🔥બ્રેકિંગ ન્યુઝ..ભરતી સંદર્ભે રોસ્ટર રજીસ્ટર.🔥
📧 *31/08/2024 ની દ્રષ્ટિએ રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરવા માટે સૂચના આપવામાં આવી.....*
📧 *વિદ્યાસહાયક ભરતીની તૈયારી શરૂ થઈ ગઈ છે.....*
📧 *ટુંક જ સમયમાં વિદ્યાસહાયક ભરતીની જાહેરાત આવી જસે.....*
ક્રમાંક:પ્રાશિનિ/વિસભ/૨૦૨૪/૨39૮-૨૪૩૧ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી બ્લોક નં.૧૨/૧, ડો.જીવરાજ મહેતા ભવન ગુ.રા.ગાંધીનગર, તા. ૦૨/૦૯/૨૦૨૪
પ્રતિ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ, (તમામ)
શાસનાધિકારીશ્રી, નગર શિક્ષણ સમિતિ, (તમામ)
વિષય: પ્રાથમિક શિક્ષક /વિધાસહાયક ના રોસ્ટર રજીસ્ટરો તૈયાર / પ્રમાણત્તિત કરાવવા બાબત. સંદર્ભ: અત્રેના પત્ર ક્રમાંક:પ્રાશિનિ/વિસભ/૨૦૨૪/૧૯૯૦-૨૦૪૨ તા.૦૧-૦૭-૨૦૨૪નો પત્ર.
ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકના વિધાસહાયક/શિક્ષકોના રોસ્ટર રજીસ્ટર તા. ૦૧-૦૭-૨૦૨૪ ની સ્થિતિએ અધતન રીતે કરી સંબંધિત વિભાગો પાસે પ્રમાણિત કરાવવા સંદર્ભદર્શિત તા. ૦૧-૦૭-૨૦૨૪ના પત્રથી સુચના આપવામાં આવેલ છે. પરંતુ હાલ તા. ૩૧-૦૭-૨૦૨૪ ની સ્થિતિએ સેટઅપ મુજબ મહેકમ મંજુર થઇ ગયેલ છે. તેથી હાલ કામ કરતાં કર્મચારી મુજબ તા. ૦૧-૦૯-૨૦૨૪ની સ્થિતિએ રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરાવવા નીચેની સુચનાઓને ધ્યાને લઇ રોસ્ટર રજીસ્ટરો તૈયાર કરી અત્રેથી આપવામાં આવનાર તારીખે રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કેમ્પમાં અધતન કરીને પ્રમાણિત કરાવવા હાજર રેહવા જણાવવામાં આવે છે. ટૂંક સમયમાં આગામી ભરતીની જાહેરાત સંદર્ભે રોસ્ટર રજીસ્ટર પ્રમાણિતના કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવનાર હોય આ બાબતને ટોચ અગ્રતા આપશો. આપના જીલ્લાની માહિતી દિન- ૫ માં તૈયાર કરીને vsb.guj@gmail.com પર માહિતી તૈયાર થઇ ગયેલ હોવા અંગે પત્ર ધ્વારા જાણ કરવાની રહેશે.
(૧) વિધાસહાયક / શિક્ષકોના રોસ્ટર રજીસ્ટરો તૈયાર કરતી વેળાએ તા. ૩૧-૦૭-૨૦૨૪ ના રોજ મંજુર કરેલ મહેકમ ધ્યાને લેવાનું રહેશે.
(૨) છેલ્લે પ્રમાણિત કરાયેલા રોસ્ટર જીસ્ટર પછી આપના જિલ્લામાંથી તા. ૩૧-૦૭-૨૦૨૪ સુધીમાં વયનિવૃત્ત, સ્વૈચ્છિક નિવૃત્ત, જિલ્લા ફેરબદલી, અવસાન, બઢતી, ફરજિયાત નિવૃત્ત કરાયેલા શિક્ષકોને રિમાર્કસમાં કારણ અને તારીખ સાથે હાલના રજીસ્ટરમાં જ નોંધ કરી તા. ૦૧-૦૯-૨૦૨૪ ની સ્થિતિએ અધતન કરાવવાના રહેશે.
(૩) ઉકત તૈયાર થયેલ રોસ્ટર રજિસ્ટર આધારિત આપના જિલ્લાની અનામતની ટકાવારીને ધ્યાને રાખી જરુરી તારીજ પત્રકો ચોકખાઇપૂર્વક તૈયાર કરવાના રહેશે.
(૪) વિકલાંગ માટેનું રજીસ્ટર અલગ નિભાવવાનું રહેશે.
(૫) કેમ્પની તારીખની જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે જેની નોંધ લેશો.
સભ્ય સચિવ,
૧.ર પ્રા.શિ.સમિતિ અને
નાયબ શિક્ષણ નિયામક ગુ.રા.ગાંધીનગર-
Home
Contact us.




