💥🌀🌐 સરકારી કર્મચારી માટે યોજાયેલ કેબિનેટ બેઠકનો ટુંકમાં સાર..💥💥
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો કર્યા*
***************
*મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનથી રાજ્ય સરકારના ત્રણ જેટલા મંત્રીઓએ કર્મચારી મંડળો સાથે યોજેલી બેઠકો બાદ આ નિર્ણયો લેવાયા*
**************
*આ નિર્ણયોની જાહેરાત પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને શ્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં કરી*
**************
*તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂંક કરાયેલા ૬૦,૨૪૫ જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈધ્ધાંતિક સ્વીકાર – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
**************
*કેબીનેટ બેઠકમાં નીચે મુજબની ચાર રજૂઆતોનો સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો:*
- ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ/વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમાં પગાર પંચ પ્રમાણે આપવું
- ચાર્જ એલાઉન્સ બેઝીક પગારના ૫ કે ૧૦ ટકા આપવામાં આવે છે, જે સાતમાં પગાર પંચ મુજબ આપવું
- મુસાફરી અને દૈનિક ભથ્થાના દર સુધારવા
- વયનિવૃતિ-અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવો
**************
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના લાખો કર્મચારીઓના હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. મંત્રી મંડળની બેઠક બાદ આ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આવે તે સંદર્ભે મંત્રી મંડળના સભ્યોની કમિટી રચવામાં આવી હતી. આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડની સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજી હતી, જેના પરિણામે આજે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું આજે સુખદ સમાધાન આવ્યું અને આ મહત્વના નિર્ણયો લેવાયા છે.
*નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક મેળવનાર કર્મચારીઓની નિમણૂંક હુકમની શરતો અનુસાર તેમની ફિક્સ પગારની સેવા, નિવૃતિ વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર ગણાશે નહીં, તેવો ઉલ્લેખ હતો. જે તે કર્મચારીઓએ આ બાબતે લેખિતમાં બાહેધરી પણ આપી હતી, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક કર્મચારી અને તેમના પરિવારજનોના હિતાર્થે આ લાભો રાજ્યના આવા ૬૦ હજારથી વધુ કર્મચારીઓને આપવાનો સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે.*
*રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે, તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. ૦૧/૦૪/૨૦૦૫ પછી થઇ હોય અથવા તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. ૦૧/૦૪/૨૦૦૫ પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત ૬૦,૨૪૫ જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે. જેનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.*
*વધુમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારી મંડળો દ્વારા ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ તેમજ વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમાં પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ જે અત્યારે બેઝીક પગારના ૫ કે ૧૦ ટકા આપવામાં આવે છે, તેને સાતમાં પગાર પંચ મુજબ આપવામાં આવે, મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થાના દર સુધારવામાં આવે તેમજ વયનિવૃતિ અને અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવાની બાબતોને લગતી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી.*
મુખ્યમંત્રીશ્રીની આગેવાની હેઠળ કેબીનેટ બેઠકમાં ઉપરોક્ત તમામ માંગણીઓને સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરાયો છે. જેનો વિગતવાર ઠરાવ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.
સરકારી કર્મચારીઓના હિતમાં સ્વીકાર કરાયેલા જુની પેમુન્શન યોજના સિવાયના નિર્ણયોમા રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક આશરે રૂ. ૨૦૦ કરોડથી વધુની રકમનું ભારણ પડશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
💥🌀🌐 *ગુજરાત સરકાર વર્ષ ૨૦૦૫ મા જુની પેન્શન સ્કીમ બંધ થઇ તે તારીખ પહેલા સેવા માટે પસંદ, નિયુક્ત થયેલા અધિકારી અને કર્મચારીઓ માટે જુની પેન્શન સ્કીમનો લાભ આપશે*
💥🌀🌐 *60254 કર્મચારીઓને સીધો લાભ આપવાનો સરકારનો નિર્ણય.*
🌀🌐 *2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જુની પેન્શન યોજના નો લાભ. સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત..🔥
💥🌀🌐 *સાતમાં પગારપંચ ભથ્થામો સ્વિકાર..
______________________________________________
* કર્મચારીઓની માંગણીઓ..*
*⭕♦️જૂની પેન્શન યોજના તમામ શિક્ષક , કર્મચારીઓને લાગુ કરવી*
*સરકાર સાથે થયેલ સમાધાન મુજબ તારીખ ૧-૦૪-૨૦૦૫ પહેલાં નિમણૂંક પામેલ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા જાહેરનામું બહાર પાડી, વિકલ્પ આપવા અધિકારીક સૂચના બહાર પાડવી. ( કેન્દ્રીય સંગઠન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખી જાહેરનામું બહાર પાડવા માંગ કરવી.)*
શિક્ષકોને બી.એલ.ઓ.તથા મધ્યાન ભોજન યોજના સહિતની તમામ બિનશૈક્ષણિક કાર્યોમાંથી મુક્તિ આપવી.
*આઠમા પગાર પંચની સ્થાપના સત્વરે કરવી.*
ઇન્કમટેક્સની મર્યાદા ૧૦ લાખ તથા સ્ટાન્ડર્ડ ડિડક્શન ૨ લાખ કરવા.
*તમામ શિક્ષક તથા કર્મચારીઓને ૨૫ લાખનું હેલ્થ કાર્ડ આપવું.*
*પ્રાથમિક સંવર્ગમાં ધોરણ દીઠ શિક્ષક તથા ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં વિષય દીઠ કાયમી શિક્ષક ફાળવવા*
શિક્ષકોની નિવૃત્તિ વયમર્યાદા વધારવી.
*મહેકમ અનુસાર શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક તમામ કર્મચારીઓની કાયમી ભરતી કરવી. સમય માટે નિયમિત ભરતી કેલેન્ડર બહાર પાડવું.*
ફિક્સ પગાર યોજના તથા કોન્ટ્રાક્ટ તથા બંધ કરવી.
*NCTE દ્વારા પ્રાથમિક શિક્ષક યોગ્યતા CTET પ્રમાણપત્રને આજીવન માન્યતા આપેલ છે તે અનુસાર માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય તથા એચ. ટાટ સંવર્ગની શિક્ષક તથા આચાર્ય યોગ્યતા પરીક્ષા પ્રમાણપત્ર (માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકTAT, HMAT, HTAT)ને આજીવન માન્યતા આપવી.*
ફિક્સ પગારની નોકરી ના સમય ગાળા દરમિયાન મળવા પાત્ર રજાઓ સર્વિસબુક માં જમા કરવી તથા તે સમયગાળાની ગ્રેજ્યુઈટી ચુકવવી.
*એન.પી.એસ. વાળા શિક્ષક તથા કર્મચારીઓને 300 રજાનું રોકડ રૂપાંતર આપવું*
શિક્ષકો ને સ્પેશિયલ સ્ટેટ્સ આપવું
*પ્રાથમિક શાળાઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત શિક્ષકો ની યોગ્ય કદર કરવી તથા યોગ્યતા અનુસાર પગાર આપવો*
*GCERT તથા NCRTE ના પાઠ્યપુસ્તકો માં સાંસ્કૃતિક બાબતો ને ધ્યાનમાં રાખવું*
ફિક્સ પગાર ની યોજના રદ કરવી
*ઓનલાઈન કામગીરી ઓછી કરી શિક્ષણ માટે જ શિક્ષકો ને મુક્ત રાખવા*
દરેક રાજ્યોના પદાધિકારીઓ એ પણ કેન્દ્રિય નેતૃત્વ ને ઝડપથી ઉપરોક્ત વિષય અંતર્ગત કેન્દ્ર સરકાર પાસે પત્ર લખીને રજુઆત કરવા માટે રજૂઆત કરવામાં આવી, રુબરુ મુલાકાત લઈ રાજ્યોના અને કેન્દ્ર ના પડતર પ્રશ્નો ઉકેલવા માટે .
*સરકારી કર્મચારીઓને આજે મળી શકે છે ગુડ ન્યુઝ..*
*2005 પહેલાના સરકારી કર્મચારીઓને મળી શકે છે જુની પેન્શન યોજના.*
*કર્મચારીઓના અન્ય કેટલાક પ્રશ્નોનું પણ આવી શકે છે સુખદ નિરાકરણ. આજે કેબિનેટ ની બેઠક બાદ થનારી સત્તાવાર જાહેરાત*
*ફિક્સ પે ના કર્મચારીઓને પણ મળી શકે છે સારા સમાચાર..*
*પાંચ વર્ષની સમય મર્યાદામાં થઈ શકે છે ઘટાડો. ત્રણ વર્ષની સમય મર્યાદા થશે તેવી ચર્ચા છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે.હવે સત્તાવાર જાહેરાત તરફ રહેશે સૌ કોઈની નજર*
---------------------------------------------------------------------
*Under the guidance of Chief Minister Shri Bhupendrabhai Patel, the State Government took historic decisions in the vast interest of lakhs of employees and their families*
👉 Tet & Tat - 2023 result marksheet:Click here
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.


