આજે આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ (International Malala Day) છે. વર્ષ 2013થી દર વર્ષે 12 જુલાઇના રોજ શિક્ષણ અને મહિલા કાર્યકર્તા મલાલા યુસુફઝઈને તેમની કામગીરી માટે સમ્માનિત કરવા હેતુ આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાકિસ્તાની નાગરિક મલાલા યુસુફઝઈનો જન્મ 12 જુલાઇ 1997ના રોજ થયો હતો. 9 ઑક્ટોબર 2012ના રોજ મલાલા જ્યારે શાળાથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે તેમના પર તાલિબાન બંદૂકધારીએ હુમલો કર્યો, જેમાં તેમના માથા અને ગરદનમાં ગોળી વાગી હતી. શરૂઆતમાં તેમની પાકિસ્તાનમાં સારવાર કરાઇ પરંતુ ત્યારબાદ સારી મેડિકલ ટ્રિટમેન્ટ માટે ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા. ગોળી વાગ્યાની ઘટનાના 9 મહિના બાદ મલાલાએ તેના 16માં જન્મદિને સંયુક્ત રાષ્ટ્રના મખ્યાલયમાં એક જબરદસ્ત ભાષણ આપ્યુ હતુ. છોકરીઓમાં શિક્ષણ પ્રત્યેત જાગૃતિ ફેલાવવા માટે તેમણે પિતા સાથે વર્ષ 2013માં મલાલા ફંડની શરૂઆત કરી. આમ શિક્ષણ પ્રત્યે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મલાલા યુસુફઝાઈને સન્માનિત કરવા માટે યુનાઈટેડ નેશન્સે 12 જુલાઈને મલાલા દિવસ તરીકે જાહેર કર્યો, જે કન્યા શિક્ષણ માટેની લડતનું આંતરરાષ્ટ્રીય પ્રતીક બની ગઈ છે. વર્ષ 2014માં મલાલાને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરાયો હતો, આ સાથે તે આ સમ્માન મેળવનાર સૌથી ઉંમરની વ્યક્તિ બની ગઇ છે.

.jpeg)
.jpeg)