NMMS - નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા-૨૦૨૪-૨૫ પરીણામનું જાહેરનામું...
"નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા-૨૦૨૪-૨૫ પરીણામનું જાહેરનામું"
"National means cum merit Scholarship Exam-2024-25 Result Notification"
જાહેરનામા ક્રમાંક:રાપબો/NMMS/૨૦૨૪-૨૫/ ૪૪૧૨-૪૪૮e
તા:૦૨/૦૪/૨૦૨૫
રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટસ્કોલરશીપ (N.M.M.S) યોજના એમ.એચ.આર.ડી., ન્યુ દિલ્હી તરફથી અમલમાં મુકવામાં આવેલ છે.
ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયના તા:૧૯/૦૬/૨૦૨૪ના પત્ર અન્વયે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૩૦/૧૨/૨૦૨૪ ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/NMMS/૨૦૨૪-૨૫/૧૧૦૦૫-૧૧૨૮૦થી આ શિષ્યવૃત્તિ માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે તા:૨૨/૦૨/૨૦૨૫ (શનિવાર) ના રોજ સવારે ૧૨:૦૦ કલાક થી બપોરે 03:00 કલાક દરમિયાન રાજ્યના તમામ તાલુકા મથકે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-२०२४-२५ (National means cum merit Scholarship Exam-2024-25) આવેદન કરવામાં આવેલ હેતુ જેમાં ૨,૨૦,૪૮૮ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા.૨૫/૦૨/૨૦૨૫ ના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને આ પરીક્ષાના પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન/પ્રોવિઝનલ આન્સર કીનાં ઉત્તર સામે વિદ્યાર્થી રજૂઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમાં તા:૨૮/૦૨/૨૦૨૫થી તા:૦૫/૦૩/૨૦૨૫ સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારોને સાથે વેબસાઈટ પર આપેલ લીંક પર ઓનલાઇન અપલોડ કરી મોકલી આપવા સૂચના આપવામાં આવેલ હતી.
પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન/પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મુકવામાં આવેલ હતી. તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજૂઆતો અને આધારોની ચકાસણી કરી પ્રોવિઝનલ આન્સર કીમાં આપેલ ઉત્તરો પૈકી કેટલાક ઉત્તરોમાં સુધારા કરવા ભલામણ કરેલ હતી. જે અન્વયે આ કચેરી દ્વારા તજજ્ઞ સમિતિની ભલામણના આધારે ઉત્તરોમાં સુધારા કરી બોર્ડની વેબસાઇટ પર તા:૧૮/૦૩/૨૦૨૫ ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૨/૦૨/૨૦૨૫ (શનિવાર) ના રોજ યોજાયેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા -૨૦૨૪-૨૫ (National means cum merit Scholarship Exam -2024-25) નું પરીણામ આજ તા. ૦૨/૦૪/૨૦૨૫ના રોજ નીચેની વિગતે બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જાહેર કરવામાં આવશે.
• પરીક્ષાના પરીણામની વિગતો:
ટકાવારી (માર્ક્સ) - વિગત - સ્કૂલ - સ્ટુડન્ટ
More than 40% (72-180 Marks) - 16287 - 99573
More than50% (90-180 Marks) - 9996 - 33018
More than60% (108-180 Marks) - 5254 - 12076
More than 70% (126-180 Marks) - 1695 - 2904
More than 80% (144-180 Marks) - 288 - 409
More than90% (162-180 Marks) - 12 - 13
નોંધ ઉપરોક્ત ક્વોલિફાઇંગ થયેલ વિદ્યાર્થીઓ પૈકી 5097 વિદ્યાર્થીઓનો મેરીટ સ્કોલરશીપમાં સમાવેશ થશે.
• અગત્યની સૂચનાઓ
વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણનું ગુણપત્રક વેબસાઇટ પર આપેલ "Result" ઓપ્શનમાં વિદ્યાર્થીનો બેઠક નંબર અને આધાર UID અથવા બેઠક નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.
ક્વૉલીફાઇંગ ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થી પૈકી નિયત ક્વૉટા અનુસાર મેરીટમાં આવેલ 5097 વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
મેરીટમાં આવનાર તમામ 5097 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતા ખોલાવી રાખવાના રહેશે તથા આધાર નંબર મેળવી લેવાનો રહેશે તથા આધાર નંબરનું બેંક ખાતા સાથે સીડીંગ કરી લેવાનું રહેશે.
મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ જો નિયત પાત્રતા ધરાવતા હોય તો તેઓને ધોરણ-૯ થી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે.
શિષ્યવૃત્તિની રકમ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય (MHRD) દિલ્હી દ્રારા જમા થનાર હોય, આ માટે વિદ્યાર્થીના બેંક ખાતાની તથા આધારનંબરની વિગતો ધોરણ-૯ માં પ્રવેશ મેળવ્યા બાદ આગામી સંભવિત જુલાઇ-૨૦૨૫માં નેશનલ સ્કૉલરશીપ પોર્ટલ (NSP)પર મેરીટમાં આવેલ વિધાર્થી દ્વારા ઓનલાઇન દરખાસ્ત કરી શાળા દ્વારા વેરીફાઇ કરાવવાની રહેશે.
જ્યાં જરૂર જણાય ત્યાં જિલ્લા NMMS નોડલનું માર્ગદર્શન મેળવવાનું રહેશે. સબંધિત તમામ જિલ્લા NMMS નોડલના સંપર્ક નંબર બોર્ડની વેબસાઇટ www.sebexam.org પરથી મેળવી શકાશે. ધોરણ-૯ માં પ્રવેશ મેળવનાર શાળાએ વિદ્યાર્થીની પાત્રતાની શરતો ચકાસી લેવાની રહેશે.
શિષ્યવૃત્તિ માટે NSP (નેશનલ સ્કોલરશીપ પોર્ટલ) પર સમયમર્યાદામાં, પોર્ટલ પર દર્શાવેલ સુચના મુજબ એપ્લિકેશન કરવાની જવાબદારી સબંધિત વિદ્યાર્થીની રહેશે. આ એપ્લીકેશનની ઓનલાઇન વેરીફિકેશનની જવાબદારી સબંધિત શાળાની રહેશે.
મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓ પૈકી ધોરણ-૯ માં સરકારી શાળા અથવા ગ્રાન્ટેડ શાળા અથવા લોકલ બોડી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. શિષ્યવૃત્તિની ચૂકવણી માટે બોર્ડ જવાબદાર રહેશે નહી.
(પી.કે.ત્રિવેદી)
અધ્યક્ષ
રાજય પરીક્ષા બોર્ડ
ગાંધીનગર
સ્થળ: ગાંધીનગર
તારીખ:૦૨/૦૪/૨૦૨૫
Important links:
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષા-૨૦૨૪-૨૫ પરીણામનું : For result click here
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષા-૨૦૨૪-૨૫ પરીણામનું જાહેરનામું : For result click here
> નકલ રવાના અમલાર્થે
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, (તમામ),
તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ તેમજ તમામ પ્રાથમિક શાળાઓને જાણ કરવા સારૂ.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, (તમામ), શાસનાધિકારીશ્રી, તમામ
આપના તાબા હેઠળની તમામ શાળાઓનેજાણ કરવા સારૂ.
જનરલ મેનેજરશ્રી, ઇન્ડેક્ષ-બી, ઉદ્યોગ ભવન, ગાંધીનગર
- નકલ સવિનય રવાના જાણ સારૂ.
માન.શિક્ષણમંત્રીશ્રીના અંગત સચિવશ્રી - શિક્ષણમંત્રીશ્રીનું કાર્યાલય, ગાંધીનગર.
માન. રાજય કક્ષાના શિક્ષણમંત્રીશ્રીના અંગત સચિવશ્રી - શિક્ષણમંત્રીશ્રીનું કાર્યાલય, ગાંધીનગર.
માન.સચિવશ્રી, શિક્ષણ વિભાગ, નવા સચિવાલય,ગાંધીનગર.
માન. નાયબ સચિવશ્રી, પ્રાથમિક શિક્ષણ, નવા સચિવાલય, ગાંધીનગર.
માન. નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, ગુજરાત રાજય,ગાંધીનગર,
માન. નિયામકશ્રી,ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગુજરાત રાજય,ગાંધીનગર.
સચિવશ્રી, સર્વ શિક્ષા અભિયાનની કચેરી, ગાંધીનગર.
ઉપસચિવશ્રી, એન.એમ.એમ.એસ., એમ.એચ.આર.ડી. વિભાગ, ન્યુ દિલ્હી.
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી સત્તાવાર સૂચના ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates.
Home
Contact us.