રામ રાઘોબા રાણે, પરમવીર ચક્ર વડે સન્માનિત ભારતીય ભૂમિસેનાના મેજર હતા. મેજર રામ રાઘોબા રાણેનો જન્મ ૨૬ જૂન ૧૯૧૮ના રોજ ચેંડિયા, કારવાર જિલ્લો, કર્ણાટક ખાતે થયો હતો. તેમનું મૃત્યુ ૧૧ જુલાઈ ૧૯૯૪ના રોજ પૂણે ખાતે થયું હતું. તેઓ કારવારના કોંકણ ક્ષત્રિય મરાઠા પરિવારમાંથી આવતા હતા. કારવારમાં તેમની મૂર્તિ ઉભી કરવામાં આવી છે. તેમને કોર્પસ ઑફ ઈન્જિનિયરની બૉમ્બે સેપર્સમાં ૧૫ ડિસેમ્બર ૧૯૪૭ના રોજ નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ ૧૯૬૮માં સૈન્યમાંથી મેજર તરીકે નિવૃત્ત થયા. તેમણે ૧૯૪૭-૧૯૪૮માં જમ્મુ અને કાશ્મીરની કાર્યવાહીમાં ઉત્તમ કામગીરી બજાવી હતી. તેમણે પાકિસ્તાન સામેના યુદ્ધમાં બતાવેલી બહાદુરી અને વીરતા માટે પરમવીર ચક્ર વડે સન્માનિત કરાયા હતા.

.jpeg)