લોરેન્સ માર્ક સેંગર (લેરી સેંગર) (જન્મ : ૧૬ જુલાઈ, ૧૯૬૮) અમેરિકન ઇન્ટરનેટ પ્રોજેક્ટ ડેવલપર અને ઇન્ટરનેટ એનસાયક્લોપીડિયા વિકિપીડિયાના સહ-સ્થાપક છે. તેમણે વિકિપીડિયાની મૂળ નિયામક નીતિનો મોટા ભાગનો હિસ્સો લખ્યો હતો. સેંગરે ન્યુપીડિયા, સિટિઝેન્ડિયમ અને એવેરિપીડિયા જેવી અન્ય ઓનલાઇન શૈક્ષણિક વેબસાઇટ્સ પર કામ કર્યું છે.
કૉલેજમાં અભ્યાસ કરતી વખતે સેંગરે શૈક્ષણિક હેતુઓ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં રસ વિકસાવ્યો અને ૨૦૦૦માં ઓનલાઇન એનસાયક્લોપીડિયા ન્યુપીડિયામાં એડિટર-ઇન-ચીફ તરીકે જોડાયા. ન્યુપીડિયાની ધીમી પ્રગતિથી નિરાશ થયેલા સેંગરે ન્યુપીડિયાની પીઅર-રિવ્યૂ પ્રક્રિયા મારફતે લેખો માંગવા અને મેળવવા માટે વિકિનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરી હતી. આ ફેરફારને કારણે ૨૦૦૧માં વિકિપીડિયાનો વિકાસ અને પ્રારંભ થયો હતો. સેંગરે વિકિપીડિયાના પ્રારંભિક તબક્કામાં વિકિપીડિયાના સામુદાયિક નેતા તરીકે સેવા આપી હતી પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં આ પરિયોજનાથી મોહભંગ થવાથી ૨૦૦૨માં તેઓ આ પ્રોજેક્ટથી અલગ થઈ ગયા હતા.
લોરેન્સ માર્ક સેંગરનો જન્મ ૧૬ જુલાઈ, ૧૯૬૮ના રોજ બેલેવ્યુ, વોશિંગ્ટનમાં થયો હતો. તેમના પિતા ગેરી જીવવિજ્ઞાની હતા અને તેની માતાએ બાળકોને ઉછેર્યા હતા. જ્યારે તેઓ સાત વર્ષના હતા, ત્યારે તેમનો પરિવાર અલાસ્કાના એન્કોરેજ ખાતે સ્થળાંતરિત થયો હતો. તેમને નાનપણથી જ દાર્શનિક વિષયોમાં રસ હતો.
સેંગર ૧૯૮૬માં હાઇસ્કૂલમાંથી સ્નાતક થયા અને રીડ કૉલેજમાં દાખલ થયા જ્યાં તેમનો મુખ્ય વિષય દર્શનશાસ્ત્ર હતો. કૉલેજમાં તેમને ઇન્ટરનેટ અને પબ્લિશિંગ આઉટલેટ તરીકેની તેની ક્ષમતામાં રસ પડ્યો. સેંગરે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ટ્યુટોરિયલ પદ્ધતિઓની ચર્ચા કરવા અને વ્યક્તિગત શિક્ષકો અને વિદ્યાર્થીઓના સ્વૈચ્છિક, મુક્ત નેટવર્કની શક્યતા અને ગુણવત્તાની ચર્ચા માટે એક માધ્યમ તરીકે લિસ્ટસર્વરની સ્થાપના કરી હતી. તેમણે એસોસિએશન ફોર સિસ્ટમેટિક ફિલોસોફી, ફિલોસોફી ચર્ચા સૂચિની શરૂઆત અને મધ્યસ્થી કરી હતી.
સેંગરે ૧૯૯૧માં રીડમાંથી ફિલસૂફીમાં બેચલર ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી, ૧૯૯૫માં ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીથી એમ.એ. અને ૨૦૦૦માં ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમંથી ડોક્ટર ઓફ ફિલોસોફીની પદવી મેળવી. ૧૯૯૮ની શરૂઆતમાં, તેઓ અને તેમના એક મિત્રએ "સેંગર એન્ડ શેનોનની સમીક્ષા ઓફ વાયટુકે ન્યૂઝ રિપોર્ટ્સ" નામની વેબસાઇટ ચલાવી હતી, જે વર્ષ ૨૦૦૦ની સમસ્યા અંગે ચિંતિત કમ્પ્યુટર સિસ્ટમના મેનેજર્સ જેવા લોકો માટે સંસાધન છે.
વિકિનો ઉપયોગ કરવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે સેંગર ૨ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ તેમના મિત્ર બેન કોવિટ્ઝને મળ્યા, જ્યારે સેંગરને પહેલી વાર વિકી સોફ્ટવેર સાથે રજૂ કરવામાં આવ્યા. કોવિટ્ઝ, જેને સેંગર ફિલસૂફી મેઇલિંગ સૂચિના કારણે ઓળખતા હતા, એક કમ્પ્યુટર પ્રોગ્રામર હતા. સેંગર વિકિ દ્વારા આપવામાં આવેલી શક્યતાઓથી પ્રભાવિત થયા અને વેલ્સ તેને અજમાવવા સંમત થયા હતા. "વિકિપીડિયા" નામ સૌ પ્રથમ સેંગરે આપ્યું હતું
