તવાંગ મઠ ભારત દેશમાં અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાના તવાંગ નગરમાં આવેલો છે. તવાંગ મઠ સમુદ્ર સપાટીથી ૩૦૦૦ મીટરની ઊંચાઇ પર સ્થિત ભારતનો પ્રખ્યાત બૌદ્ધ મઠ છે. તવાંગ મઠની સ્થાપના મેરેક લામા લોદ્રે જેમ્સો દ્વારા ૧૬૮૦-૮૧ માં પાંચમાં દલાઈ લામાની વિનંતીથી સ્થાનિક લોકોની મદદથી કરવામાં આવી હતી. (તવાંગ મઠની સ્થાપના દલાઈ લામા નાગ્વાંગ લોબસાંગ ગ્યાત્સોની ઈચ્છા અનુસાર મેરા લામા લોદ્રે ગ્યાત્સો દ્વારા કરવામાં આવી હતી.) તવાંગ મઠ ભારતમાં આવેલ સૌથી મોટો બૌદ્ધ મઠ છે. તવાંગ મઠ વિશ્વનો બીજો સૌથી મોટો મઠ છે. બૌદ્ધ લોકો માટે આ એક મુખ્ય પવિત્ર ધામ છે.આ મઠ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે ભારતનું એક સૌથી પવિત્ર સ્થાન છે.
બૌદ્ધ ધર્મના તવાંગ મઠમાં ૩૦૦ થી વધુ બૌદ્ધ સાધુઓનું ઘર છે અને આ વિસ્તારમાં ૧૭ ગોમ્પા છે. હિમાલયની ખીણનું શાંત દૃશ્ય પ્રદાન કરતું, તાવાંગ મઠ તેની ૧૬ મી સદીની સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત, તાવાંગ મઠમાં જોવા માટે લાઇબ્રેરી અને બીજું ઘણું બધું છે, જે બૌદ્ધ યાત્રાળુઓ તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.
તવાંગ મઠની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માર્ચથી સપ્ટેમ્બર છે. તવાંગ મઠની મુલાકાત લેવા આસામના તેજપુર વિમાનમથકની ફ્લાઇટ અને ટ્રેન દ્વારા મુસાફરી કરી શકાય છે.વૈકલ્પિક રીતે બસ દ્વારા મુસાફરી પણ કરી શકાય છે.૨૦૦૮ના જૂન મહીનાથી અરુણાચલ પ્રદેશ સરકાર દ્વારા ગુવાહટીથી અહીં સુધીને હેલિકોપ્ટર સેવા ચાલુ કરાઈ છે.આસામના તેજપુરથી અહીં રસ્તા માર્ગે બસો, ટેક્સી કે નિજી વાહન દ્વારા પ્રવાસ કરી શકાય છે

.jpeg)
.jpeg)
.jpeg)