ખાસ શિક્ષક યોગ્યતા કસોટી- 1 & 2 (સ્પેશિયલ TET-1 & TET-2)-2025 જાહેરાત....
*😱 સ્પેશિયલ TET- & TET 2 પરીક્ષાની જાહેરાત*
➜ લાયકાત
➜ પરીક્ષા પધ્ધતિ
➜ પરીક્ષા ફી
➜ ફોર્મ ભરવાની રીત
➜ અગત્યની તારીખો
વાંચો આ પરીક્ષાની સંપૂર્ણ માહિતી : તમારા મિત્રોને શેર કરો
ખાસ શિક્ષક યોગ્યતા કસોટી- 1 & 2 (સ્પેશિયલ TET-1 & TET-2)-2025 જાહેરાત
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તારીખ ૩૧/૦૭/૨૦૨૫ ના રોજ “સ્પેશિયલ શિક્ષક યોગ્યતા કસોટી-1&2 (સ્પેશ્યલ TET-1 & TET-2)-2025” માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત પ્રાથમિક શિક્ષણ નિયામક, પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીના સંયુક્ત ઉપક્રમે બહાર પાડવામાં આવી છે. આ કસોટીનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવા માટે ખાસ શિક્ષકો (સ્પેશ્યલ એજ્યુકેટર) ની ભરતી કરવાનો છે.
સ્પેશિયલ શિક્ષક યોગ્યતા કસોટી- 1 & 2 (સ્પેશિયલ TET-1 & TET-2)-2025 | Special TET-1 & TET -2 exam 2025
સંસ્થા - ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાનું નામ - સ્પેશિયલ TET-1 & TET-2 2025
જાહેરાત તારીખ - ૩૧/૦૭/૨૦૨૫
નોકરી સ્થાન - ગુજરાત
ફોર્મ શરુ થવાની તારીખ - ૦૮ ઓગસ્ટ ૨૦૨૫
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - ૧૯ ઓગસ્ટ ૨૦૨૫
અરજી કરવાની રીત - ઓનલાઇન
Special TET 1 લાયકાત
સ્પેશ્યલ શિક્ષક યોગ્યતા કસોટી-૧ (સ્પેશિયલ TET-૧)-૨૦૨૫ માટે અરજી કરવા માટે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે:
ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન (D.El.Ed.) અથવા તેના સમકક્ષ ડિપ્લોમા ઇન એજ્યુકેશન – સ્પેશ્યલ એજ્યુકેશન (D.Ed. Spl. Ed.) રીહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (RCI) દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલ હોવો જોઈએ.
અથવા, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન (D.El.Ed.) અથવા તેના સમકક્ષ ડિપ્લોમા ઇન સ્પેશ્યલ એજ્યુકેશન (D.Ed. Spl. Ed.) રીહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (RCI) દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલ હોવો જોઈએ.
નોંધ: રીહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (RCI) દ્વારા માન્ય સંસ્થામાંથી ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-૧ (TET-૧) માટે માન્ય શૈક્ષણિક લાયકાત તેમજ માન્ય ડિપ્લોમા/ડિગ્રી ધરાવતા ઉમેદવારો જ આ કસોટી માટે માન્ય ગણાશે. આ કસોટીનો ગુણાંક રાજ્યમાં ખાસ શિક્ષક તરીકેની ભરતી માટે માન્ય ગણાશે.
Special TET 2 લાયકાત
Special TET 1 પરીક્ષાનો અભ્યાસક્રમ
બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (Child Development & Pedagogy) (દિવ્યાંગતા, ભાષાકીય), તર્ક શક્તિ, સામાન્ય જ્ઞાન, શિક્ષક યોગ્યતા, ડેટા ઇન્ટરપ્રિટેશન: ૭૦ ગુણ
ભાષા-૧ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી): ૬૦ ગુણ
ગણિત: ૩૦ ગુણ
પર્યાવરણ અભ્યાસ: ૩૦ ગુણ
Special TET 2 પરીક્ષાનો અભ્યાસક્રમ
બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (Child Development & Pedagogy) (દિવ્યાંગતા, ભાષાકીય), તર્ક શક્તિ, સામાન્ય જ્ઞાન, શિક્ષક યોગ્યતા, ડેટા ઇન્ટરપ્રિટેશન: 75 ગુણ
ભાષા: (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી): 75 ગુણ
અથવા
ગણિત: 75 ગુણ
અથવા
સામાજિક વિજ્ઞાન: 75 ગુણ
અરજી કરવાની રીત
ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-1&2 (સ્પેશિયલ TET-1 & TET-2)-૨૦૨૫ માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે. અરજી પ્રક્રિયા નીચે મુજબ છે:
સૌપ્રથમ, રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ http://www.sebexam.org ની મુલાકાત લો.
ઓનલાઈન અરજી ૦८/૦૮/૨૦૨૫ થી ૧૯/૦૮/૨૦૨૫ દરમિયાન સ્વીકારવામાં આવશે.
વેબસાઇટ પર “Apply Online” વિકલ્પ પર ક્લિક કરો.
જો તમે પહેલીવાર અરજી કરી રહ્યા હો, તો “New Apply” પર ક્લિક કરો.
અહીં તમારી Personal Details દાખલ કરો.
તમામ વિગતો ભર્યા બાદ “Save” બટન પર ક્લિક કરો.
આ વિગતો ભર્યા પછી, એક Application Number અને Password જનરેટ થશે. આ નંબર અને પાસવર્ડ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.
ફોટો અને સહી અપલોડ કરો
જનરેટ થયેલા Application Number અને તમારી જન્મ તારીખ (Date of Birth) દાખલ કરીને Login કરો.
તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો (JPEG ફોર્મેટ, ૧૫ KB થી વધુ નહીં) અપલોડ કરો.
તમારી સહી (JPEG ફોર્મેટ, ૧૫ KB થી વધુ નહીં) અપલોડ કરો.
જો તમારી પાસે અન્ય કોઈ જરૂરી દસ્તાવેજો (જેમ કે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો) હોય, તો તે પણ અપલોડ કરો.
અરજી કન્ફર્મ કરો
અપલોડ કર્યા પછી, Application Preview જુઓ અને બધી વિગતો ચકાસી લો.
જો બધી વિગતો સાચી હોય, તો “Confirm Application” બટન પર ક્લિક કરો.
એકવાર અરજી કન્ફર્મ થયા પછી, તેમાં કોઈ સુધારા કરી શકાશે નહીં, તેથી ધ્યાનપૂર્વક ચકાસણી કરો.
પરીક્ષા ફી ભરવી:
“Confirm Application” પર ક્લિક કર્યા પછી તમને તમારી અરજી કન્ફર્મ થયેલ હોવાનો મેસેજ મળશે.
હવે પરીક્ષા ફી ભરવા માટે Online Payment વિકલ્પ પર જાઓ.
તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ફી ભરી શકો છો.
ફી ભર્યા પછી, એક કન્ફર્મેશન પેજ દેખાશે. આ પેજની પ્રિન્ટઆઉટ લઈ લો અને તેને સાચવી રાખો.
પરીક્ષા ફી
ST, SC, SEBC, PH, GENERAL (EWS) કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફ્રી 350/- (ત્રણસો પચાસ પુરા)
જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફ્રી 500/- (પાંચસો પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે.
નોંધ: પરીક્ષા ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે. ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. પરીક્ષા ફી ભર્યા પછી જ અરજી કન્ફર્મ થયેલી ગણાશે.આશા છે કે આ માહિતી તમને ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-1&2 (સ્પેશ્યલ TET-1&2)-૨૦૨૫ માટે અરજી કરવામાં મદદરૂપ થશે. વધુ માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવે છે.
અગત્યની તારીખો
ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-1&2 (સ્પેશિયલ TET-1&2)-૨૦૨૫ સંબંધિત અગત્યની તારીખો નીચે મુજબ છે
જાહેરનામું બહાર પાડવાની તારીખ: - ૧/૦૭/૨૦૨૫
ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો: - ૦૮/૦૮/૨૦૨૫ થી ૧૯/૦૮/૨૦૨૫
નેટ બેંકિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો: - ૦૯/૦૮/૨૦૨૫ થી ૨૧/૦૮/૨૦૨૫
પરીક્ષાનો સંભવિત માસ: - સપ્ટેમ્બર/ઓક્ટોબર ૨૦૨૫
ફોર્મ ભરવાની લિંક:
Official Notification PDF TET-1: Click here
Official Notification PDF TET-2: Click here
ફોર્મ ભરવા માટેની લિંક: Click Here
ઓફિસિયલ વેબસાઈટ: Click Here
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી સત્તાવાર સૂચના ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Homepage: Click here
શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates.
Home
Contact us.

