આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ માં પ્રવેશ પરીક્ષા અંગેની જાહેરાત...
કમિશનર, આદિજાતિ વિકાસ, ગુજરાત રાજય, ગાંધીનગર બિરસા મુંડા ભવન, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર-૩૮૨૦૧૦
આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ માં પ્રવેશ પરીક્ષા અંગેની જાહેરાત...
અનુસૂચિત જનજાતિના વિષાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળી રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા રહેઠાણની સુવિધા સાથે આદર્શ નિવાસી શાળાઓની યોજના સને ૧૯૮૬-૮૭ થી અમલમાં મુકેલ છે. જેમાં છાત્રોને વિના મૂલ્યે રહેવા, જમવા, ગણવેશ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે. હાલ રાજ્યમાં આદિજાતિ કુમારો માટેની ૨૯ શાળાઓ, કન્યાઓ માટેની ૨૫ શાળાઓ અને કુમાર-કન્યા (મિશ્ર) માટેની ૨૩ શાળાઓ મળીને કુલ ૭૪ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. સદર નિવાસી શાળાઓ માધ્યમિક વિભાગ ધોરણ - ૯ થી ધોરણ - ૧૦ સુધીની છે. જે પૈકી ૩૨ નિવાસી શાળાઓમાં ધોરણ - ૧૧ અને - ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ના વર્ગો ચાલે છે. આદર્શ નિવાસી શાળાઓની યાદી નીચે મુજબ છે.
અનુ.જનજાતિના કુમારો માટેની આદર્શ નિવાસી શાળા (માધ્યમિક કક્ષા ધો. ૯ થી ૧૦)
(૧) દાહોદ (૨) વઘઈ (૩) રાજપીપળા (૪) ધરમપુર (૫) ડેડીયાપાડા (૯) વાંસદા (૭) ભિલોડા (૮) નેત્રંગ (૯) તરસાડી (૧૦) સંતરામપુર (૧૧) અંકલેશ્વર (૧૨) દેવગઢબારીયા (૧૩) ઉકાઈ (૧૪) નસવાડી (૧૫) દાંતા (૧૯) પાવીજેતપુર (નાની રાસલી) (૧૭) છોટઉદેપુર (તેજગઢ) (૧૮) મહુવા (૧૯) ગાંધીનગર (વાવોલ) (૨૦) અમદાવાદ (હાલ-ગાંધીનગર) (૨૧) સુરત (૨૨) કવાંટ (૨૩) બરડીપાડા (૨૪) ઉમરપાડા (૨૫) નોગામા (હાલ-વલસાડ) (૨૯) સાગબારા
અનુ.જનજાતિની કન્યાઓ માટેની આદર્શ નિવાસી શાળા (માધ્યમિક કક્ષા ધો. ૯ થી ૧૦)
(૧) લીમખેડા (૨) છોટાઉદેપુર (વસેડી) (૩) વ્યારા (ટીચકપુરા) (૪) સોનગઢ (૫) વડોદરા (e) ચીખલી (૭) અંબાજી (૮) ખેડબ્રહ્મા (૯) સાગબારા (૧૦) ઝાલોદ (૧૧) સાપુતારા (૧૨) ગાંધીનગર (રાયસણ) (૧૩) વાપી (૧૪) અમીરગઢ (૧૫) ઝઘડીયા (૧૯) આહવા (હાલ-સાપુતારા) (૧૭) નવસારી (સીસોદ્રા) (૧૮) ઉમરગામ (મલાવ) (૧૯) વલસાડ (વેલવાચ) (૨૦) ખેરગામ (હાલ-ચીખલી) (૨૧) અંકલેશ્વર (૨૨) ડેડીયાપાડા (૨૩) રાજપીપળા (૨૪) મહુવા (૨૫) ઉમરપાડા
અનુ.જનજાતિ (કુમાર અને કન્યા માટેની મીશ્ર) આદર્શ નિવાસી શાળા (માધ્યમિક કક્ષા ધો. ૯ થી ૧૦)
(૧) માંગરોળ (હાલ-ઉમરપાડા) (૨) જાંખલા (હાલ-ઉમરપાડા) (૩) મેઘરજ (હાલ-ભિલોડા) (૪) ગાંધીનગર (અંગ્રેજી માધ્યમ) (૫) વાલિયા (૯) તિલકવાડા (૭) ગરૂડેશ્વર (૮) નિઝર (૯) ઉચ્છલ (૧૦) ડોલવાણ (૧૧) કુકકરમુંડા (૧૨) વાલોડ (૧૩) કપરાડા (૧૪) પાનપુર (૧૫) ફતેપુરા (૧૯) ગરબાડા (૧૭) સંજેલી (૧૮)સીંગવડ (૧૯) કડાણા (૨૦) પોઘંબા (૨૧) જામ્બુઘોડા (૨૨) પોશીના (૨૩) વિજયનગર
અનુ. જનજાતિના કુમારો માટેની આદર્શ નિવાસી શાળા (ઉચ્ચતર માધ્યમિક શાળા ધો. ૧૧ થી ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)
(૧) રાજપીપળા (૨) વાંસદા (૩) ધરમપુર (૪) ડેડીયાપાડા (૫) નસવાડી (e) સંતરામપુર (૭) મહુવા (૮) તરસાડી (૯) ભિલોડા (૧૦) દાહોદ (૧૧) નેત્રંગ (૧૨) ઉકાઈ (૧૩) દાંતા (૧૪) પાવીજેતપુર (૧૫) ઉમરપાડા (૧૯) દેવગઢબારીયા (૧૭) છોટાઉદેપુર (તેજગઢ) (૧૮) ગાંધીનગર (વાવોલ) (૧૯) સુરત
અનુ.જનજાતિની કન્યાઓ માટેની આદર્શ નિવાસી શાળા (ઉચ્ચતર માધ્યમિક શાળા ધો. ૧૧ થી ૧૨(વિજ્ઞાન પ્રવાહ)
(૧) વ્યારા (ટીચકપુરા) (૨) વડોદરા (૩) સોનગઢ (૪) ચીખલી (૫) અંભાજી (e) લીમખેડા (૭) છોટાઉદેપુર (વસેડી) (૮) ઝાલોદ (૯) ખેડબ્રહ્મા (૧૦) અમીરગઢ (૧૧) સાગબારા (૧૨) ઝપડીયા (૧૩) ગાંધીનગર (રાયસણ) (૧૪) નવસારી (સીસોદ્રા)
આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ:
આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ માં પ્રવેશ મેળવવા માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષા, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૧૨/૦૪/૨૦૨૫, શનિવારના રોજ યોજવામાં આવનાર છે. તા.૨૭/૦૩/૨૦૨૫ થી તા.૦૭/૦૪/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન www.school attendancegujarat.in પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. સરકારી શાળાઓ, અનુદાનિત શાળાઓ તેમજ આશ્રમશાળાના વિદ્યાર્થીઓ www.schoolattendancegujarat.in પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૯ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાપના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓએ અગાઉ ઓનલાઈન અરજી કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ ફરીથી અરજી કરવાની જરૂર નથી. તેમજ ખાનગી શાળામાં અભ્યાસ કરતા (RTE સિવાયના) વિદ્યાર્થીઓ http://sebexam.org પોર્ટલ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ પરીક્ષા નિઃશુલ્ક રહેશે. પરીક્ષા સંબંષિત વિગતોથી માહિતગાર થવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ http://sebexam.org જોતા રહેવાનું રહેશે. અનુસૂચિત જનજાતિની ૭૪ આદર્શ નિવાસી શાળાઓની નામ/સરનામાની વિગતવાર યાદી કમિશનરશ્રી આદિજાતિ વિકાસની વેબસાઈટ https://comm-tribal.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. હોલ ટીકીટ http://sebexam.org અને www.school attendancegujarat.in વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે.
પ્રાવેશિક પરીક્ષાના મેરીટના આધારે પોરણ ૯ માં પ્રવેશ આપવામાં આવશે, જયારે ઉપરોક્ત શાળાઓમાં ધો. ૧૦ થી ધો. ૧૨ ની માન્ય સંખ્યા સામે ખાલી પડેલ બેઠકો લાયક વિધાર્થીઓથી ભરવામાં આવતી હોઈ પ્રવેશ મેળવવા માટે સંબંષિત આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીઓનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. સંબંધિત નિવાસી શાળાના આચાર્યશ્રીઓ પ્રવર્તમાન નિયમોનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી કરશે.
આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે પાત્રતાનું ધોરણ:
ધોરણ ૮ પાસ કરેલ અને પોરણ ૯ માં પ્રવેશ મેળવવા માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષામાં મેળવેલ ગુણ / ગ્રેડના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના છાત્રો માટે આવક મર્યાદા નથી.
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના છાત્રો માટે વાલીની વાર્ષિક આવક રાજય સરકારશ્રી દ્વારા વખતો વખત નકકી કરવામાં આવે તે મુજબ રહેશે.
ઓનલાઈન અરજીફોર્મ ભરવાની તારીખ :
૨૭, માર્ચ ૨૦૨૫ બપોરે ૧૨.૦૦ કલાક થી ૦૭, એપ્રિલ ૨૦૨૫ સાંજના ૧૮-૦૦ કલાક સુધી.
અગત્યની તારીખો:
પરીક્ષાની તારીખ : ૧૨ એપ્રિલ ૨૦૨૫ (શનિવાર)
પરિણામ જાહેર કરવાની તારીખ: વેબસાઈટ http://sebexam.org અને www.school attendancegujarat.in પર મુકવામાં આવશે.
ખાસ નોંધ : શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૯ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓએ અગાઉ ઓનલાઈન અરજી કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ ફરીથી અરજી કરવાની જરૂર નથી.
અરજી ફોર્મ ભરવાની બાબતમાં જો કોઈ વિદ્યાર્થીઓને મુશ્કેલી જણાય તો નીચે આપેલ જગ્યાઓએ સંપર્ક કરવો.
Important links:
*વેબસાઈટ:
💥 http://sebexam.org
💥 https://comm-tribal.gujarat.gov.in
💥 www.schoolattendancegujarat.in
* સંબંધિત જિલ્લાની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, મદદનીશ કમિશ્વરશ્રી (આ.વિ) ની કચેરી, આશ્રમશાળા અધિકારીશ્રીની કચેરી, આદિજાતિ વિકાસ અધિકારીશ્રી-આહવા-ડાંગની કચેરી તેમજ આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીઓનો સંપર્ક કરી શકાશે.
માહિતી/૨૪૭૪/૨૦૨૪-૨૫
(સુપ્રીત સિંઘ ગુલાટી) કમિશનરઆદિજાતિ વિકાસ અધિકારીગુજરાત રાજય, ગાંધીનગર
તારીખ: ૨૬/૦૩/૨૦૨૫
સ્થળઃ ગાંધીનગર
ખાસ નોંધ: અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી સત્તાવાર સૂચના ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Homepage: Click here
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Thanks for visiting this useful post, Stay connected with us for more Posts. Visit every day for the latest offers of various brands and other technology updates.
Home
Contact us.


