રાજ્યના તમામ HTAT મિત્રો બદલી કેમ્પ નિયત સમયમાં પૂર્ણ કરવા અને offline કરવા..
રાજ્યના તમામ HTAT મિત્રો માટે શુભ સમાચાર કે બદલી કેમ્પ ૧૫/૧૦/૨૦૨૪ થી ૩૦/૧૦/૨૦૨૪ સુધી માં પૂર્ણ કરવા અને offline કરવા
Pm intership scheme: Click here
Letter No: ED/0272/10/2024
Approved Date: 11-10-2024
ગુજરાત સરકાર
શિક્ષણ વિભાગ
બ્લોક નં. ૫,
આઠમો માળ,
સચિવાલય,
ગાંધીનગર - ૩૮૨૦૧૦
---------------------------------------------------------------------
पत्र : ED/MSC/e-file/3/2024/3510/CH
प्रति,
નિયામકશ્રી,
નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી,
વિધા સમીક્ષા કેન્દ્ર, સેકટર-૧૯,
ગાંધીનગર.
વિષય: રાજયના સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોની આ વિભાગના તા: ૨૦-૭-૨૦૨૪ ના ઠરાવથી પ્રસિદ્ધ કરેલ બદલી નિયમોના પ્રકરણ -G ની જોગવાઈ મુજબ તાલુકા/જિલ્લા આંતરીક બદલી ઓફલાઈન પધ્ધતિથી કરવા બાબત..
શ્રીમાન,
ઉપરોકત વિષય અંગેના આપની કચેરીના તા: ૩૦-૯-૨૦૦૪ ના પત્ર ક્રમાંક: DPE-૦૩૩૯-૦૯-૨૦૨૪ થી રજુ કરેલ દરખાસ્ત પરત્વે જાણાવવાનું કે, આ વિભાગના તા. ૧૭/૦૮/૨૦૦૪ ના પત્રથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકોનું તા.૩૧/૦૭/૨૦૨૪ ની સ્થિતિએ મહેકમ મંજુર કરેલ છે, તે મુજબની જગ્યાઓ ધ્યાને લઈ, તા. ૧૫/૧૦/૨૦૨૪ થી તા.૩૦/૧૦/૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોની તાલુકા / જિલ્લા આંતરીક બદલી ઓફલાઈન પધ્ધતિથી કરવા બાબતે બદલી અંગેનું વિગતવાર સમય-પત્રક આપની કક્ષાએથી પ્રસ્તુત પત્ર મળ્યેથી સત્વરે પ્રસિદ્ધ કરી તમામ જિલ્લા/નગર શિક્ષણ સમિતિને મોકલી તે મુજબ આપેલ સમય-મર્યાદામાં બદલી અંગેની કાર્યવાહી હાથ ધરવા અંગેની મંજુરી આપવામાં આવે છે.
વધુમાં, બદલીના નિયમો મુજબ તાલુકા/જિલ્લા આંતરીક બદલી કરવાથી મુખ્ય શિક્ષકોની કોઈ નવી જગ્યા ઉભી થતી નથી ફક્ત મુખ્ય શિક્ષકની શાળા જ બદલાય એટલે આ બદલી કેમ્પો વખતે આ વિભાગના તા.૧૭/૦૮/૨૦૨૪ ના પત્રથી મંજુર કરેલ મહેકમ મુજબ મુખ્ય શિક્ષકની ખાલી રહેલ તમામ જગ્યાઓ બદલીમાં ધ્યાને લેવાની રહે અને મંજુર મહેકમ મુજબની જો કોઈ જગ્યા બતાવવામાં નહી આવે અને પાછળથી જગ્યા ખાલી હોવા છતા છુપાવવા અંગે કોઇ રજુઆત મળશે તો આ કામગીરી સાથે સંકળાયેલ તમામ કર્મચારી / અધિકારી વિરુધ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેથી આ બાબતે ચુસ્ત કાળજી રાખવા આજ્ઞાનુસાર વિનંતી છે.
TAT(s) recruitment: Click here
વધુમાં નામ. હાઈકોર્ટમાં દાખલ થયેલ SCA No. 12483/2024 માં નામદાર હાઈકોર્ટ દ્વારા તા. ૨૨-૪-૨૦૦૪ ના રોજ કરવામાં આવેલ હુકમ મુજબ, બદલીના હુકમોમાં નામદાર હાઈકોર્ટના આખરી ચુકાદાને આધીન રહેશે તે મુજબની શરત અવશ્ય દર્શાવવાની રહેશે.
પ્રસ્તુત પત્ર આ વિભાગની સમાન ક્રમાંકની ઈ-ફાઈલ પરની નોંધમાં માન. મંત્રીશ્રી શિક્ષણની મળેલ મંજુરી અનુસાર રવાના કરેલ છે.
આપનો વિશ્વાસુ,
(આર.જે.ચૌધરી)
સેકશન અધિકારી
શિક્ષણ વિભાગ
નકલ સ્વાના:
• માન. મંત્રીશ્રી શિક્ષણના અંગત સચિવશ્રી, માન. મંત્રીશ્રી શિક્ષણનું કાર્યાલય સવર્ણિમ સંકુલ-૧ તરફ જાણ સારુ.
શાખા સિલેક્ટ ફાઈલ-૨૦૨૪
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Homepage: Click here
Home
Contact us.


