નગીનદાસ સંઘવી (જન્મ : ૧૦ માર્ચ, ૧૯૨૦ - અવસાન : ૧૨ જુલાઈ, ૨૦૨૦) ગુજરાત, ભારતના રાજકારણશાસ્ત્રના અધ્યાપક, લેખક અને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષાના કટારલેખક હતા. તેમને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી ૨૦૧૯ના વર્ષમાં મળ્યો હતો.
નગીનદાસ સંઘવીનો જન્મ ૧૦ માર્ચ, ૧૯૨૦ના રોજ ભાવનગરમાં થયો હતો અને તેમણે શિક્ષણ ત્યાં મેળવ્યું. શિક્ષણ પૂરું થયા પછી તેણે રૂ. ૩૦ના માસિક પગાર પર એક જાહેરાત કંપનીમાં ટાઇપિસ્ટ તરીકેની કારકિર્દી શરૂ કરી. બીજી ઘણી નોકરીઓ પછી તેણે શિક્ષણ તરફ વળ્યા. સંઘવીએ તેમની શિક્ષક કારકિર્દી (૧૯૫૧-૮૦) ભવન્સ કૉલેજ અંધેરીથી શરૂ કરી હતી. પછીથી તેઓ રૂપારેલ કૉલેજ, માહીમ અને મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લેમાં રાજકારણશાસ્ત્ર ભણાવતા હતા. કૉલેજમાં ભણાવતી વખતે તેમણે સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું. તેઓ "નગીનબાપા" તરીકે જાણીતા હતા.
તેમણે ગુજરાતી અને અંગ્રેજીમાં કુલ ૨૯ પુસ્તકો લખ્યા છે. સરદાર પટેલ - એક સમર્પિત જીવન, નગીનદાસ સંઘવીનું તડ ને ફડ, વિશ્વ, સોંસરી વાત, જીવન, રાજનીતિ વગેરે પુસ્તકોનું સર્જન કર્યું છે. તેઓ ગુજરાતી સામાયિક ચિત્રલેખામાં રાજકીય કટાર લખતા હતા.સાહિત્યના ક્ષેત્રમાં યોગદાન આપવા માટે તેમને ભારતનો ચોથો સર્વોત્તમ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી મળ્યો હતો. તેમને વજુ કોટક ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો. ૧૨ જુલાઈ, ૨૦૨૦ના રોજ તેમનું અવસાન થયું હતું.

.jpeg)