લોકમાન્ય ટિળક (જન્મ : ૨૩ જુલાઈ ૧૮૫૬ - અવસાન : ૧ ઑગસ્ટ ૧૯૨૦) તરીકે જાણીતા 'બાળ ગંગાધર ટિળક' ભારતીય દેશભક્ત, સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને સમાજ સુધારક હતા. ભારતની આઝાદીની લડતના તેઓ લોકપ્રિય આગેવાન હતા. ભારતીય લોકોએ તેમને સન્માનથી "લોકમાન્ય"નું વિશેષણ આપ્યું હતું. "સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, અને તે હું મેળવીને જ જંપીશ" લોકમાન્ય ટિળકનું વાક્ય આજે પણ ભારતીય લોકોને સારી રીતે યાદ છે.
ટિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે થયો હતો. તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી સન ૧૮૭૭માં સ્નાતકની પદવી મેળવી. સ્નાતક કર્યા બાદ ટિળકે પુણેની એક ખાનગી શાળામાં ગણિત શીખવવાની શરુઆત કરી. ત્યારબાદ બાળ ગંગાધર ટિળક પત્રકાર બન્યાં.
બાળ ગંગાધર ટિળકે પોતાના કૉલેજ મિત્રો જેવાકે ગોપાલ ગણેશ અગરકર, માધવબલ્લાલ નામજોશી અને વિષ્ણુ કૃષ્ણ ચિપલુણકર સાથે મળી ડેક્કન એજ્યુકેશનસોસાયટીની સ્થાપના કરી હતી. બાળ ગંગાધર ટિળકે તેમના મિત્રો ગોપાલ ગણેશઆગરકર અને વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકર સાથે મળી ઈ.સ. ૧૮૮૧માં બે વર્તમાનપત્રો ચાલુકર્યાં : (૧) "કેસરી" મરાઠીમાં, (૨) "ધ મરાઠા" અંગ્રેજીમાં.સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે,અને તે હું મેળવીને જ જંપીશ એવું ભાન ભારત દેશની જનતામાં જાગૃત કરીને બ્રિટિશ સત્તાને આ દેશ પરથી ઢીલી કરવામાં અગ્રીમ ફાળો આપનાર "લોકમાન્ય' બાળ ગંગાધર ટિળકનો જન્મ ૨૩ જુલાઈ ૧૮૫૬ ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે ચિતપાવન બ્રહ્મણ કુટુંબમાં થયો હતો.તેમના પિતાજી જાણીતા શાલેય શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતાં. તેઓ બાળપણથી જ તેજસ્વી મેઘા ધરાવતા હોવાથી પશસ્વી શિક્ષણ મેળવ્યું પોતાનું બાળપણનું માયકાંગલું શરીર, મજબૂત ને ખડતલ બનાવવાનું કાર્ય તેમણે દઢ સંકલ્પપૂર્વક હાથ ઘર્યું હતું ટિળક જ્યારે ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા તેમના પિતાની વિદ્વતાનો ગુણ તેમનામાં પણ આવ્યો હતો.તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી સન ૧૮૭૭માં સ્નાતકની પદવી મેળવી કોલેજનો અભ્યાસ પામનારી પ્રથમ પેઢીમાં ટિળક સામેલ હતા. તેમણે તેમના મિત્રો ગોપાલ ગણેશ આગરકર અને વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકર સાથે મળી ઈ.સ.૧૮૮૧માં બે વર્તમાનપત્રો ચાલુ કર્યા કેસરી' (સંસ્કૃત અર્થ સિંહ) મરાઠીમાં અને ધ મરાઠા અંગ્રેજીમાં 'ધ મરાઠા' પત્ર સમાજના ઉપલા સ્તરને નજરમાં રાખતું જયારે કેસરી ને આમ જનતાનું મુખપત્ર બનાવ્યું અને સામયિકો જોશીલી અને ઉગ્ર જબાનમાં પ્રસિદ્ધ થતાં અને પ્રત્યેક જાહેર પ્રશ્ન તેની ચક્કીમાં પીસાતો તેમના ક્રાંતિકારી પગલાથી અંગ્રેજ સરકાર ખડબડી ઊઠી અને તેમના પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવીને છ વર્ષ માટે "દેશ નિકાલ" નો દંડ આવ્યો અને પર્માની માંડલે જેલમાં મોકલી દીધાં જેલવાસનો સમય 'ગીતા રહસ્ય' નામના અમૂલ્ય ગ્રંથની રચના પાછળ ગાળ્યો. જેલમાંથી છૂટીને દેશને માટે જેટલું સ્વાતંત્ર્ય મળે તેટલું લેતા જવું ને વધુ માટે ઝઘડતા જવું એવી રશૈલી અખત્યાર કરી દાદાભાઇએ અંકુરિત કરેલ સ્વરાજના ખ્યાલને તેમણે લોકોના જન્મસિદ્ધ હક તરીકે પ્રતિષ્ઠિત કર્યો જેને પછીથી ગાંધીજીએ સાકાર કરી બતાવ્યો દેશસેવાના આજીવન વ્રતધારી આ નીડર લોકસેવકનુ ગાધીજીની અસહકારની ચળવળના પ્રથમ દિવસે ૧ ઓગસ્ટ-૧૯૨૦ ના રોજ અવસાન થયું ગાંધીજીએ એમને "આધુનિક ભારતના નિર્માતા" કહ્યાં જે કોર્ટમાં ટિળકને સજા થઈ તેમાં એક તખ્તા પર વખાયેલ છે. "કોઇપણ દેશના નાગરિક તરીકે પોતાના દેશમાટે લડવાના ટિળકના કૃત્યો સર્વથા યોગ્ય છે. તે બંને આરોપો વિસ્મૃતિત થયા છે - દરેક બીન જરૂરી ગણાતા કાર્યો માટેની ઇતિહારા દ્વારા સંરક્ષીત વિસ્મૃતિમાંરાષ્ટ્રીય મહાસભામાં ગોપાલ કૃષ્ણ ગોખલેના નરમ વલણનો બાળ ગંગાધર ટિળકે વિરોધ કર્યો, અને આમાં તેમને બંગાળના બિપીનચંદ્ર પાલ અને પંજાબના લાલા લાજપતરાયનો સાથ મળ્યો. તેઓ લાલ-બાલ-પાલની ત્રિપુટી તરીકે ઓળખાયા. ઇ.સ. ૧૯૦૭માં મહાસભા (કોંગ્રેસ)નું રાષ્ટ્રીય અધિવેશન સૂરત-ગુજરાતમાં ભરાયું. મહાસભાના નવા પ્રમુખ કોણ બને તે મુદ્દે નરમ વલણ અને તીવ્ર વલણ ધરાવતાં જૂથો વચ્ચે મતભેદ ઊભા થયાં. મહાસભા બે ભાગમાં વહેંચાઈ ગઈ. લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપીનચંદ્રપાલની આગેવાની હેઠળના "જહાલ મતવાદી" ("ગરમ પક્ષ," કે અંતિમવાદી) અને દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનરજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજશાહ મહેતા વગેરે "મવાળ મતવાદી" ("નરમ પક્ષ," કે મધ્યમ વાદી).
૧ ઑગસ્ટ ૧૯૨૦ ના દિવસે લોકમાન્ય ટિળકનું અવસાન થયું હતું.
