😲પાનકાર્ડ પર સરકારનો મોટો નિર્ણય....
👍 ખૂબ જ જરૂરી માહિતી હોવાથી તમારા દરેક ગ્રુપમાં અને મિત્રોને શેર કરશો..
Government’s big decision on PAN card.
Government’s big decision on PAN card
PANCARD UPDATE NEWS: The Union Cabinet on Monday approved the PAN 2.0 project to upgrade the PAN card. The new PAN card will now be issued with a QR code. With the approval of the PAN Project 2.0, many questions are arising. For example, how will the old cards be updated with the new PAN card with a QR code? Will I have to apply again to get a new PAN card? Will all the old PAN cards become useless? Will I have to pay any money again? Let’s know the answers to all these questions and get detailed information about the PAN Project 2.0.
PAN 2.0 Project: મોદી સરકારનો મોટો નિર્ણય: હવે બદલાશે તમારું પાન કાર્ડ, જાણો શું હશે ખાસિયત
શું નવું પાનકાર્ડ આપવામાં આવશે?
હા નવું પાનકાર્ડ આપવામાં આવશે. હાલના દરેક પાનકાર્ડ ધારકને કોઈપણ કાર્ડ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં. હાલનું રાબેતા મુજબ નું જૂનું પાનકાર્ડ નવા પાનકાર્ડ સાથે અપડેટ થઈ જશે.
નવા પાનકાર્ડમાં શું મળશે સુવિધા?
નવા પાનકાર્ડમાં ક્યુઆર કોડ જેવા નવા ફીચર્સ જોવા મળશે. સરકારનો હેતુ ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન 2.0 પ્રોજેક્ટ ને લાવવાનો છે. આ સરકારી એજન્સીઓને તમામ ડિજિટલ સિસ્ટમ માટે પાનને કોમન આઇડેન્ટિટી કાર્ડ બનાવશે.
શું પાનકાર્ડ અપગ્રેડેશન માટે પૈસા ચૂકવવા પડશે?
ના, પાન અપગ્રેડેશન સુવિધા ફ્રી હશે અને તે તમને સામેથી ડિલિવર કરવામાં આવશે.
શા માટે નવા પાનકાર્ડની જરૂર પડી?
અત્યાર સુધી પાનકાર્ડ ઓપરેટ કરવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો એ 15 થી 20 વર્ષ જૂનો છે, જેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. નવી સિસ્ટમ હેઠળ પાનકાર્ડ સંબંધિત તમામ વ્યવસ્થાઓને ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે. જેથી ફરિયાદોનો સમયસર નિકાલ લાવી શકાશે.
શું થશે ફાયદો?
બેન્કિંગ સુવિધા અને નાણાકીય સેવાઓ માટે એક મજબૂત અને સરળ ઇન્ટરફેસ બની જશે. હવે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સાથે સાથે અન્ય નાણાકીય ડેટા પણ એકીકૃત કરવામાં આવશે.
જુના પાનકાર્ડ અને નવા પાનકાર્ડ વચ્ચેનો તફાવત
જૂનું પાનકાર્ડ
જૂની ડિઝાઇન અને અપડેટેડ માહિતી નો અભાવ.
સિક્યુરિટી સુવિધાઓ મર્યાદિત હતી, નકલી પાનકાર્ડ બનાવવાની સંભાવના રહેતી.
ક્યુ આર કોડ જોવા મળતો નથી.
PAN ધારકની વધારાની ડિટેલ મળતી ન હતી.
જૂનું પાનકાર્ડ ફિઝિકલ ફોર્મેટમાં જ આવતું હતું.
વેરિફિકેશન મેન્યુઅલ થતું હતું.
નવું પાનકાર્ડ
આધુનિક ડિઝાઇન અને અપડેટેડ માહિતી સાથે ઉપલબ્ધ થશે.
હોલોગ્રામ અને ક્યુ આર કોડ જેવી આધુનિક સિક્યુરિટી નો સમાવેશ
ક્યુ આર કોડ નો સમાવેસ કરવામાં આવ્યો છે.
પાનધારકની વધારાની તમામ ડીટેલ મેળવી શકાશે.
નવું પાનકાર્ડ ફિઝિકલ ફોર્મેટ અને ડિજિટલ ફોર્મેટ ( e-PAN) બંનેમાં મળશે.
ક્યુ આર કોડ વેરિફિકેશનની સુવિધા આપે છે.
અગત્યની લિંક :
PAN ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો
સરકારે PAN 2.0 ની જાહેરાત કરી, હવે જૂનો PAN નંબર નહીં ચાલે. જાણો નવા માટે શું પ્રોસેસ છે??
PAN 2.0 પ્રોજેક્ટ શું છે?
સોમવારે રાત્રે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, "આ એક સંકલિત પોર્ટલ હશે. તે સંપૂર્ણપણે પેપરલેસ અને ઓનલાઈન હશે. ફરિયાદ નિવારણ પ્રણાલી પર ભાર મૂકવામાં આવશે.”
=મારી પાસે જૂનું પાન કાર્ડ છે, શું મારે ફરીથી NAIR પાન કાર્ડ માટે અરજી કરવી પડશે? કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે જો તમારી પાસે પહેલાથી જ પાન કાર્ડ છે તો તેને બદલવાની જરૂર નથી. જૂના નંબર જ માન્ય રહેશે.
=નવા પાન કાર્ડમાં કઇ સુવિધાઓ હશે?
વૈષ્ણવનું કહેવું છે કે નવા પાન કાર્ડમાં QR કોડ જેવી સુવિધાઓ હશે.
=શું મારે નવા પાન કાર્ડ અપગ્રેડેશન માટે ચૂકવણી કરવી પડશે?
અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, PAN અપગ્રેડેશન મફત હશે. આ માટે પાન કાર્ડ ધારકે કંઈપણ ચૂકવવું પડશે નહીં. નવું PAN કાર્ડ તમને વિના મૂલ્યે આપવામાં આવશે.
=શું નવા પાન કાર્ડનો ડેટા સુરક્ષિત રહેશે?
વૈષ્ણવના જણાવ્યા અનુસાર, અપગ્રેડેડ PAN માંનો ડેટા એકદમ સુરક્ષિત રહેશે. આ માટે PAN ડેટા વોલ્ટ સિસ્ટમ બનાવવામાં આવી રહી છે.
=PAN કાર્ડ શું છે?
PAN અથવા કાયમી એકાઉન્ટ નંબર એ દસ અંકનું આલ્ફાન્યૂમેરિક ઓળખ કાર્ડ છે. આવકવેરા વિભાગ તેને પ્લાસ્ટિક કાર્ડના રૂપમાં જારી કરે છે.
*પાનકાર્ડ ધરાવનાર બધા લોકો માટે જરૂરી સમાચાર!*
*'બેકાર' થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ?*
*જાણો QR કોડવાળું નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?*
સવાલ- *કેટલું અલગ હશે નવું PAN કાર્ડ?*
જવાબ- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યાં મુજબ પાન કાર્ડનું આ નવું વર્ઝન ( PAN Card 2.0) ફક્ત નવા ફીચર્સથી લેસ હશે. લોકોના પાન નંબરમાં કોઈ ફેરફાર નહીં હોય. તમારો નંબર એ જ રહેશે. આ કાર્ડ પર એક ક્યૂઆર કોર્ડ આપવામાં આવશે. જેમાં ટેક્સપેયર્સની તમામ જાણકારીઓ હશે. QR કોડવાળા નવા PAN કાર્ડથી ટેક્સ ભરવો, કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું, બેંકમાં ખાતું ખોલાવવા જેવા કામો સરળ બની જશે.
સવાલ- *શું મારું હાલનું PAN કાર્ડ બંધ થઈ જશે?*
જવાબ- જૂના PAN કાર્ડ ને અપગ્રેડ કરાવવા કે નવા PAN કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે કે તમારો PAN નંબર એ જ રહેશે. જો PAN નંબર એ જ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના કાર્ડ બેકાર થવાનો સવાલ ઉઠતો નથી. અશ્વિની વૈષ્ણવે પણ સ્પષ્ટ રીતે કહ્યું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં. જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા તમામ કામ જૂના PAN કાર્ડથી કરતા રહેશો.
સવાલ- *શું અમને નવું PAN કાર્ડ મળશે?*
જવાબ- હા તમને નવું PAN કાર્ડ મળશે, હાલના પાન કાર્ડ ધારકોને નવા કોર્ડ માટે ક્યાંય અરજી કરવાની જરૂર નથી કે ન તો તેના માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે. નવું પાન કાર્ડ તમારા ઘર પર ડિલિવર કરવામાં આવશે.
સવાલ- *નવા પાન કાર્ડ માટે કેટલી ફી?*
જવાબ- નવા PAN કાર્ડ માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. સરકાર સીધા તમારા એડ્રસ પર ક્યૂઆર કોડવાળા નવા PAN કાર્ડ મોકલશે. એટલે કે કોઈ અરજી કરવાની ઝંઝટ નથી કે ન તો પૈસા ખર્ચવાની જરૂર.
સવાલ- *નવા PAN કાર્ડમાં શું શું નવી સુવિધાઓ મળશે?*
જવાબ- અશ્વિની વૈષ્ણવના જણાવ્યાં મુજબ નવા કાર્ડમાં ક્યૂઆર કોડ જેવી સુવિધાઓ હશે. નવા પાન કાર્ડમાં કાર્ડની ટેક્નોલોજી સંપૂર્ણ રીતે અપગ્રેડ કરવામાં આવશે, જેથી કરીને તેના ઉપયોગને સરળ અને સુરક્ષિત બનાવી શકાય. PAN કાર્ડ સંલગ્ન તમામ સેવાઓ માટે એક ઈન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. કાર્ડધારકની સાથે ફ્રોડ રોકવા માટે અને નાણાકીય સુરક્ષા માટે નવા પાન કાર્ડમાં સિક્યુરિટી ફીચર પણ લગાવવામાં આવશે.
સવાલ- *ક્યાં બનશે નવું PAN કાર્ડ?*
જવાબ- અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નવા PAN કાર્ડ માટે લોકોએ કશું કરવાની જરૂર નથી. તેના માટે અરજી કરવાની જરૂર નથી કે ફી પણ નહીં આપવી પડે. આવકવેરા વિભાગ તરફથી નવું પાન કાર્ડ તમારા રજિસ્ટર્ડ એડ્રસ પર મોકલવામાં આવશે. એટલે કે તમારું પાન ઓટોમેટિકલી અપગ્રેડ થઈ જશે.
સવાલ- *કેમ નવા PAN કાર્ડની જરૂર પડી?*
જવાબ- અશ્વિની વૈષ્ણવના જણાવ્યાં મુજબ હાલના સમયમાં પાન કાર્ડને ઓપરેટ કરનારા સોફ્ટવેર 15થી 20 વર્ષ જૂના છે. આ સોફ્ટવેરોના કારણે અનેકવાર પરેશાની આવે છે. આથી નવા PAN કાર્ડમાં સિસ્ટમને ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે. જેથી કરીને ફરિયાદો, ટ્રાન્ઝેક્શન, ટેક્સ ફાઈલિંગ જેવા કામોની પ્રોસેસ ઝડપથી થઈ શકે. આ ઉપરાંત નવા પાન કાર્ડ સિસ્ટમથી ફેક પાન કાર્ડને અને ફ્રોડને પણ રોકી શકાશે. નવી સિસ્ટમની જરૂર એટલા માટે પડી કારણ કે ભવિષ્યમાં પાન કાર્ડ યુનિવર્સલ આઈડી તરીકે કામ કરશે.
કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આવકવેરા વિભાગના પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના અગ્રણી ડિજિટલ ઈન્ડિયાને અનુરૂપ નાગરિકોને ટૂંક સમમયાં ક્યુઆર કોડ (QR Code) ફીચર ધરાવતા નવા પાન કાર્ડ આપવામાં આવશે. પાન 2.0 પ્રોજેક્ટ હેઠળ પાન કાર્ડનું ડિજિટલાઇઝેશન થશે. આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ તમારું જુનું પાન કાર્ડ અમાન્ય થશે નહીં.
ભારતમાં હાલ 78 કરોડ પાન ધારકો છે, તે બધા એ પોતાના પાન કાર્ડ અપગ્રેડ કરવા પડશે. વર્તમાન પાનધારકો માટે પાન નંબર એ જ રહેશે, માત્ર પાન કાર્ડ અપગ્રેડ કરવાની જરૂર પડશે. તમામ સરકારી સેવા માટે 2.0 પાન સિંગલ ID બની જશે. ભવિષ્યમાં તમારું પાન કાર્ડ તમામ પ્રકારની નાણાકીય સેવાઓ માટે યુનિવર્સલ આઈડી તરીકે કામ કરશે.
Frequently Asked Questions (FAQs) on PAN 2.0 Project
Question 1
What is PAN 2.07
PAN 2.0 Project is an e-Governance project of ITD for re-engineering the business processes of taxpayer registration services. The objective of the project is to enhance the quality of PAN services through adoption of latest technology. Under this project ITD is consolidating all processes related to PAN allotment/updation and corrections. The TAN related services are also merged with this project. Besides, PAN authentication/validation through online PAN validation service will be provided to user agencies such as financial institutions, banks, government agencies, central and state government departments etc.
Question 2
How PAN 2.0 will be different from existing setup?
1. Integration of Platforms: Presently, the PAN related services are hosted on three
different portals (e-Filing Portal, UTIITSL Portal and Protean e-Gov Portal). In the PAN 2.0 Project, all PAN/TAN related services will be hosted on a single unified portal of ITD. The said Portal would host all end-to-end services related to PAN and TAN like allotment, updation, correction, Online PAN Validation (OPV), Know your AO, AADHAAR-PAN linking, verify your PAN, request for e-PAN, request for re-print of PAN card etc.
Comprehensive use of technology for paperless processes Complete online paperless process as against prevailing mode
Taxpayer facilitation: Allotment/updation/correction of PAN will be done free of cost
and e-PAN will be sent to the registered mail id. For physical PAN card, the applicant has to make a request along with the prescribed fee of Rs 50 (domestic). For delivery of card outside India, Rs. 15+ India post charges at actuals will be charged to the applicant.
Question 3
Whether existing PAN CARD Holders will be required to apply for new PAN under the upgraded system?
(ii) Do you need to change your PAN number?
No. The existing PAN card holders are not required to apply for new PAN under the upgraded system (PAN 2.0).
Homepage: Click here
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Home
Contact us.



