💥👨🏻💼 તલાટી ભરતી જાહેર....
🔹 કુલ જગ્યાઓ : 2389
🔹 પોસ્ટ : મહેસૂલ તલાટી
🔹 છેલ્લી તારીખ : 10/06/2025
🔹 વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લિંક
======================================
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
બ્લોક નં. ૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેકટર – ૧૦-એ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ અંગેની
વિગતવાર સૂચનાઓ
(website : https://ojas.gujarat.gov.in अने https://gsssb.gujarat.gov.in)
૧. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની “ મહેસૂલ તલાટી”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૨૩૮૯ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૬/૦૫/૨૦૨૫ (બપોરના ૧૪-૦૦ કલાક) થી તા.૧૦/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧.૫૯ કલાક સુધી) દરમિયાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે.
૨. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે.
૩. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતાં રહેવું.
૪. ઓન-લાઇન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધાં જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે જ રાખવાનાં રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. આમ, પોતાનાં બધાં જ પ્રમાણપત્રો જેવાં કે, શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી (SC/ST/SEBC/EWS), દિવ્યાંગ (લાગુ પડતું હોય તો), માજી સૈનિક (લાગુ પડતું હોય તો) તેમજ અન્ય લાયકાતનાં અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓન-લાઇન અરજીમાં પોતાનાં પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહે છે. અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી 'રદ' થવાપાત્ર બને છે. આથી, ઓનલાઇન અરજીપત્રક ઉમેદવારે કાળજીપૂર્વક ભરવાનું રહે છે.
કુલ જગ્યાઓ - 2389
૫. જિલ્લા વાઈઝ ભરવાની થતી જગ્યાની વિગતો :-
- અમદાવાદ - 113
- અમરેલી - 76
- અરવલ્લી - 74
- આણંદ - 77
- કચ્છ - 109
- ખેડા - 76
- ગાંધીનગર - 13
- ગીર સોમનાથ - 48
- છોટાઉદેપુર - 135
- જામનગર - 60
- જુનાગઢ - 52
- ડાંગ - 43
- દાહોદ - 85
- તાપી - 63
- દેવભૂમિ દ્વારકા - 20
- નર્મદા - 59
- નવસારી - 52
- પંચમહાલ - 94
- પાટણ - 48
- પોરબંદર - 36
- બનાસકાંઠા - 110
- બોટાદ - 27
- ભરૂચ - 104
- ભાવનગર - 84
- મહીસાગર - 70
- મહેસાણા - 33
- મોરબી - 57
- રાજકોટ - 98
- વડોદરા - 105
- વલસાડ - 75
- સાબરકાંઠા - 81
- સુરેન્દ્રનગર - 85
- સુરત - 127
(૧) આ જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી હોઈ, જગ્યાઓમાં વધઘટ થઈ શકશે.
(૨) અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે.
(૩) સામાન્ય વહીવટ વિભાગના ता.११/११/२०१४ 에 ઠરાવ ક્રમાંક:-સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ.૨ (ભાગ-૧)ની જોગવાઈઓ ધ્યાને લઈને, મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવી છે. મહિલાઓની અનામત જગ્યાઓ માટે લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો, તે જગ્યા સંબંધિત કેટેગરી (બિનઅનામત, આર્થિક રીતે નબળા વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ)ના પુરુષ ઉમેદવારથી ભરવામાં આવશે.
(૪) જાહેરાતમાં જે તે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યાઓ અનામત હોય ત્યારે મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાયની બાકી રહેતી જગ્યાઓ, ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી. આ જગ્યાઓ પર પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસદંગી ઉમેદવારોએ મેળવેલા માર્ક્સ/Normalized માર્ક્સના મેરિટ્સને ધ્યાને લઈ કરવામાં આવે છે. તેથી, આવી જગ્યાઓ માટે પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.
(૫) શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્ર (નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ), આર્થિક રીતે નબળાવર્ગનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે તા. ૧૦/૦૬/૨૦૨૫ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.
(૬) દિવ્યાંગ તથા માજી.સૈનિક માટે અનામત જગ્યાઓ ઉપર જે ઉમેદવાર પસંદગી પામશે તેઓ પોતે જે કેટેગરીના (બિન અનામત/અનુ.જાતિ/અનુ.જનજાતિ/સા.શૈ.પ.વર્ગ/આ.૫.વ) ઉમેદવાર હશે, તે કેટેગરીના ગણવામાં આવશે.
(૭) દિવ્યાંગ ઉમેદવારો માટે નીચે દર્શાવેલ જગ્યાઓ અનામત છે. આ અમાનત જગ્યાઓ પર ઉમેદવારી નોંધાવવા માટે તેમજ અનામત સિવાયની જગ્યા પર દિવ્યાંગ ઉમેદવાર ઉમેદવારી નોંધાવવા માંગે ત્યારે નીચે મુજબની દિવ્યાંગતા માન્ય રહેશે:
કુલ જગ્યાઓ - 163
અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ - બધિર અને ઓછું સાંભળનાર - A - 58 - LV (40-70%), B - 50 - D,HH
મગજના લકવો સહિત હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલા અને નબળા સ્નાયુ - C - 24 - OA, OL, OAL, SD, SI, LC, DW, AAV
સ્વલીનતા. બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી અને (A) થી (D) હેઠળની વ્યક્તિમાંથી એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા - D & E - 31 - ASD(M), SLD, MI, MD (40-70%)
નોંધ - D (Deaf), HH (Hard of Hearing), OA (One Arm), OL (One leg), CP (Cerebral Palsy), LC (Leprocy Cured), AAV (Acid Attack Victim), Dw (Dwarfism), SD (Spinal Deformity). SI (Spinal Injury), BA (Both Arm), BL (Both Leg), SLD (Specific learning Disability), ASD(M) Autism Spectrum Disorder (M=Mild, MoD-Moderate), MI (Mental Illness), MD (Multiple Disabilities) Disabilities included in Group A to D
૬. દિવ્યાંગ ઉમેદવારો:-
નોંધ:- પ્રસ્તુત દિવ્યાંગ અનામત જગ્યાઓ (નિયમિત દિવ્યાંગ ભરતી અને ખાસ ભરતી ઝૂંબેશ હેઠળની ભરતી) સામાન્ય વહીવટ વિભાગના તા.૧૧/૧૧/૨૦૨૪ તથા તા.૧૮/૧૧/૨૦૨૪ના પરિપત્ર ક્ર:-સીઆરઆર-૧૦૨૦૧૭-૧૨૨૬૩૯-ગ.૨ મુજબ દિવ્યાંગોની ખાસ ભરતી ઝૂંબેશની સાથે સાથે નિયમિત ભરતીથી ભરવાની થાય છે. દિવ્યાંગ માટેની અનામત જગ્યા ઉપર લાયક ઉમેદવારો ઉપલબ્ધ ન થાય તો આવી જગ્યા પ્રવર્તમાન નિયમોનુસાર ભરવામાં આવશે. દિવ્યાંગ માટે અનામત જગ્યાઓ ઉપર જે ઉમેદવાર પસંદગી પામશે તેઓ પોતે કેટેગરીના (બિન અનામત/અનુ.જાતિ/અનુ.જનજાતિ/સા.શૈ.૫.વર્ગ/આ.૫.વ) ઉમેદવાર હશે, તે કેટેગરીના ગણવામાં આવશે.
(१) સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫/૦૨/૨૦૦૧ના ઠરાવ ક્ર:- સીઆરઆર-૧૦૨૦૦૦-જી.ઓ.આઇ૭-ગ.૨ તથા તા.૧૭/૦૯/૨૦૨૧ના ઠરાવ ક્ર:-સીઆરઆર-૧૦૨૦૦૧૭-૧૨૨૬૩૯-ગ.૨ ની જોગવાઈ મુજબ બેન્ચમાર્ક દિવ્યાંગતા ૪૦% કે તેથી વધુ હોય તેવા ઉમેદવારોને જ દિવ્યાંગ અનામતનો લાભ મળવાપાત્ર રહેશે. દિવ્યાંગ અનામતનો લાભ મેળવા ઇચ્છતતા ઉમેદવારોએ તેમની અરજીપત્રકમાં તેમની દિવ્યાંગતા સંબધે સ્પષ્ટ નીચે દર્શાવેલ ખંડ (૧) થી (૫) પૈકી કઈ દિવ્યાંગતા છે તે દર્શાવવાનું રહેશે. (૧) અંધત્વ અને ઓછી દ્રષ્ટિ (૨) બધિર અને ઓછું સાંભળનાર (૩) મગજના લકવો સહિત હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ, વામનતા, એસિડ ઍટેકનો ભોગ બનેલા અને નબળા સ્નાયુ (૪) સ્વલીનતા (Autism), બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી અને (૫) બહેરાશ-અંધત્વ સહિતની ખંડ (૧) થી (૪) હેઠળની એક કરતા વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યકિત.
(૨) જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા દર્શાવેલી ન હોય, પરંતુ, જગ્યાની ફરજોને અનુરૂપ જે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને પાત્ર ગણેલા હોય, તેઓ તે જાહેરાત માટે અરજી કરી શકશે.
(૩) સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા.૨૯/૦૨/૨૦૨૪ના પરિપત્ર ક્રમાંક:-GAD/PHA/e-file/1/2023/8017/G2-Sectionनी જોગવાઈ મુજબ દિવ્યાંગ ઉમેદવારો तेना समर्थनमां તા.૧/૧૨/૨૦૦૮ના ઠરાવથી નિયત થયેલ પ્રમાણપત્રના બદલે આ સંબંધે ભારત સરકારની વખતોવખતની સૂચના/જોગવાઈ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ/સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા નિયત થયેલ સૂચના/નિયત કરવામાં આવતી સૂચના અનુસાર દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જો પ્રમાણપત્રની નકલ રજૂ કરવામાં નહીં આવેલ હોય તો તે પાછળથી સ્વિકારવામાં આવશે નહીં અને દિવ્યાંગ અનામતનો લાભ મળવાપાત્ર થશે નહીં.
(૪) બેંચમાર્ક દિવ્યાંગતા ધરાવતા, લહિયા મળવાપાત્ર હોય તેવા દિવ્યાંગ ઉમેદવારોને પ્રિલિમિનરી અને મુખ્ય લેખિત પરીક્ષામાં પેપર દીઠ પ્રતિ કલાકે ૨૦ મિનિટનો વળતર સમય (COMPENSETORY TIME) મળવાપાત્ર છે. જેની પૂર્વ મંજૂરી પરીક્ષા અગાઉ મંડળ પાસેથી ઓછામાં ઓછા ૧૦ દિવસ પહેલા લેવાની २हेशे.
(૫) BA* અને BL* માટે ખાસ નોંધ:-
BA* અને BL* પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોની નિમણૂક સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ता.०८/०१/२०२३ - ઠરાવ ક્રમાંક: SJED/DIA/E-FILE/17/2023/1761/CHH-1 SECTION માં ઠરાવેલી જોગવાઈ ને આધીન રહેશે.
७. નાગરિકત્વ:-
ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ ના નિયમ-૭ ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ.
૮. વયમર્યાદા:-
(૧) ઉમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ:૧૦/૦૬/૨૦૨૫ ના રોજ ગણવામાં આવશે.
(૨) અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે ૨૦ વર્ષ પૂરા કરેલા હોવા જોઇએ અને ૩૫ વર્ષ પૂરા કરેલ ન હોવા જોઇએ.
(૩) જાહેરાતમાં દર્શાવેલ ઉપલી વયમર્યાદામાં નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર છે.
કેટેગરી - છૂટછાટ - મહત્તમ વયમર્યાદા
સામાન્ય કેટેગરીનાં મહિલા ઉમેદવારોને - ૫ વર્ષ
અનામત કેટેગરીનાં પુરુષ ઉમેદવારોને - ૫ વર્ષ
અનામત કેટેગરીનાં મહિલા ઉમેદવારોને (૫+૫=૧૦) - ૧૦ વર્ષ - (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં)
સામાન્ય કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં પુરુષ ઉમેદવારોને - ૧૦ વર્ષ - (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં)
સામાન્ય કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં મહિલા ઉમેદવારોને (૧૦+૫=૧૫) - ૧૫ વર્ષ - (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં)
અનામત કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં પુરુષ ઉમેદવારો (૫+૧૦=૧૫) - ૧૫ વર્ષ - (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં)
અનામત કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં મહિલા ઉમેદવારો (૫+૧૦+૫=૨૦) - ૨૦ વર્ષ - (મહત્તમ ૪૫ વર્ષની મર્યાદામાં)
માજી સૈનિક ઉમેદવારો - ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે.
નોંધ:- અનામત વર્ગોના ઉમેદવારો જો બિનઅનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે નહી.
(૪) જન્મતારીખ:-
૪ (૧) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, જન્મ તારીખના પુરાવા માટે એસ. એસ. સી. ઈ. બોર્ડ દ્વારા અપાયેલ એસ. એસ.સી.ઈ. પ્રમાણપત્ર જ માન્ય રાખે છે. પરંતુ આ પ્રમાણપત્રમાં દર્શાવેલ જન્મતારીખ ખોટી હોવાનું ઉમેદવાર માને તો સક્ષમ અધિકારીએ આપેલ વય અને અધિવાસના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ મોકલવાની રહેશે. આ પ્રમાણપત્રમાં અધિકૃત અધિકારીએ સ્પષ્ટપણે જણાવેલ હોવું જોઇએ કે તેઓએ એસ.એસ.સી. કે તેની પરીક્ષાનું મૂળ પ્રમાણપત્ર તપાસેલ છે અને પોતાની સમક્ષ રજૂ કરવામાં આવેલ પુરાવાઓને આધારે ઉમેદવારની સાચી જન્મતારીખ છે. જે એસ.એસ.સી. કે તેની સમકક્ષ પરીક્ષાના પ્રમાણપત્રમાં દર્શાવેલ જન્મતારીખ કરતા જુદી છે તથા માનવાને પુરતું કારણ છે. ઉમેદવારે રજૂ કરેલ વય અને અધિવાસનું પ્રમાણપત્ર તેની વિશ્વસનીયતા (credibility) ના આધારે સ્વીકાર કે અસ્વીકારનો નિર્ણય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે.
૪ (૨) ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ જન્મતારીખમાં પાછળથી કોઇપણ કારણસર ફેરફાર થઇ શકશે नही.
૯. પગારધોરણ:-
નાણા વિભાગના તા.૧૬/૦૨/૨૦૦૬, તા.૨૯/૦૪/૨૦૧૦, તા.૦૬/૧૦/૨૦૧૧ તથા તા.૨૦/૧૦/૨૦૧૪ના ઠરાવ ક્રમાંક:ખરચ-૨૦૦૨-૫૭-૪.૧ તેમજ તા.૨૦/૧૦/૨૦૧૫ તથા ता.१८/०१/२०१७ना ઠરાવ ક્રમાંક: ખરચ-૨૦૦૨-૫૭-(પાર્ટ-૨)-ઝ.૧ અને છેલ્લે તા.૧૮/૧૦/૨૦૨૩ના ઠરાવ ક્રમાંક: ખરચ-૨૦૦૨-૫૭-(પાર્ટ-૪)-ઝ.૧ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.૨૬,૦૦૦/- ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે.
સામાન્ય વહીવટ વિભાગના તા.૨૩/૧૦/૨૦૧૫ના ઠરાવ ક્રમાંક: સીઆરઆર-૧૧-૨૦૧૫-૩૧૨૯૧૧-ગ.૧ અને નાણા વિભાગના તા.૨૮/૦૩/૨૦૧૬ના ઠરાવ ક્રમાંક:ખરચ-૨૦૦૨-૫૭-(પાર્ટ-૩)/ઝ.૧ તથા તા.૧૮/૦૧/૨૦૧૭ના ઠરાવમાં દર્શાવેલી બોલીઓ અને શરતોને આધીન, નિમાયેલા ઉમેદવાર પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. તેમ છતાં, આ બાબત નામદાર सुप्रीम कोर्टमां દાખલ थयेला SLP No.14124/2012 अने SLP No.14125/2012 ना ચુકાદાને आधीन રહેશે.
૧૦. શૈક્ષણિક લાયકાતની વિગતો:-
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે;
વધુમાં, મહેસૂલ વિભાગના તા.૨૨/૦૫/૨૦૨૫ ના જાહેરનામાથી નિયત કરેલ પરીક્ષા નિયમો ની જોગવાઈ મૂજબ "Candidate who has appeared at a final year/semester of the Bachelor's Degree level examination, the passing of which would render him educationally qualified for the examination mentioned in rule-6, but result of such examination is not declared, till the last date of filling of the application form as also the candidates who intend to appear at such qualifying examination shall also be eligible for admission to the examination
Provided further that a candidate who fails to produce the proof of passing the Bachelor's Degree examination at the time of document verification stage, shall not be eligible for inclusion in the Select List or the Waiting List, as the case may be, and his candidature shall be void and treated as cancelled ab-initio."
(૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
(૩) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે.
नोंधः-
(૧) ઉપર દર્શાવેલ સંવર્ગના ભરતી નિયમોમાં નિયત થયેલી શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓનો અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ, આખરી પસંદગી સમયે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈઓને ધ્યાને લેવામાં આવશે. ઉમેદવારે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાને લઈને જ ઉક્ત જાહેરાત માટે અરજીપત્રકમાં વિગતો ભરવાની રહેશે.
(૨) આ જાહેરાતની કોઈ પણ બાબતે અર્થઘટન સંબંધે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગે મહેસૂલ વિભાગનો પરામર્શ કરીને યોગ્ય તે નિર્ણય લેવામાં આવશે.
૧૧. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો માટેના ઉમેદવારો માટેની સામાન્ય સૂચનાઓ :-
(૧) મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારને જ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ અને અનામત વર્ગો તરીકેના લાભો મળવાપાત્ર થશે.
(૨) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો પૈકી ઉમેદવાર જે વર્ગના હોય તેની વિગતો અરજી પત્રકમાં અચૂક દર્શાવવાની રહેશે.
(3) અનામત વર્ગના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કેટેગરીના ઉમેદવારોએ જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખતોવખત નિયત કરેલ નમૂનામાં અને સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલું હોવું જોઇશે.
(૪) અનામત વર્ગના ઉમેદવારો જો બિનઅનામત જગ્યા માટે અરજી કરશે, તો આવા ઉમેદવારોને વયમર્યાદામાં કે અન્ય કોઈ છૂટછાટ મળશે નહિ.
(૫) ઉમેદવારે Online અરજીપત્રકમાં વિગતો ભરતી વખતે જાતિ (કેટેગરી) અંગે જે વિગત દર્શાવેલી હશે તે અરજીપત્રક Confirm થયેથી જાતિ (કેટેગરી)માં પાછળથી કોઈ ફેરફાર કરવાની વિનંતી ધ્યાને લેવામાં આવશે નહીં.
૧૨. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો:-
(૧) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) ના ઉમેદવારોએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩/૨૦૨૩-૨૪/૨૦૨૪-૨૫ ની આવકના આધારે ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૨૭/૦૪/૨૦૧૦ ના ઠરાવ ક્રમાંક: સસપ/૧૧૦૯/૧૬૬૩/અ થી રાજય સરકારની નોકરી માટે નિયત થયેલ પરિશિષ્ટ-૪ મુજબ ગુજરાતી નમૂનામાં નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ તા.૦૧/૦૪/૨૦૨૩ થી અરજી સ્વીકારવાની છેલ્લી તા.૧૦/૦૬/૨૦૨૫ સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
(૨) સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૧૮/૦૮/૨૦૧૭ ના ઠરાવ ક્રમાંક : સશપ/૧૨૨૦૧૭/૧૨૪૩૮૨/અ થી ઠરાવેલ જોગવાઈઓને ધ્યાને લેતાં ઉકત ૧૨(૧)માં દર્શાવેલ પરિશિષ્ટ-૪ મુજબના પ્રમાણપત્રના વિકલ્પે ઉમેદવારે તા.૦૧/૦૪/૨૦૨૫ થી અરજી કરવાની છેલ્લી તારીખ તા.૧૦/૦૬/૨૦૨૫ દરમિયાનમાં કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલ Annexure-A મુજબના નમુનામાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
(૩) ઉકત ૧૧(૧) અથવા ૧૧(૨) મુજબનું પ્રમાણપત્ર રજૂ કરેલ હશે તો જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટનો લાભ મળશે અન્યથા તેઓ સામાન્ય કેટેગરીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી શકશે અને તે કિસ્સામાં તેઓની પસંદગી થયેથી તેઓનો સમાવેશ સામાન્ય કેટેગરીના ઉમેદવાર તરીકે કરવામાં આવશે.
(૪) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિણીત મહિલા ઉમેદવારે આવું નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર તેમના માતા-પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. જો આવા ઉમેદવારોએ તેમના પતિની આવકના સંદર્ભમાં આવું પ્રમાણપત્ર રજૂ કરેલ હશે તો તેની અરજી “રદ” કરવામાં આવશે.
(૫) ઉમેદવારે ઉક્ત ૧૧(૧) અથવા ૧૧(૨) મુજબ મેળવેલા અસલ પ્રમાણપત્રનો નંબર અને પ્રમાણપત્ર ઇશ્યૂ તારીખ ઓનલાઇન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે. ઉમેદવારે ઓનલાઇન અરજી કરતી વખતે જે નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટની વિગતો જણાવેલ હોય તે જ પ્રમાણપત્ર ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી સમયે અસલમાં રજૂ કરવાનું રહેશે. જો આવા પ્રમાણપત્રમાં ભૂલ હોવાના કારણે ઉમેદવાર જાહેરાતની છેલ્લી તારીખ બાદનું નવું પ્રમાણપત્ર મેળવે તો આવું પ્રમાણપત્ર ધ્યાને લેવામાં આવશે નહિ. સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ નિયત સમયમર્યાદાનું પ્રમાણપત્ર રજૂ ન કરી શકનાર ઉમેદવારો બિનઅનામત ઉમેદવારો માટે નક્કી થયેલ વયમર્યાદામાં આવતા નહીં હોય તો તેઓની ઉમેદવારી રદ થશે.
૧૩. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો:-
(૧) આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના ઉમેદવારોએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ અને તા.૧૩/૦૯/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક: ઈ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩ /અ ની જોગવાઈ થી નિયત થયેલ નમુના Annexure-KH (અંગ્રેજી) અથવા પરિશિષ્ટ-ગ (ગુજરાતી)ના નમૂનામાં તા.૧૧/૦૬/૨૦૨૨ થી તા.૧૦/૦૬/૨૦૨૫ સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
(૨) ઉક્ત ૧૩(૧) માં જણાવેલ પ્રમાણપત્રના વિકલ્પે આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના ઉમેદવારોએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ની આવકના આધારે તા.૦૧/૦૪/૨૦૨૫ થી અરજી કરવાની છેલ્લી તા.૧૦/૦૬/૨૦૨૫ સુધીમાં ભારત સરકાર હેઠળના EWS અનામતના લાભ માટે Income and Asset Certificate મેળવેલું હોય તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
(૩) ઉક્ત ૧૩(૧) અથવા ૧૩(૨) માં જણાવેલ પ્રમાણપત્રો સિવાયના અન્ય કોઈ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં. આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના જે ઉમેદવારો આ બંને પ્રમાણપત્રો પૈકી કોઇ એક પ્રમાણપત્ર ધરાવતા હશે તેઓને જ ઉપલી વયમર્યાદામાં છૂટછાટનો લાભ મળશે અન્યથા તેઓ સામાન્ય કેટેગરીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી શકશે. ગુજરાત સરકારની યોજનાઓના લાભ હેતુના પ્રમાણપત્રને કોઈપણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહીં.
(૪) ઉમેદવારે ઉક્ત ૧૩(૧) અથવા ૧૩(૨) મુજબ મેળવેલા અસલ પ્રમાણપત્રનો નંબર અને તારીખ ઓનલાઇન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે અને દર્શાવેલ વિગતો મુજબનું અસલ પ્રમાણપત્ર ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજૂ કરવાનું રહેશે. સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ આવું પ્રમાણપત્ર રજૂ ન કરી શકનાર ઉમેદવારો બિનઅનામત ઉમેદવારો માટે નક્કી થયેલ વયમર્યાદામાં આવતા નહીં હોય તો તેઓની ઉમેદવારી રદ થશે.
૧૪. માજી સૈનિક:-
(૧) માજી સૈનિક માટે નિયમાનુસાર ૧૦% જગ્યા અનામત છે. માજી સૈનિક કેટેગરીમાં પસંદ થયેલા ઉમેદવારોને તેઓની સંબંધિત જે તે કેટેગરી (બિનઅનામત, આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ) સામે સરભર કરવામાં આવશે. માજી સૈનિકની અનામત જગ્યા માટે લાયક માજી સૈનિક ઉમેદવાર નહીં મળે તો તે જગ્યા બિનઅનામત, આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લાયક ઉમેદવારોથી ભરવામાં આવશે.
(૨) માજી સૈનિક ઉમેદવારો કે જેઓએ નૌકાદળ/હવાઈદળ/ભૂમિદળની ઓછામાં ઓછા ૬ (છ) માસની સેવા કરી હોય અને માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખકાર્ડ અને ડિસ્ચાર્જ બુક ધરાવતાં હોય તો, સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૦૧/૨૦૧૮ના જાહેરનામા ક્રમાંકઃ GS/2018-(2)-RES-1085/3433/G-2नी ઠરાવ્યા મુજબ સીધી ભરતીના જોગવાઈ મુજબ ઉપલી વય મર્યાદામાં તેઓને બજાવેલી ફરજનો સમયગાળો ઉપરાંત, ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે.
(3) સામાન્ય વહીવટ વિભાગના તા.૨૪/૦૧/૨૦૨૪ના ઠરાવ ક્રમાંક: GAD/ERE/e-file/1/2023 /5258/G-2થી ઠરાવ્યા મુજબ સીધી ભરતીની જાહેરાતમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખથી માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય, તેવા માજી સૈનિક ઉમેદવારો નિવૃત્તિનું એક વર્ષ બાકી હોય તો પણ ઉમેદવારી નોંધાવી શકશે.
૧૫. વિધવા ઉમેદવારો:-
(૧) ઉમેદવાર વિધવા હોય તો અરજીપત્રકમાં તે કોલમ સામે 'હા' અવશ્ય લખવું, અન્યથા 'લાગુ પડતું નથી' એમ દર્શાવવું.
(૨) સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૦૫/૧૯૯૭ના ઠરાવ ક્રમાંક: સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ.રમાં નિર્દેશિત પ્રવર્તમાન નિયમો અનુસાર વિધવા મહિલા ઉમેદવારો માટે પસંદગીમાં अग्रता आपया माटे तेथोने MCQ-OMR/MCQ- Computer Based Response Test (CBRT) પરીક્ષામાં મેળવેલા કુલ ગુણ/ Normalized ગુણના મેરિટ્સના આધારે મેળવેલા ગુણના ૫ (પાંચ) ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે, પરંતુ તેઓએ નિમણૂક સમયે પુનઃ લગ્ન કરેલાં ન હોવાં જોઈએ અને તે અંગે મંડળ માંગે ત્યારે તમામ પુરાવા અસલમાં રજૂ કરવાના રહેશે. (નોંધઃ- ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા ગુણના ૫ (પાંચ) ટકા ઉમેરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. જો કોઇ તબક્કે ઉમેદવાર પુનઃ લગ્ન કરેલાં ન હોવા અંગે તમામ પુરાવા અસલમાં રજૂ કરવા નિષ્ફળ રહેશે તો તેઓને આપવામાં આવેલ ૫ (પાંચ) ટકા ગુણનો વધારો રદ કરીને મેરીટ પુનઃ નક્કી કરવામાં આવશે.)
(૩) કોઈ મહિલા ઉમેદવાર જાહેરાત માટે અરજી કરે તે સમયે 'વિધવા' ન હોય, પરંતુ અરજી કર્યા બાદ અથવા જાહેરાત પ્રસિદ્ધ થયાની છેલ્લી તારીખ વીતી ગયા બાદ અથવા ભરતી પ્રક્રિયાના કોઈ પણ તબક્કે 'વિધવા' બને અને તે અંગે જરૂરી દસ્તાવેજ/પુરાવાઓ રજૂ કરે તો તેની રજૂઆત મળ્યા તારીખ પછીના ભરતી પ્રક્રિયાના જે પણ તબક્કા બાકી હોય તે તબક્કાથી જ તેવા મહિલા ઉમેદવારોને 'વિધવા મહિલા ઉમેદવાર' તરીકેના લાભ આપવામાં આવશે.
૧૬. માન્ય રમત ગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત:-
(૧) સામાન્ય વહીવટ વિભાગના તા.૨૧/૦૨/૨૦૧૪ ના ઠરાવ ક્રમાંક : સીઆરઆર/૧૦૨૦૧૩/૨૪૨૭૯૨/ગ.૨ થી ઠરાવેલ જોગવાઈ અનુસાર ઍથ્લેટિક્સ (ટ્રેક અને ફિલ્ડ રમતો સહિત), બેડમિન્ટન, બાસ્કેટબૉલ, ક્રિકેટ, ફૂટબૉલ, હોકી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વૉલીબૉલ, ટેનિસ, વેઇટલિફટિંગ, રેસલિંગ, બોક્સિંગ, સાઇકલિંગ, જિમ્નેસ્ટિકસ, જૂડો, રાઇફલ શૂટિંગ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકાસ્પર્ધા, શતરંજ, હેન્ડબોલની રમતો-ખેલકૂદમાં (1) રાષ્ટ્રીય /આંતરરાષ્ટ્રીય અથવા (ii) આંતર યુનિવર્સિટી અથવા (iii) અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલું હોય, તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે તેમને MCQ-OMR/MCQ- Computer Based Response Test (CBRT) परीक्षामां मेवेला गुण /Normalized ગુણના ૫ (પાંચ) ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે. તેથી ઉક્ત ત્રણ પૈકીની કોઇ એક સ્પર્ધામાં ઉમેદવારોએ ભાગ લીધેલો હોય તેવા જ ઉમેદવારોએ અરજીપત્રકમાં જરૂરી વિગતો દર્શાવવાની રહેશે. ઉકત ત્રણ સ્તર સિવાયની સ્પર્ધાઓમાં ભાગ લીધેલો હોય તો તેને અગ્રીમતા માટે માન્ય ગણવાની રહેતી ન હોવાથી, તેવા ઉમેદવારોએ અરજીપત્રકમાં વિગતો દર્શાવવાની રહેશે નહીં. ઉક્ત ત્રણ સ્તર પૈકીની કોઇ એક સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધેલા ઉમેદવારોએ સરકારના તા.૨૫/૨/૧૯૮૦ના ઠરાવ ક્રમાંક : સીઆરઆર/૧૦૭૭/૨૬૬૦/ગ.૨, તા.૧/૮/૧૯૯૦ના ઠરાવ ક્રમાંક : સીઆરઆર/૧૧૮૮/૩૬૪૪/ગ.૨, તા.૧૧/૧૦/૨૦૦૫ના ઠરાવ ક્રમાંક:-સીઆરઆર-૧૦૨૦૦૫-યુઓ-૧૨૭૭-ગ.૨ તથા સરકારશ્રી દ્વારા વખતોવખતની સૂચનાથી નિયત કર્યા મુજબના સત્તાધિકારી પાસેથી નિયત નમૂનામાં મેળવેલું જરૂરી પ્રમાણપત્ર અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજૂ કરવાનું રહેશે. આવું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવાર જ રમતના ગુણ મેળવવા માટે હક્કદાર થશે.
(૨) ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા ગુણના ૫ (પાંચ) ટકા ઉમેરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. જો કોઇ તબક્કે ઉમેદવાર માન્ય કક્ષાનું માન્ય રમતનું પ્રમાણપત્ર ન હોવાનું સ્થાપિત થશે તો તેઓને આપવામાં આવેલ ૫ (પાંચ) ટકા ગુણનો વધારો રદ કરીને મેરીટ પુનઃ નક્કી કરવામાં આવશે.
(૩) સરકારશ્રી દ્વારા નિયમિત ભરતીમાં છૂટછાટ મુકીને વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યાઓ પર રમતવીરોને પસંદગી આપવા બાબતના વખતોવખતના સુધારા ઠરાવોની જોગવાઈઓ લાગુ પડશે.
૧૭. કોમ્પ્યૂટરની જાણકારી:-
ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૦૮/૨૦૦૮ તેમજ તા.૧૮/૦૩/૨૦૧૬ના ઠરાવ નંબર:- સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-ગ.પથી નક્કી કરેલા અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યૂટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું, કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર / માર્કશીટ ધરાવતા હોવા જોઈશે અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યૂટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા / ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવાં પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યૂટર એક વિષય તરીકે હોય તેવાં પ્રમાણપત્રો અથવા ધોરણ- ૧૦ અથવા ધોરણ-૧૨ની પરીક્ષા કોમ્પ્યૂટરના વિષય સાથે પાસ કરેલી હોય તેવાં પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈશે. જો કે, આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. પરંતુ, આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યૂટરની બેઝિક નૉલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતાં પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે, અન્યથા નિમણૂક મેળવવાને પાત્ર થશે નહીં તેમજ નિમણૂક સત્તાધિકારી આવા કિસ્સામાં ઉમેદવારોની પસંદગી "રદ" કરશે.
૧૮. અરજી કરવાની રીત:-
આ જાહેરાતના સંદર્ભમાં મંડળ દવારા ઓન લાઈન અરજી જ સ્વીકારવામાં આવશે. જે અન્વયે ઉમેદવારો તા.૨૬/૦૫/૨૦૨૫ (બપોરના ૧૪-૦૦ કલાક) થી તા.૧૦/૦૬/૨૦૨૫ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમિયાન "https:// ojas.gujarat.gov.in" વેબસાઇટ પર ઓન-લાઈન અરજીપત્રક ભરી શકશે. એક જ જાહેરાત અન્વયે એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલ અરજી સાથે નિયત ફી ભરેલ હશે તે માન્ય ગણાશે. જો ઉમેદવારે એકથી વધુ અરજી સાથે ફી ભરેલ હશે, તો તે રીફંડ કરવામાં આવશે નહીં.અરજી કરવા બાબતની વિગતવાર સૂચનાઓ નીચે મુજબ છે.
ઓનલાઇન અરજી કરવા તથા ફી ભરવા અંગેના માર્ગદર્શક વિડિયોની લીંક આ સાથે સામેલ છે. https://youtu.be/lHguEpwT5zQ तेम छता आा अंगे કોઈ વિષેશ માર્ગદર્શક જરૂરીયાત હોય તો મંડળના નંબર ૦૭૯-૨૩૨-૫૮૯૧૬ ઉપર સંપર્ક કરવા વિનંતી છે.
૧૯. પરીક્ષા ફી :-
(१) महेसूल विभागना ता.२२/०५/२०२५ना જાહેરાત ક્રમાંકઃ- GM/2025/114/12256/N-PF-1 થી નિયત થયેલ જોગવાઈ મુજબ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી મહેસૂલ તલાટીની જગ્યા માટે સીધી ભરતીની પરીક્ષા માટે પરીક્ષા ફી નું ધોરણ નીચે મુજબનું નિયત કરેલ છે.
પ્રાથમિક પરીક્ષા - (MCQ આધારિત)
બિનઅનામત વર્ગ - RS. 500
અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલા, સા.શૈ.પ.વર્ગ, અનુસૂચિતજાતિ, અનુસૂચિતજન જાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો) - RS. 400
The fees paid shall be refunded to those candidates who have appeared for the examination and obtained not less than 40% of marks in the Preliminary Examination.
The candidate who is declared qualified for the Main Examination on the basis of the result of the Preliminary Examination by the Board, shall not be required to pay any fee for the Main Examination.
(२) તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબની ફી ઓનલાઈન માધ્યમથી જ ભરવાની થાય છે. ઉમેદવારોએ OJAS વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કરી confirmation number મેળવ્યા બાદ, પરીક્ષા ફી છેલ્લી તા.૧૦/૦૬/૨૦૨૫ (૨૩.૫૯ કલાક) સુધીમાં ફરજિયાત ઓન-લાઈન ભરવાની રહેશે. ઓન-લાઈન માધ્યમથી ફી ભરવા માટે OJAS વેબસાઇટ પર Online Application टेजमां Print Application Form / Pay Fees पर Click करपाथी Online Payment માટેના Options દેખાશે. જેમાં Online Payment of Fees પર Click કરવું. જેમાં ડેબિટ કાર્ડ (Debit Card), ઇન્ટરનેટ બેંકિંગ (Internet Banking),UPI અથવા વૉલેટ (Wallets) દ્વારા ભરવાની રહેશે. આ ચાર માધ્યમ પૈકીના કોઇ પણ એક માધ્યમ દ્વારા ફી ભર્યા બાદ રસીદ જનરેટ થશે, જેની પ્રિન્ટ મેળવી લેવાની સુચના મળશે. Online Application टेनमां Print Application Form / Pay Fees पर Click कर्या जाह Online Payment Receipt પર ક્લીક કરવાથી પણ રસીદની પ્રિન્ટ મેળવી શકાશે. ઓનલાઇન માધ્યમથી ફ્રી ભરનાર ઉમેદવારે પરીક્ષા ફ્રી ઉપરાંત નિયમોનુસાર ટ્રાન્ઝેકશન ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ બાદ ફી ભરવા માટેની લિન્ક આપોઆપ બંધ થઈ જશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે (લેઇટ ફી લઈને પણ) પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં.
નોંધ: ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા ઇ-રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહિ અને જ્યાં સુધી ફી ભરાયેલ નહિ હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહિ.
(૩) પરીક્ષા માટેની ફી ઓનલાઇન માધ્યમ સિવાયના અન્ય કોઇ પણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
(૪) પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને તેઓએ જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલ હશે તે માધ્યમથી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે નહીં.
(૫) પરીક્ષા ફી નહીં ભરતા ઉમેદવારની અરજી માન્ય રહેશે નહીં તથા તે ઉમેદવારનું અરજીફોર્મ કોઇ પણ જાતની જાણ કર્યા વગર મંડળ દ્વારા 'રદ' કરવામાં આવશે.
(૬) મંડળ દ્વારા અરજી રદ થયાના કિસ્સામાં પણ ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલ પરીક્ષા ફી પરત મળવા પાત્ર (રિફંડ) રહેશે નહીં.
(૭) આ સંવર્ગના ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઓનલાઈન અરજી ભરવા તેમજ ફી ભરવા સંબંધિત કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળની કચેરીના ફોન નંબર: ૦૭૯- ૨૩૨૫૮૯૧૬ પર સંપર્ક કરી શકાશે.
૨૦. પરીક્ષા પદ્ધતિ:-
(१) महेसूल विभागना ता.२२/०५/२०२५ જાહેરનામા ક્રમાંક :- GM/2025/114/12256/N-PF-1 સીધી ભરતીના મહેસૂલી તલાટીની જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર, પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી આધારિત MCQ (Multiple Choice Question) પ્રકાર ના પ્રશ્નોવળી CBRT/OMR (Computer Based Respose Test/ Optical Mark Recognisation) પદ્ધતિ ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા પ્રિલિમિનરી અને મુખ્ય એમ બે તબક્કામાં લેવામાં આવશે. (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે).
(૨) લઘુત્તમ લાયકી ધોરણ:-
પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું લધુત્તમ લાયકી ધોરણ (Qualifying Standard) પ્રશ્નપત્ર દીઠ ૪૦ ટકા રાખવામાં આવેલ છે.
તબક્કો ૧ : પ્રાથમિક પરીક્ષા (MCQ આધારિત)
Marks: 200
Time: 3 hours
Sr. No. - Subject - Marks
- Gujarati - 20 Marks
- English - 20 Marks
- Polity/Public Administration, Economics - 30 Marks
- History, Geography, Culture Heritage - 30 Marks
- Environment, Science and Information Technology - 30 Marks
- Current Affairs - 30 Marks
- Maths and Reasoning - 40 Marks
Total - 200 Marks
नोंध:-
৭. મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં પ્રાથમિક પરીક્ષા MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નો ધરાવતી OMR પધ્ધતિ અથવા CBRT પધ્ધતિથી લેવામાં આવશે. જેનો વિગતવાર અભ્યાસક્રમ હવે પછી મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબનો રહેશે.
२. આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી સિવાયના તમામ વિષયો માટે ગુજરાતી રહેશે.
3. પ્રાથમિક પરીક્ષા ૨૦૦ પ્રશ્નોના પ્રશ્નદીઠ ૧ ગુણ લેખે કુલ ૨૦૦ ગુણની રહેશે. પરીક્ષાનો સમય ૧૮૦ મિનિટનો રહેશે. જો પરીક્ષા OMR પધ્ધતિ MCQ (Multiple Choice Question) મુજબ લેવામાં આવશે તો તેમાં કુલ- પાંચ વિકલ્પો (A, B, C, D, E) આપવામાં આવશે આ પાંચ વિકલ્પોમાંથી ઉમેદવારો પ્રશ્નો સાચો જવાબ પસંદ કરવાનો રહેશે. જો પરીક્ષા CBRT પધ્ધતિથી લેવામાં આવશે તો તેમાં કુલ-ચાર વિકલ્પો (A, B, C, D)રહેશે. કોઇ પણ પધ્ધતિથી લેવામાં આવેલ પરીક્ષાના કોઇ પ્રશ્નના સાચા જવાબ બાબતે વિવાદ ઉભો થાય તે કિસ્સામાં પ્રશ્નનો સૌથી નજીકનો જવાબ/મંડળ દ્વારા માન્ય રાખેલ જવાબ આખરી ગણવાનો રહેશે.
४. ઉમેદવારોએ તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદીઠ/વિકલ્પ પસંદ ન કરવાના કિસ્સામાં ૦.૨૫ ગુણ નેગેટીવ માર્કીંગ રહેશે પરંતુ વિકલ્પ-E પંસદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કીંગ લાગુ પડશે નહી.
5. લહીયાની સુવિધા મેળવનાર ઉમેદવારોને પરીક્ષામાં દર કલાક દીઠ ૨૦ મીનીટનો વળતર સમય (Compensatory Time) મળવાપાત્ર રહેશે.
6. પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનીંગ ટેસ્ટ માટે છે, પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહી.
७. અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.
८. પરીક્ષા અંગેનો દરેક વિષયનો વિગતવાર અભ્યાસક્રમ મંડળ દ્વારા નિયત કરી પ્રસિધ્ધ કરવામાં આવ્યા મુજબનો રહેશે.
9. પ્રાથમિક પરીક્ષાને અંતે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની મેરીટસના આધારે જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના પાંચ ગણા ઉમેદવારોને બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.
१०. મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અન્વયેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે. મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોએ અલગથી ફોર્મ ભરવાનું રહેશે નહી.
તબક્કો - ૨ :
મુખ્ય પરીક્ષા :-
૧. પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ મહેસૂલ વિભાગના તા.૨૨-૦૫-૨૦૨૫ના જાહેરનામાં મુજબ વર્ણાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાની વિગતો આ સાથે સામેલ Appendix-C મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ Appendix-D મુજબનો રહેશે.
૨. મુખ્ય પરીક્ષાના ગુજરાતી તથા અંગ્રેજી વિષયનો વિગતવાર અભ્યાસક્રમ Appendix-D મુજબનો રહેશે જ્યારે સામાન્ય અભ્યાસ વિષયનો વિગતવાર અભ્યાસક્રમ મંડળ દ્વારા નિયત કર્યા મુજબનો २हेशे.
૨૧. પરીક્ષા કેન્દ્રોની વિગત:-
(૧) પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવે તે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારે પરીક્ષા આપવાની રહેશે.
(૨) પરીક્ષાનું સ્થળ, પરીક્ષાની તારીખ, પરીક્ષાના સમયની માહિતી મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in पर મૂકવામાં आवशे अने परीक्षा માટેના प्रवेशपत्र https://ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી ઉમેદવારોએ ડાઉનલોડ કરવાનાં રહેશે.
(૩) ઉમેદવારોએ પરીક્ષાના દરેક તબક્કામાં સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.
૨૨. પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની પધ્ધતિ:-
(૧) મંડળ દ્વારા બીજા તબક્કાની મુખ્ય પરીક્ષાના પ્રોવિઝનલ પરિણામ પ્રસિદ્ધ કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે લાયક ઠરેલ ઉમેદવારોના, ન્યુનતમ ગુણવત્તા ધોરણ (Qualifying Standard) જાળવીને કુલ ગુણના આધારે ભરવાની થતી કેટેગરી મુજબની જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે.
(૨) પ્રોવિઝનલ મેરીટ યાદીના બે ગણા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી બાદ પણ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગીયાદી અને પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે જરૂરી સંખ્યાના ઉમેદવારો ન મળવાના સંજોગોમાં જરૂર મુજબના પ્રોવિઝનલ મેરીટ યાદી પરના ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે.
(૩) ત્યાર બાદ ઉમેદવારોએ મેળવેલા ગુણને ધ્યાને લઈને મેરીટ અનુસાર કેટેગરી મુજબ જગ્યાઓ ધ્યાને લઈ પસંદગી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
(૪) સીધી ભરતીની જગ્યા ખાલી ન રહેવા પામે તે હેતુથી કેટેગરી પ્રમાણે પ્રતિક્ષાયાદી બનાવવાની રહેશે હોઈ મહેસૂલ વિભાગ ની તા .२२/०५/२०२५ ना જાહેરનામા ના ઠરાવ ક્રમાંક :- GM/2025/114/12256/N-PF-1થી નિયત થયેલ જોગવાઇ તથા સામાન્ય વહીવટ વિભાગના તા.૨૭/૦૭/૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક: પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ-૨ ની જોગવાઈઓ ધ્યાને લઈ ઉમેદવારોએ ઉકત સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા ગુણના મેરીટસ આધારે કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાની વિગતો ધ્યાને લઈ પસંદગી યાદી અને લાગુ પડતા કિસ્સામાં પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
૨૩. નિમણૂક:-
(૧) આ જાહેરાત સંબંધમાં પસંદ થયેલા ઉમેદવારોની નિમણૂક માટે સરકારશ્રીના મહેસૂલ વિભાગને મંડળ દ્વારા ભલામણ કરવામાં આવશે.
(૨) ઉમેદવારોને નિમણૂક માટે Merit Number ને ધ્યાનમાં રાખી વિચારણા કરવામાં આવશે. મંડળ દ્વારા લેવાનાર સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉત્તીર્ણ થવાથી જ ઉમેદવારને નિમણૂક માટેનો હક્ક મળી જતો નથી. નિમણૂક સમયે નિમણૂક સત્તાધિકારીને ઉમેદવાર બધી જ રીતે યોગ્ય છે તેમ સંતોષ થાય તો જ ઉમેદવારને નિમણૂક આપવામાં આવશે.
(૩) પસંદગી પામેલા ઉમેદવાર, નિમણૂક સત્તાધિકારી ઠરાવે તે શરતોને આધીન નિમણૂક મેળવવાને પાત્ર थशे.
(૪) નિમણૂક પામેલા ઉમેદવારે સરકારના નિયમો મુજબની તાલીમ લેવી પડશે અને તાલીમ પરીક્ષા પાસ કરવાની રહેશે.
(૫) નિમણૂક અંગેની સઘળી કાર્યવાહી સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવતી હોઇ, આ અંગેનો કોઈ પત્રવ્યવહાર મંડળ ખાતે કરવાનો રહેશે નહીં.
२४. Rechecking :
(૧) જે ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં તેમણે મેળવેલ ગુણનું રી-ચેકીંગ કરાવવા માંગતા હોય તેમણે મંડળ દ્વારા નિયત કર્યા મુજબની ફી ભરપાઈ કરી મંડળ દ્વારા સૂચના પ્રસિધ્ધ કર્યા તારીખથી ૧૫ દિવસની અંદર મંડળ દ્વારા નિયત કરેલ નમૂનામાં અરજી કરવાની રહેશે.
(૨) મહેસૂલ વિભાગના તા.૨૨/૦૫/૨૦૨૫ ના જાહેરનામાં ક્રમાંક :- GM/2025/114/12256/N-PF-1 ની જોગવાઈ મુજબ કોઇ પણ સંજોગોમાં રી-એસેસમેન્ટ માટેની ઉમેદવારની અરજી મંડળ દ્રારા સ્વીકારવામાં આવશે નહી.
૨૫. અગત્યની સૂચનાઓ:-
(૧) ઉમેદવારે Online અરજીપત્રકમાં વિગતો ભરતાં સમયે જાતિ (કેટેગરી) અંગે જે વિગત દર્શાવેલ હશે તે અરજીપત્રક Confirm થયેથી જાતિ (કેટેગરી) માં પાછળથી ફેરફાર કરવાની કોઈ પણ વિનંતી ધ્યાને લેવામાં આવશે નહીં. આથી જો ઉમેદવારને અરજીપત્રકની કોઇ વિગતમાં ફેરફાર કરવો હોય તો તેઓએ અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં સાચી વિગત સાથે પુન: અરજી કરી Confirmation Number મેળવી તે Confirmation Number માટે નિયત ફી ભરવાની રહેશે.
(૨) ઉમેદવારે અરજીપત્રકમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ, પ્રમાણપત્રોની ચકાસણી સમયે અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે - તે તબકકે “રદ” ગણવામાં આવશે.
(૩) ઉમેદવાર અરજીપત્રકમાં જે ફોટો upload કરે છે, તેની પાસપોર્ટ સાઇઝના ફોટાની એક કરતાં વધુ કોપીઓ પોતાની પાસે રાખવી અને આ જાહેરાત-સંવર્ગની સમગ્ર ભરતી પ્રક્રિયામાં તે જ ફોટાની કોપીનો ઉપયોગ કરવાનો રહેશે. (જેમ કે પરીક્ષા સમયે હાજરીપત્રકમાં લગાવવો તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે પણ તે જ ફોટાની કોપી રજૂ કરવાની રહેશે.) ઉમેદવારે આવો ફોટો તાજેતરમાં જ પડાવેલો હોવો જરૂરી છે, જેથી ભરતી/નિમણૂકના વિવિધ તબક્કે ઓળખ પ્રસ્થાપિત કરવામાં કોઈ મુશ્કેલી ન અનુભવાય.
(૪) ઉમેદવાર અરજીપત્રક ભરતી વખતે જે મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈ.ડી. દર્શાવે છે તે નંબર અને ઇ-મેલ આઈ.ડી. ચાલુ જ રાખવાં. ભવિષ્યમાં મંડળ તરફથી આ પરીક્ષાને સંબંધિત પરીક્ષાલક્ષી કેટલીક સૂચનાઓ ઉમેદવારને આ દર્શાવેલા નંબરના મોબાઈલ પર SMSથી મોકલવામાં આવશે. તેથી અરજીપત્રકમાં દર્શાવેલા મોબાઇલ નંબર, ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જાળવી રાખવો, એ ઉમેદવારના હિતમાં છે.
(૫) મંડળ જે કોઈ ઉમેદવારને (૧) તેને ઉમેદવારી માટે કોઈ પણ પ્રકારે ટેકો મેળવવા માટે એટલે કે, મંડળના અધ્યક્ષ, સભ્ય અથવા કોઈ અધિકારી પર પ્રત્યક્ષ કે પરોક્ષ લાગવગ લગાડવાનો પ્રયાસ કરવા માટે (૨) બીજાનું નામ ધારણ કરવા માટે (૩) બીજા પાસે પોતાનું નામ ધારણ કરાવવા માટે (૪) બનાવટી ખોટા દસ્તાવેજો અથવા જેની સાથે ચેડાં કરવામાં આવ્યાં હોય તેવા દસ્તાવેજો સાદર કરવા અથવા ગેરરીતિ આચરવા માટે (૫) યથાર્થ અથવા ખોટા અથવા મહત્ત્વની માહિતી છુપાવતાં હોય તેવા નિવેદનો કરવા માટે (૬) પરીક્ષા માટે તેની ઉમેદવારીના સંબંધમાં અન્ય કોઈ અનિયમિત અથવા અયોગ્ય સાધનોનો આશ્રય લેવા માટે (૭) પરીક્ષા દરમિયાન ગેરવાજબી સાધનોનો ઉપયોગ કરવા માટે એટલે કે અન્ય ઉમેદવારની ઉત્તરવહીમાંથી નકલ કરવા, પુસ્તક, ગાઇડ, કાપલી કે તેવા કોઈ પણ છાપેલા કે હસ્તલેખિત સાહિત્યની મદદથી અથવા વાતચીત દ્વારા નકલ કરવા કે ઉમેદવારને નકલ કરાવવાની ગેરરીતિઓ પૈકી કોઈ પણ ગેરરીતિ આચરવા માટે (૮) લખાણોમાં અશ્લિલ ભાષા અથવા બિભત્સ બાબત સહિતની અપ્રસ્તુત બાબત લખવા માટે (૯) પરીક્ષાખંડમાં અન્ય કોઈ રીતે ગેરવર્તણૂક કરવા માટે (૧૦) પરીક્ષાના સંચાલન કરવા માટે મંડળે રોકેલા સ્ટાફને સીધી કે આડકતરી રીતે હેરાન કરવા અથવા શારીરિક રીતે ઈજા કરવા માટે (૧૧) પૂર્વવર્તી ખંડોમાં નિર્દિષ્ટ કરેલાં તમામ અથવા કોઈપણ કૃત્ય કરવાનો પ્રયત્ન કરવા માટે અથવા યથાપ્રસંગ, મદદગીરી કરવા માટે અથવા (૧૨) પરીક્ષા આપવા માટે તેને પરવાનગી આપતા તેના પ્રવેશપત્રમાં આપવામાં આવેલી કોઈ પણ સૂચનાનો ભંગ કરવા માટે દોષિત ઠર્યા હોય તો અથવા દોષિત હોવાનું જાહેર કર્યું હોય તો તે ફોજદારી કાર્યવાહીને પાત્ર થવા ઉપરાંત-(ક) મંડળ, તે જે પરીક્ષાનો ઉમેદવાર હોય તે પરીક્ષામાંથી ગેરલાયક ઠરાવી શકશે, અથવા (ખ)(૧) મંડળ, સીધી પસંદગી માટે લેવાતી કોઈ પણ પરીક્ષામાં બેસવામાંથી અથવા (ખ) (૨) રાજ્ય સરકાર પોતાના હેઠળની કોઈ પણ નોકરીમાંથી કાયમી રીતે અથવા નિર્દિષ્ટ મુદ્દત માટે બાકાત કરી શકશે. (૧૩) ગુજરાત જાહેર સેવા આયોગ, અન્ય ભરતી બોર્ડ, અન્ય સરકારી/અર્ધ સરકારી/સરકાર હસ્તકની સંસ્થાઓ દ્વારા ઉમેદવાર કયારેય પણ ગેરલાયક ઠરાવેલા હોય અને ગેરલાયક ઠરાવ્યાનો સમય ચાલુ હશે તો તેવા ઉમેદવારોની અરજી આપોઆપ રદ થવાને પાત્ર બનશે.
(૬) ઉમેદવારે અરજીપત્રકમાં બતાવેલી કોઈ પણ વિગત અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજૂ કરેલી જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અનુભવ વગેરેને લગતા પ્રમાણપત્રો ભવિષ્યમાં જે તે તબક્કે ચકાસણી દરમિયાન ખોટા માલૂમ પડશે તો તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવા ઉમેદવારની ઉમેદવારી મંડળ દ્વારા 'રદ' કરી શકાશે તેમજ અન્ય સંવર્ગોની ભરતી માટે પણ ગેરલાયક ઠરાવવામાં આવશે. તેમજ જો પસંદગી/નિમણૂક થયેલી હશે તો પસંદગી/નિમણૂક, મંડળ/નિમણૂક કરનાર સત્તાધિકારી દ્વારા કોઈપણ તબકકે 'રદ' કરવામાં આવશે.
(૭) ઉમેદવાર પોતે પરીક્ષામાં સફળ થયો હોવાના કારણે જ સંબંધિત જગ્યા ઉપર નિમણૂક કરવાનો દાવો કરવાને હક્કદાર થશે નહીં, નિમણૂક કરનાર સત્તાધિકારીને પોતાને એવી ખાતરી થાય કે જાહેર સેવા સારુ ઉમેદવાર યોગ્ય જણાતો નથી, તો તેને પડતો મૂકી શકાશે. નિમણૂક બાબતે તેઓનો નિર્ણય આખરી ગણાશે.
(૮) ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭(વખતોવખતના સુધારા સહિત) અને તે અન્વયે જે તે સંવર્ગના ઘડવામાં આવેલા ભરતી નિયમોને આધીન રહેશે.
(૯) ગુજરાત સરકાર દ્વારા જાહેર પરીક્ષામાં થતી ગેરરીતિ તથા પ્રશ્નપત્રો લીક થવા બાબતનો Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023 अधिनियम, માર્ચ-૨૦૨૩ થી અમલી કર્યો છે. સરકાર દ્વારા ઉક્ત અધિનિયમમાં 'Examination Authority' તરીકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો પણ સમાવેશ કર્યો છે. આથી, મંડળ દ્વારા આયોજિત તમામ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાઓને જાહેર પરીક્ષાઓ તરીકે ગણવાની થતી હોવાથી, સદર અધિનિયમ મંડળની પરીક્ષાઓમાં પણ લાગુ પડે છે. આથી, ઉક્ત તમામ જાહેરાતોની સ્પર્ધાત્મક લિખિત પરીક્ષામાં જો કોઈ પણ ઉમેદવાર Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023नी भेगपाध्ोनो लंग કરતો જણાઈ આવશે અને તેમાં કસૂરવાર સાબિત થશે તો તેની સામે સદર અધિનિયમમાં દર્શાવ્યા મુજબ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
२५. આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલું રહેશે નહીં.
સચિવગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળતારીખ:- ૨૩/૦૫/૨૦૨૫
સ્થળ:-
ગાંધીનગર
Appendix - C
(rules 6(2), 7,14(3))
The Scheme and Subjects of the Main Examination for the Post of Revenue Talati, Class- III:
Paper No. - Subject - Marks - Duration(Hours)
- Gujarati Language Skill - 100 - 3
- English Language Skill - 100 - 3
- General Studies - 150 - 3
Total - 3 Subject(Paper) - 350 Marks - 9 Hours
Note:
1. The Standard of Gujarati Paper shall be equivalent to Gujarati subjects (higher level) of the Twelfth standard of the Gujarat Secondary and Higher Secondary Education Board.
2. The Standard of English Paper shall be equivalent to English subjects (higher level) of the Twelfth standard of the Gujarat Secondary and Higher Secondary Education Board.
3. The course content of the syllabus for the General Studies Papers shall be as specified in Appendix - D.
4. The detailed syllabus for each paper shall be as specified in Appendix-D.
5. The Question Papers for the Main Examination shall be of Descriptive Type.
6. The candidates who belong to person with disability category may be allowed a Compensatory time of twenty minutes per hour for each hour paper as may be applicable.
Appendix-D
(rules 6(2),7,14(3))
The syllabus of the Main Examination for the Post of Revenue Talati, Class III (Descriptive Test)
Paper-1
ગુજરાતી (મુખ્ય પરીક્ષા) (Descriptive)
ગુણ-૧૦૦
માધ્યમ-ગુજરાતી
સમય-૩કલાક
અનુક્રમ - અભ્યાસક્રમની વિગત - ફાળવાયેલ ગુણ
1.નિબંધ : ત્રણ પૈકી કોઈ પણ એક (આશરે ૨૦૦ શબ્દોમાં) (વર્ણનાત્મક/વિશ્લેષણાત્મક/ચિંતનાત્મક/સાંપ્રત સમસ્યા પર આધારિત) - 10
2. વિચારવિસ્તાર (ત્રણ પૈકી કોઈ પણ બે) કાવ્યપંક્તિઓ કે ગદ્યસૂક્તિનો વિચારવિસ્તાર (આશરે ૧૦૦ શબ્દોમાં પ્રત્યેક) - 10
3. સંક્ષેપીકરણ : આપેલા ગદ્યખંડમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સક્ષેપ - 10
4. ગદ્યસમીક્ષા: આપેલા ગદ્યખંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. - 5
5. પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા (આશરે ૨૦૦ શબ્દોમાં) - 10
6. પત્રલેખન (અભિનંદન/શુભેચ્છા/વિનંતી/ફરિયાદ વગેરે) (આશરે ૧૦૦ શબ્દોમાં) - 5
7. ચર્ચાપત્ર (આશરે ૨૦૦ શબ્દોમાં) (વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો/સાંપ્રત સમસ્યાઓ/વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતુ ચર્ચાપત્ર) - 10
8. અહેવાલ લેખન (આશરે ૨૦૦ શબ્દોમાં) - 10
9. ભાષાંતર : અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ (૧૦ વાક્યો) - 10
10. ગુજરાતી વ્યાકરણ - 20
સૂચવ્યા મુજબ જવાબ લખો. (આ પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો રહેશે નહી)
(૧) રૂઢિપ્રયોગોના અર્થ અને તેનો વાક્ય પ્રયોગ
(૨) કહેવતોનો અર્થ અને વાક્ય પ્રયોગ
(૩) સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ (બે)
(૪) છંદ ઓળખાવો (બે)
(૫) અલંકાર ઓળખાવો (બે)
(૬) શબ્દસમૂહ માટે એક શબ્દ (બે)
(૭) જોડણી શુધ્ધિ (બે)
(૮) લેખન શુધ્ધિ/ ભાષા શુધ્ધિ (બે)
(૯) સંધિ - જોડો કે છોડો (બે)
(૧૦) વાક્ય રચનાના અંગો/વાક્યના પ્રકાર/વાક્ય પરિવર્તન
Paper 2
ENGLISH (MAIN EXAMINATION)(Descriptive)
Medium English
Marks-100
Time 3 Hours
Sr. No - Type of Question - Marks allotted
1. ESSAY (in about 150 words) Choose any one topic from a list of three (Descriptive analytical/philosophical/based on Current Affairs) - 10
2. LETTER WRITING (in about 150 words) A formal letter expressing one's opinion about an issue,The issues can deal with daily office matters/a problem that has occurred in the office/ an opinion in response to one sought by a ranked officer/issues pertaining to recent concern etc. - 10
3. REPORT WRITING (in about 150 words): A report on an official function/event/field trip/survey etc. - 10
4. WRITING ON VISUAL INFORMATION (in about150 words): A report on a graph/image/flow chart/table of comparison/simple statistical data etc. - 10
5. FORMAL SPEECH (in about 150 words): A speech (in a formal style) that is to be read out in a formal function. This could be an inauguration speech, an educational seminar/conference, a formal ceremony of importance etc. - 10
6. PRECIS WRITING:A precis in about 50 words for a 150-word passage. (one Paragraph) - 10
7. READING COMPREHENSION: reading passage of about 250 words to be given followed by short-answer type questions. - 10
8. ENGLISH GRAMMAR: (10 Questions having 2 marks each from the following) - 10
a. Tenses
b. Voice
c. Narration (Direct-Indirect)
d. Transformation of sentences
e. Use of Articles and Determiners
f. Use of Prepositions
g. Use of Phrasal verbs
h: Use of idiomatic expressions
i. Synonyms/Antonyms
j. One-word substitution
9. TRANSLATION: Translation of 10 sentences from Gujarati to English - 10
Paper 3
General Studies (MAIN EXAMINATION)(Descriptive)
Medium-Gujarati
Marks-150
Time 3 Hours
Sr. No - Type of Question - Marks allotted
(a) ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ - 15
(b) સાંસ્કૃતિક વારસો (ગુજરાતને પ્રાધાન્ય) - 15
(c) ગુજરાત તથા દેશની ભૂગોળ - 15
(d) વિજ્ઞાન અને ટેકનોલોજી - 10
(e) પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ, વર્તમાન પ્રવાહો સહિત - 30
(f) ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ - 20
(g) ભારતીય અર્થતંત્ર અને આયોજન - 15
(h) જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ વિષયક જાણકારી - 20
(i) જાહેર સેવામાં શિસ્ત તથા નિતિમત્તા (Ethics) - 10
The Scheme of allotment of Questions and marks of Paper-3 (General Studies)
Marks per Question - 1 - 2 - 3 - 5
Number Of Question - 10 - 10 - 30 - 06
Total Marks - 10 - 20 - 90 - 30
Total - 56 - 150
Important links:
Official Notification - Click here
ફોર્મ ભરવા માટેની લિંક - Apply Online - Click here
GSSSB ઓફિશિયલ વેબસાઇટ: Click Here
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી સત્તાવાર સૂચના ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Homepage : Click here
શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates.
Home
Contact us.

























