ડૉ. જયંત નાર્લીકર ભારતના પ્રસિદ્ધ નક્ષત્રશાસ્ત્રી અને નાભિકીય ભૌતિકશાસ્ત્રી છે. તેમનો જન્મ ૧૯ જુલાઇ,૧૯૩૮ ના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો.
તેમણે ઇ.સ.૧૯૫૭માં બનારસ હિંદુ યુનિવર્સિટીની વિજ્ઞાનના સ્નાતકની પરીક્ષા પાસ કરી હતી.ઈ.સ.૧૯૬૩માં કેમ્બ્રીજથી પી.એચ.ડી.ની પદવી મેળવી હતી.ઈ.સ. ૧૯૬૪માં બીજા બ્રિટીશ ખગોળ ભૌતિક વિજ્ઞાની ફ્રેંડહોઇલ સાથે તેમણે જે સંશોધનો કર્યા હતા,તે લંડન રોયલ સોસાયટી સમક્ષ રજૂ કર્યા હતા.તે સમયે ભૌતિકશાસ્ત્રના ગુરુત્વાકર્ષણ, સાપેક્ષતા, દ્રવ્યમાન જેવા વિષયોમાં ઘણી અસ્પષ્ટતા પ્રવર્તતી હતી.તેમણે આ બધા વિષયોને સરળ બનાવ્યા તેમણે જણાવ્યું કે પદાર્થનું દ્રવ્યમાન અચલ નથી.ઈ.સ.૧૯૬૩માં ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત અને કેસ્મોલોજી સબંધી નૂતન અનુસંધાન પર પોતાનો શોધ નિબંધ તૈયાર કર્યો હતો.આ શોધ નિબંધ માટે એમને ડોકટરેટની ઉપાધી પ્રાપ્ત થઈ હતી. ઈ.સ ૧૯૮૮માં વિંગત પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એ તેમને નક્ષત્રશાસ્ત્ર અને નાભિકીય ભૌતિકશાસ્ત્રી અતંર્ગત વિશ્વ વિધાલય કેન્દ્ર,પૂણે ના પ્રથમ નિર્દેશક તરીકે નિમણૂંક કરી હતી.
એનસીઇઆરટી દ્વારા પ્રકાશિત વિજ્ઞાન અને ગણિતના પાઠયપુસ્તકો વિકસાવવા માટે જવાબદાર પાર, ધૃવ વિકાસ સમિતિના સલાહકાર જૂથના વિજ્ઞાન અને ગણિતના સલાહકાર જૂથના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી.તેઓ મરાઠી,સંસ્કૃત અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે.મરાઠીમાં વૈજ્ઞાનિક સત્યો ઉપર આધારિત વાર્તાઓ અને લેખન કરનારા તેઓ પ્રથમ છે.આ સાથે 'પેષિત નામની લઘુનવલ પણ તેમણે લખી છે.
વિજ્ઞાનમાં તેમણે આપેલા પ્રદાન માટે તેમને દેશવિદેશમાં ઉત્તમ માનસન્માન મળ્યાં છે.ઈ.સ.૧૯૬૫માં તેમને પદ્મવિભૂષણ'નો ખિતાબ એનાયત કરવામાં આવેલો.ઇ.સ ૧૯૬૦માં કેજ યુનિવર્સિટીએ ખગોળવિજ્ઞાનનો ટાયસન પક,ઈ.સ.૧૯૬૨ માં સ્મિથ પારિતોષિક તથા ઇ.સ.૧૯૬૭માં એડમ્સ પારિતોષિક એનાયત થયેલ છે.ઈ.સ.૧૯૭૮માં શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ,ઇ.સ.૧૯૮૫ માં વિશ્વ ભારતી યુનિવર્સિટી તરફથી રવિન્ટ એવોર્ડ અને ઇ.સ.૧૯૯૦માં ઈન્દિરા ગાંધી એવોર્ડ પણ એનાયત થયેલ છે.
