ગુરુ પૂર્ણિમા હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા બૌદ્ધ ધર્મના લોકો માટે ખૂબ જ શુભ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે જ ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. જેથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે.
સાઇભાડતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પાણમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ધીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.
गुकारस्त्वन्धकारस्तु रुकारस्तेज उच्यते।
अन्धकारनिरोधत्वात् गुरुरित्यभिधीयते ।।
ગુરુ પૂર્ણિમાનો ઈતિહાસ- ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો ઈતિહાસ આદિકાળથી છે. ગુરુ સંસ્કૃતમાંથી ઉતરેલો શબ્દ છે. ગુનો અર્થ અંધકાર અને 'રૂ'નો અર્થ અંધકાર દૂર કરનાર થાય છે. આ તહેવાર હિંદુઓ જૈનો અને બીહો દ્વારા પોતાના ગુરુનો આદર અને સન્માન કરીને ઉજવવામાં આવે છે.
શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોચવાનો માર્ગ બતાવે છે. તેથી વ્યક્તિએ હંમેશા શિક્ષકોને માન આપવું જોઈએ. આ સિવાય સાચા માર્ગ તરફ દોરવામાં મદદ કરનાર માતા-પિતા, ભાઈ-બહેન કે આવી કોઈ પણ વ્યકિત આપણા માટે આદરણીય છે અને ગુરુ સમાન છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા (Purnima)ના દિવસને ગુરુ પૂર્ણિમા (Guru Purnima) તરીકે ઉજવવામાં આવે છે.

