ભારત દેશમાં ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન જિલ્લામાં માઈન્ડ્રોલિંગ મઠ આવેલું છે. માઈન્ડ્રોલિંગ મઠ ભારતનું એક મહત્વપૂર્ણ બૌદ્ધ મઠ છે. આ બૌદ્ધ મઠની સ્થાપના ઈ. સ. ૧૯૬૫માં કરવામાં આવી હતી. હિમાલયની શાંતિપૂર્ણ તળેટીઓ વચ્ચે સ્થિત, માઇન્ડ્રોલિંગ મઠ એક મોટું બૌદ્ધ કેન્દ્ર છે, જે દેશ-વિદેશ તેમજ હજારો પ્રવાસીઓ અને બૌદ્ધ અનુયાયીઓને આકર્ષિત કરે છે. સેંકડો લોકો અહીં આધ્યાત્મિકતા મેળવે છે. ઘણા ધાર્મિક ઓરડાઓ સાથે આ પ્રખ્યાત મઠમાં તિબેટીયન કલા સ્વરૂપો અને ભીંતચિત્રો પણ જોઇ શકાય છે.
માઈન્ડ્રોલિંગ બૌદ્ધ મઠના વિશાળ સંકુલમાં વિવિધ મંદિરો, સ્તૂપ અને શિક્ષણની સુવિધાઓ છે. દેહરાદૂન શહેરના સૌથી પ્રસિદ્ધ મઠમાંના એક માઈન્ડ્રોલિંગ બૌદ્ધ મઠમાં તહેવારો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ સ્થળનું મહાન સ્થાપત્ય જોવાલાયક આકર્ષણોમાંનું એક છે
માઈન્ડ્રોલિંગ મઠમાં મુખ્ય આકર્ષણો : મહાન સ્તૂપ, બુદ્ધ મંદિર અને રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન
માઈન્ડ્રોલિંગ મઠની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય : માર્ચથી જૂન માઈન્ડ્રોલિંગ મઠ સુધી કેવી રીતે પહોંચવું :
જોલી ગ્રાન્ટ એરપોર્ટ નજીકનું એરપોર્ટ છે અને દહેરાદૂન રેલવે સ્ટેશન નજીકનું રેલવે સ્ટેશન છે. બસ દ્વારા અથવા રસ્તા દ્વારા પણ માઇન્ડ્રોલિંગ મઠની મુસાફરી એ એકદમ સરળ છે કારણ કે તે નજીકના શહેરો સાથે માર્ગ દ્વારા સારી રીતે જોડાયેલ છે.
