GPSC જાહેરાત ક્રમાંક ૨૪૦/૨૦૨૪-૨૫ મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર .....
ગુજરાત જાહેર સેવા આયોગ
સેક્ટર-૧૦-એ, છ-૩"પરિણામ” સર્કલ પાસે, છ-રોડ, ગાંધીનગર-૩૮૨૦૧૦
Tell No. - (०७८)-२३२-५८८८०
WebSite : https://gpsc.gujarat.gov.in
અગત્યની જાહેરાત
જાહેરાત ક્રમાંક: ૨૪૦/૨૦૨૪-૨૫: ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ની મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમ બાબત.
આયોગની જાહેરાત ક્રમાંક:૨૪૦/૨૦૨૪-૨૫ ની મુખ્ય પરીક્ષાનો અંગ્રેજી અભ્યાસક્રમ તા.૦૯/૦૪/૨૦૨૫ ના રોજની અગત્યની જાહેરાતથી આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતો. જે સંદર્ભે પ્રસ્તુત જાહેરાતની મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમનું ગુજરાતી ભાષાંતર આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
સહી-
સંયુક્ત સચિવ
ગુજરાત જાહેર સેવા આયોગ
તા. ૧૬/૦૫/૨૦૨૫
ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ ની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ.
મુખ્ય પરીક્ષા
** મુખ્ય પરીક્ષાનો હેતુ ઉમેદવારની માત્ર યાદશક્તિ કે જાણકારી નહિ, પરંતુ વિચારવાની ક્ષમતા અને ઊંડી સમજણની ચકાસણી કરવાનો છે. સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રો (પ્રશ્નપત્ર IV થી પ્રશ્નપત્ર VII) ના પ્રશ્નોનું સ્વરૂપ અને ધોરણ એક સુશિક્ષિત વ્યક્તિ કોઈ વિશેષ અભ્યાસ વિના જવાબ આપી શકે તેવું રાખવામાં આવશે.
આ પ્રશ્નો સનદી સેવામાં કારકિર્દી માટે ઉપયોગી તેવા વિવિધ વિષયો અંગેની જાગરૂકતાની ચકાસણી કરશે. તેના દ્વારા વિવિધ વિષયો અંગે મૂળભૂત સમજ, વિશ્લેષણ કરવાની ક્ષમતા અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પણ પરખવામાં આવશે. આ હેતુ માટે ઉમેદવારે સુસંગત, અર્થપૂર્ણ, તર્કસંગત અને વિશ્લેષણાત્મક જવાબ આપવો જરૂરી છે.
પ્રશ્નપત્ર - પરીક્ષાનો પ્રકાર - પ્રશ્નપત્રનું નામ - સમય - ગુણ
1 - વર્ણનાત્મક - ગુજરાતી ભાષા ( પાત્રતા માટે લઘુતમ ૨૫% ગુણ લાવવાના २हेथे) (Qualifying only) - ૩ કલાક - 300
2 - વર્ણનાત્મક - અંગેજી ભાષા ( પાત્રતા માટે લઘુતમ ૨૫% ગુણ લાવવાના २हेशे) (Qualifying only) - ૩ કલાક - 300
3 - વર્ણનાત્મક - નિબંધ - ૩ કલાક - 250
4 to 7 - વર્ણનાત્મક - સામાન્ય અભ્યાસ- 1 to 4 - ૩ કલાક(12 કલાક )- 250 (1000)
લેખિત પરીક્ષા। (Paper III to Paper VII)(માત્ર મુખ્ય લેખિત પરીક્ષા માટે લાયક ઠરેલ હોય તેમના માટે) - 1250
વ્યક્તિત્વ કસોટી(માત્ર મુખ્ય લેખિત પરીક્ષા માટે લાયક ઠરેલ હોય તેમના માટે) - 150
આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાના થતા કુલ ગુણ (Paper III to Paper VII) + Personality Test - 1400
નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે. અભ્યાસક્રમના અર્થઘટનના કિસ્સામાં અંગ્રેજી અર્થઘટનને આખરી ગણવાનું રહેશે.
પ્રશ્નપત્ર - ૧ : ગુજરાતી (મુખ્ય પરીક્ષા)
(વર્ણનાત્મક)
ગુણ:- 300
માધ્યમ: ગુજરાતી
સમય: ૩ કલાક
અભ્યાસક્રમની વિગત
નિબંધ: પાંચ પૈકી કોઈપણ એક. (આશરે ૨૫૦ થી ૩૦૦ શબ્દોમાં) - 40
વિચાર વિસ્તાર ( ત્રણ પૈકી કોઇપણ બે) કાવ્ય પંક્તિઓ કે ગદ્યસૂક્તિનો વિચાર વિસ્તાર. ( આશરે ૧૦૦ થી ૧૫૦ શબ્દોમાં) - 20
સંક્ષેપીકરણ: આપેલ ગદ્યખંડમાંથી આશરે ૧/૩ ભાગમાં સંક્ષેપ. - 25
ગદ્યસમીક્ષા: આપેલ ગદ્યખંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. - 25
ઔપચારિક ઉદબોધન તૈયાર કરવા. (આશરે ૧૫૦ શબ્દોમાં) - 20
પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા. (આશરે ૧૦૦ શબ્દોમાં) - 20
પત્ર લેખન. (આશરે ૧૫૦ શબ્દોમાં) - 20
ચર્ચાપત્ર. (આશરે ૧૫૦ શબ્દોમાં) - 20
અહેવાલ લેખન. (આશરે ૧૫૦ શબ્દોમાં) - 20
સંવાદ લેખન. (આશરે ૧૫૦ શબ્દોમાં) - 20
ભાષાંતર : અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ - 20
ગુજરાતી વ્યાકરણ. - 50
નોંધ: કુલ ૨૫ બહુવિકલ્પી પ્રશ્નો પુછવામાં આવશે. કોમ્પ્યુટરાઇઝ્ડ ખાસ પ્રકારની જવાબવહી (OMR Answer sheet) માં પ્રત્યેક ખોટા જવાબ તથા એક જ પ્રશ્ન માટે એકથી વધુ જવાબ અને એક પણ વિકલ્પ એનકોડ નહીં કરવાના કિસ્સામાં ૦.૬ (છ દશાંશ) ગુણ કાપવામાં આવશે.
PAPER 2: ENGLISH (MAIN EXAMINATION)
DESCRIPTIVE
MARKS-300
Time-3 HOURS
Medium: English
ESSAY (About 500 words): Choose any one topic from a list of five. - 80
PRECIS WRITING: A precis in about one-third of its length. - 70
READING COMPREHENSION: A reading passage to be given followed by short answer type questions. - 70
4 TRANSLATION: Translation of a short passage (of about 150 words) from Gujarati to English. - 20
5 ENGLISH GRAMMAR, VOCABULARY AND USAGE. - 60
Note: Total 30 multiple choice questions will be asked. In case of wrong answer, multiple answers for the same question and not encoding any option in OMR Answer Sheet, 0.6 (six tenths) marks will be deducted.
પ્રશ્નપત્ર ૩ : નિબંધ (મુખ્ય પરીક્ષા)
વર્ણનાત્મક
ગુણ: ૨૫૦
સમય- ૩ કલાક
માધ્યમ: અંગ્રેજી/ગુજરાતી
આ પ્રશ્નપત્રમાં બે વિભાગ છે. કુલ બે નિબંધ, (પ્રત્યેક વિભાગમાંથી એક) દરેક આશરે ૧૦૦૦-૧૨૦૦ શબ્દ મર્યાદામાં લખવાનો રહેશે.
ઉદ્દેશ્ય:
આ પ્રશ્નપત્ર દ્વારા ઉમેદવારોની નીચેની ક્ષમતાઓની ચકાસણી કરવામાં આવશે.
(i) તર્ક સંગત લેખ લખવાની ક્ષમતા.
(ii) સુસંબદ્ધ અને ક્રમબદ્ધ રીતે પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાની ક્ષમતા.
(iii) વિચાર અને અભિવ્યક્તિની મૌલિકતા.
પ્રશ્નપત્ર :૪ સામાન્ય અભ્યાસ-૧ (મુખ્ય પરીક્ષા)
વર્ણનાત્મક
ગુણ: ૨૫૦
સમય- ૩ કલાક
માધ્યમ: અંગ્રેજી/ગુજરાતી
પ્રશ્નપત્રનું માળખુ નીચે મુજબ રહેશે.
પ્રશ્નોની સંખ્યા - પ્રશ્નદીઠ ગુણ - પ્રશ્નદીઠ શબ્દ મર્યાદા - કુલ ગુણ
10 - 15 - ૧૫૦ શબ્દો - 150
5 - 20 - ૨૦૦ શબ્દો - 100
ફુલ - 250
(A) ઇતિહાસ
1. સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ.
2. પ્રાચીનકાળથી અર્વાચીનકાળ સુધી ભારત અને ગુજરાતમાં વહીવટી, સામાજિક, ધાર્મિક અને આર્થિક વગેરે ક્ષેત્રોમાં થયેલ મહત્વપૂર્ણ વિકાસ.
3. ભક્તિ આંદોલન
4. ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં સામાજિક સુધારણા આંદોલનો.
5. આશરે ૧૮મી સદીના મધ્ય ભાગથી સ્વતંત્રતા સુધીના અર્વાચીન ભારતનો ગુજરાત સહિતનો ઇતિહાસ - મહત્વપૂર્ણ ઘટનાઓ, વ્યક્તિત્વો તથા અન્ય બાબતો.
6. આઝાદીની ચળવળ-વિવિધ તબક્કાઓ અને દેશના વિવિધ ભાગમાંથી થયેલ મહત્વનું યોગદાન/યોગદાન આપનાર વ્યક્તિઓ.
7. મહાગુજરાત આંદોલન.
(B) સાંસ્કૃતિક વારસો
1. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: પ્રાચીનકાળથી અર્વાચીન કાળ સુધીના કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, સંગીત, નૃત્ય, રંગભૂમિ વગેરે.
2. ગુજરાતની જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક, વગેરે.
3. ગુજરાતના તીર્થસ્થળો, વારસાને લગતા સ્થળો અને પર્યટન સ્થળો.
4. ગાંધીજીના વિચારો અને તેની પ્રસ્તુતતા.
5. ગુજરાતનું સાંસ્કૃતિક પરિદૃશ્ય : તટીય, આદિવાસી તથા અન્ય સમુદાયો.
(C) ભૂગોળ
1. ભૌતિક લાક્ષણિકતાઓ અને સંસાધનો: ભારત અને ગુજરાતના સંદર્ભમાં: મુખ્ય ભૂમિ સ્વરૂપો, આબોહવા, જમીન, નદીઓ, વનસ્પતિ વગેરે.
2. ભારત અને ગુજરાતમાં મુખ્ય કુદરતી સંસાધનોનું વિતરણ: મુખ્ય સંસાધનો - જમીન, માટી, ખડકો, ખનિજો, પાણી અને વનસ્પતિ સંસાધનો, વગેરે. ભારત અને ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રાથમિક, દ્વિતિય અને તૃતીય ક્ષેત્રના ઉદ્યોગના સ્થાન માટે જવાબદાર પરિબળો, સંલગ્ન મુદ્દાઓ અને સમસ્યાઓ વગેરે.
3. ભારત અને ગુજરાતમાં વસ્તી વિષયક પરિવર્તનો: વસ્તી વિતરણ, ઘનતા, વય-જાતિ, સંરચના, વૃદ્ધિ, ગ્રામીણ-શહેરી સંરચના, વંશ, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ સંરચના,ધર્મ, ભાષા, સાક્ષરતા, શિક્ષણ, સ્થળાંતર-શહેરીકરણ, વસ્તી અંગેની નીતિઓ અને મહત્વના મુદ્દાઓ, વગેરે.
4. ભૂકંપ, સુનામી, જ્વાળામુખીની ગતિવિધિ, ચક્રવાત વગેરે જેવી મહત્વપૂર્ણ ભૂ-ભૌતિક ઘટનાઓ.
પ્રશ્નપત્ર ૦૫ : સામાન્ય અભ્યાસ-૨ (મુખ્ય પરીક્ષા)
(વર્ણનાત્મક)
ગુણ: ૨૫૦
સમય- ૩ કલાક
માધ્યમ: અંગ્રેજી/ગુજરાતી
પ્રશ્નપત્રનું માળખુ નીચે મુજબ રહેશે.
પ્રશ્નોની સંખ્યા - પ્રશ્નદીઠ ગુણ - પ્રશ્નદીઠ શબ્દ મર્યાદા - કુલ ગુણ
10 - 15 - ૧૫૦ શબ્દો - 150
5 - 20 - ૨૦૦ શબ્દો - 100
ફુલ - 250
(A) ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ
1. ભારતનું બંધારણ- મુખ્ય લાક્ષણિકતાઓ, મૂળભૂત માળખું અને મહત્વપૂર્ણ સુધારાઓ.
2. ભારતીય સંઘ તથા રાજ્ય સરકારોના કાર્યો તથા ફરજો.
3. સંઘીય માળખાને લગતાં મુદ્દાઓ તથા પડકારો.
4. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાનું વિતરણ (મુદ્દાઓ તથા પડકારો)
5. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ.
6. બંધારણીય સત્તામંડળો : સત્તાઓ, કાર્યો અને જવાબદારીઓ.
7. ભારતમાં ન્યાયપાલિકા – માળખું અને કાર્યો, ન્યાયિક સમીક્ષા,જનહિત યાચિકા, સીમાચિહ્ન ચુકાદાઓ.
(B) શાસન અને સામાજિક ન્યાય
1. લોકશાહીમાં મુલ્કી સેવાની ભૂમિકા.
2. વિકાસની પ્રક્રિયા - નાગરિક સમાજ, સ્વ-સહાય જૂથ, બિન-સરકારી સંગઠનો, દાબ જૂથ તથા અન્ય સહભાગીઓની ભૂમિકા.
3. વૈધાનિક, નિયમનકારી અને વિવિધ અર્ધન્યાયિક સત્તામંડળો.
4. સુશાસન અને ઇ-શાસન- ઈ-શાસનના પડકારો અને તકો શાસનમાં પારદર્શિતા, જવાબદેહીતા તથા સંવેદનશીલતા- નાગરિક અધિકાર પત્ર, માહિતીનો અધિકાર, ગુજરાત
જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર અધિનિયમ અને આ સર્વેની અસરો, સામાજિક અન્વેષણનો ખ્યાલ અને તેનું મહત્વ.
5. વિકાસ અને સામાજિક ક્ષેત્ર વ્યવસ્થાપન - આરોગ્ય, શિક્ષણ અને માનવ સંસાધન વિકાસમાં પડકારો, સામાજિક ક્ષેત્રોને મજબૂત બનાવવામાં શાસન અને નીતિ-નિર્માણની ભૂમિકા.
6. ગરીબી અને ભૂખમરો - ગરીબી, અસમાનતા અને તેની વિકાસલક્ષી અસરો. ગરીબી અને ભૂખમરાના કારણો, પરિણામો અને તેને દૂર કરવાની રણનીતિઓ.
(C) ભારતીય સમાજ
1. ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ અને વિવિધતા : ભારતમાં પ્રાદેશિક, ભાષાકીય, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતા. ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ : વિવિધતામાં એકતા, સામાજિક વિભાજન, કૌટુંબિક માળખું - સંયુક્ત કુટુંબ, વિભક્ત કુટુંબ, એકલ માતા/પિતા (single parent) પરિવાર, લિંગ આધારિત ભૂમિકાઓ, વૃદ્ધજન વગેરે.
2. મહિલાઓ, સમાજ અને વિકાસ : મહિલાઓ : ભારતીય સમાજમાં મહિલાઓની બદલાતી ભૂમિકા, મુદ્દાઓ, ઉકેલો અને રણનીતિઓ. લિંગની વિવિધ સ્તરે નિર્ણય લેવામાં ભૂમિકા.
3. સામાજિક પડકારો : વંચિત વર્ગોના ઉત્થાન માટેના પગલાં. સાંપ્રદાયિકતા, પ્રાંતવાદ અને બિનસાંપ્રદાયિકતા: કારણો, પરિણામો અને નીતિગત પ્રતિભાવો.
4. વૈશ્વિકીકરણ અને તેની અસર : સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક જીવન પર વૈશ્વિકીકરણનો પ્રભાવ. વૈશ્વિકીકરણ પામેલા વિશ્વમાં બદલાતી જીવનશૈલી, ઉપભોક્તાવાદ અને બદલાતી મૂલ્ય વ્યવસ્થા.
5. પ્રવાસી ગુજરાતી સમુદાય : પ્રભાવ અને યોગદાન : સ્થાનાંતરણનું સ્વરૂપ અને ગુજરાતી સમાજની વૈશ્વિક હાજરી. પ્રવાસી ગુજરાતી સમુદાયનું સામાજિક-આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક યોગદાન.
પ્રશ્નપત્ર ૦૬ : સામાન્ય અભ્યાસ-૩ (મુખ્ય પરીક્ષા)
વર્ણનાત્મક
ગુણ: ૨૫૦
સમય- ૩ કલાક
માધ્યમ: અંગ્રેજી/ગુજરાતી
પ્રશ્નપત્રનું માળખુ નીચે મુજબ રહેશે.
પ્રશ્નોની સંખ્યા - પ્રશ્નદીઠ ગુણ - પ્રશ્નદીઠ શબ્દ મર્યાદા - કુલ ગુણ
10 - 15 - ૧૫૦ શબ્દો - 150
5 - 20 - ૨૦૦ શબ્દો - 100
ફુલ - 250
(A) વિજ્ઞાન અને ટેકનોલોજી
1. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા.
2. આઇ.ટી. અવકાશ, સંરક્ષણ, કમ્પ્યુટર્સ, રોબોટિક્સ, નેનો ટેકનોલોજી, બાયો-ટેકનોલોજી અને અન્ય ઊભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં સામાન્ય જાગૃતિ. બૌદ્ધિક સંપદા અધિકારો સંબંધિત મુદ્દાઓ, વગેરે.
3. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઇ.સી.ટી) : શાસન, અર્થતંત્ર અને સમાજમાં આઇ.સી.ટી ની ભૂમિકા. સાયબર સુરક્ષા - માહિતીની ગોપનીયતા અને ઊભરતા જોખમો.
4. ઊર્જા અને ટકાઉપણું: ભારતની ઊર્જા જરૂરિયાતો, સ્ત્રોતો અને કાર્યક્ષમતા વધારવાના પગલાં. પુન: પ્રાપ્ય ઊર્જા ટેકનોલોજી અને તેની અસર. ભારતનો પરમાણુ ઊર્જા કાર્યક્રમ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા.
(B) પર્યાવરણ વિજ્ઞાન અને આપત્તિ વ્યવસ્થાપન
1. પર્યાવરણ-પ્રદૂષણ, આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ વગેરે સમસ્યાઓને સંબંધિત મુદ્દાઓ, પર્યાવરણીય અસરની આકારણી.
2. આંતરરાષ્ટ્રીય પહેલ (સંધિઓ, પ્રોટોકોલ વગેરે) અને ભારતની પ્રતિબદ્ધતા, ભારત અને ગુજરાતની જૈવવિવિધતા, વન અને વન્યજીવન.
3. ભારત અને ગુજરાતમાં આપત્તિ વ્યવસ્થાપન : આપત્તિઓના પ્રકારો, આપત્તિ વ્યવસ્થાપન માળખું, ટેક્નોલોજીની ભૂમિકા, જન સમુદાયની ભાગીદારી અને ક્ષમતા નિર્માણ, મુખ્ય આપત્તિમાંથી શીખેલા પાઠ, પડકારો અને ભવિષ્યની રણનીતિ.
4. વિકાસલક્ષી મુદ્દાઓ, ટકાઉ વિકાસ.
(C) ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થા
1. ભારતીય અર્થતંત્ર અને આર્થિક આયોજન : સ્વતંત્રતાથી અત્યાર સુધી ભારતીય અર્થતંત્રનો વિકાસ, મુખ્ય નીતિગત ફેરફારો, આર્થિક આયોજન અને તેનો વિકાસ, નીતિ આયોગની ભૂમિકા, ઉદારીકરણની અર્થતંત્ર પર અસરો (૧૯૯૧ પછીના ફેરફારો), ઔદ્યોગિક નીતિમાં પરિવર્તન અને ઔદ્યોગિક વિકાસ પર તેની અસરો
2. જાહેર નાણા અને બજેટ: રાજકોષિય નીતિ અને ભારતીય કર પદ્ધતિ, તાજેતરના રાજકોષિય અને નાણાકીય નીતિના મુદ્દાઓ અને તેની અસરો, સરકારી બજેટ, જાહેર ખર્ચ અને જાહેર દેવું. ખાધ મૂલક નાણા-વ્યવસ્થા.
3. સમાવેશી વિકાસ અને સંકળાયેલ મુદ્દાઓ/પડકારો
4. માળખાગત સુવિધાઓ અને આર્થિક વિકાસ: આર્થિક વિકાસમાં માળખાગત સુવિધાઓની ભૂમિકા: ઊર્જા, બંદરો, રસ્તાઓ, હવાઇમથકો, રેલવે વગેરે. માળખાગત પ્રોજેક્ટ્સમાં જાહેર-ખાનગી ભાગીદારી (PPP). સામાજિક પ્રભાવની આકારણી.
5. કૃષિ અને ગ્રામીણ અર્થતંત્ર : મુખ્ય પાકો, પાકની તરેહ અને સિંચાઈ. જમીન સુધારા અને તેમની સામાજિક-આર્થિક અસર. ખાદ્ય સુરક્ષા, જાહેર વિતરણ વ્યવસ્થા (PDS), અને કૃષિ સબસિડી. ભારતમાં ખાદ્ય સંસ્કરણ અને સંબંધિત પ્રક્રિયા (processing) ઉદ્યોગો. કૃષિ અને પુરવઠા શૃંખલા વ્યવસ્થાપનમાં ઇ-ટેકનોલોજી. ટકાઉ કૃષિ માટેની નીતિઓ, સજીવ ખેતી, ગુજરાતમાં સહકારી ક્ષેત્ર, વગેરે.
(D) પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ.
પ્રશ્નપત્ર ૦૭ : સામાન્ય અભ્યાસ-૪ (મુખ્ય પરીક્ષા)
વર્ણનાત્મક
ગુણ: ૨૫૦
સમય- ૩ કલાક
માધ્યમ: અંગ્રેજી/ગુજરાતી
પ્રશ્નપત્રનું માળખુ નીચે મુજબ રહેશે.
પ્રશ્નોના પ્રકાર - પ્રશ્નોની સંખ્યા - પ્રશ્નદીઠ ગુણ - પ્રશ્નદીઠ શબ્દ મર્યાદા - કુલ ગુણ
કેસ સ્ટડી (Part-A) - 8 - 25 - ૨૦૦ શબ્દો - 200
વર્ણાનાત્મક (Part-B) - 5 - 10 - ૧૫૦ શબ્દો - 50
ફુલ - 250
આ પ્રશ્નપત્રમાં પ્રશ્નોનું સ્વરૂપ અને ધોરણ એક સુશિક્ષિત વ્યક્તિ કોઈ વિશેષ અભ્યાસ વિના જવાબ આપી શકે તેવું રાખવામાં આવશે.
આ પ્રશ્નપત્ર દ્વારા ઉમેદવારોની નીચેની ક્ષમતાઓની ચકાસણી કરવામાં આવશે.
1. સકારાત્મક ચારિત્ર્ય, જવાબદાર નાગરિક અને સંવેદનશીલ માનવ તરીકે થયેલ વિકાસ.
II. વ્યક્તિગત અને વ્યવસાયિક ક્ષેત્રોમાં નૈતિક દ્વિધાને ઉકેલવાની ક્ષમતા.
III. મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેવાની ક્ષમતા.
1. જાહેર અને વ્યક્તિગત જીવનમાં નૈતિકતા: દૈનિક નિર્ણય લેવામાં યોગ્ય અને અયોગ્યની સમજ દાખવવી, વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં પગલા લેતી વખતે મુલ્યો કઇ રીતે ભૂમિકા ભજવે છે તે સમજવું.
2. પ્રામાણિકતા, સત્યનિષ્ઠા અને નિષ્પક્ષતા: કાર્યમાં સત્યનિષ્ઠ અને પારદર્શક રહેવું, પક્ષપાત ટાળવો તથા બધા લોકો સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવો. કઠિન પરિસ્થિતિઓમાં પણ સિદ્ધાંતોને વળગી રહેવું અને વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં નેતૃત્વ લઇ ઉદાહરણ પુરૂ પાડવું.
3. શાસનમાં સંવેદનશીલતા: સામાન્ય માણસના સંઘર્ષોને સમજવા, નબળા અને વંચિત વર્ગો પ્રત્યે સંવેદનશીલતા, દરેક માટે ન્યાય અને ગૌરવ સુનિશ્ચિત કરવું. નમ્રતા અને કરૂણાથી લોકોને સેવા આપવી.
4. નૈતિક હિંમત દાખવવી અને યોગ્ય અભિગમ રાખવો: ભ્રષ્ટાચાર તેમજ ખોટા કાર્યો સામે સ્પષ્ટ અભિપ્રાય આપવો, દબાણ સાથે કામ પાડવું અને અનૈતિક પ્રભાવોનો પ્રતિકાર કરવો, લોકહિત માટે કઠોર નિર્ણયો લેવા, ફરજ અને વ્યક્તિગત માન્યતાઓ વચ્ચે સંતુલન સાધવું.
5. જાહેર સેવામાં નેતૃત્વ અને જવાબદારી: નૈતિક નેતૃત્વ દ્વારા વિશ્વાસ ઊભો કરવો, પોતે લીધેલ પગલાં અને નિર્ણયો માટે જવાબદારી લેવી અને સરકારી સંસ્થાઓ લોકો માટે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવું.
6. પારદર્શિતા અને જવાબદેહિતા: સરકારી નિર્ણય લેવામાં ખુલ્લાપણાનું મહત્વ, જાહેર સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું.
7. વહીવટમાં નૈતિક પડકારો : વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ સાથે નિયમોનું સંતુલન કરવું, નિર્ણય લેતી વખતે વિરોધી હિતોનું નિરાકરણ કરવું, સત્તાનો જવાબદારીપૂર્ણ ઉપયોગ કરી ન્યાય સુનિશ્ચિત કરવો.
8. ઉપરોક્ત મુદ્દાઓ પર કેસ સ્ટડીઝ.( વાસ્તવિક જીવનની સંભવિત પરિસ્થિતિઓ)
Homepage: Click here
શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates.
Home
Contact us.














