🎇 24 કલાકમાં એવું તે શું થયું...ધડાધડ સસ્તું થયું સોનું, ચાંદી ₹26000 ગગડી, શું ₹56000 સુધી તૂટશે સોનું? ચાંદી પર ચેતવણી....
જે સોનું બંપર તેજી સાથે રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યું હતું તે સોનું જેણે પોતાના જબરદસ્ત ભાવોથી લોકોને રડતા કર્યા હતા, સૌથી સુરક્ષિત રોકાણ ગણાય છે તે સોનું હવે ભારે ઉથલપાથલવાળા સમયમાંથી પસાર થઈ રહ્યું છે.
Gold Silver Prices Crash.?
સોનામાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. રેકોર્ડ ઊંચાઈ પર ગયા બાદ હવે એ સોનામાં કડાકાનો માહોલ છે. સોનાના ભાવમાં ઘટાડાએ છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ફક્ત સોનું જ નહીં પરંતુ ચાંદીના ભાવ પણ રિવર્સ ઓર્ડરમાં પાછા વળવા લાગ્યા છે. એક દિવસમાં ચાંદીના ભાવમાં 10 હજાર રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી ચૂક્યો છે.
દિવાળી પહેલા સોનું રોકેટ બન્યું અન 1.30 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ભાવ પહોંચ્યો. પરંતુ હવે સોનામાં જાણે કડાકાનો માહોલ શરૂ થયો હોય તેવું લાગે છે. ચરમ પર પહોંચ્યા બાદ સોનાના ભાવમાં કરેક્શનનો દોર શરૂ થયો છે. દિવાળી વીતતા તો સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો. સોનું પોતાના ઓલટાઈમ હાઈથી 6964 રૂપિયા અને ચાંદી પણ રેકોર્ડ હાઈથી 25599 રૂપિયા સસ્તી થઈ છે. 17 ઓક્ટોબરના રોજ સુધી જે સોનું 1.30 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું હતું તે હવે ગગડીને 1.23 લાખ રૂપિયાનું થઈ ગયું છે.
ચાંદીના ભાવમાં ભયાનક ઘટાડો.?
સોનાથી વધુ ચમકી રહેલી ચાંદીમાં ભયાનક કડાકો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ વીતેલા અઠવાડિયામાં 26 હજારથી વધુ ગગડ્યા. ફક્ત મંગળવારે જ 24 કલાકની અંદર ચાંદી 10546 રૂપિયા ગગડી. એમસીએક્સ પર ચાંદીના ભાવ 1,70,415 રૂપિયાથી ગગડીને 1,43,819 રૂપિયા પર પહોંચી ગયા. એટલે કે ચાંદી ઓલ ટાઈમ હાઈથી 26596 રૂપિયા સુધી ગગડી.
કેમ બગડ્યું સોના ચાંદીનું બેલેન્સ.?
સોના અને ચાંદીના ભાવમાં આવેલા મોટા ઘટાડા પાછળ સૌથી મોટું કારણ પ્રોફિટ બુકિંગ છે. આ વર્ષે સોનાા ભાવમાં ભારે વધારો થયો. ભાવમાં આવેલી આ રેકોર્ડ તેજી બાદ ફુગ્ગો ફૂટવાનો જે ડર સતાવતો હતો તેના ડરથી રોકાણકારોએ પોતાનો નફો સમેટવાનો શરૂ કરી દીધો. જેના કારણે સોનાના ભાવ ક્રેશ થયા. પ્રોફિટ ટેકિંગની એક લહેરે સોનાના ભાવમાં ઘટાડાની રફ્તારને સુનામીમાં ફેરવી દીધી અને સોનું ધડામ થયું.
સોનામાં ઘટાડાનું કારણ.?
આ ઉપરાંત સોના અને ચાંદીની ડિમાન્ડમાં ઘટાડો થવાથી કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે અમેરિકા-ચીન ટ્રેડ ટેન્શનમાં આવેલી નરમીના પગલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તણાવમાં કમી આવવાથી ટ્રેડ વોરની ચિંતા ઘટી ગઈ છે. આવામાં લોકો સેફ હેવન સોનાની જગ્યાએ શેરમાં રોકાણ કરી રહ્યા છે.
હજુ કેટલું સસ્તું થશે સોનું.?
કોમોડિટીના જાણકારોનું માનીએ તો આ ઘટાડો શોર્ટ ટર્મ માટે છે. શોર્ટ ટર્મમાં સોનામાં કન્સોલિડેશન રહી શકે છે. પરંતુ લોંગ ટર્મ ટ્રેન્ડ હજુ પણ મજબૂત છે. જે રીતે દુનિયાભરની સેન્ટ્રલ બેંકો તરફથી સોનાની ખરીદી થઈ રહી છે તેનાથી લોંગ ટર્મમાં સોનું સારું રીટર્ન આપશે. આ ઘટાડાને લઈને રોકાણકારોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
સોનાનો ફુગ્ગો ફૂટશે? 40 ટકા સુધી થશે સસ્તું!
સોનાના ભાવમાં મોટા ઘટાડાને લઈને અનેક સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ જે પી મોર્ગનના સીઈઓ જેમી ડિમને સોનાની વર્તમાન કિંમતને આર્થિક પરપોટો ગણાવી દીધો અને કહ્યુ કે આ પરપોટો ગમે ત્યારે ફૂટી શકે છે. તેમણે કહ્યું કે બજારમાં સકારાત્મક સેન્ટીમેન્ટ બનેલું છે જે સોનાને ઊંચાઈ પર લઈ જઈ રહ્યું છે. પરંતુ આ તેજી ટકાઉ નથી. તેમણે અનુમાન લગાવ્યું કે સોનાની વર્તમાન કિંમતમાં 40 ટકા સુધી કરેક્શન હોઈ શકે છે. સોનાના ભાવ 40 ટકા સુધી ગગડી શકે છે. ICICI પ્રુડેન્શિયલ જેવા રોકાણ વિશેષજ્ઞએ પણ સોનાા ભાવમાં મોટા કડાકાની સંભાવના જતાવી છે. એટલું જ નહીં Citi Research એ ગોલ્ડ પ્રાઈસમાં મોટા કરેક્શનની સંભાવના વ્યક્ત કરેલી છે. પોતાના રિપોર્ટમાં સિટીએ કહ્યું કે નવી ઊંચાઈ પર પહોંચ્યા બાદ ગોલ્ડની રફ્તાર ધીમી પડશે.
સોનાના ભાવમાં ક્રેશની ભવિષ્યવાણી.?
સિટી રિસર્ચના રિપોર્ટ મુજબ રોકાણની રીતે સોનાને લઈને આકર્ષણ ઘટી શકે છે. ગ્લોબલ ઈકોનોમીના ગ્રોથ માટે પણ સંભાવનાઓ સારી રહેશે. ફેડરલ રિઝર્વના ઈન્ટરેસ્ટ રેટમાં કમી કરવાની અસર જોવા મળશે, જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો આવી શકે છે. જાણકારોનું માનીએ તો શોર્ટ ટર્મમાં સોનાના ભાવમાં કરેક્શન જોવા મળી શકે છે. કોમોડિટી એક્સપર્ટ્સનું માનીએ તો ગોલ્ડમાં ખુબ ખરીદી થઈ છે. હવે નબળી ડિમાન્ડથી શોર્ટ ટર્મમાં ગોલ્ડમાં ઘટાડો આવી શકે છે. જ્યારે દુનિયામાં અલગ અલગ દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાની દિશામાં પગલું ભરાઈ રહ્યું છે જેની અસર પણ સોનાના ભાવ પર જોવા મળશે. ભાવ વધવાથી રોકાણની ડિમાન્ડમાં કમી આવી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ટેન્શન ઓછું થવાથી સોનાની માંગમાં ઘટાડો આવશે. એક્સપર્ટ્સ પણ એવું માને છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ પર નરમી રાખી શકે છે. જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળશે.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 24 કલાક ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરૂર લો.)
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી સત્તાવાર સૂચના ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Source by : zee 24 kalak Gujarati news channel
Homepage: Click here
શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates.
Home
Contact us.


