📚 મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશી પરીક્ષા 2025 બાબત.... 📚
પરીક્ષા 12 એપ્રિલના રોજ સવારના 11 થી 1.30 કલાકના રોજ યોજાશે.
હોલ ટિકિટ અલગથી કાઢવાની જરૂરિયાત નથી જે પહેલાની હોલ ટિકિટ હતી તે જ ઉપયોગ કરવાની રહેશે
*રાજ્ય પરીક્ષા બોર્ડનો ઓફિસિયલ પરિપત્ર*
ક્રમાંક:રાપબો/CGMS/૨૦૨૫/૪૭૯૨-૪૮૨૭
રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સરકારી પુસ્તકાલયની સામે
સેક્ટર-૨૧, ગાંધીનગર
તા: ૦૭/૦૪/૨૦૨૫
પ્રતિ,
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,તમામ
વિષય:- મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા(CGMS)-૨૦૨૫ બાબત.
સંદર્ભ :- (૧) જાહેરનામાં ક્રમાંક:રાપબો/જ્ઞા.સા.સ્કો. પરીક્ષા/૨૦૨૫-૨૬/૨૧૨૭-૨૨૨૩,તા.૨૪/૦૨/૨૦૨૫
(૨) સુધારા જાહેરનામા ક્રમાંક:રાપબો/જ્ઞા.સા.સ્કો. પરીક્ષા/૨૦૨૫-૨૬/૪૧૨૫-૪૨૨૨, તા.૨૬/૦૩/૨૦૨૫
ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, સંદર્ભ-૧ના જાહેરનામા અન્વયે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS)-૨૦૨૫ તા.૨૯/૦૩/૨૦૨૫ના રોજ સવારના ૧૧.૦૦ થી ૧.૩૦ રાજયના તમામ જિલ્લાના કુલ-૨૫૫૩ કેન્દ્રો પર યોજવાનું આયોજન કરવામાં આવેલ હતુ.
સંદર્ભ-રના સુધારા જાહેરનામાથી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS)-૨૦૨૫ તા.૧૨/૦૪/૨૦૨૫ના રોજ સવારના ૧૧.૦૦ થી ૧૩.૩૦ દરમિયાન રાજયના તમામ જિલ્લાના કુલ-૨૫૫૩ કેન્દ્રો પર યોજવામાં આવનાર છે.
પરીક્ષાની તારીખમાં જ ફેરફાર કરવામાં આવેલ છે પરક્ષાનો સમય, પરીક્ષા કેન્દ્રો, વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા, હોલ ટિકિટ અને અન્ય તમામ વ્યવસ્થા યથાવત રાખવામાં આવેલ છે. આપની કક્ષાએથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રીને, શિક્ષકોને, પરીક્ષાર્થીઓને સદર પરીક્ષાની તારીખમાં થયેલ ફેરફાર અંગેની જાણકારી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરશો. આ અંગે અલગથી હોલ ટીકીટ આપવામાં આવતા નથી.
अध्यक्ष
રાજય પરીક્ષા
બોર્ડ ગાંધીનગર
નકલ સવિનય રવાના જાણ સારૂ :
માન.અગ્રસચિવશ્રી(પ્રા.મા.શિક્ષણ)ના અંગત મદદનીશ સચિવશ્રી,શિક્ષણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર.
માન. નિયામકશ્રી,શાળાઓની કચેરી, વિદ્યાસમીક્ષા કેન્દ્ર, સેકટર-૧૯,ગાંધીનગર
માન. નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, વિદ્યાસમીક્ષા કેન્દ્ર, સેકટર-૧૯, ગાધીનગર
Home
Contact us.

