અઝીમ પ્રેમજી (જન્મ : ૨૪ જુલાઇ ૧૯૪૫) મુંબઇ ખાતે જન્મેલા ગુજરાતી મુસ્લીમ પરિવારના તેમ જ ભારત દેશના સફળ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે. તેઓ સોફ્ટવેર ક્ષેત્રમાં જાણીતા વિપ્રો ગ્રૂપના ચેરમેન હતા. તેઓ દુનિયાના ૧૦૦ સૌથી વધુ શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં
અવારનવાર સ્થાન મેળવી ચૂક્યા છે. અઝીમ પ્રેમજી ભારતનું એક એવું વ્યક્તિત્વ છે જેને લોકો બિઝનેસમેન તરીકે ઓછા અને પરોપકારી દાનવીર તરીકે વધુ માને છે. અઝીમ પ્રેમજી ભારતની ટોપ IT કંપનીમાં એક વિપ્રો (Wipro)ના ફાઉન્ડર છે. પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત અઝીમ પ્રેમજીના જીવનના સફરમાંસાદગી, ઈમાનદારી, સાહસ અને મહેનતના ઘણા કિસ્સાઓ જોડાયેલા છે.
અઝીમનો જન્મ એક બિઝનેસમેનના ઘરે થયો હતો. તેમના પિતા મોહમ્મદ હાશિમ પ્રેમજીએક નામાંકિત ચોખાના વેપારી હતા. બર્મા(હાલ મ્યાનમાર)માં તેમનો ચોખાનો વેપાર હતો, જેનાકારણે તેમને Rice King of Burma કહેવામાં આવતા હતા. તે બર્મા(હાલ મ્યાનમાર)થી ભારતઆવી અને ગુજરાતમાં રહેવા લાગ્યા. ગુજરાત આવીને પણ તેમણે ચોખાનો વેપાર શરૂ કર્યો
૧૯૪૫ માં તેમણે પોતાનો ચોખાનો વેપાર બંધ કર્યો. મોહમ્મદ હાશિમ પ્રેમજીએ ૧૯૪૫માં વનસ્પતિ ઘી બનાવવાનો વેપાર શરૂ કર્યો અને કંપની બનાવી. જેનું નામ હતું 'વેસ્ટર્ન ઈન્ડિયન વેજીટેબલ પ્રોડક્ટ્સ લિમિટેડ'. આ કંપની વનસ્પતિ તેલ અને કપડા ધોવાનો સાબુ બનાવતી હતી.
અઝીમ પ્રેમજીએ મુંબઇમાં પ્રાથમિક શિક્ષણ લીધું અને પછી ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગ કરવા અમેરિકા સ્થિત સ્ટેન્ડફોર્ડ યૂનિવર્સિટી ચાલ્યા ગયા. તે સમયે અઝીમ પ્રેમજીની ઉંમર ૨૧ વર્ષ હતી. ૧૯૬૬માં અઝીમ પ્રેમજીના પિતાનું નિધન થયું. અઝીમ પ્રેમજીને સ્વદેશ પરત ફરવું પડ્યું. માત્ર ૨૧ વર્ષની ઉંમરમાં અઝીમ પ્રેમજીએ કંપની પોતે જ સંભાળવાનો નિર્ણય લીધો.
૧૯૭૭ સુધી વેપાર ખૂબ ફેલાઇ ચૂક્યો અને અઝીમ પ્રેમજીએ કંપનીનું નામ બદલીને વિપ્રો (Wipro) કર્યુ. 'વિપ્રો' એ એક અમેરિકન કંપની 'સેન્ટિનલ કમ્પ્યૂટર્સ' સાથે મળીને માઇક્રો કમ્પ્યૂટર્સ બનાવવાનું કામ શરૂ કર્યુ. સેન્ટિનલ કમ્પ્યૂટર્સની સાથે ટેક્નોલોજી શેરીંગનો એગ્રીમેન્ટ હતો. થોડા સમય બાદ વિપ્રોએ પોતાના હાર્ડવેરને સપોર્ટ કરતા સોફ્ટવેર બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું.
અઝીમ પ્રેમજીએ ૨૦૧૯-૨૦ માં સેવા કાર્યો માટે દરરોજ લગભગ ૨૨ કરોડ રૂપિયા એટલે કે કુલ મળીને ૭૯૦૪ કરોડ રૂપિયાનું દાન કર્યુ હતું.
