પિચ્ચાઈ સુંદરરાજન નો જન્મ 12 જુલાઈ 1972 ના રોજ મદ્રાસ(ચેન્નાઈ), તમિલનાડુમાં થયો છે.જેઓ સુંદર પિચાઈ તરીકે વધુ જાણીતા છે, ભારતીય-અમેરિકન વ્યાપારી અને ઉદ્યોગ સાહસિક છે.
પિચાઈ હાલમાં ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) છે. આ અગાઉ તેઓ ગૂગલના ચીફ પ્રોડક્ટ ઓફિસર હતા. તેમની વર્તમાન ભૂમિકા ૧૦ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ ગૂગલની પિતૃ કંપની આલ્ફાબેટ ઇન્ક.ના માળખાંકીય ફેરફાર વખતે રજૂ કરાઇ હતી.
*અંગત જીવન*
તેમણે અંજલી પિચાઈ સાથે લગ્ન કર્યા છે. અંજલી પિચાઈ એક કેમિકલ એન્જિનિયર છે. કોટા, રાજસ્થાન થી સ્નાતક થયેલ છે. તેઓ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી ખડગપુર ખાતે ક્લાસના મિત્રો તરીકે મળ્યા હતા.હાલ બંને અમેરિકાના કેલિફોર્નિયા સ્થાયી છે. આ બંનેની કવિ પિચાઈ (પુત્રી) અને કિરણ પિચાઈ (પુત્ર) છે. પિચાઈની રુચિઓમાં ફૂટબોલ અને ક્રિકેટ શામેલ છે.

.jpeg)
.jpeg)