🎇 દિવાળીના બીજા દિવસે પણ સોનું તૂટ્યું, ચેક કરી લો દેશના 10 મોટા શહેરોના ગોલ્ડના લેટેસ્ટ ભાવ, શું મંદીનો રાઉન્ડ શરુ?
Gold Silver price drop:
સોનાના ભાવમાં ઘટાડાનો ક્રમ યથાવત રહ્યો છે. દિવાળીના બીજા દિવસે પણ સોનું સતત તૂટ્યું છે. ત્યારે જાણી લો ભારતના 10 મોટા શહેરોમાં શું ચાલી રહ્યો છે ભાવ.
દિવાળી સોનું ફરી એકવાર ગગડ્યું છે અને બે દિવસમાં 24 કેરેટ સોનું 180 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે. દિવાળીના બે દિવસ પહેલાં એટલે કે ધનતેરસના દિવસે 18 ઓક્ટોબરે 24 કેરેટ સોનું 1910 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું હતું. તો દિવાળીના આગલા દિવસે 24 કેરેટ સોનું 10 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે અને 22 કેરેટ સોનું પણ 10 રૂપિયા ઘટ્યું છે. તેમજ ચાંદીના ભાવમાં સતત બે દિવસની સ્થિરતા બાદ આજે દિલ્હીમાં એક કિલો ચાંદી 100 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. દિલ્હીમાં ચાંદીનો ભાવ 1,71,900 રૂપિયા પ્રતિ કિલો છે. હવે દેશના 10 મોટા શહેરોમાં સોનાના શું ભાવ છે તે અંગે જાણીશું.
ચાર મોટા મહાનગરોમાં સોનાના ભાવ :-
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,30,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ 1,19,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. કોલકાતા અને મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,19,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, તો 24 કેરેટ સોનાનો ભાવ 1,30,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,30,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,19,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
બેંગલુરુ અને હૈદરાબાદમાં ભાવ :-
હૈદરાબાદ અને બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,19,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો ભાવ 1,30,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
લખનઉ અને પટનામાં ભાવ :-
પટનામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,19,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો ભાવ 1,30,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. લખનઉમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,19,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 1,30,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
જયપુર અને અમદાવાદમાં ભાવ :-
અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,30,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો ભાવ 99,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જયપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,19,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 1,30,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કેમ ઘટી રહ્યા છે સોનાના ભાવ? :-
ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક (GJC)ના ફાઉન્ડર મેમ્બર અને પૂર્વ ચેરમેન અનંત પદ્મનાભને ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આવનારા મહિનાઓમાં સોનાના ભાવ 1.50 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચવાની શક્યતા છે. જેનું કારણ છે કે ગ્લોબલ અને ડોમેસ્ટિક માર્કેટ્સમાં સેન્ટ્રલ બેંકો તરફથી ખરીદી અને ખાસ કરીને ચીન અને જાપાનમાં મજબૂત સાર્વજનિક માંગના કારણે સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી શકે છે.
તેમનું માનવું છે કે જો ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટોક્સ સફળ ન રહી અને રશિયા-યુક્રેન યુદ્ધ પણ ચાલુ રહે છે, તો આવનારા મહિનાઓમાં સોનુ 1.50 લાખ રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. બીજી તરફ પદ્મનાભનને આશા છે કે જો શોર્ટ ટર્મ કરેક્શન થાય છે તો સોનાના ભાવ અસ્થાયી રીતે ઘટીને 1.15 લાખ રૂપિયા સુધી આવી શકે છે. જેના કારણે પ્રોફિટ બુકિંગથી સોનાના ભાવ નરમ પડી રહ્યા છે.
વૈશ્વિક અને ભારતીય બજારોમાં રેકોર્ડ સ્તરે પહોંચેલા સોનાની કિંમતોમાં હવે ટૂંક સમયમાં જ કરેક્શન આવી શકે છે. કામાખ્યા જ્વેલ્સ (Kamakhya Jewels) ના કો-ફાઉંડર મનોજ ઝાએ કહ્યું કે આ સમયે સોનું એક બબલ ઝોનમાં એન્ટ્રી કરી ચૂક્યું છે અને કેટલાંક મહિનાઓ તેમાં પ્રૉફિટ બુકિંગ (નફો કાઢી લેવોનો ટ્રેન્ડ) જોવા મળે છે. CNBC-TV18 થી વાતચીતમાં મનોજે કહ્યું હતું કે ''સોનું પોતાના ટર્નિંગ પૉઇન્ટ (ઇન્ફ્લેક્શન પૉઇન્ટ) પર પહોંચ્યું છે અને રોકાણકારો હવે કંઈક ચિંતિત છે. પહેલા પણ 1979-80 અને 2010-11માં જબરજસ્ત તેજી કે રૈલી પછી તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.''
તેમણે જણાવ્યું કે હાલની તેજી વચ્ચે રોકાણકારોના પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો સામાન્ય કરતા વધુ જોવા મળ્યો છે. તેમણે કહ્યું '' સામાન્ય સ્થિતિમાં લોકોના પોર્ટફોલિયોમાં સોનું 10-12 ટકા જેટલું હોય છે, પરંતુ હવે તે પ્રમાણ 18-22 સુધી પહોંચ્યું છે. તેથી ઘણા રોકાણકારો હવે પ્રોફિટ બુકિંગ માટે વિચારી રહ્યા છે, કારણ કે સોનું હાલ ઓવરબોટ (ઓવરબૉટ) ઝોનમાં છે.''
મનોજ ઝાના અનુસાર, નજીકના ભવિષ્યમાં 300-400 ડોલર પ્રતિ ઔંસ સુધીની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે ''આ નીચા સ્તરે રોકાણકારો માટે નવી તકો બની શકે છે અને લાંબા સમય સુધી રોકાણકારો ફરી એન્ટ્રી લઈ શકે છે.'' જો કે તેમણે એ પણ ઉમેર્યું છે કે આ શોર્ટ ટર્મ કરેક્શન બજાર માટે યોગ્ય છે અને આગળ વધવા માટે રોકાણકારોમાં તેને લઈને ઉત્સાહ બની રહેશે.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરૂર લો.)
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી સત્તાવાર સૂચના ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Source by : News 18 Gujarati news channel
Homepage: Click here
શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates.
Home
Contact us.

