💥🌀🌐 મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩) ની સીધી ભરતીના માંગણા પત્રક મોકલી આપવા બાબત....
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,
મહેકમ શાખા, બ્લોક નં-૧૨/૧, પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર-૩૮૨૦૧૦
ક્રમાંક : પ્રાશિનિ/મકમ/૨૦૨૫/૧૭૪૨-૭૯
ता.०८/०८/२०२५
प्रति,
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ
શાસનાધિકારીશ્રી, સબંધિત નગર શિક્ષણ સમિતિ
વિષય :- મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩) ની સીધી ભરતીના માંગણા પત્રક મોકલી આપવા બાબત.
સંદર્ભ:-
(૧) દસ વર્ષીય ભરતી કેલેન્ડર સને ૨૦૨૪ થી ૨૦૩૩ (શિક્ષણ વિભાગ)
(૨) અત્રેની કચેરીનો તા.૨૦/૦૫/૨૦૨૫નો પત્રાંક: DPE/0641/05/2025 નો पत्र
(૩) શિક્ષણ વિભાગનું તા.૦૩/૦૬/૨૦૨૫ નું નોટીફિકેશન
(૪) શિક્ષણ વિભાગના તા.૨૪/૦૭/૨૦૨૫નો પત્રાંક-ED/MIS/e-file/3/2025/2473/CH
(૫) અત્રેની કચેરીના પત્ર ક્રમાંક-પ્રાશિનિ/ક.૧/કે.નિ./રોસ્ટર/૨૦૨૫/૧૪૫૧-૯૦ તા.૧૩/૦૮/૨૦૨૫
(૬) શિક્ષણ વિભાગના તા.૨૧/૦૮/૨૦૨૫નો પત્રાંક- ED/MIS/e-file/3/2025/1401/CH
ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે સંદર્ભ-૨ થી મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩) ના સીધી ભરતીના માંગણા પત્રક આપની પાસેથી મંગાવેલ હતા પરંતુ સંદર્ભ-૩ ના પત્રથી શિક્ષણ વિભાગ દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષકનો રેશિયોમાં સુધારો કરવામાં આવતા નવો રેશિયો ૧:૧ નક્કી કરવામાં આવ્યો. જે અન્વયે શિક્ષણ વિભાગના સંદર્ભ-૪ના પત્રથી ૨૦૪ જગ્યાઓ સીધી ભરતીથી ભરતી કરવાની મંજુરી મળેલ સંદર્ભ-૫ થી નવા રેશિયા મુજબ તા-૧૪/૦૮/૨૦૨૫ અને તા.૧૮/૦૮/૨૦૨૫ ના રોજ રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરવા બાબત અત્રેની કચેરી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
શિક્ષણ વિભાગના સંદર્ભ-૬ ના પત્રથી સીધી ભરતીની મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩)ની ભરતી અંગે કાર્યવાહી સત્વરે હાથ ધરવા જણાવેલ. જે અન્વયે જિલ્લા/નગર શિક્ષણ સમિતિના માંગણાપત્રકની જરૂરીયાત હોય આ સાથે સામેલ પત્રક-અ માં જિલ્લાઓ તથા સબંધિત નગર શિક્ષણ સમિતિએ કોલમ-૩ મુજબ કુલ ભરવાપાત્ર ૨૦૪ જગ્યાઓ પૈકી આપના જિલ્લા તથા સબંધિત નગર શિક્ષણ સમિતિએ સીધી ભરતીથી ભરવાની ફાળાની જગ્યાઓના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક- પવસ-૧૦૨૦૧૯-૨૨૩-ગ.૪ તા.૨૫/૦૪/૨૦૧૯ ના પરિશિષ્ટને ધ્યાનમાં રાખી આપના જિલ્લાના રોસ્ટર પોઈન્ટ, આપના પ્રમાણિત કરેલ રોસ્ટર રજીસ્ટરના પરિશિષ્ટ-બ ના ધ્યાને રાખી આપના દ્વારા પુરતી ચકાસણી કરી આ સાથે સામેલ પત્રકમાં આપના જિલ્લા/નગરમાં મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩) સીધી ભરતી થી ભરવાની થતી જગ્યાઓ પૈકી હાલમાં ભરવા માટે મળેલ મંજુરી મુજબ આ સાથે સામેલ પત્રકમાં વિગતો ભરીને કચેરીના ફોરવર્ડિંગ સાથે તા.૧૫/૦૯/૨૦૨૫ સુધીમાં અત્રેની કચેરીની મહેકમ શાખામાં રૂબરૂ રજૂ કરવા આથી જણાવવામાં આવે છે.
વધુમાં બિડાણ સાથે છેલ્લે પ્રમાણિત થયેલ રોસ્ટર રજીસ્ટરનું પરિશિષ્ટ-બ (તારીજ પત્રક) ની પ્રમાણિત કરેલ ઝેરોક્ષ નકલ જોડવાની રહેશે. તેમજ નવરચિત જિલ્લામાં રોસ્ટર પોઈન્ટ વપરાયેલ ન હોય તો તે સબબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
નોંધ પર મળેલ માન. નિયામકશ્રીના આદેશાનુસાર
વહીવટી અધિકારી
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી
ગુ. રા. ગાંધીનગર
બિડાણ-ઉપર મુજબ
જિલ્લા/ નગર શિક્ષણ સમિતિનું નામ - સીધીભરતીની મદદનીશ કેળવણી નિરિક્ષકની કુલ ૨૦૪ ના પ્રમાણમાં જીલ્લા પ્રમાણે ભરવા પાત્ર જગ્યાઓ
અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતી - 4
અમરેલી જિલ્લા શિક્ષણ સમિતી - 5
અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતી - 7
આણંદ જિલ્લા શિક્ષણ સમિતી - 8
કચ્છ જિલ્લા શિક્ષણ સમિતી - 10
ખેડાજિલ્લા શિક્ષણ સમિતી - 10
ગાંધીનગર જિલ્લા શિક્ષણ સમિતી - 2
ગીર-સોમનાથ જિલ્લા શિક્ષણ સમિતી - 5
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતી - 3
જામનગર જિલ્લા શિક્ષણ સમિતી - 4
જુનાગઢ જિલ્લા શિક્ષણ સમિતી - 8
ડાંગ જિલ્લા શિક્ષણ સમિતી - 3
તાપી જિલ્લા શિક્ષણ સમિતી - 5
દાહોદ જિલ્લા શિક્ષણ સમિતી - 8
દેવભૂમિ દ્વારકાજિલ્લા શિક્ષણ સમિતી - 3
નર્મદા જિલ્લા શિક્ષણ સમિતી - 4
નવસારી જિલ્લા શિક્ષણ સમિતી - 3
પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતી - 7
પાટણ જિલ્લા શિક્ષણ સમિતી - 5
પોરબંદર જિલ્લા શિક્ષણ સમિતી - 3
બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતી - 11
બોટાદ જિલ્લા શિક્ષણ સમિતી - 1
ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતી - 8
ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતી - 9
મહિસાગર જિલ્લા શિક્ષણ સમિતી - 6
મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતી - 7
મોરબી જિલ્લા શિક્ષણ સમિતી - 3
રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતી - 9
વડોદરા જિલ્લા શિક્ષણ સમિતી - 5
વલસાડ જિલ્લા શિક્ષણ સમિતી - 6
સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતી - 8
સુરત જિલ્લા શિક્ષણ સમિતી - 9
સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતી - 8
વડોદરા નગર શિક્ષણ સમિતિ -
રાજકોટ નગર શિક્ષણ સમિતિ - 1
ભાવનગર નગર શિક્ષણ સમિતિ - 1
અમદાવાદ નગર શિક્ષણ સમિતિ - 2
સુરત નગર શિક્ષણ સમિતિ - 2



