દર વર્ષે ૨૦ જુલાઈએ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ (International Chess Day)
ઉજવવામાં આવે છે. ૨૦ જુલાઈ, ૧૯૨૪ના રોજ ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE)ની
સ્થાપના કરવામાં આવી હતી. ૨૦ જુલાઈને આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ તરીકે ઉજવવાનું સૂચનયુનેસ્કો દ્વારા સૂચવવામાં આવ્યું હતું, ત્યારબાદ વર્ષ ૧૯૬૬માં, ૨૦ જુલાઈને પ્રથમઆંતરરાષ્ટ્રીય ચેસ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે ૨૦ જુલાઈનાદિવસે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ઉજવવામાં આવે છે. ૧૨ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ, યુએનજનરલ એસેમ્બલીએ સર્વાનુમતે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસને માન્યતા આપતો ઠરાવ મંજૂરકર્યો હતો.
આ દિવસે ઘણી જગ્યાએ ચેસની રમતનું આયોજન કરવામાં આવે છે. ચેસ એક એવી રમત છે જેને રમવા માટે મગજને ઘણી મહેનત કરવી પડે છે તેથી તેને મનની રમત કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચેસ રમવાથી ખેલાડીનું મન ખૂબ જ તેજ બની જાય છે. ભારતના રમતવીર વિશ્વનાથન આનંદ વિશ્વ ચેસ ચેમ્પિયન ખેલાડી છે. તેઓએ ચેસની રમતમાં સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે.
ચેસને ચતુરંગ અને શતરંજના નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતમાં પ્રાચીન સમયથી ચેસની રમત રમાતી હોવાના પુરાવાઓ ઇતિહાસવિદોને મળ્યાં છે. શરૂઆતમાં સામાન્યત: ચેસ (શતરંજ)ની રમત રાજવીઓ રમતા હતા. કારણ કે, આ રમતના મહોરાંઓ રાજા, રાણી, હાથી, ઘોડા, ઊંટ અને સૈનિકો જેવા દેખાતા તથા ઓળખાતા હતા. આ રમત માનસિક વ્યૂહરચનાની રમત હોઈ, તેનો મૂળભૂત હેતુ રાજવીઓમાં લડાઈ (યુદ્ધ) વખતે આક્રમણ અને બચાવના ગુણો વિકસાવવાનો હતો.
આજના સમયમાં બાળકો મોબાઈલની વીડિયોગેમ્સમાં વ્યસ્ત રહે છે, જેનાથી તેમની આંખોની રોશનીને નુકસાન થાય છે અને તેમના મગજ પર પણ નકારાત્મક અસર પડે છે. તેના બદલે બાળકોને ચેસ જેવી રમતો રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ચેસને તંદુરસ્ત મગજની રમતોની શ્રેણીમાં રાખવામાં આવી છે. ચેસ રમવાથી મગજની ક્ષમતા વધે છે. આ રમત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ધીરજ સાથે નિર્ણય લેવાનું શીખવે છે. આનાથી બાળકોની શીખવાની શક્તિ, યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સુધારો થાય છે. આ ક્ષમતાઓ વિકસાવવાથી તેમનું મન કોઈપણ ક્ષેત્રમાં વધુ સારી રીતે કામ કરવાનું શીખે છે
