મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા- CGMS -૨૦૨૫ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા બાબત......
ક્રમાંક:રાપબો/CGMS/૨૦૨૫/૪૦૫૧-૪૦૮૬
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય,
સરકારી પુસ્તકાલયની સામે
સેક્ટર-૨૧, ગાંધીનગર
તા:૨૬/૦૩/૨૦૨૫
પ્રતિ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,તમામ
વિષય :- મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા- CGMS -૨૦૨૫ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા બાબત.
સંદર્ભ :- (૧) જાહેરનામાં ક્રાંક:રાપબી/જ્ઞા.સા.સ્કૉ.પરીક્ષા/૨૦૨૫-૨૬/૨૧૨૭-૨૨૨૩,તા.૨૪/૦૨/૨૦૨૫
(२) આદિજાતિ વિકાસ વિભાગ પત્રક્રમાંક :TDD/ANS/e-fle/25/2025/183/७.ता.21-03-2025
શ્રીમાન,
ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા સંદર્ભ-૧ના જાહેરનામાથી -મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS)-2025" તા.૨૯/૦૩/૨૦૨૫, શનિવારના રોજ રાજયના તમામ જિલ્લાઓના પરીક્ષા કેન્દ્ર 2553 પર યોજવાનું આયોજન કરવામાં આવેલ હતું સુંદર પરીક્ષાના મેરીટના આધારે કુલ-૭૪ આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ-૯ માં પ્રવેશ આપવાનો નિર્ણય સંદર્ભ-રના પત્રથી તા.૨૧/૦૩/૨૦૨૫ના રોજ લેવાયેલ છે. આ નિર્ણયને ધ્યાને લેતા તેને સંલગ્ન પરીક્ષા સાથે જોડાયેલ કેટલીક વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. સુંદર પરિસ્થિતિને ધ્યાને લેતા મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે છે. હવે આ પરીક્ષા તા.૨૯/૦૩/૨૦૨૫ના બદલે તા.૧૨/૦૪/૨૦૨૫ના રોજ લેવામાં આવશે.
પરીક્ષાની તારીખમાં જ ફેરફાર કરવામાં આવેલ છે પરીક્ષા કેન્દ્રો, વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા. હોલ ટિકિટ અને અન્ય તમામ વ્યવસ્થા યથાવત રાખવામાં આવેલ છે, જે વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ ફોર્મ ભરવામાં આવેલ છે તે વિદ્યાર્થીઓના ફોર્મ ફરી ભરવાના રહેશે નહિ માત્ર આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ-૯ માં પ્રવેશ પણ આ મેરીટના આધારે ફાળવવાને કારણે કોઈ વિદ્યાર્થી અગાઉ ફોર્મ ભરેલ નથી અને આના કારણે આ ફોર્મ ભરવા ઈચ્છે છે તે તા.૨૭/૩/૨૦૨૫ થી તા.૭/૪/૨૦૨૫ સુધી ફોર્મ ભરી શકશે. હાલ તમામ ઝોનલ સ્ટાફ અને પરીક્ષા કેન્દ્રોને સુંદર પરીક્ષાની તારીખમાં થયેલ ફેરફારની માહિતી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરશો.
અધ્યક્ષરાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર
નકલ સવિનય રવાના જાણ સારૂ :
માન.બગ્રસચિવશ્રી(પા.મા.શિક્ષણ)ના અંગત મદદનીશ સચિવશ્રી,શિક્ષણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર.
માન. નિયામકશ્રી,શાળાઓની કચેરી, વિદ્યાસમીક્ષા કેન્દ્ર, સેકટર-૧૯,ગાધીનગર
માન. નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, વિદ્યાસમીક્ષા કેન્દ્ર, સેક્ટર-૧૦, ગાંધીનગર
નોંધ - ધોરણ : 8 માં ભણતાં વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 29/03/2025ને બદલે હવે 12/04/2025નાં રોજ લેવામાં આવશે તેમજ આ પરીક્ષાનાં આધારે જ આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ મળશે. તો જે વિદ્યાર્થીઓ આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે તા.27/3/2025થી 07/04/2025 સુધી ફોર્મ ભરી શકાશે...
શું જ્ઞાન સાધના પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો છે ? પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે?..
સંપૂર્ણ માહિતી માટે અહી ક્લિક કરવું : જુઓ સંપૂર્ણ માહિતી
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ (CGMS)-2025ની પરીક્ષાની તારીખમાં ફેરફાર બાબત
માહિતી/૨૪૭૨/૨૦૨૪-૨૫
તા.૨૭/૦૩/૨૦૨૫
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ (CGMS)-2025 તા.29/03/2025ના રોજ યોજવામાં આવનાર હતી. તે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે છે અને તારીખ ૧૨/૦૪/૨૦૨૫ના રોજ આ પરીક્ષા યોજવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા હવેથી મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાના જ મેરીટના આધારે જ્ઞાનસાધના મેરીટ શિષ્યવૃત્તિ તેમજ આદિજાતી વિકાસ વિભાગ હેઠળની ૭૪ આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ-૯નો પ્રવેશ પણ આજ પરીક્ષાના મેરીટના આધારે આપવામાં આવશે તેમ ઠરાવેલ .
આથી જો કોઇ વિદ્યાર્થીઓએ અગાઉ આ પરીક્ષાનું ફોર્મ ભરેલ ન હોય અને ઉપરોક્ત આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ-૯ના પ્રવેશ માટે ના ઠરાવને આધારે ફોર્મ ભરવા ઇચ્છતા હોય તે વિદ્યાર્થી સરકારી/ગ્રાન્ટેડશાળાઓ માટે https://schoolattendancegujarat.in/ તેમજ સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓ માટે https://sebexam.org/પર તારીખ 27/03/2025 થી 07/04/2025 દરમ્યાન ફોર્મ ભરી શકાશે.
ખાસ નોંધ.: આ અગાઉ મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૫નું ફોર્મ જે વિદ્યાર્થીઓએ ભરેલ છે તેમને ફરી ફોર્મ ભરવાનું રહેશે નહી.
પ્રકાશ.કે.ત્રિવેદી,
અધ્યક્ષ,
રાજય પરીક્ષા બોર્ડ,
ગાંધીનગર
ખાસ નોંધ : અમે માત્ર જાહેરાતના આધારે જે તે વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Homepage : Click here
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates.
Home
Contact us.

