🧑🏫 વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી...🧑🏫
આજ થી ફોર્મ ભરવાના શરુ
🤩🤩ધોરણ 1 થી 8 શિક્ષક ની આવી મોટી ભરતી.
🧑🏫👩🏫વિદ્યા સહાયક પ્રાથમિક ભરતીની આવી જાહેરાત.
📌કુલ જગ્યાઓ : 13852
- ધોરણ ૧ થી ૫ (ગુજરાતી માધ્યમ) : 5000
- ધોરણ ૬ થી ૮ (ગુજરાતી માધ્યમ) : 7000
- ધોરણ ૧ થી ૮ (ગુજરાતી સિવાયના અન્ય માધ્યમ) : 1852
📌 ઓનલાઇન ફોર્મ તા.૦૭/૧૧/૨૦૨૪ સવારના ૧૨:૦૦ કલાકથી તા. ૧૬/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી ધોરણ ૧ થી ૫ અને ધો.૬ થી ૮- ગુજરાતી/અન્ય માધ્યમ વર્ષ:૨૦૨૪ (જાહેરાત ક્રમાંક ૦૩/૨૦૨૪ થી ૦૫/૨૦૨૪
(અ) ઉમેદવારી નોંધાવવા માટેની સૂચનાઓ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ, ગાંધીનગર દ્વારા તા.૦૧/૧૧/૨૦૨૪ ના રોજ આપવામાં આવેલ ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ની ગુજરાતી/અન્ય માધ્યમની જાહેરાત સંદર્ભે ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રક વેબસાઈટ https://vsb.dpegujarat.in ઉપર તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકશે. સ્વીકાર કેન્દ્ર પર અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ ૧૯/૧૧/૨૦૨૪ (૧૭:૦૦ કલાક સુધી) રહેશે.
શિક્ષણ વિભાગના તા.૨૯/૧૦/૨૦૨૪ ના પત્રથી મળેલ મંજૂરી સંદર્ભે ઉક્ત જાહેરાતમાં હાલ માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે અને ભરતીની જગ્યાઓની માધ્યમવાર, વિષયવાર, જાતિવાર અને જિલ્લાવાર વિગતો સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પ પૂર્ણ થયેથી જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલાં વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
(૧) શૈક્ષણિક લાયકાત:
* શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક, તા.૧૭/૦૩/૨૦૨૩ તથા ત્યારપછીના વખતો- વખતના સુધારા ઠરાવો અન્વયે વિદ્યાસહાયકની ભરતી અને ઉમેદવારોની પસંદગી માટેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત નીચે મુજબ છે.
(i) ઉચ્ચ પ્રાથમિક (ધોરણ ૬ થી ૮) વિદ્યાસહાયક:
(અ) ગણિત/વિજ્ઞાનના વિદ્યાસહાયક:
(1) શૈક્ષણિક લાયકાત:- બી.એસસી. /બી.ઈ./બી.ટેક. /બેચલર ઓફ ફાર્મસી (B.PHARM) અને
તાલીમી લાયકાત:- બે વર્ષીય પી.ટી.સી./D.EL.Ed
અથવા
શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ સાથે બી.એસસી. /બી.ઈ./બી.ટેક. /બેચલર ઓફ ફાર્મસી (B.PHARM) અને
તાલીમી લાયકાત:- એક/બે વર્ષીય બી.એડ.
અથવા
શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને
તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને
તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બી.એસસી એજ્યુકેશન. (B.Sc.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે બી.એસસી. /બી.ઈ./બી.ટેક. /બેચલર ઓફ ફાર્મસી (B.PHARM) અને
તાલીમી લાયકાત:- એક/બે વર્ષીય બી.એડ.(સ્પેશીયલ એજ્યુકેશન)
તથા
(૨) આ વર્ગ માટે નિયત થયેલ શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી. (TET-2) ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ- ગણિત/વિજ્ઞાન) અરજી કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈશે. શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી. (TET-2) માં નિયત થયેલ લઘુત્તમ ગુણ મેળવવાના રહેશે. તથા જે માધ્યમની શાળામાં શિક્ષક થવા ઇચ્છતા હશો તે માધ્યમ માટે શિક્ષણ વિભાગના તા.૨૬/૦૪/૨૦૧૨ ના ઠરાવથી નિયત થયેલ શિક્ષક યોગ્યતા કસોટી પાસ કરેલ હોવી જોઈશે. તેમજ શિક્ષણ વિભાગના તા.૩૦/૦૭/૨૦૨૪ ના ઠરાવથી નિયત થયેલ અવધિવાળું શિક્ષક યોગ્યતા કસોટીનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
(૩) ગુણાંકન પધ્ધતિ:
શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવના ફકરા- ૨ (A) (III) મુજબ ગુણાંકન/ ગણતરી કરી મેરીટ ગણતરી કરવામાં આવશે અને તેના આધારે મેરીટયાદી તૈયાર કરવામાં આવશે.
(બ) ભાષાઓના વિદ્યાસહાયક:
(1) શૈક્ષણિક લાયકાત:- બી.એ./બી.આર.એસ./બી.એસ.એસસી (અંગ્રેજી,ગુજરાતી, હિન્દી, સંસ્કૃત વિષય સાથે) અને
તાલીમી લાયકાત:- બે વર્ષીય પી.ટી.સી./D.EL.Ed
અથવા
શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ સાથે બી.એ. /બી.આર.એસ./બી.એસ.એસસી (અંગ્રેજી,ગુજરાતી, હિન્દી, સંસ્કૃત વિષય સાથે) અને
તાલીમી લાયકાત:- એક/બે વર્ષીય બી.એડ.
અથવા
શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને
તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બી.એ. /બી.આર.એસ./બી.એસ.એસસી એસસી (અંગ્રેજી,ગુજરાતી, હિન્દી,સંસ્કૃત વિષય સાથે) એજ્યુકેશન. (B.A.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે બી.એ./બી.આર.એસ./બી.એસ.એસસી (અંગ્રેજી,ગુજરાતી,હિન્દી,સંસ્કૃત વિષય સાથે) અને
તાલીમી લાયકાત:- એક/બે વર્ષીય બી.એડ.(સ્પેશીયલ એજ્યુકેશન)
(૨) આ વર્ગ માટે નિયત થયેલ શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી.) TET-2
ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ- (ભાષાઓ) અરજી કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈશે. શિક્ષક
યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ) TET-2 માં નિયત થયેલ લઘુત્તમ ગુણ મેળવવાના
રહેશે. તથા જે માધ્યમની શાળામાં શિક્ષક થવા ઇચ્છતા હશો તે માધ્યમ માટે શિક્ષણ વિભાગના
તા.૨૬/૦૪/૨૦૧૨ ના ઠરાવથી નિયત થયેલ શિક્ષક યોગ્યતા કસોટી પાસ કરેલ હોવી જોઈશે.
તેમજ શિક્ષણ વિભાગના તા.૩૦/૦૭/૨૦૨૪ ના ઠરાવથી નિયત થયેલ અવધિવાળું શિક્ષક યોગ્યતા કસોટીનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
(૩) ગુણાંકન પધ્ધતિ:
શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવના ફકરા- ૨ (B) (III) મુજબ ગુણાંકન/ ગણતરી કરી મેરીટ ગણતરી કરવામાં આવશે અને તેના આધારે મેરીટયાદી તૈયાર કરવામાં આવશે.
(ક) સામાજિક વિજ્ઞાનના વિદ્યાસહાયક:
(1) શૈક્ષણિક લાયકાત:- બી.એ/બી.આર.એસ./બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ગૃહ વિજ્ઞાન (Home Science) तथा भारतीय संस्कृति (Indian Culture) विषय સાથે) અથવા બી.કોમ. અથવા બી.સી.એ. અથવા બી.બી.એ. અને
તાલીમી લાયકાત:- બે વર્ષીય પી.ટી.સી./D.EL.Ed
અથવા
શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ સાથે બી.એ/બી.આર.એસ./બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ,નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ગૃહ વિજ્ઞાન (Home Science) તથા ભારતીય સંસ્કૃતિ (Indian Culture) વિષય સાથે) અથવા બી.કોમ. અથવા બી.સી.એ. અથવા બી.બી.એ. અને
તાલીમી લાયકાત:- એક/બે વર્ષીય બી.એડ.
અથવા
શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને
તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને
તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બી.એ/બી.આર.એસ./બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ગૃહ વિજ્ઞાન (Home Science) તથા ભારતીય સંસ્કૃતિ (Indian Culture) विषय साथे) तथा श्री.म. मेन्शन (B.A.Ed/ B.R.S.Ed/ B.S.Sc.Ed/B.Com.B.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે બી.એ/બી.આર.એસ./બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ,નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ગૃહ વિજ્ઞાન (Home Science) તથા ભારતીય સંસ્કૃતિ (Indian Culture) વિષય સાથે) અથવા બી.કોમ. અથવા બી.સી.એ. અથવા બી.બી.એ. અને
તાલીમી લાયકાત:- એક/બે વર્ષીય બી.એડ.(સ્પેશીયલ એજ્યુકેશન)
તથા
(૨) આ વર્ગ માટે નિયત થયેલ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-
ટી.ઈ.ટી. TET-2 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ- સામાજિક વિજ્ઞાન) અરજી કરવાની છેલ્લી તારીખે પાસ
કરેલી હોવી જોઈશે. અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ- ટી.ઈ.ટી. TET-2) માં નિયત થયેલ લઘુત્તમ ગુણ મેળવવાના રહેશે. તથા જે માધ્યમની શાળામાં શિક્ષક થવા ઇચ્છતા હશો તે માધ્યમ માટે શિક્ષણ વિભાગના તા.૨૬/૦૪/૨૦૧૨ ના ઠરાવથી નિયત થયેલ શિક્ષક યોગ્યતા કસોટી પાસ કરેલ હોવી જોઈશે. તેમજ શિક્ષણ વિભાગના તા.૩૦/૦૭/૨૦૨૪ ના ઠરાવથી નિયત થયેલ અવધિવાળું શિક્ષક યોગ્યતા કસોટીનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
(૩) ગુણાંકન પધ્ધતિ:
શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવના ફકરા- ૨ (C) (III) મુજબ ગુણાંકન/ ગણતરી કરી મેરીટ ગણતરી કરવામાં આવશે અને તેના આધારે મેરીટયાદી તૈયાર કરવામાં આવશે.
(ii) નિમ્ન પ્રાથમિક ધોરણ ૧ થી ૫ વિદ્યાસહાયક
(૧) શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ અને
(૨) તાલીમી લાયકાત: (ક) પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ)
અથવા
(ખ) ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી (B.El.Ed)
અથવા
(ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઇન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)
તથા
(3) આ વર્ગ માટે નિયત થયેલ નિમ્ન પ્રાથમિક શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી. TET-1 નિમ્ન પ્રાથમિક શિક્ષણ) અરજી કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈશે. અને નિમ્ન પ્રાથમિક શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી. TET-1) માં નિયત થયેલ લઘુત્તમ ગુણ મેળવવાના રહેશે. તથા જે માધ્યમની શાળામાં શિક્ષક થવા ઇચ્છતા હશો તે માધ્યમ માટે શિક્ષણ વિભાગના તા.૨૬/૦૪/૨૦૧૨ ના ઠરાવથી નિયત થયેલ શિક્ષક યોગ્યતા કસોટી પાસ કરેલ હોવી જોઈશે. તેમજ શિક્ષણ વિભાગના તા.૩૦/૦૭/૨૦૨૪ ના ઠરાવથી નિયત થયેલ અવધિવાળું શિક્ષક યોગ્યતા કસોટીનું
પ્રમાણપત્ર જ માન્ય રહેશે. (૪) જગ્યાઓ પૈકી ૧૦% જગ્યાઓ એચ.એસ.સી. (વિજ્ઞાન પ્રવાહ) માં ૪૫% ગુણ સાથે પાસ થયેલ ઉમેદવારોથી ભરવાની રહેશે.
(૩) ગુણાંકન પધ્ધતિ:
શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવના ફકરા- ૧ (ડ) મુજબ ગુણાંકન/ ગણતરી કરી મેરીટ ગણતરી કરવામાં આવશે અને તેના આધારે મેરીટયાદી તૈયાર કરવામાં આવશે.
(૨) પગાર ધોરણ:
વિદ્યાસહાયકને પાંચ વર્ષ સુધી પ્રતિમાસ રૂ.૨૬૦૦૦/- અથવા સરકારશ્રી વખતો વખત નક્કી કરે તે પ્રમાણેનું ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. વિદ્યાસહાયક તરીકે નિમાયેલ ઉમેદવારની સેવાઓ પાંચ વર્ષ દરમિયાન સંતોષકારક જણાય તો પાંચ વર્ષ પૂર્ણ કરેથી જિલ્લા/મહાનગર પાલિકા/નગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિના મહેકમમાં પ્રાથમિક શિક્ષકના નિયમિત પગાર ધોરણ છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૫૨૦૦-૨૦૨૦૦ (ગ્રેડ પે ૨૪૦૦) (સાતમા પગારપંચ મુજબ લેવલ-૪ માં ૨૫૫૦૦-૮૧૧૦૦) માં અથવા સરકાર વખતો વખત નક્કી કરે તે મુજબ સમાવવામાં આવશે.
(૩) વયમર્યાદા:
• શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક; પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક, તા.૧૭/૦૩/૨૦૨૩ મુજબ વિદ્યાસહાયકની નોકરી માટે
- પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫) માટે લઘુત્તમ વર્ય મર્યાદા ૧૮ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૩૩ વર્ષ તથા
- ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ ૬ થી ૮) માટે લઘુત્તમ વર્ષ મર્યાદા ૧૮ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૩૫ વર્ષ
(૪) વયમર્યાદામાં છુટછાટ:
મૂળ ગુજરાતના હોય તેવા અનુ.જાતિ, અનુ.જનજાતિ, સા.શૈ.પછાત અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS)ના ઉમેદવારોના કિસ્સામાં ઉપલી વયામર્યાદામાં ૫ (પાંચ) વર્ષની છુટછાટ આપવામાં આવશે.
મહિલા ઉમેદવારોને ઉપલી વયામર્યાદામાં ૫ (પાંચ) વર્ષની છુટછાટ આપવામાં આવશે.
૪૦ ટકા કે તેથી વધુ શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવારોને ઉપલી વયામર્યાદામાં ૧૦ (દસ) વર્ષની વધારાની છુટછાટ મળશે.
માજી સૈનિક ઉમેદવારો કે જેઓએ ઓછામાં ઓછા ૬ માસની સેવા કરી હોય અને માજી.સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખપત્ર/પ્રમાણપત્ર ધરાવતા હોય તો મળવાપાત્ર ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ૩ (ત્રણ) વર્ષ સુધીની છુટછાટ મળશે.
નોંધ:- તમામ કેટેગરીના ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં નિયમ અનુસાર મળવાપાત્ર છુટછાટ સાથેની ઉંમર કોઇપણ સંજોગેમાં નિયત તારીખે ૪૫ વર્ષથી વધવી જોઇએ નહી.
(૫) વિધવા ઉમેદવાર માટે છુટછાટ
શિક્ષણ વિભાગના તા.૦૭/૧૦/૨૦૨૨ ના ઠરાવ ક્રમાંક:પીઆરઈ/૧૧૨૦૨૨/૪૫૯/ક થી વિદ્યાસહાયક ભરતીમાં વિધવા મહિલા ઉમેદવારોને "શિક્ષક યોગ્યતા કસોટી" પરીક્ષામાં મેળવેલ ગુણના ૫૦% તથા તેની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ગુણના ૫૦% ગુણના આધારે તૈયાર થનાર આખરી મેરીટમાં વિધવા મહિલા ઉમેદવારને તેણીએ મેળવેલ ગુણના કુલ ૫% ગુણ મળવાપાત્ર થશે.
આ લાભ એવી મહિલા ઉમેદવારોને જ આપવાનો રહેશે જેમણે ભરતી તથા નિમણૂંક સમયે પુન: લગ્ન કરેલ ન હોય.
વિધવા મહિલા ઉમેદવાર ઓનલાઈન અરજી તથા નિમણૂંક દરમ્યાન વિદ્યવા હોવાનો સક્ષમ સત્તાધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે તથા પુન:લગ્ન ન કર્યા અંગેનું સોગંદનામુ રજૂ કરવાનું રહેશે.
(૬) ઉમેદવારોએ અરજીપત્ર ભરતી વખતે ધ્યાનમાં લેવાની સામાન્ય સચનાઓ
(1) ઉમેદવારોએ નીચે આપેલા સુચનોનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઉમેદવારી પત્ર ભરવું.
{2} સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની ડીગ્રી યુ.જી.સી. માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલ હોવી જોઇશે.
{3} પી.ટી.સી./D.El.Ed ની લાયકાત ધરાવતા ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલી પી.ટી.સી./D.El.Edની પરીક્ષા પાસ કરેલી હોવી જોઇશે.
{4} ઉમેદવારે પી.ટી.સી./D.El.Ed/બી.એડ./ચાર વર્ષીય B.EI.Ed. ની પરીક્ષા નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા માન્ય સંસ્થામાંથી જ પાસ કરેલી હોવી જોઇએ.
{5} રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા D.El.Ed.ની લાયકાતવાળા ઉમેદવારોએ પ્રાપ્ત ગુણ તરીકે 'marks for merit ગણતરીમાં લેવાના રહેશે. એટલે કે ૫૦૦+૧૦૦=૬૦૦ માંથી મેળવેલ ગુણ ગણવાના રહેશે.
{6} બે વર્ષીય D.Ed (સ્પેશીયલ એજ્યુકેશન) અને B.Ed (સ્પેશીયલ એજ્યુકેશન) Rehabilitation Council of India (RCI) માન્ય સંસ્થામાંથી પાસ કરેલ હોવી જોઈશે. અને અભ્યાસના વર્ષો દરમિયાન તેની માન્યતા ચાલુ રહેલ હોવી જોઈશે.
{7} ઉમેદવારે માન્યતા પ્રાપ્ત ત્રણ/ચાર વર્ષીય ઈન્ટીગ્રેટેડ કોર્સ કરેલ હોય અને તે પૈકી કોઈ એક જ લાયકાતના ગુણ
ધ્યાને લેવાના હોય ત્યારે જે તે ગુણપત્રકમાં દરેક લાયકાતના અલગ-અલગ ગુણ દર્શાવેલ હોય તો જ ગુણાંકન
વખતે તે ગુણ ધ્યાને લેવામાં આવશે.
{8} અન્ય માધ્યમના વિદ્યાસહાયકો માટે જાહેરાતમાં દર્શાવેલ કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ નહિ થાય તો આ જગ્યાઓ શિક્ષણ વિભાગના ક્રમાંક; પીઆરઈ/૧૧૧૫/સીસી-૧૩૯-ક,તા.૦૮/૧૨/૨૦૧૫ ના પત્ર સંદર્ભે સા.વ.વિભાગના તા.૧૬/૦૩/૧૯૯૬ના ઠરાવક્રમાંક-પવસ/૧૦૯૩/મ-૧૭(ભાગ-૨)-ગ-૪ ના ફકરા-૨ ની જોગવાઈને આધિન નિયત લાયકાત ધરાવતા બિન અનામત ઉમેદવારોથી ભરવામાં આવશે. આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા બિન અનામત ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરી શકશે પરંતુ જે તે માધ્યમના માપદંડ લાગુ પડશે.
{9} ગુજરાતી સિવાયના અન્ય માધ્યમની ઉક્ત રીતે કન્વર્ટ કરેલી જગ્યા ઉપર પસંદગી મેળવેલ ઉમેદવારોને ભવિષ્યમાં અનામત અથવા અનામતના બેકલોગની જગ્યા સામે જ્યારે કોઈ કર્મચારીની ભરતી કરવામાં આવે ત્યારે તેવા પ્રસંગે કન્વર્ટ કરેલી જગ્યા ઉપર પસંદગી મેળવેલ ઉમેદવારોને છૂટા કરવામાં આવશે.
(10) આ નિમણૂંકો રાજ્ય સરકાર દ્વારા નામદાર સુપ્રિમકોર્ટમાં દાખલ કરેલ એસ.એલ.પી.નં.૧૮૧૩૬/૨૦૧૩ અને ૧૪૧૨૪-૧૪૧૨૫/૨૦૧૨ ના આખરી ચુકાદાને આધિન રહેશે
(11) મેરીટમાં આવતાં ઉમેદવારોના કોલ લેટર https://vsb.dpegujarat.in પરથી ઓનલાઈન જ ઉપરથી મેળવવાના રહેશે. એસ.એમ.એસ., ઈ-મેઈલ, ટપાલ કે અન્ય કોઇ રીતે કોલલેટર મોકલવામાં આવશે નહીં. તેમજ ઉમેદવારે કોલ-લેટરમાં દર્શાવેલ તારીખે જ જિલ્લા/નગર પસંદગી આપવામાં આવશે. પરંતુ કોઈ પણ કારણસર નિયત સમય કરતાં મોડા આવનાર ઉમેદવારને જે દિવસે જિલ્લા પસંદગી માટે બોલાવેલ હોય તે દિવસે જિલ્લા પસંદગીની પ્રક્રીયા ચાલુ હશે તો તે સમયે જે જગ્યા ખાલી હશે તે જગ્યાઓમાંથી જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે. કોલ લેટરમાં દર્શાવેલ સમયે ઉપસ્થિત નહી રહેનાર ઉમેદવારને કોઇપણ સંજોગોમાં ત્યારપછીના દિવસે જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે નહી.
(12) ઓનલાઈન જિલ્લા પસંદગીની કાર્યવાહી દરમિયાન અસલ પ્રમાણપત્રો/ગુણપત્રોની ચકાસણી વખતે સબંધિત
ઉમેદવારના મેરીટમાં સુધારો/વધારો થાય તો તેવા ઉમેદવારને સુધારેલ મેરીટ મુજબ તેમના સુધારેલ મેરીટ ક્રમે ઓનલાઈન જિલ્લા પસંદગી કરવાની રહેશે.
{13} ઉમેદવારે જો સંબંધિત ટેટની પરીક્ષા એક કરતા વધુ વખત આપેલ હોય તો ઉમેદવાર ટેટ (શિક્ષક અભિયોગ્યતા કસોટી) ની જે માર્કશીટ રજૂ કરશે તે જ માન્ય રાખવામાં આવશે.
(14) અરજી ફોર્મ સાથે શૈક્ષણિક અને તાલીમી લાયકાતના તમામ વર્ષ/સેમેસ્ટરના ગુણપત્રકો, ડીગ્રી પ્રમાણપત્ર, ટ્રાયલ સર્ટીની એક-એક પ્રમાણિત નકલ તથા અન્ય જરૂરી પ્રમાણપત્રોની એક-એક પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે.વધુમાં, સ્વીકાર કેન્દ્ર ઉપર અરજી જમા કરાવતી વખતે જેની પ્રમાણિત નકલો અરજી સાથે રજૂ કરી છે તેના અસલ પ્રમાણપત્રો ખરાઈ કરવા માટે ફરજિયાતપણે રજૂ કરવાના સહેશે. અન્યથા અરજી સ્વીકારવામાં આવશે નહી.
(15) જે પરીક્ષા એક કરતાં વધુ પ્રયત્ને પાસ કરેલ હોય તો તમામ પ્રયત્નોના ગુણપત્રકની પ્રમાણિત નકલો અવશ્ય સામેલ રાખવાની રહેશે.
(16) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક નબળા વર્ગના ઉમેદવારોએ અનામતનો લાભ મેળવવા માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારીએ ઇસ્યુ કરેલ જાતિ પ્રમાણપત્ર માન્ય ગણાશે. આવા ઉમેદવારોને સબંધિત અનામત કક્ષાની જગ્યાઓ માટે ઠરાવની જોગવાઇ મુજબ ગુણ અને ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર રહેશે.
(17) મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેના સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અવશ્ય સામેલ રાખવાની રહેશે અને The Gujarat Schedule Castes, Schedule Tribes & Other Backward Class (Regulation of Issuance & verification of caste Certificates Act-2018 नी श्वम ६ (३) મુજબ રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં અનુસૂચિત જાતિ, અનુસુચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગમાં.
નિમણૂંક માટે પસંદ થયેલ તમામ ઉમેદવારોને નિમણૂંક આપતાં પહેલાં જાતિના પ્રમાણપત્રોની સબંધિત વિશ્લેષણ સમિતિ મારફત ચકાસણી કરાવવાની થાય છે તે મુજબ સબંધિત નિમણૂંક સત્તાધિકારી દ્વારા ચકાણી કરાવ્યા બાદ જાતિ માન્ય ઠરે તો જ નિમણૂંક આપવામાં આવશે જે ઉમેદવારના જાતિ પ્રમાણપત્ર અમાન્ય/ખોટા ઠરશે તેમનો જિલ્લા/નગર પસંદગી હુકમ આપોઆપ રદ થશે અને ઉમેદવારી રદ કરવામાં આવશે. આ અંગેની જરૂરી બાંહેધરી ઉમેદવારે જિલ્લા પસંદગી પહેલાં આપવાની રહેશે.
{18} સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગે (નોન ક્રિમેલીયર સર્ટી)
a. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું (નોન ક્રિમેલીયર સર્ટી) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ મુજબ નિયત થયેલ પરિશિષ્ટ ક/પરિશિષ્ટ ૪ ના નમૂનામાં રજૂ કરવાનું રહેશે.
b. પરણિત મહિલા ઉમેદવારોએ આવું પ્રમાણપત્ર તેમના માતા પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. પતિની આવકના સંદર્ભમાં રજૂ કરેલ હશે તો તે માન્ય ગણાશે નહિ
C. તા.૨૬/૦૪/૨૦૧૬ના ઠરાવ મુજબ ઉન્નત વર્ગમાં સમાવેશ નહિ થવા અંગેના પ્રમાણપત્રની મહત્તમ અવધિ ઇસ્યુ થયાના નાણાંકીય વર્ષ સહિત ત્રણ નાણાંકીય વર્ષ રહેશે પરંતુ આવું પ્રમાણપત્ર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ કરાયેલ હોવું જોઇએ.
d. અંગ્રેજીમાં રજૂ કરેલ પ્રમાણપત્ર ગ્રાહ્ય રહેશે નહિ.
{19} આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર (E.W.S.)
a. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૧૩/૦૯/૨૦૧૯ના ઠરાવમાં દર્શાવ્ય મુજબ પરિશિષ્ટ - ગ ના નમૂનામાં સક્ષમ અધિકારીશ્રી દ્વારા ઇસ્યુ થયેલ હોવું જોઇએ.
b. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૧૩/૦૯/૨૦૧૯ના ઠરાવ ક્રમાંક:ઈડબલ્યુએસ/ ૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ મુજબ પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ સુધીની છે. આ મુજબ ફોર્મ ભરવાની છેલ્લી તારીખે (કટ-ઓફ-ડેટ) પ્રમાણપત્રની અવધિ જળવાતી હોવી જોઇએ.
{20} દિવ્યાંગતા પ્રમાણપત્ર
(1). દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર- દિવ્યાંગતા ધરાવતાં ઉમેદવારે સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૧૨/૨૦૦૮ના પરિપત્રમાં દર્શાવ્યા મુજબ ‘પરિશિષ્ટ-અ' ના નમૂનામાં સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ/સિવિલ સર્જન/મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તથા સામાન્ય વહીવટ વિભાગના તા.તા.૨૯/૦૨/૨૦૨૪ ના પરિપત્ર મુજબ દિવ્યાંગતા પ્રમાણપત્ર સબંધે ભારત સરકારની વખતો-વખતની સુચના/જોગવાઈ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર/ સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા નિયત કરવામાં આવતી સુચના અનુસારનું દિવ્યાંગતા પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે.
(ii). સામાન્ય વહીવટ વિભાગના તા.૧૭/૦૯/૨૦૨૧ ના ઠરાવના ફકરા (૪) “દિવ્યાંગતાનું પ્રમાણપત્ર" માં થયેલ જોગવાઈ મુજબ દિવ્યાંગ અનામતનો લાભ મેળવવા માંગતી દિવ્યાંગ વ્યક્તિએ સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગતા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ પ્રમાણપત્ર પસંદગી સમયે સક્ષમ સત્તાધિકારી દ્વારા નક્કી કરવામાં આવે તે પ્રમણે ખરાઈ/પુન: ખરાઈને આધિન રહેશે.
(illi). શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:પીઆરઇ/૧૧૨૦૧૨/સિ.ફા.-૫/ક/(પાર્ટ-૧), તા.૧૮/૦૧/૨૦૨૨ તથા શિક્ષણ વિભાગના તા.૧૪/૧૨/૨૦૨૨ ના સુધારા ઠરાવ અન્વયે Category of Disability
(A). Blind-(B), low vision (LV) (४०-७०%)
(B). (B) Hard Of Hearing (HH) (४०-७०%)
(C). Locomotor disability :- OA - One Arm, OL - One leg, BL - Both
legs, OAL One Arm and One Leg, LC- Leprosy Cured, CP-
Cerebral palsy, Dw- Dwarfism, AAV- Acid attack victim, SD- Spinal Deformity, SI- Spinal Injury (D&E) MI- Mental illness (४०-७०%), MD- Multiple Disabilitie (४०-७०%)
આમ ઉપરોક્ત (A) થી (D&E) પ્રકારની વિકલાંગતાની ખામી ધરાવતા ઉમેદવારોને વિદ્યાસહાયકની ફરજોને અનુરૂપ ગણેલ છે.
(iv). ઉપર જણાવેલ વિકલાંગતાની ખામી ધરાવતાં ઉમેદવારોનું પ્રમાણપત્ર શંકાસ્પદ જણાશે તેવા સંજોગોમાં સંબંધિત જિલ્લામાં પ્રમાણપત્રની ખરાઈ તેમજ વિકલાંગતાની પુન: ચકાસણી કરાવવામાં આવશે અને રજૂ કરેલ પ્રમાણપત્ર ખોટું જણાશે તો જિલ્લા પસંદગી હુકમ તથા નિમણૂંક હુકમ આપોઆપ રદ થશે તેવી બાંહેધરી જિલ્લા પસંદગી પહેલાં આપવાની રહેશે.
{21} માજી સૈનિક માટે:
a. ઉમેદવારે ઓછામાં ઓછી ૬ માસની નોકરી આર્મ ફોર્સીસમાં હોવી જોઇએ અને તે અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઇએ.
b. માજી સૈનિક માટે ડિસ્ચાર્જ બુકની નકલ રજૂ કરવાની રહેશે
c. માજી સૈનિક તરીકેનું ઓળખપત્ર
{22} ના વાંધા પ્રમાણપત્ર (એન.ઓ.સી.)
a. શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:પીઆરઇ/૧૧૨૦૧૭/સીંગલ ફાઇલ-૬/ક, તા.૨૨/૦૩/૨૦૧૭ની જોગવાઇ મુજબ હાલ સરકારી શાળાના વિદ્યાસહાયક કે શિક્ષક તરીકે નોકરીમાં હોય અને તેઓ એ જ સંવર્ગની નોકરી માટે અરજી કરતાં હોય તે તમામે સંબંધિત નિમણૂંક સત્તાધિકારીનું એન.ઓ.સી. (ના વાંધા પ્રમાણપત્ર) મેળવી અરજીપત્ર સાથે સામેલ કરવાનું રહેશે.
b. એન.ઓ.સી. મેળવ્યા સિવાય અરજી કર્યાની બાબત સમિતિના ધ્યાન ઉપર આવશે તો અરજી રદ થવાને પાત્ર રહેશે.
c. એન.ઓ. સી. મેળવનાર ત્રણ વર્ષથી વધુ નોકરીવાળા ઉમેદવારોએ રાજીનામું મંજૂર કરાવ્યાની નકલ રજૂ કર્યેથી જ જિલ્લા પસંદગી માટે પાત્ર ગણાશે.
d. એન.ઓ. સી. મેળવનાર ત્રણ વર્ષથી ઓછી નોકરીવાળા ઉમેદવારોએ બોન્ડની ત્રણ લાખની રકમ ભર્યાનું ચલન અને રાજીનામું મંજૂર કરાવ્યાની નકલ રજૂ કર્યેથી જ જિલ્લા પસંદગી માટે પાત્ર ગણાશે.
e. શિક્ષક સિવાયના અન્ય સરકારી નોકરી કરતાં કર્મચારીએ તેમના ખાતામાંથી નિમણૂંકના સ્થળે હાજર થવા માટે ફરજ મુક્ત થવાની જવાબદારી અંગત રહેશે. જિલ્લા કક્ષાએથી મેળવેલ નિમણૂંક હુકમમાં હાજર થવા માટે આપેલ સમય-મર્યાદા સિવાય અન્ય કોઈ મુદ્દત વધારો મળવાપાત્ર થશે નહી.
(23) ઉમેદવારે જે સંસ્થામાંથી પી.ટી.સી.ની તાલીમ મેળવી હોય તે સંસ્થાને N.C.T.E./R.C.I ની માન્યતા મળેલ
છે તે મતલબનું પ્રમાણપત્ર (માન્યતા નંબર, તારીખ સહિત) ઉમેદવારે સંબંધિત સંસ્થા પાસેથી મેળવીને રજૂ કરવાનું રહેશે. આવું પ્રમાણપત્ર રજૂ નહી કરનાર ઉમેદવારનું ફોર્મ આપોઆપ રદ થશે.
(24} સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૧૫/૦૭/૨૦૦૮ ના પરીપત્ર નં પીઆરઇ/૧૧૦૮/૮૧૪/ક ની જોગવાઇ મુજબ વિદ્યાસહાયક ભરતીમાં રમત-ગમત પ્રમાણપત્રોના આધારે મળતા ગુણ મેરીટમાં ધ્યાને લેવામાં આવશે નહિ.
(25) બિન અનામત ઉમેદવારો માટે અરજી ફી ૨૦૦/- (અંકે રૂપિયા બસ્સો પુરા) રહેશે તથા અનુ.જાતિ, અનુ.જનજાતિ, સા.શૈ.પછાત વર્ગ અને આર્થિક નબળા વર્ગ તથા શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવારો માટે અરજી ફી ૧૦૦ રહેશે જે ઉમેદવારે અરજીપત્ર સબમીટ કરાવતાં સ્વીકાર કેન્દ્ર પર રોકડેથી ભરવાના રહેશે. બિન અનામત/અનામત વર્ગના ફી ભર્યા સિવાયના અરજીપત્ર રદ થયેલ ગણાશે. ઓનલાઈન ફોર્મ ભરી અને જિલ્લા કક્ષાએ સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવ્યા સિવાયના ઓનલાઈન ભરેલ અરજીપત્રો ધ્યાને લેવામાં આવશે નહી અને આગળની પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવશે નહી તેથી ઓનલાઈન ભરેલ અરજીપત્રો ફરજિયાત જિલ્લા કક્ષાએ સ્વીકાર કેન્દ્રો પર પ્રમાણપત્રો/ગુણપત્રોની ચકાસણી કરાવીને જમા કરાવવાના રહેશે.
{26} અરજીપત્રમાં ગુણ દર્શાવવા બાબત. એક કરતાં વધુ પ્રયત્ને પરીક્ષા પાસ કરનાર ઉમેદવારના કિસ્સામાં શિક્ષણ વિભાગના તા.૨૦/૦૧/૨૦૧૭ના જાહેરનામાના ક્રમાંક: જીએચ/એસએચ/૦૨/પીઆરઇ/૧૧-૨૦૧૬/ એસએફ-૮/કે ના ૮ (૨) તથા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવમાં શિક્ષણ વિભાગના તા.૩૦/૦૭/૨૦૨૪ ના ઠરાવથી ઉમેરેલ જોગવાઈ ક્રમાંક (૨૦) મુજબ
a. યુજીસી માન્ય યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી ડીગ્રીઓના ગુણપત્રકમાં જે કુલ ગુણ (ગ્રાન્ટ ટોટલ) દર્શાવેલ હોય તેમાંથી મેળવેલ ગુણ (ઓબટઈન માર્ક્સ) ને ધ્યાનમાં રાખીને આવેલ ટકાને ગ્રાહ્ય રાખવામાં આવશે.
b. ઉમેદવારે છેલ્લે આપેલ પરીક્ષા એટલે કે જે તે લાયકાતના અંતિમ સેમેસ્ટર/અંતિમ વર્ષમાં નાપાસ/ગેરહાજર હોય તો જ ટ્રાયલ ગણવાપાત્ર થાય. જો લાયકાતના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં નાપાસ/ગેરહાજર ન હોય તો ટ્રાયલ ગણવો નહી. સદર બાબતે યુનિવર્સિટીમાંથી મેળવેલ ટ્રાયલ સર્ટિફિકેટમા દર્શાવેલ ટ્રાયલની વિગત જુદી પડવાની શક્યતાઓ રહેલ છે પરંતુ આ અંગે ઉમેદવારે યુનિવર્સિટી પાસેથી સુધારેલ ટ્રાયલ સર્ટિફિકેટ લેવાની જરૂરિયાત રહેતી નથી.
c. જો અંતિમ વર્ષ/સેમિસ્ટરમાં નાપાસ હોય, ગેરહાજર હોય અને ઉમેદવારે તમામ વિષયની પરીક્ષા ફરીથી આપેલ હોય અને પાસ થયેલ હોય તો ટ્રાયલ ગણવાનો રહેતો નથી.
d. અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં નાપાસ/ગેરહાજર હોય અને ઉમેદવારે કોઈ વિષયની મુક્તિ લઇ અમુક વિષયની પરીક્ષા ફરીથી આપેલ હોય તો ફરીથી જેટલા વિષયની પરીક્ષા આપેલ હોય તેટલા વિષયના કુલ અને મેળવેલ ગુણ ગ્રાન્ડ ટોટલમાં ઉમેરી સરવાળો કરવો અને ગુણ ગણતરી કરવી.
e. કેટલીક યુનિવર્સિટીના કિસ્સામાં ગ્રાન્ડ ટોટલની ગણતરીમાં તમામ વર્ષ/સેમેસ્ટરના કુલ ગુણ/મેળવેલ ગુણ આપેલ હોય અને અંતિમ વર્ષ/સેમેસ્ટર સિવાય (અગાઉના વર્ષ/સેમેસ્ટર) ટ્રાયલ હોય તો ટ્રાયલવાળા વર્ષ/સેમેસ્ટરના નાપાસ ગુણની જગ્યાએ પાસના ગુણ રિપ્લેસ કરી મેળવેલ ગુણ ગણવાના રહેશે.
f. જો કોઈ ઉમેદવારે એક કરતાં વધુ પ્રયત્ને પરીક્ષા પાસ કરી હોય અને તેવી પરીક્ષામાં યુનિવર્સિટી દ્વારા આંતરિક મૂલ્યાંકન અને પ્રેકટીકલની પરીક્ષા ફરીથી લેવામાં આવતી ન હોય અને પ્રથમ પ્રયત્ન વખતે મેળવેલ આંતરિક મુલ્યાંકન અથવા પ્રાયોગિક પરીક્ષા/પાઠમાં મેળવેલ ગુણને જ ધ્યાને લેવાતા હોય તેવા કિસ્સામાં વધારાના પ્રયત્નો વખતે ગુણાંકન કરતી વખતે આવા મુલ્યાંકનના ગુણ દર્શાવેલ હોય તો તેને ધ્યાને ન લેતા ફક્ત વાસ્તવિક પરીક્ષા આપી હોય તેટલાં જ વિષયના કુલ ગુણ અને મેળવેલ અને પ્રથમ વખતે મેળવેલ આંતરિક ગુણાંકન કે પ્રાયોગિક પરીક્ષા/પાઠના ગુણોને ધ્યાને લેવાના રહેશે.
g. ઉમેદવારે મેળવેલ શૈક્ષણિક અને તાલીમી લાયકાત અંગે તમામ વર્ષ/સેમેસ્ટરના ગુણપત્રક જોડવાના રહેશે.
(27} ઉમેદવારોએ અરજીપત્રમાં તેઓની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણ અને મેળવેલ ગુણ જ દર્શાવવા. જો માર્કશીટમાં કુલ ગુણ અને મેળવેલ ગુણ આપેલ ન હોય અને ફક્ત CGPA/CPI/GRAD/EQUIVALENT PERCENTAGE આપેલ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી પાસેથી ગુણપત્ર મેળવીને કુલ ગુણ અને મેળવેલ ગુણ દર્શાવવા. ફોર્મુલાની મદદથી/જાતે કન્વર્ટ કરેલ કુલ ગુણ કે મેળવેલ ગુણની વિગતો માન્ય २खेथे નહી. સ્નાતક અને અનુસ્નાતકમાં યુનિવર્સિટી દ્વારા જે પેટર્નમાં ગ્રાન્ડ ટોટલ દર્શાવેલ હશે તે પેટર્ન મુજબના ગુણ ધ્યાને લેવામાં આવશે. ગુણ અંગે યુનિવર્સિટીમાંથી મેળવેલ પ્રમાણપત્ર અરજીપત્ર સાથે સામેલ કરવાનું રહેશે.
(28) જો F.Y.JS.Y. અન્ય યુનિવર્સિટીમાંથી કરેલ હોય અને T.Y. ની માર્કશીટમાં T.Y જે યુનિવર્સિટીમાંથી કરેલ હોય તે યુનિવર્સિટીની પેટર્નમાં F.Y/S.Y ગ્રાન્ડ ટોટલમાં ગણેલ હોય તો યુનિવર્સિટીની T.Y ની માર્કશીટની પેટર્ન મુજબ F.Y./S.Y ગુણ ઉમેરવાના રહેશે.જો લાયકાતના બધા સેમ્સ્ટર/વર્ષ એક જ યુનિવર્સિટીમાંથી પાસ કરેલ હોય તો તે યુનિવર્સિટીની પેટર્ન મુજબના ગુણ ધ્યાને લેવામાં આવશે.
{29) ડિપ્લોમાં (D.Pharm/D.E) વગેરેમાંથી એસ.વાયમાં સીધા પ્રવેશ મેળવનાર ઉમેદવારના કિસ્સામાં પણ ઉપરોક્ત વિગતે યુનિવર્સિટીની પેટર્ન મુજબ F.Y. ના ગુણ અન્વયે ડિપ્લોમાંના અંતિમ બે સેમેસ્ટરના ગુણ ઉમેરવાના રહેશે. યુનિઅર્સિટીની પેટર્નમાં T.Y. ની માર્કશીટમાં F.Y ના ગુણ ગણતરીમાં ન લેવાતાં હોય તો આવાં ગુણ ઉમેરવાના રહેશે
{30} એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી કોલેજો
૩. શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: પરચ/૨૦૧૮/આર-૨૩/ખ-૧, તા.૨૬/૧૧/૨૦૧૯ ના ઠરાવ અનુસાર શિક્ષણ વિભાગના તા.૦૧/૦૯/૨૦૧૨ બાદ ગુજરાત રાજ્યના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ હોય તેવી તમામ સંસ્થાઓ જે તેના કાર્યક્ષેત્ર હેઠળની ગુજરાતની સરકારી યુનિવર્સિટીમાં જોડાણ મેળવી લીધેલ હોય તેવી સંસ્થાઓના રાજ્ય સરકારની યુનિવર્સિટી સાથે જોડાણ મેળવવાના સમયગાળા પહેલાની એસ.એન.ડી.ટી. વુમેન્સ યુનિવર્સિટી, મુંબઇ સંલગ્ન ડીગ્રીને માન્ય ગણવાનું ઠરાવેલ છે.
b. ગુજરાત રાજ્યમાં આવેલી અને અગાઉ એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી અને વર્ષ ૨૦૧૨ પછી લાયકાત મેળવેલ હોય તેવા ઉમેદવારોએ તે કોલેજે ગુજરાતની કોઇ પણ યુનિવર્સિટી સાથે જોડાણ મેળવ્યા અંગેના આધાર રજૂ કરવાના રહેશે.
{31} નીચે દર્શાવેલ ઓપન યુનિવર્સિટીમાંથી ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નીંગ દ્વારા મેળવેલ ડીગ્રી માન્ય ગણાશે.
।. ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદની (ગુજરાતના સેન્ટરમાંથી પરીક્ષા આપેલ હોય) મેળવેલ ડિગ્રી
ii. ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની ડીગ્રી
(32) રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી રેગ્યુલય અભ્યાસક્રમ દ્વારા મેળવેલ લાયકાત માટે ઉમેદવારે નીચે દર્શાવેલ આધારો પૈકી રેગ્યુલર અભ્યાસ કર્યો છે તેની ખાત્રી કરાવે તેવા જરૂરી આધારો રજૂ કરવાના રહેશે.
a. અન્ય રાજ્યની કોલેજમાં પ્રવેશ માટે ભરેલ ફીની પાવતી અને કોલેજ/યુનિવર્સીટીનું બોનાફાઈડ પ્રમાણપત્ર.
b. અભ્યાસ દરમિયાન જ્યાં રહેઠાણ હોય તેનો પુરાવો, હોસ્ટેલમાં રહેઠાણ હોય તો હોસ્ટેલ ફી ભર્યાની પાવતી.
c. પરીક્ષા જે સ્થળે આપેલ હોય તે સ્થળની હોલ ટીકટ (સંબંધિત વર્ગ નિરીક્ષકની સહી સાથે)
d. માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક/અનુસ્નાતકની લાયકાત રેગ્યુલર અભ્યાસક્રમ (નિયમિત અભ્યાસક્રમ) દ્વારા મેળવેલ છે. તે અંગે યુનિવર્સિટી રજીસ્ટારનું પ્રમાણપત્ર
e. અન્ય રાજ્યમાં સ્નાતક થયા હોય તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનું સ્થળાંતર પ્રમાણપત્ર (માઈગ્રેશન સર્ટી)ની ઝેરોક્ષ નકલ અથવા તેની ડુપ્લીકેટ નકલ.
f. અન્ય રાજ્યમાં અનુસ્નાતક થયા હોય તો સ્નાતકનો છેલ્લો અભ્યાસ જે યુનિવર્સીટીમાંથી કરેલ હોય તેનું સ્થળાંતર પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ અથવા તેની ડુપ્લકેટ નકલ
g. અભ્યાસ કરેલ કોલેજે જે યુનિવર્સિટીમાંથી માન્યતા/જોડાણ મેળવેલ હોય તો તેની નકલ અને યુ.જી.સી.ની માન્યતાની નકલ.
h. યુનિવર્સિટી/કોલેજમાંથી રેગ્યુલર અભ્યાસ કર્યા અંગેનો અન્ય કોઇ પુરાવો હોય તો તે
(33) પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિધ્ધ થયા બાદ ઉમેદવારો અરજીમાં દર્શાવેલ વિગતો અને ગુણ સંબંધિત ક્ષતિ હોય તો ઓનલાઈન ક્ષતિ સુધારણા પત્રક મેળવી તેમાં સુધારા કરી શકશે. મૂળ અરજીમાં દર્શાવ્યા સિવાયની નવિન કોઈ વિગત/માહિતી/લાયકાત ઉમેરી શકાશે નહીં.
(34) અરજીપત્રની હાર્ડકોપી (પ્રિન્ટ કરેલ) સ્વીકાર કેન્દ્ર ઉપર જમા કરાવતાં પહેલાં અરજીપત્ર, અનુસૂચિ-૧ (ચેકલિસ્ટ), ફી ભર્યાની પાવતી પહેલા, બીજા અને ત્રીજા ક્રમે અને ત્યાર બાદ સ્કેન કરેલ તમામ આધારો/પ્રમાણપત્રોને ૧ થી આગળ ક્રમમાં નંબર આપી ક્રમમાં જોડવાના રહેશે. આધારો/પ્રમાણપત્રો ઉપર આપેલ પાના નંબર ચેકલિસ્ટમાં સંબંધિત કોલમમાં દર્શાવવાના રહેશે.
(35) ઉમેદવાર એક વખત સબમીટ કરાવેલ અરજીપત્રમાં એડીટ કરીને સુધારો કરે તો તેણે સુધારા કરેલ અરજીપત્રની
હાર્ડ કોપી રજૂ કરવાની રહેશે જો આવી કોપી રજૂ કરેલ નહીં હોય તો આવા અરજીપત્ર રદ ગણાશે.
(7) ઉમેદવારો માટે અગત્યની સુચનાઓ
(1) ઉમેદવારે ખોટી માહિતી રજૂ કરેલ હશે તો ઉમેદવારનું ફોર્મ આપોઆપ રદ થશે.
(2) વિદ્યાસહાયક ભરતી સંબંધી તમામ સુચનાઓ/વિગતો વખતો-વખત વેબસાઇટ પરથી જોવા મળી શકશે. ઉમેદવારોએ વિદ્યાસહાયક ભરતી અંગેની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત વેબસાઇટ જોતા રહેવું.
(3) અરજી પત્રકમાં તમારો મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો અને તે નંબર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જાળવી રાખવો જરૂરી છે.
(4) ઉમેદવારે તેમના અરજી પત્રકમાં તેમનું ઇ-મેઇલ એડ્રેસ દર્શાવવાનું રહેશે જેથી અનિવાર્ય સંજોગોમાં જરૂર પડ્યે ઉમેદવારને માહિતી/સુચના મોકલી શકાય.ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ઇ-મેઇલ જોતા રહેવું.
(5) ઉમેદવાર પોતે આખરી પસંદગીમાં સમાવિષ્ટ થવા માત્રથી કે જિલ્લા પસંદગી પત્ર મળેથી સંબંધિત જગ્યા ઉપર નિમણૂંક કરવાનો દાવો કરવાને હક્કદાર રહેશે નહી. ઉમેદવાર ભરતી અંગેના તમામ માપદંડ અને ધારાધોરણો પરિપૂર્ણ કરતાં હોવા જોઈશે.
(6) વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયામાં આખરી પસંદગી પામેલ ઉમેદવારની નિમણૂંક સત્તાધિકારી ઠરાવે તે શરતો ને આધિન રહેશે.
(7) વિદ્યાસહાયક ભરતીની પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાત કોઈપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની કે જગ્યાઓની સંખ્યામાં વધ-ઘટ કરવાની આવશ્યકતા જણાશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક્ક/ અધિકાર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ/પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીને રહેશે.
(8) શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તથા અન્ય પ્રમાણપત્રો માટે ઓનલાઈન અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ તા.૧૬/૧૧/૨૦૨૪ (CUT-OFF DATE) રહેશે. આ CUT -OFF DATE બાદ મેળવેલ કોઇપણ પ્રમાણપત્રો-ગુણપત્રકો અથવા શૈક્ષણિક કે તાલીમી લાયકાત ધ્યાને લેવામાં આવશે નહી.
(9) જાહેરાતમાં આપેલ સુચનાઓ/માર્ગદર્શન/મુદ્દાના કોઈ પણ વિવાદ અંગે ઠરાવની મૂળ જોગવાઇ મુજબનું અર્થઘટન માન્ય ગણાશે.
(10) ઉમેદવારે ફી ભરી જિલ્લા સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવેલ અરજીપત્રની ઝેરોક્ષ નકલ અને ફી ભર્યાની પાવતી પોતાની પાસે સાચવી રાખવાની રહેશે.
(11) ભરેલ ફી કોઇપણ સંજોગોમાં પરત આપવામાં આવશે નહિ.
(12) પ્રોવિઝનલ/ફાઇનલ મેરીટ પ્રસિધ્ધ કરવામાં આવે ત્યારે ઉમેદવારે પોતાનું મેરીટ જોઇ તેની એક પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
(13) ભરતી સંદર્ભે અથવા મેરીટ સંદર્ભે કોઇ પણ રજૂઆત કરવાની થાય ત્યારે રજૂઆત સાથે અરજીપત્રની નકલ, ફી ભર્યાની પાવતીની નકલ તથા ઉમેદવારનો મેરીટ નંબર અને મેરીટની નકલ અવશ્ય સામેલ કરવાની રહેશે.
(14) ભરતી સબંધિત જરૂરી ઠરાવો, માહિતી અને સુચનાઓ વેબસાઇટ ઉપર જોવા મળશે. ઉમેદવારે જાહેરાતમાં દર્શાવેલ ઠરાવો અને નિયમોનો પુરેપુરો અભ્યાસ કરી ઉમેદવારી પત્રક ભરવાનું રહેશે.જે અંગે પાછળથી કોઇ રજૂઆતને ધ્યાને લેવામાં આવશે નહિ.
ડૉ. એમ.આઇ.જોષી
અધ્યક્ષ
ગુજરાત રાજ્ય
પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
અને
પ્રાથમિક શિક્ષણ નિયામક,
ગુજરાત રાજ્ય ગાંધીનગર
તા.૦૧/૧૧/૨૦૨૪
સ્થળ:-ગાંધીનગર
જાહેરાત ક્રમાંક. ૦૩ થી ૦૫/૨૦૨૪
(બ) અરજી પત્રક ઓન-લાઇન ભરવા માટેની સુચનાઓ:
1. વિદ્યાસહાયક ભરતી અંગેનું ઓન-લાઇન અરજી પત્રક વેબસાઇટ https://vsb.dpegujarat.in ઉપરથી તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
2. અરજીપત્રક ભરતા પહેલા વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ ઉમેદવારો માટેની સુચનાઓ (અ) અને (બ), સરકારશ્રીના ભરતી સબંધિત ઠરાવો અને પરિપત્રો તથા પત્રકોનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો.
3. ઉમેદવારોએ સૌથી પહેલાં રજિસ્ટ્રેશન લિન્ક ઉપરથી પોતાની વિગતો ભરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ લોગિન થયેથી અરજીપત્રક ખુલશે.
4. ઓનલાઈન અરજીપત્રકની વિગતો કોલમ મુજબ ક્રમશ: ભરી અરજીપત્રક Save કરવાનું રહેશે. ઓનલાઈન Save કર્યા બાદ અરજીપત્રક સાથે જરૂરી લાગુ પડતાં તમામ આધાર/પુરાવાઓ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ત્યાર બાદ અરજીપત્રની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
5. ઓન-લાઇન ભરેલું ફોર્મ પોર્ટલ ઉપર SAVE કરતાં પહેલાં તે માહિતી ઓન-લાઇન ચકાસી લેવી અને ભરેલા ફોર્મમાં કોઇપણ ફેરફાર કરવો હોય તો તે કરી લેવો. એકવાર સ્વીકાર કેન્દ્ર કક્ષાએ અરજીપત્ર Final Submit થયા બાદ તેમાં સુધારો કરી શકાશે નહીં.
6. ઓનલાઈન સબમીટ કરેલ લાયકાતના ગુણપત્રકો અને પ્રમાણપત્રો તથા આનુષાંગિક આધાર-પુરાવા સાથે અરજી પત્રકની પ્રિન્ટ કરેલી કોપી નક્કી કરેલ સ્વીકાર કેન્દ્રો ઉપર જાહેરાત ક્રમ (૩) થી (૫) માટે તા.૦૭/૧૧/૨૦૨૪ થી તા.૧૯/૧૧/૨૦૨૪ (રવિવાર અને જાહેર રજા સિવાય) સુધી રૂબરૂમાં સવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.
7. પ્રિન્ટ કરેલા ફોર્મમાં કોઇપણ જાતના સુધારા-વધારા કે ટા કે છેકછાક કરેલા ફોર્મનો સ્વીકાર કરાશે નહિ. આમ છતાં જિલ્લા કક્ષાએ Final Submit થયા બાદ પણ જો કોઇ સુધારો કરવાની જરૂર જણાય તો કામ-ચલાઉ મેરીટ યાદી પ્રસિધ્ધ થયા બાદ ક્ષતિ સુધારણામાં ઓનલાઈન ક્ષતિ સુધારણા ફોર્મ મેળવી સુધારો કરી શકાશે. પરંતુ નવિન વિગત/માહિતી/લાયકાત ઉમેરી શકાશે નહીં.
8. સ્વીકાર કેન્દ્રની યાદી વેબસાઇટ https://vsb.dpegujarat.in ઉપર મુકવામાં આવેલ છે.
9. અરજીપત્રની હાર્ડકોપી રાજ્યના નક્કી કરેલ સ્વીકાર કેન્દ્ર ઉપર જરૂરી અસલ ગુણપત્રકો/પ્રમાણપત્રો સાથે ચકાસણી કરાવી, નિયત કરેલ ફી ભરી, સહી કરેલી પહોંચ જરૂરથી મેળવવી, અને સ્વીકાર કેન્દ્ર મારફત અરજી પત્રક Final Submit કરાવવું. જિલ્લા સ્વીકાર કેન્દ્ર પર Final Submit થયા સિવાયનું કોઇપણ અરજી પત્રક ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
10. અરજી પત્રક Final Submit કર્યા બાદ સ્વીકાર કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ સ્વીકારનારની સહીવાળી પહોંચ મેળવી સાચવવી,અને પસંદગી સમયે અચુક સાથે લાવવી
11. સ્વીકાર કેન્દ્ર અથવા ભરતી કાર્યાલયની કચેરીએ ટપાલ કે કુરીયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. રજૂ થયેલ અરજીપત્રો રદ ગણાશે.
ડૉ. એમ.આઇ.જોષી
અધ્યક્ષ
ગુજરાત રાજ્ય
પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
અને
પ્રાથમિક શિક્ષણ નિયામક,
ગુજરાત રાજ્ય ગાંધીનગર
તા..૦૧/૧૧/૨૦૨૪
સ્થળ:-ગાંધીનગર
જાહેરાત ક્રમાંક વિસભ:૦૩ થી ૦૫/૨૦૨૪
Important links :
🔗 વિદ્યાસહાયક ભરતી માં ફોર્મ ભરવા માટે:અહીં ક્લિક કરો
🔗 TET પ્રમાણપત્ર વેલીડીટી નવો ઠરાવ & વિદ્યાસહાયક ભરતી નવો સંકલીત ઠરાવ pdf :Click here
🔗 ફોર્મ સાથે જોડવાના આધારો- ધોરણ ૧ થી ૫ Click here
🔗 ફોર્મ સાથે જોડવાના આધારો- ધોરણ 6 થી 8 Click here
🔗 વય મર્યાદા : Click here
🔗 જીલ્લાના ડોક્યુમેન્ટ વેરીફીકેશન કેન્દ્રની યાદી - Download
🔗 જાહેરાત :Click here
🔗 વિગતવાર જાહેરાત : Click here
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર
ફોર્મ સાથે જોડવાના આધારો
નીચે મુજબના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો/ગુણપત્રકોની નકલ મળેલ છે.
1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
2. જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC, ST,SEBC)
3. ઉન્નતવર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર(SEBC)
4. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર (EWS)
5. શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર (PH)
6. માજી સૈનિકનું પ્રમાણપત્ર(Ex.SL)
7. એચ.એસ.સી.ની માર્કશીટ
8. એચ.એસ.સી.નું ટ્રાયલ સર્ટી
9. TET-II ની માર્કશીટ
10. સ્નાતકની માર્કશીટ
11. સ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર
12. સ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
13. બી.એડ/પી.ટી.સી./D.EL.Ed ની માર્કશીટ
14. બી.એડ/પી.ટી.સી./D.EL.Ed નું ટ્રાયલ સર્ટીફીકેટ
15. અનુસ્નાતકની માર્કશીટ
16. અનુસ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર
17. અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
18. એન.સી.ટી.ઇ/આર.સી.આઇ. માન્યતા પ્રમાણપત્ર (બી.એડ./પી.ટી.સી./D.El.Ed.)
19. જિલ્લા/નગર શિક્ષણ સમિતિ (ધોરણ 6 થી 8) માં વિદ્યાસહાયક/શિક્ષક નિમણૂંક હુકમ
20. નિમણૂંક અધિકારીના N.O.C. ની નકલ
21. अन्य
નોંધ: ઉમેદવારોએ હાર્ડકોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતાં આધારો/પ્રમાણપત્રો ઉપર પાન નંબર આપી અરજીપત્ર સાથે ક્રમમાં જોડવાના રહેશે (અરજીપત્ર, ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી નંબર આપ્યા સિવાય સૌ પ્રથમ જોડવાના રહેશે
વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી/અન્ય માધ્યમ) વર્ષ 2024
રીસીવીંગ સેન્ટરની યાદી.
1. અમદાવાદ
પી.આર.ટ્રેનીંગ કોલેજ કેમ્પસ, અમદાવાદ
રાયખડ બી.આર.ટી.એસ. બસ સ્ટોપની સામે, રાયખડ ચાર રસ્તા અમદાવાદ- 380001
8799068168
2. વડોદરા
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, કારેલી બાગ, વડોદરા
7990976631
3. રાજકોટ
કરણસિંહજી હાઈસ્કુલ, રાજકોટ.
મીટીંગ હોલ કરણસિંહજી હાઈસ્કુલ કેમ્પસ, સિટી ગેસ્ટ હાઉસ સામે, રાજકોટ-૧.
9913806373
4. સુરત
વિદ્યા સહાયક ભરતી અરજી સ્વીકાર કેન્દ્ર, સુરત
૫૦૨, શિક્ષણ શાખા, પાંચમો માળ, ન્યૂ સુરત જિલ્લા પંચાયત ભવન, લાન્સર્સ આર્મી સ્કૂલની પાછળ, વેસુ, સુરત-૩૯૫૦૦૭
9879377178
5. ખેડા
બી.આર.સી.ભવન, ડભાણ
કુમાર પ્રા. શાળા ડભાણ કેમ્પસ, મુ.પો.ડભાણ, તા.નડિયાદ
8141898448
6. આણંદ
નગર પ્રાથમિક શાળા નંબર-૧૩/૧૬
જાગનાથ મહાદેવ રોડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં, બોરસદ ચોકડી, જિલ્લા પંચાયત ભવન પાછળ, આણંદ-૩૮૮૦૦૧, તા.જિ.-આણંદ
02692-263205
7. પંચમહાલ
શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત, પંચમહાલ ગોધરા
બીજો માળ, શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા, રેડ ક્રોસ સોસાયટીની બાજુમાં, સિવિલ લાઈન્સ રોડ, ગોધરા, તા.ગોધરા
02672-253376
8. દાહોદ
બી.આર.સી.ભવન, દાહોદ
બી.આર.સી. ભવન, ઈન્દોર હાઈવે, મુવાલીયા, તા.જિ. દાહોદ
02673-239113
9. સાબરકાંઠા
બી.આર.સી.ભવન, કાંકણોલ
બી.આર.સી. ભવન, મુ.પો. કાંકણોલ, હિંમતનગર- શામળાજી હાઈવે, તા.હિંમતનગર
6354318489
10. જૂનાગઢ
ટીબાવાડી પ્રાથમિક શાળા, જુનાગઢ
ટીંબાવાડી પ્રાથમિક શાળા, પાણીના ટાંકા પાસે, પી.એચ.સી. કેન્દ્રની પાછળ, જુનાગઢ
9825210324
11. પોરબંદર
સમગ્ર શિક્ષા કચેરી, પોરબંદર
કામદાર ચોક, કડિયા પ્લોટ સે. શાળા, કડિયાપ્લોટ, પોરબંદર
0286-2251630
12. મહેસાણા
જિલ્લા શિક્ષણ સમિતિ, મહેસાણા
મહેસાણા તાલુકા પ્રાથમિક કુમાર શાળા નં.૧, હૈદરી ચોક, મહેસાણા
02762-222320 9979319701
13. પાટણ
વનરાજ પગાર કેન્દ્ર શાળા
કનસડા દરવાજા પાસે, એમ.એન.હાઈસ્કૂલની સામે, પાટણ
9825496512
14. ભાવનગર
સમગ્ર શિક્ષા કચેરી
એ.વી. સ્કૂલ કમ્પાઉન્ડ, ક્રેસન્ટ સર્કલ, ભાવનગર
9537311311
15. જામનગર
શ્રી નવાનગર સરકારી હાઈસ્કૂલ
જયશ્રી ટોકીઝ સામે, સુપર માર્કેટની બાજુમાં, જામનગર
9824447520
9924405139
16. અમરેલી
બી.આર.સી. ભવન અમરેલી
તાલીમ ભવનની બાજુમાં, ચિતલ રોડ, અમરેલી
9909971652
9033761840
17. કચ્છ-ભુજ
રીસીવીંગ સેન્ટર, વિદ્યા સહાયક ભરતી મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ
ભવન, મિડલ સ્કૂલ ગાઉન્ડ, બસ સ્ટેશન સામે, ભુજ-કચ્છ
9428818624
18. ભરૂચ
બી.આર.સી. ભવન ભરૂચ
બી.આર.સી. ભવન, ભરૂચ ઝાડેશ્વર કુમાર શાળાના
કમ્પાઉન્ડમાં, મુ.પો. ઝાડેશ્વર, તા.જિ.ભરૂચ
9824463624
19. નર્મદા
શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત, નર્મદા, રાજપીપળા
શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત નર્મદા, રાજપીપળા
9913371440
20. વલસાડ
બી.આર.સી ભવન વલસાડ
કલેક્ટર બંગલાની સામે, ગવર્મેન્ટ કોલોની, તીથલ રોડ, વલસાડ
02632-253210
21. નવસારી
બી.આર.સી.ભવન, નવસારી
બી.આર.સી. ભવન, ઈટાળવા, તા.નવસારી
9427846161
22. બનાસકાંઠા
જામપુરા પ્રાથમિક શાળા, તા.પાલનપુર
જામપુરા પ્રાથમિક શાળા, જી.ડી.મોદી કોલેજની પાછળ, પાલનપુર, તા.પાલનપુર
9426897320
23. સુરેન્દ્રનગર
અરજી સ્વીકાર કેન્દ્ર, જિ.સુરેન્દ્રનગર
કોમ્યુનિટી હોલ, બી.આર.સી. ભવન, પતરાવાળી હોટલ પાસે, સુરેન્દ્રનગર
02752-228099 9925339281
24. ગાંધીનગર
બી.આર.સી.ભવન, સીવીલ કમ્પાઉન્ડની પાછળ,
સેક્ટર-12. ગાંધીનગર
9879185918
25. ડાંગ
તાલુકા શાળા, આહ્વા
તાલુકા શાળા,આહ્વા , તા.આહ્વા , ડાંગ
7990931067
26. તાપી
બી.આર.સી. ભવન, વ્યારા
કૃષક કુમાર છાત્રાલયની બાજુમાં, સુરત-ધુલિયા હાઈવે, રેફરલ હોસ્પિટલની બાજુમાં, તા.વ્યારા
7698523482
27. બોટાદ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી, બોટાદ
એ- વીંગ, બીજો માળ, જિલ્લા પંચાયત ભવન, ખસ રોડ, બોટાદ
9426550905
28. ગીર સોમનાથ
કન્યા શાળા, વેરાવળ, મુ.વેરાવળ, જિ.ગીર સોમનાથ
કન્યા શાળા વેરાવળ, બંદર રોડ, બી.આર.સી. ભવનની બાજુમાં, મુ.વેરાવળ, જિ.ગીર સોમનાથ
9979194643
29. દેવભૂમિ દ્વારકા
બી.આર.સી. ભવન, તા.- ખંભાળીયા
શીકુંવાડી, શક્તિનગર, તાલુકા શાળા નં.૫ ની સામે, બી.આર.સી. ભવન, ખંભાલીયા
9913282979
30. મોરબી
જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત કચેરી, મોરબી
શિક્ષણ શાખા, રૂમ નં.૧૨૯, પ્રથમ માળ, જિલ્લા પંચાયત કચેરી, સો-ઓરડીની સામે, શોભેશ્વર રોડ, મોરબી-ર, તા.જિ.મોરબી.
02822-299106
31. અરવલ્લી
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત, અરવલ્લી, મોડાસા
સભાખંડ, જિલ્લા પંચાયત અરવલ્લી, મોડાસા-શમળાજી હાઈવે, મોડાસા
9898016045
32. મહિસાગર
બી.આર.સી. ભવન, લુણાવાડા
બી.આર.સી. ભવન, લુણાવાડા, ડૉ. પોલન સ્કૂલ કેમ્પસ
લુણાવાડા, જિ.મહીસાગર
7575809504
33.છોટા ઉદેપુર
તાલુકા પ્રાથમિક શાળા નં.-૧, છોટા ઉદેપુર
જિલ્લા સેવા સદન સામે, મુ.પો.તા.જિ. છોટા ઉદેપુર
9586942757
વિદ્યાસહાયક ભરતી-2024 (ધોરણ 1 થી 5) ની જગ્યા માટે
વયમર્યાદા (તા.16/11/2024ના રોજ)
1. બિન અનામત
पु३ष
ता.17/11/1991 થી ता. 16/11/2006
18 थी 33
2. બિન અનામત
મહિલા
ता.17/11/1986 થી ता.16/11/2006
18 थी 38
3. અનુ.જાતિ (SC), અનુ.જનજાતિ (ST), સા.શૈ.૫.(SEBC), આર્થિક રીતે નબળા વર્ગો (EWS)
पु३ष
ता.17/11/1986 થી ता.16/11/2006
18 थी 38
4. અનુ.જાતિ (SC), અનુ.જનજાતિ (ST), 4 સા.શૈ.પ.(SEBC), આર્થિક રીતે નબળા વર્ગો (EWS)
મહિલા
ता..17/11/1981 થી ता.16/11/2006
18 थी 43
5. શારીરિક ખોડખાપણ (PH) બિન અનામત
पु३ष
ता.17/11/1981 થી ता.16/11/2006
18 थी 43
6. શારીરિક ખોડખાપણ (PH) બિન અનામત
મહિલા
ता.17/11/1979 થી ता.16/11/2006
18 थी 45
7. શારીરિક ખોડખાપણ (PH) અનુ.જાતિ (SC), 7 અનુ.જનજાતિ (ST), સા.શૈ.પ.(SEBC), આર્થિક રીતે નબળા વર્ગો (EWS)
પુરૂષ
ता.17/11/1979 થી ता.16/11/2006
18 थी 45
8. શારીરિક ખોડખાપણ (PH) અનુ.જાતિ (SC), 8 અનુ.જનજાતિ (ST), સા.શૈ.પ.(SEBC), આર્થિક રીતે નબળા વર્ગો (EWS)
મહિલા
ता.17/11/1979 થી ता.16/11/2006
18 थी 45
માજી સૈનિકના કિસ્સામાં વય ગણતરી
1. ઉમેદવારની અરજીપત્રમાં દર્શાવેલ ઉંમર (તા.16/11/2024) વધુમાં વધુ 45 વર્ષ:
2. લશ્કરમાં બજાવેલ ફરજના વર્ષ (ઓછામાં ઓછા 6 માસ).
A. ઉમેદવારની ઉંમર (1-2)
1. સરકારના નિયમ મુજબ નક્કી કરેલ ઉંમર (જે તે કેટેગરી મુજબ )
2. માજી સૈનિકના કિસ્સામાં આપેલ ઉંમરમાં છુટછાટ
B. ઉમેદવારની ઉંમર (1+2)
નોંધ: A માં દર્શાવેલ ઉંમર B કરતા વધુ ન હોવી જોઇએ.
વિદ્યાસહાયક ભરતી-2024 (ધોરણ 6 થી 8)ની જગ્યા માટે
વયમર્યાદા (તા.16/11/2024 ના રોજ)
1. બિન અનામત
पु३ष
ता.17/11/1989 થી ता. 16/11/2006
18 थी 35
2. બિન અનામત
મહિલા
ता.17/11/1984 થી ता.16/11/2006
18 थी 40
3. અનુ.જાતિ (SC), અનુ.જનજાતિ (ST), સા.શૈ.૫.(SEBC), આર્થિક રીતે નબળા વર્ગો (EWS)
पु३ष
ता.17/11/1984 થી ता.16/11/2006
18 थी 40
4. અનુ.જાતિ (SC), અનુ.જનજાતિ (ST), 4 સા.શૈ.પ.(SEBC), આર્થિક રીતે નબળા વર્ગો (EWS)
મહિલા
ता..17/11/1979 થી ता.16/11/2006
18 थी 45
5. શારીરિક ખોડખાપણ (PH) બિન અનામત
पु३ष
ता.17/11/1979 થી ता.16/11/2006
18 थी 45
6. શારીરિક ખોડખાપણ (PH) બિન અનામત
મહિલા
ता.17/11/1979 થી ता.16/11/2006
18 थी 45
7. શારીરિક ખોડખાપણ (PH) અનુ.જાતિ (SC), 7 અનુ.જનજાતિ (ST), સા.શૈ.પ.(SEBC), આર્થિક રીતે નબળા વર્ગો (EWS)
પુરૂષ
ता.17/11/1979 થી ता.16/11/2006
18 थी 45
8. શારીરિક ખોડખાપણ (PH) અનુ.જાતિ (SC), 8 અનુ.જનજાતિ (ST), સા.શૈ.પ.(SEBC), આર્થિક રીતે નબળા વર્ગો (EWS)
મહિલા
ता.17/11/1979 થી ता.16/11/2006
18 थी 45
માજી સૈનિકના કિસ્સામાં વય ગણતરી
1. ઉમેદવારની અરજીપત્રમાં દર્શાવેલ ઉંમર (તા. 16/11/2024) વધુમાં વધુ 45 વર્ષ:
2. લશ્કરમાં બજાવેલ ફરજના વર્ષ (ઓછામાં ઓછા 6 માસ).
A.ઉમેદવારની ઉંમર (1-2)
1.સરકારના નિયમ મુજબ નક્કી કરેલ ઉંમર (જે તે કેટેગરી મુજબ )
2. માજી સૈનિકના કિસ્સામાં આપેલ ઉંમરમાં છુટછાટ
B. ઉમેદવારની ઉંમર (1+2)
નોંધ: A માં દર્શાવેલ ઉંમર B કરતા વધુ ન હોવી જોઇએ.
Administrative Support - +91-7567929611
Software Technical Support - +91 9099971769 / 07923277360
Homepage: Click here
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Home
Contact us.


















