શિક્ષકોની નોકરીનું ભવિષ્ય ખતરામાં: TET પાસ કરવી ફરજિયાત – સુપ્રીમ કોર્ટનો આદેશ....
*શિક્ષકોની નોકરીનું ભવિષ્ય ખતરામાં:* TET પાસ નહીં કરો તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્ત થાઓ; સુપ્રીમનો આદેશ
શિક્ષકોની નોકરીનું ભવિષ્ય ખતરામાં: TET પાસ કરવી ફરજિયાત – સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટએ 1 સપ્ટેમ્બર, 2025ના રોજ મોટો નિર્ણય આપ્યો છે. હવે શિક્ષક તરીકે સેવામાં ચાલુ રહેવા અથવા પ્રમોશન મેળવવા માટે દરેક શિક્ષકે Teachers Eligibility Test (TET) પાસ કરવી ફરજિયાત રહેશે.
જસ્ટિસ દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે જણાવ્યું કે
જેમની સેવામાં 5 વર્ષથી વધુ સમય બાકી છે તેમણે TET પાસ કરવી પડશે.
જો TET પાસ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે.
જેમની સેવામાં માત્ર 5 વર્ષથી ઓછો સમય બાકી છે, તેમને આ નિયમથી રાહત આપવામાં આવી છે.
"તમિલનાડુ અને મહારાષ્ટ્ર સડિત ઘણા શિક્ષક જૂથોએ ફરજિયાત TET વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણયે NCTE હેઠળ ફરજિયાત TET પરીક્ષાને સમર્થન આપ્યું छे." - વિરાગ ગુપ્તા સુપ્રીમ કોર્ટના એડવોકેટ
સુપ્રીમ કોર્ટનો નિર્ણય – મુખ્ય મુદ્દા.
TET પાસ ફરજિયાત: સર્વિસ ચાલુ રાખવા અને બઢતી માટે ફરજિયાત.
5 વર્ષથી ઓછી સેવા બાકી હોય: નિયમ લાગુ નહીં પડે.
લઘુમતી સંસ્થાઓ: નિર્ણય મોટી બેન્ચ કરશે.
તમિલનાડુ અને મહારાષ્ટ્ર કેસ: અરજીની સુનાવણી વખતે નિર્ણય જાહેર.
TET પરીક્ષા શું છે?
ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) એ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા છે જે ધોરણ 1થી 8માં શિક્ષક તરીકે નિયુક્તિ માટે ફરજિયાત છે.
2010થી ફરજિયાત – NCTE (રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ) દ્વારા.
RTE અધિનિયમ 2009 મુજબ શિક્ષક બનવા માટેની લઘુત્તમ લાયકાત.
ઉમેદવાર પાસે B.Ed. અથવા D.El.Ed. જેવી ડિગ્રી હોવી જરૂરી.
શું છે આખો મામલો?
RTE અધિનિયમ, 2009 મુજબ શિક્ષક બનવા માટે NCTE લાયકાત નક્કી કરે છે.
2010માં NCTEએ જાહેર કર્યું કે ધોરણ 1થી 8 માટે TET ફરજિયાત રહેશે.
શિક્ષકોને TET પાસ કરવા માટે પહેલેથી 5 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો, જે બાદમાં 9 વર્ષ સુધી લંબાવ્યો.
જૂન 2025માં મદ્રાસ હાઇકોર્ટએ કહ્યું – 29 જુલાઈ 2011 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TET પાસ કરવાની જરૂર નથી, પરંતુ પ્રમોશન માટે TET ફરજિયાત રહેશે.
હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે – સેવામાં ચાલુ રહેવા અને પ્રમોશન – બન્ને માટે TET પાસ કરવી પડશે.
"The Supreme Court on Sept 1 ruled that the Teachers Eligibility Test (TET) is a mandatory requirement to continue in teaching service or to seek promotion.
Pertinently, the question of whether State can mandate TET for minority institutions and how it would affect their rights, was referred to a larger Bench.
The Bench however, provided relief to the teachers who have only five years to reach their age of superannuation and directed that they may continue in service."
કીવર્ડ્સ :
TET પાસ ફરજિયાત 2025
Supreme Court TET Decision in Gujarat
શિક્ષકો માટે TET ફરજિયાત સમાચાર
TET પાસ કર્યા વિના નોકરી ખતમ
Gujarat Teacher Jobs 2025 TET Rule
TET પાસ કરવી ફરજિયાત Supreme Court News
Teacher Eligibility Test Latest Update 2025
શિક્ષકોની નોકરી TET પર આધારિત
Gujarat Sarkari Naukri TET News
FAQs – TET ફરજિયાત અંગે સામાન્ય પ્રશ્નો
Q1. સુપ્રીમ કોર્ટએ TET અંગે શું નિર્ણય કર્યો છે?
હવે દરેક શિક્ષકને સેવામાં ચાલુ રહેવા અથવા બઢતી મેળવવા માટે TET પાસ કરવી ફરજિયાત રહેશે.
Q2. જેમની સેવામાં માત્ર 5 વર્ષ બાકી છે, તેમને શું કરવું પડશે?
તેઓને TET પાસ કરવાની ફરજ નથી, તેમને રાહત આપવામાં આવી છે.
Q3. આ નિયમ ક્યારે થી લાગુ થશે?
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
Q4. લઘુમતી સંસ્થાઓ માટે આ નિયમ લાગુ પડશે?
હાલ નથી, આ અંગેનો નિર્ણય મોટી બેન્ચ લેશે.
Q5. TET પાસ કર્યા વિના શિક્ષકોને શું કરવું પડશે?
C તેમને રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે.
સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: શિક્ષકોને નોકરીમાં રહેવા અને પ્રમોશન માટે હવે TET પાસ કરવું ફરજિયાત. જેમની સેવામાં 5 વર્ષથી વધુ બાકી છે તેમણે ફરજિયાત પરીક્ષા આપવી પડશે, નહીં તો રાજીનામું કે ફરજિયાત નિવૃત્તિ. વધુ વાંચો.
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી સત્તાવાર સૂચના ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Sources: Divya bhaskar News Report
Homepage: Click here
શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates
Home
Contact us





