મીઠુબેન હોરમસજી પેટીટ (જન્મ : ૧૧ એપ્રિલ, ૧૮૯૨ અવસાન : ૧૬ જુલાઈ, ૧૯૭૩) ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે મહાત્મા ગાંધી સાથે દાંડી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.
મીઠુબેન પેટીટનો જન્મ ૧૧ એપ્રિલ ૧૮૯૨ના દિવસે મુંબઈના એક પારસી કુટુંબમાં થયો હતો. તેમના પિતા દિનશા માણેકજી પેટીટ એક ઉદ્યોગપતિ હતા.
કસ્તુરબા ગાંધી અને સરોજિની નાયડુ સાથે મીઠુબેને પણ દાંડી સત્યાગ્રહમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. દાંડી યાત્રા ભારતીય સ્વાતંત્ર્યના ઈતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના રહી. મીઠુબેન પેટીટે મીઠા પર કરના વિરોધમાં સવિનય કાનૂન ભંગની ચળવળમાં સક્રીય ભાગ લીધો. મીઠુબેને સરદાર પટેલની આગેવાની હેઠળ બ્રિટિશ રાજ વિરૂદ્ધ થયેલા કર વિરોધી બારડોલી સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો. હું શિક્ષણડુંજ
મીઠુબેન પેટીટે મરોલીમાં કસ્તુરબા વનાત શાળા નામે એક આશ્રમ સ્થાપ્યો હતો. આ આશ્રમમાં કાંતણ, પીંજણ, વણાટ, દુગ્ધ વ્યવસાય, વગેરે શીખવવામાં આવતા અને મહિલાઓને સ્વરોજગાર અર્થે માટે સીવણનો ડિપ્લોમા કાર્યક્રમ ચલાવવામાં આવતો. આજ નામે તેમણે માનસિક રોગીઓ માટે એક હોસ્પિટલ પણ શરૂ કરી હતી. મીઠુબેનને તેમની સમાજ સેવા માટે ૧૯૬૧માં પદ્મશ્રીનો ખિતાબ મળ્યો.
મીઠુબેન પેટીટનું અવસાન ૧૬ જુલાઈ, ૧૯૭૩ના રોજ થયું હતું.
