TET - TAT પ્રમાણપત્રોની ખરાઇ કરવા બાબત...
ક્રમાંક: રાપબો/રેકર્ડ/૨૦૨૪ ૭૨૧૩
પી રાજ્ય પરીક્ષા બોર્ડ
સરકારી પુસ્તકાલયની સામે
સેક્ટર - ૨૧, ગુ.રા.
ગાંધીનગર
८.०६/०८/२०२४
પ્રતિ, જિલ્લા શિક્ષણાધિકાશ્રી,
તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,
તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી
ની કચેરી શાસનાધિકારીશ્રી, તમામ
વિષય : પ્રમાણપત્રોની ખરાઇ બાબત
શ્રીમાન,
ઉપર્યુક્ત વિષય અન્વયે જણાવવાનું કે, રાજ્યની સરકારી, માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના નિયંત્રણ હેઠળની પ્રાથમિક શાળાઓમાં નિમાયેલ વિદ્યાસહાયકોના શિક્ષક અભિરુચિ કસોટી (TET-I,II) અને પી.ટી.સી.ના પ્રમાણપત્રોની ખરાઇ કરાવવા માટે શાળાના આચાર્યશ્રી દ્વારા બારોબાર રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલવામાં આવે છે. તેમાં હવે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોની અભિયોગ્યતા કસોટી માધ્યમિક (TAT-S) અને શિક્ષક અભિયોગ્યતા કસોટી ઉચ્ચત્તર માધ્યમિક (TAT-HS) ના પ્રમાણિત કરેલ પ્રમાણપત્રો જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી મારફતે ખરાઇ માટે મોકલવાના રહેશે અને વિદ્યાસહાયકોના શિક્ષક અભિરુચિ કસોટી (TET-II) અને પી.ટી.સી.ના પ્રમાણિત કરેલ પ્રમાણપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની/તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી મારફતે રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલાવવાના રહેશે. આપશ્રીની કચેરીને દરખાસ્ત મળ્યા તારીખથી દિન-૭(સાત) માં રાજ્ય પરીક્ષા બોર્ડને સદર દરખાસ્ત મોકલી આપવાની રહેશે. સદરહું કાર્યવાહી કરવા માટે આપની કક્ષાએથી આપના નિયંત્રણ હેઠળની શાળાઓને સત્વરે જાણ કરવાની રહેશે જેનાથી વિદિત થવા વિનંતી છે. .
નોંધ ઉપર માન.અધ્યક્ષશ્રીના આદેશ અનુસાર,
સચિવ
રાજ્ય પરીક્ષા બોર્ડ
ગાંધીનગર
નકલ સવિનય રવાના જાણ સારુ:
> માન, નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગર
> માન, નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, નિયામકની કચેરી, ગાંધીનગર
More details..Click here
TAT-s અને TAT-hs ભરતી ના નવા નિયમ માટે અહી ક્લિક કરો
Source by. Gujarat government gandhinagar
Home
Contact us.


