પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા-૨૦૨પ કાર્યક્રમ જાહેર કરવા બાબત.....
ક્રમાંક:રાપબો/ચિત્રકામ/૨૦૨૫/5126-5204
રાજય પરીક્ષા બોર્ડ,
સરકારી પુસ્તકાલય સામે,
સેકરટર-૨૧, ગાંધીનગર
તા: ૦૯/૦૪/૨૦૨૫
પરિપત્ર
વિષય :- પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા-૨૦૨પ કાર્યક્રમ જાહેર કરવા બાબત.
સંદર્ભ :-અત્રેની કચેરીના તા.૦૭/૩/૨૦૨૫ ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/ચિત્રકામ કક્ષા પરીક્ષા/૨૦૨૫/૨૭૧૫-૨૮૧૨.
ઉપરોક્ત વિષયમાં જણાવવાનું કે, અત્રેની કચેરી દ્વારા સંદર્ભના જાહેરનામાંથી પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતુ. જેમાં નીચે જણાવેલ કાર્યક્રમ મુજબ પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા-૨૦૨૫નું આયોજન કરવામાં આવનાર છે.
> પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાનો અભ્યાસક્રમ તથા તારીખ અને સમય:
ક્રમ - તારીખ - વાર - સમય - વિષય
1. પેપર -૧ - ૨૫/૦૪/૨૦૨૫ - શુક્રવાર - ૧૦.૩૦ થી ૧.૦૦ -નેચર
2. પેપર -૨ - ૨૫/૦૪/૨૦૨૫ - શુક્રવાર - ૧.૩૦ થી ૪.૦૦ - ભાતચિત્ર
3. પેપર -૩ - ૨૫/૦૪/૨૦૨૫ - શુક્રવાર - ૪.૩૦ થી ૫.૩૦ - ચિત્રસંયોજન
> માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાનો અભ્યાસક્રમ તથા તારીખ અને સમય:
ક્રમ - તારીખ - વાર - સમય - વિષય
1. પેપર -૧ - ૨૪/૦૪/૨૦૨૫ - ગુરુવાર - ૧૦.૩૦ થી ૧.૩૦ - માનવસર્જિત પદાર્થ
2. પેપર - ૨ - ૨૪/૦૪/૨૦૨૫ - ગુરુવાર - ૨.૩૦ થી ૫.૩૦ - ભાતચિત્ર
3. પેપર - 3 - ૨૫/૦૪/૨૦૨૫ - શુક્રવાર - ૧૦.૩૦ થી ૧.૩૦ - ચિત્રસંયોજન
4. પેપર - ૪ - ૨૫/૦૪/૨૦૨૫ - શુક્રવાર - ૨.૩૦ થી ૫.૩૦ - અક્ષરલેખન
- નકલ સવિનય રવાના જાણ સારૂ.
માન. શિક્ષણમંત્રીશ્રીના અંગત સચિવશ્રી - શિક્ષણમંત્રીશ્રીનું કાર્યાલય, ગાંધીનગર.
માન. રાજય કક્ષાના શિક્ષણમંત્રીશ્રીના અંગત સચિવશ્રી - શિક્ષણમંત્રીશ્રીનું કાર્યાલય, ગાંધીનગર.
માન. અગ્રસચિવશ્રી(પ્રા.અને મા.શિક્ષણ)ના અંગત મદદનીશશ્રી, શિક્ષણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર.
માન. નિયામકશ્રી, શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેકટર - ૧૯, ગાંધીનગર.
માન. નાયબ સચિવશ્રી, પ્રાથમિક શિક્ષણ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેકટર – ૧૯, ગાંધીનગર
માન. નિયામકશ્રી,ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગુજરાત રાજય,ગાંધીનગર.
સચિવશ્રી. સમગ્ર શિક્ષા, સેકટર - ૧૭, ગાંધીનગર.
> નકલ રવાના અમલાર્થે
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ (જિલ્લાના તમામ શિક્ષણાધિકારીશ્રીઓને જાણ કરવા સારૂ)
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ (જિલ્લાના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ તેમજ તમામ પ્રાથમિક શાળાઓને જાણ કરવા સારૂ)
શાસનાધિકારીશ્રી, તમામ (આપના તાબા હેઠળની તમામ શાળાઓને જાણ કરવા સારૂ)
પ્રમુખશ્રી, કલા શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય.
જનરલ મેનેજરશ્રી, ઇન્ડેક્ષ-બી, ઉદ્યોગ ભવન, ગાંધીનગર.
Important links:
પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા-૨૦૨પ કાર્યક્રમ જાહેર કરવા બાબત : Click here
Home
Contact us.

