😸 પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા - ૨૦૨૫ - ૨૬ (Primary - Secondary Scholarship Exam - 2025 - 26).....
રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૫-૨૬ "Primary-Secondary Scholarship Exam-2025-26"
જાહેરનામા ક્રમાંક:રાપબો/પ્રા-મા.શિ.શિ.૫-૨૦૨૫-૨૬/૧૧.૩૨૩- 22.૪૦૬
તા:૨૪/૦૯/૨૦૨૫
શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા.૨૬/૦૬/૧૯૮૦ના ઠરાવ ક્રમાંક: એસ.સી.એચ.१०७८/४७७४/८०/६ તથા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના, ગાંધીનગરના ઠરાવ
ક્રમાંક:ક્રમાંક:એસસીએચ/૧૧૧૬/૫૩૯/૭, તા.૧૪/૦૮/૨૦૧૭ અને તા.૦૬/૦૮/૨૦૨૪ ની પરીક્ષા સમિતિની મિટિંગ કાર્યવાહી નોંધ અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૫-૨૬ (શહેરી/ગ્રામ્ય/ટ્રાયબલ) વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા:૦૧/૧૦/૨૦૨૫ થી તા.૧૫/૧૦/૨૦૨૫ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.
* પરીક્ષાનો કાર્યક્રમ :
વિગત - તારીખ
૧. જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ - 24/09/2025
૨. પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો - તા.૦૧/૧૦/૨૦૨૫ થી તા.૧૫/૧૦/૨૦૨૫
3. પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ - તા.૦૧/૧૦/૨૦૨૫ થી તા.૧૬/૧૦/૨૦૨૫
૪. પરીક્ષાની સંભવિત તારીખ - ૨૯/૧૧/૨૦૨૫
+ ઉમેદવારની લાયકાત :
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે ૫૦% ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
> માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે ૫૦% ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
નોંધ- જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવી.
* અભ્યાસક્રમ:
> પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૬ નો ઓક્ટોબર-૨૦૨૫ સુધીનો રહેશે.
> માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૯ નો ઓક્ટોબર-૨૦૨૫ સુધીનો રહેશે.
માધ્યમ:
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.
પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ: પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
(૧) ભાષા-સામાન્યજ્ઞાન - 60 પ્રશ્નો - 60 ગુણ - 60 મિનિટ
(૨) ગણિત-વિજ્ઞાન - 60 પ્રશ્નો - 60 ગુણ - 60 મિનિટ
નોંધ::અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે.
+ પરીક્ષા ફી:
શાળાનો પ્રકાર - પરીક્ષાનુંનામ - પરીક્ષા ફી
1. તમામ પ્રકારની પ્રાથમિક શાળા - પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા - ₹ 100
2. ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળા - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા - ₹ 100
3. સરકારી માધ્યમિક શાળાઓ - Dept of Education, RMSA શાળાઓ, મોડેલ શાળાઓ, મોડેલ ડે શાળાઓ, Local Body, Municipal School Board (MSB), Social Welfare Dept. અને Tribal Welfare Department - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા - ફી ભરવાની રહેશે નહીં.
→ આવક મર્યાદા:
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી.
નોંધઃ- આ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીને પરીક્ષાના પરીણામની માર્કશીટ/પ્રમાણપત્ર આપવામાં આવે છે. અને સરકારશ્રીના ઠરાવ ક્રમાંક :ક્રમાંક એસસીએચ/૧૧૧૬/૫૩૯/છ, તા.૧૪/૦૮/૨૦૧૭ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરીટમાં આવનાર ૧૦૦૦ વિદ્યાર્થીઓને તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરીટમાં આવનાર ૨૯૦૦(ગ્રામ્ય-૧૫૦૦, શહેરી-૧૦૦૦, ટ્રાયબલ-૪૦૦) વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
+ ઓનલાઇન અરજી કરવાની રીત:-
આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર તા.૦૧/૧૦/૨૦૨૫(બપોરના ૧૪.૦૦) થી તા.૧૫/૧૦/૨૦૨૫ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે.
સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
સૌ પ્રથમ www.sebexam.org પર જવું.
Apply online પર click કરવું.
“પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા "માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)"સામે Apply Now પર Click કરવું.
Apply Now પર Click કરવાથી Application Form દેખાશે. Application Form માં સૌ પ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
U-DISE Number ની એન્ટ્રી કરતાં વિદ્યાર્થીની વિગતો આપો-આપ આવી જશે તે સિવાય ફોર્મમાં બાકી રહેતી વિગતો જાતે ભરવાની રહેશે.
શાળાના DISE Number ના આધારે શાળાની વિગતો આપો-આપ આવી જશે.
“પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) માટે ધોરણ-૫નું પરિણામ અને “માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)" માટે ધોરણ-૮ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે.
અહી બાંહેધરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે.
હવે Submit પર Click કરવાથી તમારો Data Submit થશે. અહીં ઉમેદવારનો Confirmation Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
Print Application Fee Challan પર Click કરી અહીં તમારો Confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો.
અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી. (પ્રિન્ટની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ લેવો.)
♦ ફી ભરવાની રીત:
ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે PRINT APPLICATION ની PRINT કાઢતા પહેલા ONLINE PAYMENT કરવાનું રહેશે. એક સાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે. ઓનલાઈન પેમેન્ટગેટ-વે દ્વારા CREDIT CARD/ATM CARD/NET BANKING/UPI થી પરીક્ષા ફી ભરી શકાશે.
જે પેમેન્ટ ગેટ-વે દ્વારા ઓનલાઇન ફી ભરવામાં આવશે તે ગેટ-વેનો સર્વિસ ચાર્જ અને GST આપમેળે લાગુ પડશે.
ઓનલાઈન ફી જમા કરાવવા માટે "PRINT APPLICATION" પર Click કરવું અને વિગતો ભરવી. ત્યારબાદ ONLINE PAYMENT ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં CREDIT CARD/ATM CARD/NET BANKING/UPI ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે. તેવુ SCREEN પર લખાયેલું આવશે. અને "SUCCESSFUL TRANSACTION" E-RECEIPT મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે.તો SCREEN પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.
ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફી ની રકમ કપાયા બાદ ૨૪ કલાકમાં PRINT RECEIPT ના ઓપ્શનમાં જઇ E-RECEIPT જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજય પરીક્ષા બોર્ડને ઈ-મેઈલ થી સંપર્ક કરવાનો રહેશે.
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા માગતા તમામ વિદ્યાર્થીઓએ ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ફરજીયાત ભરવાની રહેશે.
ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ભરવાની રહેશે.
સરકારી માધ્યમિક શાળાઓ - Dept. of Education, RMSA શાળાઓ, મોડેલ શાળાઓ, મોડેલ ડે શાળાઓ, Local Body, Municipal School Board (MSB), Social Welfare Dept. अने Tribal Welfare Department ના ધોરણ-૦૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને ચૂકવવામાં આવનાર છે. જેથી ઉક્ત દર્શિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહિ.
શાળાએ કરવાની કાર્યવાહી:
વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે.
♦ આવેદનપત્રો જમા કરાવવા બાબત:
- હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આવેદનપત્રોની હાર્ડકોપી રાજય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરાવવાના રહેશે નહિ. જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી.
પરીક્ષાના સંચાલન માટેની સૂચનાઓ ::
- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯) બંજન્ને પરીક્ષાઓના સંચાલનની તમામ કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ દ્વારા કરવાની રહેશે.
→ માર્ગદર્શક સૂચનાઓ:
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓએ/શાસનાધિકારીશ્રીઓએ પોતાના તાબા હેઠળની તમામ શાળાઓમાં આ જાહેરનામાંની નકલ તા:૦૧/૧૦/૨૦૨૫ સુધીમાં ફરજીયાતપણે પોંહચાડવાની રહેશે.
કોઇપણ શાળામાંથી જાહેરનામું ન મળ્યાની કે વિલંબથી મળ્યાની ફરીયાદ આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીની કચેરીની રહેશે.
વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે.
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જિલ્લાના દરેક તાલુકા મથકે યોજાતી હોઈ વિદ્યાર્થીની સંખ્યા ધ્યાને રાખી પરીક્ષા કેન્દ્ર ફાળવવાના રહેશે.
હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના આવેદનપત્રોની હાર્ડકોપી જમા કરાવવાની પધ્ધતિ બંધ કરેલ છે. ફકત જે ઉમેદવાર મેરીટમાં આવે તેના આવેદનપત્રોની ચકાસણી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની કચેરી દ્વારા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી કક્ષાએથી કરવાની રહેશે.
અગત્યની સૂચનાઓ ::
> અરજીપત્રક ભરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવો.
→ જો ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીના નામ, અટક, પિતાના નામ, કેટેગરી વગેરે બાબતમાં કોઇ ક્ષતિ હોઇ તો ફોર્મ ભર્યા પહેલા U-DISE ની વિગતમાં પહેલા સુધારો કરી લેવો ત્યારબાદ ફોર્મ ભરવાનું રહેશે.
> નામ અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઇ બાબતે પાછળથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવી.
અધ્યક્ષરાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર
સ્થળઃ ગાંધીનગર
તારીખ:૨૪/૦૯/૨૦૨૫
નકલ સવિનયરવાના જાણસારૂ.
- માન. શિક્ષણમંત્રીશ્રી (કેબિનેટ કક્ષા)ના અંગત મદદનીશશ્રી શિક્ષણ મંત્રીશ્રીનું કાર્યાલય, સ્વર્ણિમ સકુંલ, ગાંધીનગર.
- માન.શિક્ષણમંત્રીશ્રી(રાજય કક્ષા)ના અંગત મદદનીશશ્રી, શિક્ષણ મંત્રીશ્રીનું કાર્યાલય સ્વર્ણિમ સકુલ, ગાંધીનગર.
- માન.અગ્ર સચિવશ્રી(પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ), શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
> નિયામકશ્રી શાળાઓની કચેરી, બ્લોક નં:-૯, ડૉ.જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર.
નાયબ નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક અને સંશોધન અને તાલીમ પરીષદ, ગાંધીનગર
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી, સર્વ શિક્ષા અભિયાનની કચેરીની કચેરી, ગાંધીનગર
- નાયબ નિયામકશ્રી, પ્રાથમિક નિયામકની કચેરી, બ્લોક નં:-૧૨/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર.
- નાયબ નિયામકશ્રી,ઉચ્ચ શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં:-૧૨/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
હિસાબી શાખા, રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
નકલ રવાના અમલાર્થે :
- જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ (આપના તાબા હેઠળની જિલ્લાના તમામ માધ્યમિક શાળાઓને જાણ કરવા સારૂ).
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ (જિલ્લાના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ તેમજ તમામ પ્રાથમિક શાળાઓને જાણ કરવા સારૂ.)
શાસનાધિકારીશ્રી, તમામ (આપના તાબા હેઠળની તમામ શાળાઓને જાણ કરવા સારૂ.)
જનરલ મેનેજરશ્રી, ઇન્ડેક્ષ-બી, ઉદ્યોગ ભવન, ગાંધીનગર
મેનેઝરશ્રી, બીલ ડેસ્ક, અમદાવાદ.

