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ. (સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર જોડવાનો રહેશે) (જો લાગુ પડતુ હોય તો)
વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો લાગુ પડતુ હોય તો)
: શાળાએ કરવાની કાર્યવાહી:
વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે.
:• ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી.
: પરીક્ષા કેન્દ્ર:
300 જેટલા વિદ્યાર્થીઓને ધ્યાને લઇ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. જો તેનાથી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા હશે તો નજીકના તાલુકામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે.
• માર્ગદર્શક સૂચનાઓ ::
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓએ/શાસનાધિકારીશ્રીઓએ પોતાના તાબા હેઠળની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ તથા લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) આ જાહેરનામાંની નકલ તા-૦૩/૦૧/૨૦૨૫ સુધીમાં પોંહચાડવાની રહેશે.
કોઇપણ શાળામાંથી જાહેરનામું ના મળ્યાની કે વિલંબથી મળ્યાની ફરીયાદ ન આવે તે સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ સુનિશ્ચિત કરવાનું રહેશે.
અગત્યની સૂચનાઓ ::
- અરજી ફોર્મ ચોકસાઈ પૂર્વક ઓનલાઇન ભરવાનું રહેશે. નામ, અટક, જન્મતારીખ, જાતિ કે અન્ય વિગતો આધારકાર્ડ મુજબ ભરવાની રહેશે અને આધારકાર્ડનો આગળ અને પાછળનો ભાગ અપલોડ કરવાનો રહેશે. આધારકાર્ડ સ્પષ્ટ વાંચી શકાય તે મુજબની ફાઇલ (PDF/JPG) અપલોડ કરવી. આ બાબતે પાછળથી બોર્ડ દ્વારા કોઇ સુધારો કરી આપવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવી.
SC, ST, તેમજ PH કેટેગરીના વિધાર્થીઓએ સર્ટીફીકેટ તેમજ આવકનો દાખલો વેબસાઇટ પર અપલોડ કરવા ફરજિયાત છે.
→ SC, ST, તેમજ PH કેટેગરીના વિધાર્થીઓ દ્વારા અપલોડ કરાયેલ પ્રમાણપત્રો અને આવકના દાખલાની જવાબદારી સંબંધિતોની જ રહેશે.
જો ફોર્મ ભરતી વખતે આધાર ડાયસ નંબર નાખતા વિધાર્થીનું નામ ન દેખાય તો વિધાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી વિધાર્થીના આધાર ડાયસ નંબરની વિગત મેળવી શકશે. (જો વિદ્યાર્થીનું નામ આધારકાર્ડ પ્રમાણે ન હોય તો આધારકાર્ડ પ્રમાણે એડિટ કરવું)
- અરજીપત્રક ભરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવો.
(પી.કે.ત્રિવેદી)અધ્યક્ષ રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર
સ્થળ: ગાંધીનગર
તારીખ:૩૦/૧૨/૨૦૨૪
- નકલ રવાના અમલાર્થે
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, (તમામ)
જિલ્લાના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ તેમજ તમામ પ્રાથમિક શાળાઓને જાણ કરવા સારૂ.
શાસનાધિકારીશ્રી, તમામ
આપના તાબા હેઠળની તમામ શાળાઓને જાણ કરવા સારૂ.
જનરલ મેનેજરશ્રી, ઇન્ડેક્ષ-બી, ઉદ્યોગ ભવન, ગાંધીનગર
મેનેજરશ્રી,બીલડેસ્ક,અમદાવાદ
- નકલ સવિનય રવાના જાણ સારૂ.
માન. મંત્રીશ્રી (શિક્ષણ) ના અંગત સચિવશ્રી - સ્વર્ણીમ સંકુલ-૧, ગાંધીનગર.
માન. રા.ક.મંત્રીશ્રી (શિક્ષણ) ના અંગત સચિવશ્રી - સ્વર્ણીમ સંકુલ-૨, ગાંધીનગર.
અંગત સચિવશ્રી, માન અગ્રસચિવશ્રી(પ્રાથમિક અને માધ્યમિક), શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
માન.નિયામકશ્રી, શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-૧૯, ગાંધીનગર.
માન. નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-૧૯, ગાંધીનગર.
માન નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ.. સેક્ટર-૧૨, ગાંધીનગર.
સચિવશ્રી સમગ્ર શિક્ષા, સેક્ટર-૧૭, ગાંધીનગર,
ઉપસચિવશ્રી. એન.એમ એમ. એસ. શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર, ન્યુ દિલ્હી.







