13 જુલાઇને કાશ્મીર શહીદ દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે. કાશ્મીર શહીદ દિવસ કાશ્મીર માટે શહીદ થયેલા લોકોની યાદ અને સમ્માનમાં ઉજવાય આવે છે. વર્ષ 1931માં તત્કાલિન ભારત સરકાર દ્વારા આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસના ઇતિહાસ પર નજર કરીયે તો વર્ષ 1949 પહેલા અગાઉના રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં 13 જુલાઈને સત્તાવાર રીતે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
આ દિવસને કાશ્મીરી લોકોમાં રાજકીય જાગૃતિની શરૂઆત તરીકે યાદ કરવામાં આવે છે, વર્ષ 1931માં આજના દિવસે નિરંકુશ રાજાના સૈનિકો દ્વારા 22 લોકોને મારી નાંખવામાં આવ્યા હતા. 13 જુલાઈ, 1931ના રોજ ડોગરા સૈન્યએ શ્રીનગરમાં અબ્દુલ કાદીરના કેસની સુનાવણી કરી રહેલી અદાલતની બહાર એકઠા થયેલા લોકો પર ગોળીબાર કર્યો હતો.
આ દિવસ વર્ષ 2019 સુધી ઉજવાતો હતો, જો કે ત્યારબાદની કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદિત કલમ- 370 નાબૂદ કર્યા બાદ કાશ્મીર શહીદ દિવસને સત્તાવાર રજાઓની યાદીમાંથી હટાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા પછી સરકારે લીધેલા ઘણા મહત્વપૂર્ણ નિર્ણર્ય પૈકીનો આ એક હતો.

.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)