💥🤩 ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની TET-1 પરીક્ષાનું નોટિફિકેશન જાહેર.....
ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની TET-1 પરીક્ષાનું નોટિફિકેશન
લાયકાત
ફોર્મ ભરવાની તારીખ
અરજી ફી
અભ્યાસક્રમ
પરીક્ષા પધ્ધતિ
અરજી કઈ રીતે કરવી
પરીક્ષા તારીખ
➡️ વાંચી આ ભરતી વિશે સંપૂણ માહિતી ગુજરાતીમાં :
*દરરોજ નોકરીઓની જાહેરાત જોવા માટે આ ચેનલ Follow કરો*
*તમારા મિત્રો, સગા સબંધીઓ ને આ ચેનલ ની લિંક Forword કરો જેથી તેઓ પણ લાભ લઈ શકે.
ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની TET-1 પરીક્ષાનું નોટિફિકેશન જાહેર – Gujarat TET 1 Exam 2025 રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર
Gujarat TET 1 Exam 2025 : રાજ્ય પરીક્ષા બોર્ડ (State Examination Board – SEB), ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માં શિક્ષક/વિદ્યાસહાયકની નિમણૂક માટેની ફરજિયાત એવી શિક્ષક યોગ્યતા કસોટી-I (Teacher Eligibility Test-I – TET-I) માટેની સત્તાવાર જાહેરાત (જાહેરનામું) બહાર પાડવામાં આવેલ છે.
આ TET-I પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારો જ જિલ્લા શિક્ષણ સમિતિઓ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટે લાયક ગણાશે. આ ભરતી માટેની સંપૂર્ણ વિગતો જેવી કે લાયકાત, પરીક્ષા તારીખ, ફી અને અરજી પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે.
Gujarat TET 1 Exam 2025 : મુખ્ય વિગતો
સંસ્થા - રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગુજરાત
પરીક્ષાનું નામ - શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) – 2025
પરીક્ષાનો હેતુ - ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની લાયકાત
જાહેરનામા ક્રમાંક - રાપબો /TET-I /૨૦૨૫/ 12028-12140
જાહેરનામાની તારીખ - 14/10/2025
પરીક્ષાની પદ્ધતિ - લેખિત (MCQ આધારિત)
અરજી કરવાની રીત - ઓનલાઈન (OJas વેબસાઇટ દ્વારા)
અગત્યની તારીખો અને ફી
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET-I માટેની અરજી પ્રક્રિયાની વિગતવાર તારીખો નીચે મુજબ છે:
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ - 29/10/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 12/11/2025
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ - 14/11/2025
સંભવિત પરીક્ષાની તારીખ - 14/12/2025
અરજી ફી (Application Fees)
જનરલ કેટેગરી (General/સામાન્ય) ના ઉમેદવારો માટે: ₹350/-
અનામત કેટેગરીના ઉમેદવારો (SC, ST, SEBC, PH, EWS) માટે: ₹250/-
શૈક્ષણિક લાયકાત (Eligibility Criteria)
TET-I (ધોરણ 1 થી 5) પરીક્ષા માટે નીચેની લાયકાતમાંથી કોઈપણ એક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે:
સીનિયર સેકન્ડરી (અથવા તેના સમકક્ષ) ઓછામાં ઓછા 50% ગુણ સાથે અને 2 વર્ષનો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન (D.El.Ed).
સીનિયર સેકન્ડરી (અથવા તેના સમકક્ષ) ઓછામાં ઓછા 45% ગુણ સાથે અને 2 વર્ષનો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન (D.El.Ed) (NCTE, 2002 ના નિયમો મુજબ).
સીનિયર સેકન્ડરી (અથવા તેના સમકક્ષ) ઓછામાં ઓછા 50% ગુણ સાથે અને 4 વર્ષનો બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed).
સ્નાતક (Graduation) અને 2 વર્ષનો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન (D.El.Ed).
સ્નાતક (Graduation) ઓછામાં ઓછા 50% ગુણ સાથે અને બેચલર ઓફ એજ્યુકેશન (B.Ed). (નોંધ: B.Ed ઉમેદવારે નિમણૂક પછી 6 મહિનાનો વિશેષ બ્રિજ કોર્સ પૂર્ણ કરવો ફરજિયાત છે.)
સીનિયર સેકન્ડરી (અથવા તેના સમકક્ષ) ઓછામાં ઓછા 50% ગુણ સાથે અને ડિપ્લોમા ઇન એજ્યુકેશન (વિશેષ શિક્ષણ).
પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ
TET-I પરીક્ષા 150 ગુણની રહેશે અને તેમાં 150 મલ્ટીપલ ચોઇસ પ્રશ્નો (MCQs) હશે. પરીક્ષાનો સમયગાળો 120 મિનિટ રહેશે. આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં.
"TET-I (ધોરણ 1 થી 5) અભ્યાસક્રમ:
ક્રમ - વિષય - પ્રશ્નો - ગુણ
૧ - બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (Child Development & Pedagogy) - 30 - 30
૨ - ગુજરાતી ભાષા (Language-I) - 30 - 30
૩ - અંગ્રેજી ભાષા (Language-II – English) - 30 - 30
૪ - ગણિત (Mathematics) - 30 - 30
૫ - પર્યાવરણ શિક્ષણ (Environmental Studies – EVS) - 30 - 30
કુલ – 150 - 150
અરજી કઈ રીતે કરવી?
સૌ પ્રથમ, OJAS ની વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર જાવ.
અહીં “Apply Online” વિભાગમાં SEB દ્વારા બહાર પાડવામાં આવેલ TET-I 2025 ની જાહેરાત પર ક્લિક કરો.
જરૂરી વિગતો ભરીને અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને અરજી ફોર્મ પૂર્ણ કરો.
ફીની ચુકવણી ઓનલાઈન માધ્યમથી કરો અને ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.
-શિક્ષક યોગ્યતા કસોટી-1 (TET-I)-૨૦૨૫ જાહેરનામું" "Teacher Eligibility Test-1 (TET-1)-2025 Notification"
જાહેરનામાં ક્રમાંક:રાપબો /TET-I /૨૦૨૫/12028-12140
તા:૧૪/૧૦/૨૦૨૫
શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક: પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક, તા:૨૭-૦૪-૨૦૧૧ તથા તા:૧૪-૦૭-૨૦૧૧ અને તા:૦૩-૦૫-૨૦૧૨ અને તા:૧૮-૦૫-૨૦૧૨ના સરખા ક્રમાંકના સુધારા ઠરાવ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારાથી જિલ્લા શિક્ષણ સમિતિ/ નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયકની નિમણૂંક માટેના ધારા-ધોરણો નિયત થયેલ છે.
શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : પીઆરઇ-૧૧૧૧-૭૧૧- ક, તા:૨૭-૪-૨૦૧૧ થી પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક શિક્ષક યોગ્યતા કસોટી-1" યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.
પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-1-૨૦૨૫ (Teacher Eligibility Test-I-2025) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી/પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે.
શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) નો કાર્યક્રમ:
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET-I માટેની અરજી પ્રક્રિયાની વિગતવાર તારીખો નીચે મુજબ છે:
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ - 29/10/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 12/11/2025
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ - 14/11/2025
સંભવિત પરીક્ષાની તારીખ - 14/12/2025
શૈક્ષણિક લાયકાતની વિગતો:
પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતોવખત થતા સુધારાવધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા તથા અન્ય જોગવાઈ/શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવાર જ આ શિક્ષક યોગ્યતા કસોટી-1-માટે ઉપસ્થિત થઈ શકશે.
(1)શૈક્ષણિક લાયકાત:
ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ
અને
(ii)તાલીમી લાયકાત:
(ક) બે વર્ષ પી.ટી.સી./D.EL.Ed
અથવા
(ખ) ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી (B.EL.ED)
અથવા
(ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)
શૈક્ષણિક લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે.
કસોટીનું માળખુ:
આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question Based-MCQs) રહેશે.
આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી ૧૫૦ પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૨૦ મિનિટનો રહેશે.
આ કસોટીના તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે. આ કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી.
કસોટીનું માળખુ ઠરાવ ક્રમાંક: પીઆરઇ/૧૧૧૧-૭૧૧-ક તા.૨૭/૦૪/૨૦૧૧
અભ્યાસક્રમનો માળખુ સુધારા ઠરાવ ક્રમાંક: પીઆરઇ/૧૧૧૧/૭૧૧/ક તા.૦૮/૧૦/૨૦૨૫
પરીક્ષાના સમયનો સુધારા ઠરાવ ક્રમાંકઃ પીઆરઇ/૧૧૧૧/૭૧૧/ક તા.૧૦/૦૯/૨૦૨૫
પરીક્ષાની માર્કશીટની વેલેડિટી બાબતનો ઠસવ તા.૧૦/૦૯/૨૦૨૫ ક્રમાંક:પીઆરઇ/૧૧૨૦૨૧/સી.ફા.-૦૭/ક
કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે.
પરીક્ષા ફી :
SC, ST, SEBC, PH. EWS કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે.
કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ.
ફી ભરવાની પધ્ધતિ
ઉમેદવાર ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે.
ઓનલાઇન ફી જમા કરાવવા માટે "Print Application/Pay Fees" ઉપર ક્લીક કરવું અને વિગતો ભરવી. ત્યાર બાદ Online Payment ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં "Net Banking of fee" અથવા "Other Payment Mode” ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફ્રી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.
ઓનલાઇન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની e-receipt જનરેટ ન થઇ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ (gseb21@gmail.com) થી સંપર્ક કરવાનો રહેશે.
કસોટી/પરીક્ષા કેન્દ્ર:
કસોટી/પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવાની રહેશે.
પ્રશ્નપત્રના માધ્યમ:
શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંક: પીઆરઈ-૧૧૧૨-સીંગલ ફાઇલ-૭-ક. તા:૨૬/૦૪/૨૦૧૨ માં નિયત થયા મુજબ આ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. (ઠરાવની નકલ આ સાથે સામેલ છે.)
ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે.
ઉમેદવાર કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે.
ઉમેદવારે જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદનપત્ર ભરશે તે જ માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે.
અભ્યાસક્રમ (ઠરાવ ક્રમાંક: સુધારા ઠરાવ ક્રમાંક:પીઆરઇ/૧૧૧૧/૭૧૧/ક તા.૦૮/૧૦/૨૦૨૫)
આ કસોટીમાં કુલ ૫ વિભાગો ૧૫૦ પ્રશ્નો અને ૧૫૦ ગુણ
સુધારો
વિભાગ - ૧ : બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર (૩૦ ગુણ) (30 પ્રશ્નો)
બાળ વિકાસ (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો)
(A) વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ
બાળ વિકાસનાલક્ષણો અને સિધ્ધાંતો
વિકાસને અસર કરતા પરિબળો
વારસો અને વાતાવરણ
સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો
સામાજિકીકરણ પ્રક્રિયાઓ:
સામાજિક જગત અને બાળક (વાલી, શિક્ષક, સહપાઠી)
એરિક્સન, મોન્ટેસરી, ફોબેલ, કોહલબર્ગ સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતાર્થ
બાળ કેન્દ્રિ અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના
બુદ્ધિની સંકલ્પના અંગેનો સમિક્ષાત્મક દ્રષ્ટિકોણ
બહુ આયામી બુદ્ધિ
બાળકોમાં વિકાસ-ભાષા અને વિચાર
લિંગ/જાતિ(Gender): સામાજિક બંધારણ, લિંગભેદ, જાતિગત/લિંગ ભૂમિકાઓ, શિક્ષણના સંદર્ભમાં જાતિયતાની અસર
અધ્યેતાઓમાં વ્યક્તિગત ભિન્નતા, ભાષા, જાતિ, લિંગ, સમુદાય, ધર્મવગેરે આધારિત ભિન્નતાઓની સમજ
અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત: શાળાકીય મૂલ્યાંકન; સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન(CCE)
દ્રષ્ટિકોણ અને પ્રયાસો
વર્ખંડમાં અધ્યેતાઓની વર્ગખંડ તત્પરતા, અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનના
વિકાસ અને અધ્યેતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના.
(B)સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા બાળકો અંગે સમજ: (૦૫ ગુણ) (૦૫ પ્રશ્નો)
વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાઓને સમાવવા- જેમાં આર્થિક- સામાજિક રીતે પછાત, વંચિત બાળકોનું સમાવેશન
અધ્યયન અક્ષમતા (Learning Disability) ધરાવતા બાળકો, વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો
(C) અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર: (૧૦ ગુણ) (૧૦ પ્રશ્નો)
બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે: શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણો.
અધ્યયન-અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ: બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ; સામાજિક
પ્રવૃત્તિ તરીકે અધ્યયન:અધ્યયનનો સામાજિક પરિપ્રેશ્ય.
બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે.
બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના: અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી
ભૂલોની મહત્વના સોપાન તરીકે સમજ.
જ્ઞાન/બોધ(Logion) અને સંવેગો (Emotions)
પ્રેરણા અને અધ્યયન
અધ્યયનને અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણીય પરીબળો
વિભાગ - ૨ : ગુજરાતી ભાષા (Language 1) - (30ગુણ) (30 પ્રશ્નો)
(A)ભાષા અર્થગ્રહણ (Language Comprehension) - (૧૫ગુણ) (૧૫ પ્રશ્નો)
ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજજતા, સંભાષણઅને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતર ક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન કરતા, તેમજ ભાષાના મુળભુત તત્વો. પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશે
અપરિચિત પાઠો વાંચવા -બે પાઠ (એક ગદ્ય અથવા નાટક અને એક કાવ્ય)
પ્રશ્નો: સમજૂતી અનુમાન, વ્યાકરણ અને વાડકુશળતા
(ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકેો
શ્રવણ અને કથન: ભાષા શિક્ષણમાં મહત્વ
આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનુ કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ-૧૦) સુધીનો રહેશે.
(B)ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ - (૧૫ગુણ) (૧૫ પ્રશ્નો)
અધ્યયન અને ભાષા (Learning and Acquisition) ભાષા સંપ્રાપ્તિ
ભાષા શિક્ષણના સિદ્ધાંતો
ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દૃષ્ટિ - વિચારોને મૌખિક અને લખાણ
સ્વરૂપે વ્યક્ત કરવા.
વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો: ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો
ભાષા કૌશલ્ય (Language Skills)
ભાષા અર્થગ્રહણ અને પ્રવિણ્યનું મૂલ્યાંકન: શ્રવણ, કથન, વાંચન, લેખન
અધ્યયન-અધ્યાપન સામગ્રી: પાઠયપુસ્તક, મલ્ટી-મીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્રોતો ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching)
વિભાગ - ૩ : અંગ્રેજી ભાષા (Language II) - (30ગુણ) (30 પ્રશ્નો)
(A)ભાષા અર્થગ્રહણ (Language Comprehension) – (૧૫ગુણ) (૧૫ પ્રશ્નો)
ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજજતા, સંભાષણઅને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતર ક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મુળભુત તત્વો. પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો.
અપરિચિત પાઠો વાંચવા -બે પાઠ (એક ગદ્ય અથવા નાટક અને એક કાવ્ય)
પ્રશ્નો: સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાકુશળતા
(ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે;
શ્રવણ અને કથન: ભાષા શિક્ષણમાં મહત્વ
આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ ના અંગ્રેજી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનુ કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ-૧૦) સુધીનો રહેશે.
(B) ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ - (૧૫ગુણ) (૧૫ પ્રશ્નો)
અધ્યયન અને ભાષા (Learning and Acquisition) ભાષા સંપ્રાપ્તિ
ભાષા શિક્ષણના સિદ્ધાંતો
ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દૃષ્ટિ - વિચારોને મૌખિક
અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા.
વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો: ભાષાકીય મુશ્કેલીઓ. ભૂલો અને વિકારો
ભાષા કૌશલ્ય (Language Skills)
ભાષા અર્થગ્રહણ અને પ્રવિણ્યનું મૂલ્યાંકન: શ્રવણ, કથન, વાંચન, લેખન
અધ્યયન-અધ્યાપન સામગ્રી: પાઠયપુસ્તક, મલ્ટી-મીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્રોતો
ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching)
વિભાગ - ૪ : ગણિત - (30 ગુણ) (૩૦ પ્રશ્નો)
(A) વિષયવસ્તુ - (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો)
ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો.આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનુ કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ-૧૦) સુધીનો રહેશે.
(B) પધ્ધતિ શાસ્ત્ર - (૧૫ગુણ) (૧૫ પ્રશ્નો)
ગણિતનું સ્વરૂપ / તર્કશક્તિ: બાળકોની વિચારવાની તથા તર્ક કરવાની તરાહ. અર્થ અને
શીખવા માટે અપનાવતી વ્યૂહરચનાઓ
અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન
ગણિત શિક્ષણની પદ્ધતિઓ/ પ્રયુક્તિઓ
વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા
ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન
ગણિત અધ્યાપન સમસ્યાઓ
ગણિતમાંથતી ભૂલો અને તેના નિવારણના ઉપાયો
વિભાગ-૫ : પર્યાવરણ, સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો(30 ગુણ) (30 પ્રશ્નો)
(A)પર્યાવરણ વિષય અને પધ્ધતિ શાસ્ત્ર (૨૦ ગુણ) (૨૦ પ્રશ્નો)
ધોરણ ૧ થી ૫ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો જેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ (ધોરણ- ૧૦) સુધીનોરહેશે.
(1)વિષયવસ્તુ – (૧૦ગુણ) (૧૦ પ્રશ્નો)
પર્યાવરણ વિષયનો ધોરણ ૧ થી ૫ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો
(2) પધ્ધતિ શાસ્ત્ર – (૧૦ ગુણ) (૧૦ પ્રશ્નો)
પર્યાવરણ (EVS) ની સંકલ્પના અને વ્યાપ
પર્યાવરણ મહત્વ
પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ
અધ્યયનના સિદ્ધાંતો (Learning Principles)
વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ
સંકલ્પનાઓ રજૂ કરવાની પદ્ધતિઓ
પ્રવૃતિઓ (Activities)
प्रयोगो / प्रायोगिक વર્ક (Experimentation/Practical Work)
चर्चा (Discussion)
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (CCE)
शिक्षा सामग्री (Teaching Material/Aids)
અધ્યાપનની સમસ્યાઓ (Problems)
(B) सामान्य ज्ञान, Reasoning Ability, Logical Ability, Teaching Aptitude, Date Interpretation જેવી બાબતો આધારિત પ્રશ્નો(૦૫ગુણ) (૦૫ પ્રશ્નો)
(C) શિક્ષણના વર્તમાન પ્રવાહ(૦૫ ગુણ) (૦૫ પ્રશ્નો)
અગત્યની સુચનાઓ:
1. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઈટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે.
2. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://ojas.gujarat.gov.in અને http://gujarat-education.gov.in/seb/વેબસાઇટ જોતા રેવું પડશે.
3. ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગત માટે ઉમેદવાર પોતે જવાબદાર રહેશે.
4. આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો ઉમેદવાર દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા ઉમેદવારના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે.
5. ઉમેદવારે પોતે ભરેલ ફોર્મની વિગત સાચી છે તેવું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેતુ હોઈ જો કોઈ ખોટી વિગત રજુ કરશે તો તેનુ ફોર્મ રદ થવા પાત્ર બનશે તથા તેની સામે ફોજદારી ગુનો બનશે.
6. વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.
7. અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
8. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે રાજય સરકારે નકકી કરેલા સક્ષમ અધિકારીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા:૨૬/૦૪/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક: સશપ/૧૨૨૦૧૫/ ૪૫૫૨૪૬/અ અને આ અંગે વખતોવખતના ઠરાવ મુજબનું સક્ષમ અધિકારીનું ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ.
9. શારિરીક અપંગતા (Physically Handicap) ના કિસ્સામાં રાજય સરકારશ્રીએ નક્કી કરેલ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
10. EWSના કિસ્સામાં રાજ્ય સરકારશ્રીએ નક્કી કરેલ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
11. ગુજરાત સરકારશ્રીના સુધારા ઠરાવ ક્રમાંક:પીઆરઇ/૧૧૨૦૧૨/સી.ફા-૫/ક(ભાગ-૧) તા.૧૪/૧૨/૨૦૨૨ના દિવ્યાંગતાના પ્રકાર નિયત કરવા અંગેના ઠરાવની જોગવાઇઓ લાગુ પડશે.
12. ઉમેદવારે વેબસાઈટ પર ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી તે ફોર્મમાં સહી કરીને જરૂરી આધારો જેવા કે, પરીક્ષા ફી ભર્યાની પે સ્લીપ નકલ. જાતિ પ્રમાણપત્ર, ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર અને શારિરીક અપંગતા (Physically Handicap) અંગેનું પ્રમાણપત્ર પૈકી ઉમેદવારને લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. જ્યારે કોઈ જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે ઉમેદવારે તે રજુ કરવાના રહેશે.
13. જે ઉમેદવારે નિયત પરીક્ષા ફીની પે સ્લીપની રસીદ મેળવેલ હશે તે જ ઉમેદવાર પોતાની કમ્પ્યુટરાઈઝ હોલટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.
14. ઉમેદવારે હોલટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે/પાછળ આપેલી સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો. હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટનો નમૂનો પણ વેબસાઈટ પર મુકવામાં આવશે. આ OMR શીટના નમૂના પર છાપેલ તમામ સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઈ ગુંચવણ ઊભી ન થાય.
15. આ કસોટીમાં જનરલ કેટેગરી ઓછામાં ઓછા 60% (90 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે.
16. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને શારિરીક અપંગતા (Physically Handicap) ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં ઓછામાં ઓછા 55% (82 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે.
17. EWS આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોના કિસ્સામાં ઓછામાં ઓછા 55% (82 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે.
18. આ કસોટીમાં માત્ર ઉત્તીર્ણ ઉમેદવારોને જ ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે.
19. આ કસોટીના પ્રમાણપત્રની અવધિ શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:પીઆરઈ/૧૧૨૦૨૧/સિ.ફા.-૦૭/૬. તા:૧૦/૦૯/૨૦૨૫ મુજબની રહેશે. પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી. ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે. એક વખત કસોટી આપી દીધા પછી કોઇપણ ઉમેદવાર પોતાની ગુણાત્મક સુધારણા અને સારા મેરીટ માટે એક કરતાં વધુ વખત પરીક્ષા આપી શકશે અને તેવી સ્થિતિમાં ઉમેદવાર શિક્ષકની ભરતી માટે ટેટની પરીક્ષા પાસ કર્યાનું જે પ્રમાણપત્ર રજુ કરશે તે ધ્યાનમાં લેવામાં આવશે.
20. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ રહેલ આ કસોટી બાબતે ઉમેદવારોને લાલચ કે છેતરપીંડી આચરે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઈપણ જાતની લાગવગ લાવનાર ઉમેદવારને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
21. ઉકત જાહેરાત અન્વયે વધુ માહિતીની જરૂર જણાય તો કચેરીના ચાલુ કામકાજના દિવસે કચેરી સમય દરમિયાન બોર્ડની કચેરીના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 7963 ઉપર સંપર્ક કરી શકાશે.
22. આ કસોટી પ્રાથમિક શાળામાં (ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી લાયકાત પ્રાપ્ત કરવા માટેની છે. આ કસોટી પાસ કરવાથી પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે પસંદગી પામવાનો હક મળતો નથી.
ઓનલાઈન અરજી કરવાની રીત :
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૯/૧૦/૨૦૨૫ (બપોરના ૧૪.૦૦ કલાક) થી તા:૧૨/૧૧/૨૦૨૫ (બપોરના ૧૫.૦૦ કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.
સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in પર જવું.
"Apply Online" પર Click કરવું.
ઉમેદવાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી+ નું ફોર્મ ભરવું. Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Personal Details ઉમેદવારે ભરવી. (અહીં લાલા*) ફુદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
Educational Details ઉપર Click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી.
હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Ok પર Click કરો. અહી Photo અને Signature upload કરવાના છે.(ફોટાનું માપ 5 સે.મી. ઉંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ અને Signature નું માપ 2.5 સે.મી. ઉંચાઈ અને 7.5 સે.મી. પહોળાઈ રાખવી.) Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (10 kb) સાઈઝથી વધારે નહીં તે રીતે સોફ્ટકોપીમાં હોવા જોઈએ. Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં JPG formatમાં તમારો Photo store થયેલ છે તે ફાઈલને Select કરો અને Open Button ને Click કરો. હવે Browse Button ની બાજુમાં Upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આ જ રીતે Signature પણ Upload કરવાની રહેશે.
હવે પેજના ઉપરના ભાગમાં Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type 54र्या भा६ ०५ ५२ Click ६२वाथी २ (२) ५८ 1: Application Preview 2. Confirm Application દેખાશે. ઉમેદવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેવી.
અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો. અરજી Confirm કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી Confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહી. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર Click કરવું. વધુમાં ઉમેદવારે વિગતો ભરતી વખતે જો પોતાના નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરી જો કોઈ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઈ સુધારો કરવામાં નહી આવે તેનું ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.
Confirm Application પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ ઉમેદવારે સાચવવાનો રહેશે. ઉમેદવારે બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.
ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરવાની રહશે.
અધ્યક્ષરાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર
સ્થળ:ગાંધીનગર
તારીખ:૧૪/૧૦/૨૦૨૫
- નકલ સવિનય જાણ તથા અમલ સારૂઃ
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,તમામ.
એસ.આઈ.ઓ.શ્રી, એન.આઈ.સી., ગુજરાત રાજય, ગાંધીનગર.
મેનેજરશ્રી,બીલડેસ્ક,અમદાવાદ
- નકલ સવિનય રવાના જાણ સારૂ :
માન, શિક્ષણમંત્રીશ્રીના અંગત સચિવશ્રી - શિક્ષણમંત્રીશ્રીનું કાર્યાલય, ગાંધીનગર,
માન. રાજય કક્ષાના શિક્ષણમંત્રીશ્રીના અંગત સચિવશ્રી - શિક્ષણમંત્રીશ્રીનું કાર્યાલય, ગાંધીનગર.
માન. અગ્રસચિવશ્રી, શિક્ષણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર.
માન. નાયબ સચિવશ્રી, પ્રાથમિક શિક્ષણ, નવા સચિવાલય, ગાંધીનગર,
માન. નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, બ્લોક નં.૯/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
માન. નિયામકશ્રી,ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગુજરાત રાજય, ગાંધીનગર.
સચિવશ્રી, સર્વ શિક્ષા અભિયાનની કચેરી, ગાંધીનગર.
પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,તમામ,
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,તમામ
શાસનાધિકારીશ્રી, તમામ.
અગત્યની લિંક્સ :
સત્તાવાર જાહેરનામું PDF લિંક: Click here
રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) વેબસાઇટ: http://www.sebexam.org/
ઓનલાઈન અરજી કરવા માટે (OJAS): Click here
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી સત્તાવાર સૂચના ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Homepage: Click here
શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates.
Home
Contact us.

