વિશ્વ વસ્તી દિવસ (World Population Day) દર વર્ષે ૧૧મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વસ્તી નિયંત્રણના હેતુથી ઉજવવામાં આવે છે. સતત વધતી વસ્તી એ ગંભીર ચિંતાનો વિષય છે. વધતી વસ્તીને કારણે ભૂખમરો, ગરીબી, નિરક્ષરતા અને બેરોજગારી જેવી સમસ્યાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં વસ્તી નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ભારતમાં છે. જેટલી મોટી વસ્તી છે તેટલી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જનજાગૃતિ ફેલાવવા માટે સ્થળે સ્થળે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
વિશ્વ વસ્તી દિન એ એક વાર્ષિક ઉજવણી છે, જે દર વર્ષે જુલાઇ ૧૧નાં મનાવાય છે. વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ આવે તે માટે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા ૧૯૮૯માં કરવામાં આવેલ. ૧૧ જુલાઈ, ૧૯૮૭નાં દિવસે વિશ્વની વસ્તી પાંચ અબજને પાર કરી ગયેલ, જે દિવસ 'પાંચ અબજ દિન' તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં આ ઉજવણી કરાય છે.
હાલ વસ્તી વિસ્ફોટ એક વૈશ્વિક સમસ્યા બની રહી છે કારણ કે વધી રહેલી વસ્તી માટે જરૂરી ખોરાક, કપડા ઔર રહેઠાણની જરૂરીયાત પૂરી કરવી એક પડકાર બની રહ્યો છે. વસ્તી વધારાને કારણે લોકોને સારું શિક્ષણ આપવામાં, આજીવિકા અને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં સમસ્યાઓ સર્જાય છે. આથી આ દિવસની ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે જનજાગૃતિ આવે તે માટે કરવામાં આવે છે. આજે દુનિયામાં લગભગ આઠ અબજ વસ્તી છે જેમાં સૌથી વધુ વસ્તી ભારતમાં છે.
લોકજાગૃતિ અને શિક્ષણના પ્રચાર વગર વસ્તી વધારા પર કાબુ મેળવવો અશક્ય છે. દિવસેને દિવસે જળ સંકટ પણ વધી રહ્યું છે. વધતી જતી વસ્તી પ્રદૂષણને પણ વેગ આપી રહી છે જેને પગલે જમીનની ફળદ્રુપતામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે તદ્દ ઉપરાંત પાણીનું સ્તર પણ ઘટી રહ્યું છે. આપણે સમય રહેતા સભાનતા દાખવી વધતી વસ્તીને રોકવા પ્રયત્ન નહી કરીએ તો એક દિવસ ભૂખમરો અને જળ સંકટનો સામનો કરવો પડશે. વસ્તી વધારાને નાથવા દરેક વ્યક્તિએ સભાનતા દાખવી પડશે. નહિતર આવનારા સમય પરીસ્થિતિ વધારે કથળી શકે છે.

.jpeg)
.jpeg)