દર વર્ષે પેપર બેગ ડે 12 જુલાઈએ મનાવવામાં આવે છે. આજના સમયમાં લોકો પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. જે આપણા પર્યાવરણ માટે નુકસાનકારક છે. આ દિવસને મનાવવાનો મુખ્ય હેતુ છે, પર્યાવરણ માટે પ્લાસ્ટિક બેગની તુલનામાં પેપર બેગના ઉપયોગના ફાયદા વિશે લોકોને જાણકારી આપવી. ફ્રાંસિસ વોલે નામના અમેરિકી આવિષ્કારકે ઈ.સ. 1852માં પહેલી વખત પેપર બેગ મશીન બનાવ્યુ હતુ. જે બાદ ઈ.સ. 1871માં, માર્ગરેટ ઈ. નાઈટે ફ્લેટ-બોટમ પેપર બેગ બનાવવા માટે વધુ એક મશીન બનાવ્યુ હતુ. તે સમયે તેનુ નામ કરિયાણાની થેલી તરીકે પ્રચલિત થયુ. આ પેપર બેગનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવવા લાગ્યો. ઈ.સ. 1883 અને 1912માં ચાર્લ્સ સ્ટિલવેલ અને વાલ્ટર ડ્યૂબનેરે શ્રેષ્ઠ પેપર બેગ ડિઝાઈન કરી.
આ દિવસને મનાવવાનો મુખ્ય હેતુ એ છે કે પ્લાસ્ટિકના બદલે પેપર બેગનો ઉપયોગ કરવા માટે લોકોને જાગૃત કરવા. અત્યારે લોકો પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ કરે છે, જેના કારણે પ્રદૂષણ વધતુ જઈ રહ્યુ છે, જેનાથી ગંભીર બીમારીઓનો ભોગ બનાય છે.
*પેપર બેગના ફાયદા*
• પેપર બેગ 100 ટકા રી-સાઇકલ કરી શકાય છે અને તેનું માત્ર એક મહિનાની અંદર વિઘટન થઇ શકે છે.
• એક પેપર બેગમાં લગભગ 10-14 જેટલો સામાન મુકી શકાય છે અને પેપર બેગ્સ ઘણી મજબૂત હોય છે.
• પ્લાસ્ટિક બેગની સરખામણીમાં પેપર બેગ બનાવવામાં ઓછી ઊર્જા વપરાય છે.
• પેપર બેગ પાલતૂ પ્રાણીઓ તેમજ અન્ય પશુઓ માટે પણ સુરક્ષીત હોય છે. - પેપર બેગનો ઉપયોગ ખાતર બનાવવા માટે પણ કરી શકાય છે.

.jpeg)
_1.jpeg)
.jpeg)