ગંધોલા મઠ (Gandhola Monastery) ભારત દેશમાં હિમાચલ પ્રદેશ રાજ્યના લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં કીલોંગથી લગભગ ૧૮ કિલોમીટર દૂર સ્થિત છે. ગંધોલા મઠ એ ભારતનો મુખ્ય બૌદ્ધ મઠ છે. ગંધોલા મઠ ગોંડલા, કુંડલા અથવા ગુરુ ખાંટલ ગોમ્પા તરીકે પણ ઓળખાય છે. ગંધોલા મઠ ચંદ્ર અને ભાગા નદીના પવિત્ર સંગમ પર ટુપલિંગ ગામની ઉપરથી ૩,૧૬૦ મીટર ઊંચી ટેકરી પર સ્થિત છે. ઈતિહાસકારોએ કહ્યું છે કે ગુરુ રિનપોચે દ્વારા આઠ આઠમી સદીમાં મઠ, આશ્રમ બનાવવામાં આવ્યો હતો.
મઠનો સાર જાળવી રાખીને ૧૯૫૯માં આશ્રમનુ નવીનીકરણ કરાયુ હતું. ગોમ્પા વિશેની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાં બુદ્ધની લાકડાની મૂર્તિઓ દેખીતી રીતે સાધુ રિંચન ઝાંગપો દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત માટીના શિલ્પો, ચિત્રો અને ભીંતચિત્રો છે.
ગંધોલા મઠના મુખ્ય આકર્ષણ: ગોમ્પાની સીમમાં કલ્લુ રાજ્યના તત્કાલીન શાસક રાજા માનસિંહે બાંધેલ સાત માળનો કિલ્લો છે.
ગંધોલા મઠની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય : માર્ચ થી જૂન. ગંધોલા મઠ કેવી રીતે પહોંચવું : ગંધોલા મઠ લાહૌલ અને સ્પીતી જિલ્લાના કેલોંગથી ૧૮ કિ.મી.ના અંતરે સ્થિત છે અને ટેક્સી દ્વારા ત્યાં પહોંચી શકાય છે.
