📢 રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૪-૨૫..🎭🎨🎶
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર સી બ્લોક, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ સેકટર-૧૧, ગાંધીનગર,
E-mail:- dydo-sycd-gngr@gujarat.gov.in
ક્રમાંક:જિયુસાંપ્ર/રા.ક.ક.મ.સ્પર્ધા/૬૧૪૮થી૬૨૦૦/૨૦૨૪-૨૫
તા:૦૬/૦૩/૨૦૨૫
પ્રતિ,
જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી,
ગુજરાત રાજય તમામ.
વિષય : રાજયકક્ષા કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ. તા.૧૭/૦૩/૨૦૨૫ થી તા.૨૦/૦૩/૨૦૨૫.
શ્રીમાન,
"ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર સંચાલિત રાજયકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા-૨૦૨૪-૨૫ (તમામ સ્પર્ધા અને તમામ વયજુથ) આગામી તા.૧૭/૦૩/૨૦૨૫ થી તા.૨૦/૦૩/૨૦૨ દરમિયાન ગાંધીનગર મુકામે યોજાનાર છે. આપના જિલ્લાના પ્રદેશ કક્ષાએ પ્રથમ અને દ્વિતીય વિજેતા સ્પર્ધકો અને સીધી રાજયકક્ષાએ યોજાતી સ્પર્ધાના કલાકારોને જાણ કરવા વિનંતી.
વિગતવાર કાર્યક્રમ
સ્પર્ધા તારીખ - તા.૧૭/૦૩/૨૦૨૫ થી તા.૨૦/૦૩/૨૦૨૫
રિપોટિંગ તારીખ અને સમય - તા.૧૭/૦૩/૨૦૨૫ થી તા.૨૦/૦૩/૨૦૨૫ દરમિયાન સ્પર્ધાના સમય પત્રક મુજબ સ્પર્ધા શરુ થવાના ૨(બે) કલાક પહેલા સ્પર્ધા સ્થળ પર અચુક રીપોટીંગ કરવાનુ રહેશે સ્પર્ધા અંગેનો વિગત વાર કાર્યક્રમ આ સાથે સામેલ છે
કાર્યાલય અને સ્પર્ધા સ્થળ - તા. ૧૭/૦૩/૨૦૨૫ થી તા.૧૯/૦૩/૨૦૨૫ના રોજ ટાઉન હોલ સેક્ટર ૧૭, ગાંધીનગર તથા તા ૧૯/૦૩/૨૦૨૫ અને ૨૦/૦૩/૨૦૨૫ ગોપાલક વિધ્યા સંકુલ, સેક્ટર ૧૫ ગાંધીનગર,
સ્પર્ધાના સમય પત્રક અને સ્પર્ધા સ્થળ મુજબ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે સ્પર્ધા અંગેનો વિગત વાર કાર્યક્રમ આ સાથે સામેલ છે
નિવાસ વ્યવસ્થા - તા. ૧૭/૦૩/૨૦૨૫ થી તા.૨૦/૦૩/૨૦૨૫ માટે ચંદ્ર પ્રભુ લબ્ધિ ધામ, ગામ - ધણપ મોટા ચિલોડાથી ૩ કી.મી હિમંત નગર હાઇ વે ઉપર, જિલ્લો- ગાંધીનગર તથા ૨૦/૦૩/૨૦૨૫ સ્પર્ધા માટે નિવાસ વ્યવસ્થા ઉમિયા સમાજ વાડી સેક્ટર -૧૨ ગાંધીનગર
નિવાસ વ્યવસ્થા માટે આપેલ સંપર્ક નબર ઉપર અગાઉથી જાણ કરવાની રહેશે.
સંપર્ક નંબર
: (૧) સુ શ્રી જયાબેન ખાંટ .(પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી), - ૭૦૧૬૨૭૮૭૬૨
(૨) શ્રી જે એમ પટેલ પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી, - ૭૫૬૭૯૧૩૮૫૮
(૩) વિશાલ મકવાણા – ૮૪૦૧૬૭૪૨૫૭
જરૂરી સુચનાઓ :-
• જિલ્લાના ટીમ મેનેજરને રિપોટિંગ સમયે અચૂકપણે હાજર રહેવાની સૂચના આપવી.તથા આપના જિલ્લાની ટીમ સાથે આવનાર મેનેજરને નાણાકીય લેવડદેવડ કરવા માટેનો અધિકાર પત્ર આપવા વિનંતી
• રૂતુ અનુસાર ઓઢવા-પાથરવાનું સાથે લાવવું.
• સ્પર્ધકે પોતાનુ ઓળખનો પુરાવો (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ પૈકી એક) સાથે રાખવું.
• શાસ્ત્રિય નૃત્ય સ્પર્ધામા પોતાનુ ગીત ફરજિયાત પેન ડ્રાઇવમા લાવવાનુ રહેશે મોબાઇલ મા સિધુ વગાડવામા આવશે નહી. તથા સ્પર્ધા ના એક કલાક પહેલા ગીત સ્ટેજ કન્વીનર પાસે લેપટોપમા આપી દેવાનુ રહેશે.
• સ્પર્ધા સ્થળે શિસ્તબધ્ધ રીતે વર્તવાનું રહેશે. અશિસ્ત કરનારને સ્પર્ધા માંથી રદબાતલ કરવામાં આવશે.
• ભાગ લેનાર સ્પર્ધકોએ સ્પર્ધા શરુ થવાના અગાઉ ૨ કલાક પહેલા રિપોર્ટ કરવાનો રહેશે. સ્પર્ધાના સમય અને કાર્યક્રમમાં જરૂરી ફેરફાર આયોજક કરી શકશે.સ્પર્ધાનું પરિણામ પૂર્ણાહુતિ અથવા આયોજકો દ્વારા નક્કી થયા બાદ જાહેર કરવામાં આવશે.
• ઉદ્દઘાટન અને પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ફરજીયાત અને શિસ્તબધ્ધ રીતે બેસવાનું રહેશે.
• સ્પર્ધા સ્થળે ઉપલબ્ધ સગવડોનો જ ઉપયોગ કરવામાં આવશે, જેથી વધારાની કોઈ સગવડ મળશે નહીં.
• નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે, જે તમામને બંધનકર્તા રહેશે, જેને પડકારી શકાશે નહીં.
• ભોજન/નિવાસ ફક્ત ભાગ લેનાર એન્ટ્રી મુજબના કલાકારો/સહાયક માટે જ કરવામાં આવશે.વાલી માટે નિવાસ ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ નથી.
• સ્પર્ધા સ્થળે કે નિવાસ સ્થળે જરૂર પડે કોઈપણ રજૂઆત મેનેજર દ્વારા કરવામાં આવે તેવી ખાસ સૂચના આપવી, વાલીઓની રજૂઆત ધ્યાન પર લેવામાં આવશે નહીં.
• સ્પર્ધક ને રેલ્વે અથવા સાદી બસનુ ભાડુ ચુકવવામા આવશે આપના જિલ્લામાંથી આવનાર મેનેજર સાથે જ નાણાકીય વ્યવહાર RTGS દ્વારા કરવામાં આવશે. જેથી પ્રવાસખર્ચની વ્યવસ્થા કરી આવવાનું રહેશે.તથા પાસબુક તથા કેન્સલ ચેક ની ઝેરોક્ષ સાથે લેવાની રહેશે જેની જાણ સાથે આવનાર મેનેજરને કરવી.
આપનો વિશ્વાસુજિલ્લા યુવા વિકાસ અધિકારીજિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર
સવિનય નકલ રવાના જાણ સારું.
માન.અગ્ર સચિવશ્રી, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર
માન. કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર.
માન. કલેકટરશ્રી, ગાંધીનગર
માન. મ્યુનિસિપલ કમિશનરશ્રી ગાંધીનગર.
માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ગાંધીનગર.
માન. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, ગાંધીનગર.
માન. યુથબોર્ડ અધિકારીશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર.
માન. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, ગાંધીનગર.
માન. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, ગાંધીનગર.
માન. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ગાંધીનગર નિવાસ તથા સ્પર્ધા સ્થળ મેડીકલ ટીમ ઉપસ્થિત રાખવા સારુ
માન. નાયબ માહિતી નિયામકશ્રી, ગાંધીનગર (વિના મૂલ્યે પ્રસિધ્ધિ અર્થે)
માન.સહાયક નિયામકશ્રી (સંસ્કૃતિ) ગાંધીનગર
આચાર્યશ્રી,એસ જે મહંત વિધ્યાલય.ગોપાલક વિધ્યા સંકુલ સેક્ટર -૧૫ ગાંધીનગર (યોગ્ય વ્યવસ્થા કરવા સારૂ.)
નોંધ-
1) સ્પર્ધકે સ્પર્ધા શરુ થવાના સમય ના ૨(બે) કલાક પહેલા સ્પર્ધા સ્થળ ઉપર અચુક રીપોટીંગ કરવાનુ રહેશે .
2) સ્પર્ધા ના સમય અને સ્થળ મા આયોજક જરુર જણાયે ફેરફાર કરી શકશે
3) સીધી રાજ્ય કક્ષા એ યોજાનાર સ્પર્ધા પખાવજ, મૃદંગમ, સરોદ, સારંગી, રાવણ હત્યો, જોડિયા પાવા, ભવાઈ આ કુલ ૭ સ્પર્ધામાં તેમજ ૬૦ વર્ષથી ઉપર (ઓપન વયજુથ ની સ્પર્ધા
4) આપના જિલ્લાની જિલ્લા યુ અને સંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ઉપર સ્ટ્રેશન કરાવેલ હશે અને કચેરી દ્વારા મળેલ એંટ્રી મુજબ જ ભાગ લેવા દેવામાં આવશે બાકીની અન્ય સ્પર્ધામા પ્રદેશ
જિલ્લા યુવા વિકાસ અધિકારી ગાંધીનગર
📢 રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૪-૨૫ - ગાંધીનગર 🎭🎨🎶
📅 તારીખ: ૧૭ થી ૨૦ માર્ચ ૨૦૨૫
📍 સ્થળ: 🏛️ ટાઉન હોલ, સેક્ટર - ૧૭, ગાંધીનગર અને 🏫 ગોપાલક વિદ્યા સંકુલ, સેક્ટર - ૧૫, ગાંધીનગર
🎭આવો અને તમારી કલા પ્રદર્શિત કરો
🚨 *નોંધ:
1. પ્રદેશકક્ષાએ આયોજિત કલા મહાકુંભ સ્પર્ધાના પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે વિજેતા થયેલ સ્પર્ધક રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
2. ૬૦ વર્ષથી ઉપરની વયજૂથમાં આવતી સ્પર્ધામાં જે સ્પર્ધકોએ ફોર્મ ભરેલ હશે તેઓ ભાગ લઈ શકશે.
3. સીધી રાજ્યકક્ષાએ આયોજિત સ્પર્ધામાં જે સ્પર્ધકોએ ફોર્મ ભરેલ હશે તેઓ ભાગ લઈ શકશે.
• વધુ માહિતી માટે આપના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીનો સંપર્ક કરશો.





