વિશ્વ યુવા કૌશલ્ય દિવસ (World Youth Skills Day) એક આંતરરાષ્ટ્રીય ઉજવણી છે, જે દર વર્ષે ૧૫ જુલાઈએ યોજાય છે. આ દિવસનો ઉદ્દેશ યુવાનોની કુશળતા, સશક્તિકરણ, રોજગાર ગુણોત્તરમાં વધારો અને તેમના વાતાવરણને વધુ ઉત્પાદક બનાવવાનો छे.
વિશ્વ યુવા કૌશલ્ય દિવસની શરૂઆત યુવાનોમાં બેરોજગારીના પડકારોને ઘટાડવા અને તેમને કૌશલ્ય વિકાસ માટે જાગૃત કરવા માટે કરવામાં આવી હતી. શ્રીલંકા દેશની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૧૧ નવેમ્બર ૨૦૧૪ ના રોજ દર વર્ષે વિશ્વ કૌશલ્ય દિવસ (World Youth Skills Day)ની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.
ભારત દેશમાં ૧૫ જુલાઈ ૨૦૧૫ના રોજ "પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના"ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર દ્વારા દેશના યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં મફત ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ રોજગારી મેળવી શકે. ૧૪ થી ૩૫ વર્ષની વયજૂથના યુવાનો આ મિશન હેઠળ તાલીમ મેળવી શકે છે. ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષની તાલીમ માટે નોંધણી કરાવવી પડે છે. અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર સમગ્ર દેશમાં માન્ય છે. આ પ્રમાણપત્ર મેળવ્યા પછી યુવાનો કૌશલ્યના આધારે દેશમાં ગમે ત્યાં સરળતાથી રોજગારી મેળવી શકે છે.

.jpeg)
.jpeg)
