કી ગોમ્પા (બૌદ્ધ મઠ) ભારત દેશમાં હિમાચલ પ્રદેશ રાજ્યના લાહૌલ અને સ્પિતી જિલ્લાના કાજાથી આશરે ૧૨ કિ.મી.અંતરે આવેલ છે. આ મઠની સ્થાપના ૧૩મી સદી થઈ હતી. આ સ્પિતી વિસ્તારનો સૌથી મોટો મઠ છે.આ મઠ દરિયાઈ સપાટીથી ૧૩,૫૦૪ ફીટ જેટલી ઉંચાઈ પર એક શંકુ આકારના વિશાળ ખડક પર બાંધવામાં આવેલ છે. અહીં દર વર્ષે જૂન-જુલાઈ મહિનામાં 'ચામ ઉત્સવ' ઉજવવામાં આવે છે.ઈ.સ. ૨૦૦૦માં 'કાલચક્ર અભિષેક'નું આયોજન આ મઠ ખાતે કરવામાં આવ્યું હતું,જેમાં સ્વયં દલાઈ લામા દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી.હિમાચલના એક શિખર પર ભવ્ય કિલ્લા જેવો આ મઠ પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરે છે.
લાહૌલ-સ્પિતી વિસ્તારમાં આવેલો આ મઠ બૌદ્ધોનું
તીર્થસ્થાન છે.બૌદ્ધ ભિક્ષુઓને ધર્મ, કલા અને વિજ્ઞાાન શીખવવા
માટેના આ મઠમાં ભગવાન બુદ્ધની ભવ્ય પ્રતિમા સહિતના અનેક
સુંદર શિલ્પો છે. સાંકડા રૂમ, સાંકડી પરસાળ અને સાંકડા દાદરની બનેલી આ ઇમારત અદ્ભુત છે. મઠ નીચા ઘાટના ત્રણ માળનો છે.
ભોંય તળિયે પ્રવચન ખંડ અને ઓરડાઓ જોવાલાયક છે મઠમાં
૨૫૦ બૌદ્ધ ભિક્ષુઓ રહીને અભ્યાસ કરી શકે છે.



