આનંદ બક્ષી (જન્મ : ૨૧ જુલાઈ, ૧૯૩૦ ૨૦૦૨), ભારતનાં પ્રસિદ્ધ કવિ અને ગીતકાર હતા. અવસાન : ૩૦ માર્ચ,
આનંદ બક્ષીનો જન્મ પાકિસ્તાનનાં, રાવલપિંડીમાં થયો હતો. તેમનાં પૂર્વજો રાવલપિંડી નજીકનાં "કુરી" ના હતા, અને તેમનું મુળ કાશ્મીરમાં હતું. ૧૦ વર્ષની ઉંમરે તેમની માતા સુમિત્રાદેવીનું અવસાન થયું. દેશનાં ભાગલા પછી આનંદ બક્ષીના કુટુંબે ૨ ઑક્ટોબર ૧૯૪૭નાં રોજ હીજરત કરી અને ભારત આવ્યું, ત્યારે તેઓની ઉંમર ૧૭ વર્ષની હતી.
૧૫ નવેમ્બર, ૧૯૪૭માં તેઓ સિગ્નલ કોર (Corps of Signals) (સેનાનો સંદેશાવ્યવહાર વિભાગ)માં જોડાયા અને જબલપુરમાં તાલિમ લીધી. પછીથી તેઓએ 'ટેલિફોન ઓપરેટર' તરીકે નોકરી પણ કરી. ખાલી સમયમાં તેઓ ગીતો લખતા અને મિત્રો સમક્ષ ગાતા પણ ખરા.
આનંદ બક્ષી 'બોલિવુડ'માં આમ તો ગાયક કલાકાર તરીકે નામ કમાવા આવ્યા હતા, પરંતુ તેમને જબરજસ્ત સફળતા મળી ગીતકાર તરીકે. તેમને પહેલો મોકો ૧૯૫૬ માં મળ્યો,જ્યારે ભગવાન દાદાએ તેમને બ્રિજ મોહનની ફિલ્મ "ભલા આદમી"નાં ચાર ગીત લખવા માટે કરારબદ્ધ કર્યા. ત્યાર બાદ તો તેઓએ ગીતકાર તરીકે એવું કાઠું કાઢ્યું કે સંપૂર્ણ જીવનમાં ૩૦૦ ઉપરાંત ચલચિત્રોમાં ગીતકાર તરીકે કામ આપ્યું.
સફળતા : આનંદ બક્ષીએ હિન્દી ફિલ્મોમાં યાદગાર ગીતો આપ્યાં અને સફળતા મેળવી. બોબી અને અમર પ્રેમ, શોલે, હમ, મોહરા, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, તાલ, મોહબ્બતે, ગદર : એક પ્રેમ કથા, યાદે વગેરે ફિલ્મોના ગીતો આનંદ બક્ષીએ લખ્યા હતા. તેમને ચાર ફિલ્મફેર પુરસ્કાર પણ પ્રાપ્ત થયા હતા.
૩૦ માર્ચ, ૨૦૦૨ ના રોજ આનંદ બક્ષીનું મુંબઈ વખતે અવસાન થયું હતું.
