🗳️મતદાર યાદી સુધારણા કાર્યક્રમ... 🗳️
* તા. ૧૭/૧૧/૨૪ ને રવિવાર
* તા. ૨૩/૧૧/૨૪ ને શનિવાર
* તા. ૨૪/૧૧/૨૪ ને રવિવાર
*સ્થળઃ આપ જે મતદાન મથક માં મતદાન કરવા જતા હોય ત્યાં જ જવું.*
*સમય : સવારે ૧૧:૦૦*
*તા.૦૧/૦૧/૨૦૨૫ ના રોજ જેમના ૧૮ વર્ષ પૂરા થતા હોય તેમણે પોતાનું નામ મતદાર યાદીમાં અવશ્ય દાખલ કરાવવું.*
🗳️🧾🗳️🧾🗳️
🔗 મતદાર યાદી માં નવું નામ નોંધાવવા ,સુધારા - વધારા કરવા, સ્થળ (સરનામું) બદલવા કે નામ કમી કરવા માટે : અહી ક્લિક કરો
ELECTION IMMEDIATE
Phone: 079-23256731
079-23250456
079-23257419
Fax No: 079-23250324
079-23250319
OFFICE OF THE CHIEF ELECTORAL OFFICER
GUJARAT STATE
General Administration Department (Election Division) Sardar Bhavan, Block No. 7. 2nd floor, Sachivalaya, Gandhinagar-382010
નં.ઈએલઆર/૧૪૨૪/૫૦૧(૨)/૭
ता.११/०७/२०२४
પ્રતિ,
સર્વે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
વિષય: તા.૦૧.૦૧.૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાબત.
-ખાસ ઝુંબેશના દિવસોની જાણ કરવા બાબત.
શ્રીમાન,
•ઉપરોકત વિષયના સંબંધમાં જણાવવાનું કે, ભારતનાં ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા.૦૭/૦૮/૨૦૨૪ના પત્ર ક્રમાંક:23/2024-ERS(VoLIV)થી રાજયમાં સમાવિષ્ટ તમામ વિદ્યાનસભા મતવિભાગી માટે તા.૦૧.૦૧.૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. ઉક્ત કાર્યક્રમ અંગે અત્રેના તા.૧૨/૦૮/૨૦૨૪ન। સમાનાંકી પત્રથી જાણ કરવામાં આવેલ હતી.
જે અનુસાર તા.૦૧.૦૧.૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભે તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ કરવામાં આવનાર છે અને તા.૨૯/૧૦/૨૦૨૪થી તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવામાં આવનાર છે. ઉક્ત હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાના સમયગાળા દરમિયાન તા.૧૭/૧૧/૨૦૨૪(રવિવાર), તા.૨૩/૧૧/૨૦૨૪(શનિવાર) અને તા.૨૪/૧૧/૨૦૨૪(રવિવાર)ને ખાસ ઝુંબેશના દિવસો તરીકે આણીજન કરવા નક્કી થયેલ છે. જે વિદિત થાય. સબંધિત સર્વેને આ અંગે જાણ કરવા વિનંતી છે.
આપનો વિશ્વાસુ,
(એમ.બી.દેસાઈ)
નાયબ સચિવ
મુખ્ય નિર્વાચન
અધિકારીની કચેરી
ગુજરાત રાજ્ય
મતદારની લાયકાત
ભારતનો નાગરિક હોય તેવી વ્યક્તિ નીચેની લાયકાત ધરાવતો હોય તો તે મતદાર તરીકે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તેના રહેઠાણના આધારે જે તે મતદાર મંડળ / વોર્ડમાં તેનું નામ નોંધાવી શકે છે.
(૧) લાયકાતની તારીખે એટલે કે દર વર્ષે ૧ લી જાન્યુઆરીના રોજ તેણે ૧૮ વર્ષ પૂરા કરેલા હોવા જોઇએ.
(ર) વિધાનસભાની મતદાર યાદીમાં જેનું નામ દાખલ થયેલ હોય તે વ્યક્તિ સ્થાનિકક સ્વરાજ્યની સંસ્થાઓના મતદાર મંડળ / વોર્ડની મતદારયાદીમાં આપોઆપ આવરી લેવાય છે તેથી તેણે જુદી અરજી કરવાની રહેતી નથી. પરંતુ વિધાનસભાની મતદારયાદીમાં નામ ન હોય, તો મતદાર યાદીમાં મતદાર તરીકે નોંધવા હકદાર રહેશે.
(૩) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કાયદાઓ અને તે અંગેના નિયમોને આધીન, મતદાર તરીકે ગેરલાયકાત ધરાવતો ન હોવો જોઇએ.
(૪) પંચાયતના વિસ્તારમાં મતદાર તરીકે મત આપવાની લાયકાત ધરાવતી વ્યક્તિ અંગે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૨૮ માં જોગવાઇઓ છે. આવી જ રીતે, નગરપાલિકાના મતદાર તરીકેની, ગેરલાયકાત ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ - ૧૨ માં ગેરલાયકાતોની જોગવાઇ દર્શાવેલ છે. જ્યારે મહાનગરપાલિકાના કિસ્સામાં બોમ્બે પ્રોવિન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટની કલમ-૮ માં લાયકાતો અને ગેરલાયકાતો અંગેની જોગવાઇ દર્શાવેલ છે.
પંચાયતની મતદાર નોંધણી પ્રક્રિયા
પંચાયતના મતદાર થવા માટે, મતદાર અધિકારી તરીકે જે તે તાલુકાના મામલતદારને મતદાર નોંધણી અધિકારી તરીકે અને જે તે તાલુકાના નાયબ મામલતદારને મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે જાહેર કરેલ છે. આગામી ૨૦૧૦ ની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખતાં, જે મતદારનું નામ પંચાયતની યાદીમાં ન હોય તો, તેણે જો ઉપર જણાવેલ લાયકાત ધરાવતો હોય, તો ગુજરાત પંચાયત ચૂંટણી (સુધારા) નિયમો-૧૯૯૫ ના નિયમ-૩(ક)/(ખ) પ્રમાણે નિયત કરેલ મતદાર નોંધણી અધિકારીને નમૂના નં. ૧(ક) તથા ૧(ખ) માં અરજી કરવાની રહે છે.
Download pdf hereપંચાયતની મતદાર યાદીમાં નોંધનો સમાવેશ કરવા માટેની અરજી પત્ર. (નમૂનો-૧-ખ) ડાઉનલોડ કરવા અહિઁ કલિક કરો
પંચાયતની મતદાર યાદીમાં સુધારા કરવા, રદ કરવા અથવા નોંધ ઉમેરવા માટેની અરજી પત્ર. (નમૂનો-૧-ક) ડાઉનલોડ કરવા અહિઁ કલિક કરો
Download PDF Fileનગરપાલિકાની મતદાર નોંધણી પ્રક્રિયા
નગરપાલિકાના વિસ્તારમાંના રહેવાસી કે જે મતદાર તરીકે નોંધાયેલ ન હોય તેનું નામ નોંધણી માટે ગુજરાત મ્યુનિસિપાલીટીઝ (મતદાર નોંધણી) નિયમો-૧૯૯૪ ના નિયમ-૬ પ્રમાણે, નમૂના-ક માં અરજી કરી શકે છે. જે તે તાલુકાના મામલતદારને મતદાર નોંધણી અધિકારી તરીકે અને જે તે નગર પાલિકા/મ્યુનિસિપાલિટીના મુખ્ય અધિકારી (ચીફ ઓફિસર) ને મતદાર મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે જાહેર કરવામાં આવેલ છે.
નગરપાલિકાની મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેની દાવા અરજી પત્ર (નમૂનો-ક(A)) ડાઉનલોડ કરવા અહિઁ કલિક કરો Download PDF File
મહાનગરપાલિકાની મતદાર નોંધણી પ્રક્રિયા
મહાનગરપાલિકામાં મતદાર નોંધણી માટે મુંબઇ પ્રોવિન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (મતદાર નોંધણી) નિયમો-૧૯૯૪ ના નિયમ-૬ પ્રમાણે, નમૂના-‘ક’ માં લાયકાત ધરાવતી વ્યક્તિ/નાગરિક અરજી કરી શકે છે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશ્નરશ્રીને મતદાર નોંધણી અધિકારી અને તેમના નિયંત્રણ હેઠળના કેટલાંક અધિકારીઓને મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે રાજ્ય ચૂંટણી પંચે વખતોવખતની જરૂરિયાત પ્રમાણે જાહેર કર્યા છે.
મહાનગરપાલિકાની મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેની દાવા અરજી પત્ર (નમૂનો-ક)
Download PDF Fileમતદાર નોંધણી અરજી
આમ જે તે વિસ્તારનો વ્યક્તિ/નાગરિક તેના નામની નોંધણી જો, મતદાર તરીકે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં થયેલ ન હોય તો, તે ઉપર જણાવ્યા પ્રમાણે સંબંધિત મતદાર નોંધણી અધિકારી/મદદનીશ મતદાર નોંધણી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરી શકે છે. આ માટેના નિયમ નમૂના વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
મતદાર નોંધણી માટેની અરજી સાથે, રહેઠાણના પુરાવા અને અન્ય જરૂરી દસ્તાવેજો અરજીપત્રક સાથે રજૂ કરવાના રહે છે. મતદાર નોંધણી અધિકારી આ અરજીની યોગ્ય ચકાસણી કરી / કરાવીને નામ દાખલ કરવા અંગે નિર્ણય કરશે અને તે પ્રમાણે મતદારયાદીમાં તેના નામનો સમાવેશ થશે.
રાજ્ય ચૂંટણી પંચ તેને મળેલા અધિકારની રૂએ મતદારયાદી અને તેમાં વખતોવખત સુધારણા અંગે કાર્યક્રમ બહાર પાડે છે. હાલમાં તા. ૦૧-૦૧-૨૦૦૯ ની સ્થિતિએ મતદાર સુધારણા કાર્યક્રમ જુલાઇ-૨૦૦૯ માં બહાર પાડવામાં આવેલ હતો અને તે પ્રમાણે ૦૧-૦૧-૨૦૦૯ ની મતદાર મંડળ / વોર્ડવાર મતદાર યાદીઓ તૈયાર કરવામાં આવેલ છે. તા. ૦૧-૦૧-૨૦૧૦ ના રોજ લાયકાત ધરાવતા વ્યક્તિ/ નાગરિકો મતદાર થઇ શકે છે. તા. ૦૧-૦૧-૨૦૧૦ ના રોજ લાયકાત ધરાવતા મતદારોની અરજી મેળવવા / ચકાસણી કરવા મતદાર નોંધણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ સંબંધકર્તાને આપવામાં આવેલ છે.
ELECTION IMMEDIATE
Phone: 079-23256731
079-23250456
079-23257419
Fax No: 079-23250324
079-23250319
OFFICE OF THE CHIEF ELECTORAL OFFICER
GUJARAT STATE
General Administration Department (Election Division) Sardar Bhavan, Block No. 7. 2nd Floor, Sachivalaya, Gandhinagar-382 010
No.ELR/1424/501(2)/7
Dated 11/07/2024
too much
Dated 11/07/2024
Survey Collector and District Election Officer Shri
Subject: Matter of Special Brief Correction Program of Electoral Roll with Photo in respect of qualification date dated 01.01.2025.
- Matter to inform of special campaign days.
sir,
• In connection with the above subject, vide Election Commission of India, New Delhi vide letter No:23/2024-ERS(VoLIV) dated 07/08/2024 with respect to date of qualification dated 01.01.2025 for all Vidya Sabha Constituencies included in the State. A special summary revision program of the electoral roll has been announced. Regarding the said program dated 12/08/2024 No. Informed by letter of par.
According to which, with respect to the qualification date of 01.01.2025, the draft consolidated voter list will be published on 29/10/2024 and the right-claim and objection petitions will be submitted from 29/10/2024 to 28/11/2024. to be done. To schedule 17/11/2024 (Sunday), 23/11/2024 (Saturday) and 24/11/2024 (Sunday) as special campaign days during the period of submission of said claims and objection petitions. is determined. Which is transmitted. Concerned surveyors are requested to inform about this.
Yours faithfully,
(MB Desai)
Nathb Secretary
Office of the Chief Electoral Officer
Gujarat State
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Home
Contact us.