શ્રી ઉમાશંકર જોશી
“ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તકને હાથ; બહું દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું”
તેઓ 'વાસુકિ' અને 'શ્રવણ'ના ઉપનામથી જાણીતા છે. તથા
શ્રી ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ 21 જુલાઈ, 1911ના રોજ સાંબરકાંઠા જિલ્લાના બામણા ગામે થયો હતો.
'વિશ્વશાંતિના કવિ' તરીકે પ્રસિદ્ધ શ્રી ઉમાશંકર જોશી ગુજરાતી કવિતાનો પ્રતિનિધિ અવાજ છે.
તેમણે 19 વર્ષની વયે સૌપ્રથમ ‘વિશ્વશાંતિ' નામનું પ્રસિદ્ધ ખંડકાવ્ય પ્રગટ કર્યુ હતું.
શ્રી ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર છે. તેમને 'નિશિથ' કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો.
લેખક તરીકે ઉમાશંકર જોશીની રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
તેઓ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ, દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ તથા કલકત્તાની શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટીના કુલપતિ અને ભાષા ભવનના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
ઉમાશંકર જોશીની મહત્ત્તી કૃતિઓ :
કાવ્યસંગ્રહ : વિશ્વશાંતિ, મહાપ્રસ્તાન, અભિજ્ઞા , गंगोत्री. નિશીથ, વસન્તવર્ષા,
એકાંકી : સાપના ભારા, હવેલી (જૂનું નામ 'शही६'), આશંકા (પધનાટક), બારણે ટકોરા, કડલાં, હળવા કર્મોનો હું
નરસૈયો
વર્તાસંગ્રહ : શ્રાવણીમેળો અને વિસામો, ત્રણ અર્ઘ બે, અંતરાય
નવલકથા : પારકાં જણ્યાં
નિબંધ સંગ્રહ : ગોષ્ઠિ અને ઉઘાડી બારી
પ્રસિદ્ધ કાવ્યો : વિશ્વશાંતિ, ગુલામ, વિશ્વ માનવી, ભોમિયા વિના, એક ચુસાયેલા ગોટલાને, આત્માના ખંડેર
