બાબા કાંશીરામ (જન્મ : ૧૧ જુલાઈ ૧૮૮૨ – અવસાન : ૧૫ ઑક્ટોબર ૧૯૪૩) એ ભારતીય કવિ અને ભારતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં જન્મેલા સ્વતંત્રતા કાર્યકર્તા હતા.
ઈ.સ.૧૯૩૧માં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપવામાં આવેલી ફાંસીની સજાની તેમના પર ઘણી અસર પડી હતી. તેમણે ભારત આઝાદી ન મેળવે ત્યાં સુધી કાળા કપડાં પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ૧૫ ઓક્ટોબર, ૧૯૪૩ના રોજ તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું અને પ્રેમથી સિયાહપોશ જરનલ (ધ બ્લેક જનરલ) તરીકે ઓળખાવા લાગ્યા.
ઈ.સ.૧૯૩૭માં પંડિત જવાહરલાલ નહેરુએ તેમને પહાડી ગાંધી તરીકે ઓળખાવ્યા હતા.
બાબા કાંશીરામનો જન્મ તા. ૧૧ જુલાઈ ૧૮૮૨ના રોજ દાદાસીબા (કાંગડા જિલ્લો)માં થયો હતો. અને અવસાન ૧૫ ઑક્ટોબર ૧૯૪૩ના રોજ ઉના, હિમાચલ પ્રદેશમાં થયું હતું.

