ફુગતાલ અથવા ફુક્તાલ લદાખના ઝંસ્કર ક્ષેત્રમાં સ્થિત છે. અહીં ૩૮૫૦ મીટર ઊંચાઈએ બૌદ્ધ મઠ છે.આ બૌદ્ધ મઠ ૧૨મી સદીનું માનવામાં આવે છે.ફૂક્તાલ મઠ અથવા ફુગતાલ મઠ ભારતના મુખ્ય બૌદ્ધ મઠોમાંનું એક છે.લદાખમાં ઝાંસ્કર ક્ષેત્રના દક્ષિણ અને પૂર્વ ભાગમાં સ્થિત એક અલગ મઠ છે અને તે દૂરથી મધપૂડો જેવો દેખાય છે.તે ઉપદેશકો અને વિદ્વાનોનું સ્થળ છે જે પ્રાચીન સમયમાં અહીં રહેતા હતા. જે ભારતના સૌથી પ્રાચીન બૌદ્ધ મઠ તરીકે પણ ઓળખાય છે.
ફૂગતાલ મઠ અથવા ફૂંકતાલ મઠ લદ્દાખની દુર્ગમ ટેકરીઓમા આવેલ ફુગતાલ મઠ તેની રચના માટે જાણીતુ છે. અહીં પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આ મઠ એક ગુફામાં છે અને તેની સામે એક ઊંડો ખાડો છે.
આ આશ્રમ એક કુદરતી ગુફાની આસપાસ બાંધવામાં આવ્યો છે આ મઠમાં હાલમાં ૪ પ્રાર્થના રૂમ, પુસ્તકાલય, રસોડું, અતિથિ ખંડ અને આશરે ૭૦૦ સાધુઓ માટે રહેવાની જગ્યા છે.
ફુગતાલ મઠની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર છે.
ફૂગતાલ મઠ સુધી કેવી રીતે પહોંચવું: ફુગતાલ મઠ લેહ અને જમ્મુ- કાશ્મીરના અન્ય શહેરો સુધી માર્ગ દ્વારા સારી રીતે જોડાયેલ છે. નિયમિત બસ સેવાઓ ફુગતાલ મઠને લેહ અને તેની આજુબાજુના નગરો સાથે પણ જોડે છે.
