GPSC STI Consent Form 2024 (Sammati Patra)....
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, *વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ આપવા બાબત.*
ફોર્મ તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક થી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક સુધીમાં ભરવાનું રહેશે. છેલ્લી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક બાદ કોઇ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં.
જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની પ્રસ્તુત જાહેરાતમાં કરેલી ઓનલાઈન અરજી આપોઆપ રદ થશે અને આવા ઉમેદવારો કોલલેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં. આ અંગેની કોઈ પણ રજૂઆતો પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
👉 ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાનાર રાજ્ય વેરા નિરીક્ષક (STI) ની પરીક્ષાનું સંમતિ ફોર્મ OJAS ની વેબસાઈટ પર મુકાઈ ગયુ છે.
*ખાસ નોંધ :*
*આ ફોર્મ તારીખ 02/12/2024 સવારે 10:00 કલાક સુધી ઓનલાઈન ભરી શકાશે.*
━──────⊱◈✿◈⊰───────━━──────⊱◈✿
GPSC STI Consent Form 2024 (Sammati Patra)
Gujarat Public Service Commission (GPSC) STI Consent Form 2024 (Sammati Patra)
Advt. No.28/2024-25
Posts Name: State Tax Inspector, Class-3
Exam Date: 22-12-2024
ગુજરાત જાહેર સેવા આયોગ
સેક્ટર-૧૦-એ, છ-૩"પરિણામ" સર્કલ પાસે, "છ"રોડ, ગાંધીનગર-૩૮૨૦૧૦ ફોન નં - (०७६)-२३२-५८८८० WebSite: https://gpsc.gujarat.gov.in
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ આપવા બાબત
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ માં કુલ-૨,૩૪,૧૬૨ ઉમેદવારો નોંધાયેલ છે. પ્રસ્તુત જાહેરાત અન્વયે પ્રાથમિક પરીક્ષા તા.૨૨/૧૨/૨૦૨૪ ના રોજ યોજાનાર છે.
૨. અનુભવે જણાયેલ છે કે, પરીક્ષામાં ઓનલાઈન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષા પરત્વે ગંભીર હોતા નથી, તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી. પ્રાથમિક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને લઇને આયોજન કરવું પડતું હોઈ, તે માટે ખૂબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, ઇન્વિજિલેટર, સુપરવાઈઝર, કેન્દ્ર નિયામક વગેરે મોટા પ્રમાણમાં રોકાયેલ રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બિનજરૂરી ખર્ચ પણ થાય છે. જેનો બોજો અંતે તો જાહેર જનતા ઉપર જ આવે છે.
૩. આથી, જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી જાણ થઈ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય. જેનો લાભ છેવટે ઉમેદવારોને જ મળી શકે.
૪. અમુક ઉમેદવારો પોતાની પર્સનલ ડિટેઇલમાં થોડો ઘણો ફેરફાર કરીને એક કરતાં વધારે ઓનલાઈન અરજીઓ પણ કરતાં હોય છે. જેથી આવા ઉમેદવારોની એક સિવાયની બીજી અરજીઓ “રદ” કરવી જરૂરી છે.
૫. આમ, ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ પ્રસ્તુત જાહેરાત માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી "પરીક્ષા આપવા માટેની સંમતિ" મેળવવાનું આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ
https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવે છે. ઉમેદવારે
https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ પર HOME PAGE 42 OTHER APPLICATION MENU માં જઈ CONSENT FORM પર Click કરો. ત્યારબાદ પોતાનો CONFIRMATION NUMBER અને "BIRTH DATE" તથા CAPTCHA ની વિગતો નાખીને "Ok" Button પર Click કરો. સંમતિ ફોર્મ ભરવું અને તેની CONSENT FORM ભર્યાની રસીદ ડાઉનલોડ કરી લેવી. પ્રસ્તુત જાહેરાતની પ્રાથમિક કસોટી આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક થી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક સુધીમાં ભરવાનું રહેશે. છેલ્લી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક બાદ કોઇ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં.
૬. જે ઉમેદવારો પ્રસ્તુત જાહેરાતની "પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ" https://gpsc-ojas.gujarat.gov.in પર ઓનલાઇન સબમિટ કર્યા બદલ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.
૭. જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની પ્રસ્તુત જાહેરાતમાં કરેલી ઓનલાઈન અરજી આપોઆપ રદ થશે અને આવા ઉમેદવારો કોલલેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં. આ અંગેની કોઈ પણ રજૂઆતો પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
૮. એક ઉમેદવાર પોતે એક જ સંમતિ ફોર્મ ભરી શકશે. જો કોઈ ઉમેદવારે પ્રસ્તુત જાહેરાત અન્વયે બે ઓનલાઈન અરજી કરેલ હશે અને બે કન્ફર્મેશન નંબર મેળવેલ હોય તો પણ તેવા ઉમેદવારે કોઈ પણ એક કન્ફર્મેશન નંબર ઉપરથી ઉપર મુજબનું એક જ સંમતિ ફોર્મ ભરવાનું રહેશે.
૯. પ્રસ્તુત જાહેરાત અન્વયે જો કોઈ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ઉમેદવાર દ્વારા ભરેલ હોવાનું જણાઈ આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે.
૧૦. પ્રસ્તુત જાહેરાતની તા.૨૨/૧૨/૨૦૨૪ ના રોજ યોજાનાર પ્રાથમિક પરીક્ષા આપવા માટેના સંમતિ ફોર્મ માત્ર ઓનલાઇન https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જ ભરી શકાશે. અન્ય કોઈ પણ માધ્યમથી સંમતિ ફોર્મ આયોગ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.
સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૫/૧૧/૨૦૨૪
સંયુક્ત સચિવ
ગુજરાત જાહેર સેવા આયોગ
Important links:
➡ સંમતિ ફોર્મ ભરવા માટે લીંક પર ક્લિક કરો:
Consent Form Notification: Click Here
Consent Form GPSC OJAS Link: Click Here
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Home
Contact us