મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૫ યોજના.....
રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર
“મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૫"
જાહેરનામા ક્રમાંક:રાપબો/જ્ઞા.સા.સ્કો. પરીક્ષા ૨૦૨૫-૨૬/૨૧૨૭-૨૨૨૩
તા:૨૪/૦૨/૨૦૨૫
વંચાણે લીધા : શિક્ષણ વિભાગના તા:૦૭/૦૬/૨૦૨૩ના ઠરાવ ક્રમાંક:ED/MSM/e-file/3/2023/0079/CHH
ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ (RTE Act, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના ૨૫%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે સરકારી/ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજયના ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ-૯ થી ૧૨ સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવા 'મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ યોજના' અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અન્વયે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા “મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા” નીચેની વિગતે યોજવામાં આવશે.
પરીક્ષાનો કાર્યક્રમ:
જાહેરનામું બહાર પાડવાની તારીખ - તા.૨૪/૦૨/૨૦૨૫
રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો - તા.૨૫/૦૨/૨૦૨૫ (બપોરે ૨.૦૦ કલાક) થી તા.૦૬/૦૩/૨૦૨૫
પરીક્ષા ફી - નિઃશુલ્ક
પરીક્ષાની તારીખ - તા.૨૯/૦૩/૨૦૨૫
કસોટીમાં બેસવા માટેની પાત્રતા :
a) સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય, તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ
અથવા
b) આરટીઈ એકટ ૨૦૦૯ની કલમ ૧૨(૧) (સી) ની જોગવાઈ હેઠળ જે તે સમયે સ્વનિર્ભર શાળાઓમાં ૨૫%ની મર્યાદામાં ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ (વર્ષ-૨૦૨૫) ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય અને જેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા વખતે આરટીઈ એકટ ૨૦૦૯ ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.
પરીક્ષા ફી:-
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા માટે કોઇપણ ફ્રી રહેશે નહી.
કસોટીનું માળખુ:
આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question-MCQ Based) રહેશે.
આ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.
પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે.
કસોટીનો પ્રકાર
1. MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી - ४० પ્રશ્નો - ४० ગુણ - ૬૦ મિનિટ
2. SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી - ८० પ્રશ્નો - ૮૦ ગુણ - ૯૦ મિનિટ
પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.
અભ્યાસક્રમ:
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), पेर्टन (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે.
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૮૦ પ્રશ્નોમાં ધોરણ-૮ ના ગણિત-૨૦ ગુણ, વિજ્ઞાન-૨૦ ગુણ અને સામાજિક વિજ્ઞાન-૧૫ ગુણ, અંગ્રેજી-૧૦ ગુણ, ગુજરાતી-૧૦, હિન્દી-૫ ગુણ વિષયનો સમાવેશ થશે. પ્રશ્નો અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ ચકાસણી કરે તે પ્રકારના રહેશે.
અભ્યાસક્રમ ધોરણ-૮ નો ઉપરોક્ત વિષયનો રહેશે.
પરીક્ષા કેન્દ્ર:
પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના પરીક્ષા કેન્દ્ર) પર વિદ્યાર્થીએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.
જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ અને મેરીટ લિસ્ટ આ પરીક્ષાનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં Cut Off કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે.
ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે.
વિધાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા
ઉપર મુજબ ખરાઈ પછી જે વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા વિદ્યાર્થીઓનું કામ ચલાઉ મેરીટ લિસ્ટ (Provisional Merit List) નિયામકશ્રી, શાળાઓની કચેરી દ્વારા એક અલાયદા પોર્ટલ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.
રાજ્ય કક્ષાની આ યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે.
સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નિયત સમય મર્યાદામાં ક્રમાંક-૩ (તા.૨૦/૧૦/૨૦૨૩ના સુધારા ઠરાવ મુજબ) દર્શાવ્યા પ્રમાણેની કોઈપણ શાળામાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવી શકશે.
પોર્ટલ ઉપર જાહેર કરેલ શાળાઓએ આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓને જ્યારે ધોરણ-૯ માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિદ્યાર્થીઓને તેઓની શાળાઓમાં પ્રવેશ બાબતનું જનરલ રજીસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર, શાળાના આચાર્યના સહી અને સિક્કા સાથે વિદ્યાર્થીને આપવાનું રહેશે.
વિદ્યાર્થીના વાલીએ આ પ્રમાણપત્ર પોર્ટલ ઉપર આપવામાં આવેલ સૂચના અનુસાર નિયત સમયમર્યાદામાં અપલોડ કરવાનું રહેશે.
પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની અને તેઓના વાલીની રહેશે.
તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી કે નિયામકશ્રી,શાળાઓની જવાબદારી રહેશે નહી.
આ પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની ફાઈનલ મેરીટ લિસ્ટ (Final Merit List) નિયામકશ્રી, શાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે.
ઓનલાઈન અરજી કરવાની સૂચનાઓ
આ પરીક્ષા માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ સમગ્ર શિક્ષાની કચેરીના https://schoolattendancegujarat.in/પોર્ટલ પર તા.૨૫/૦૨/૨૦૨૫ (બપોરે ૨.૦૦ કલાક) થી તા.૦૬/૦૩/૨૦૨૫ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે.
અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.
સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પરીક્ષા આપી શકશે.
ઓનલાઈન અરજી કરવાની રીત -
સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના તેમજ સ્વનિર્ભર (ખાનગી) શાળાઓના વિદ્યાર્થીઓના ઓનલાઇન આવેદનપત્ર ભરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
1. सौ प्रथम https://schoolattendancegujarat.in/पोर्टल પર જવું.
2. શાળાના ડાયસ કોડથી લોગીન કરવું.
3. ત્યારબાદ શાળાના કોઈ પણ એક શિક્ષકના ટીચર કોડ નાંખો (ધોરણ-8 ભણાવતા શિક્ષકના કોડને પ્રાથમિકતા આપવી, જો તેમની બદલી કે નિવૃત્તિ થઈ હોય તો, શાળાના અન્ય શિક્ષક નો કોડ એડ કરવો)
4. હવે ધોરણ-8 પર ક્લિક કરવું, ધોરણ-8 ના તમામ વિદ્યાર્થીઓના કોડનું લિસ્ટ સ્ક્રીન પર દેખાશે. તમામ વિદ્યાર્થીઓનું એક પછી એક ફોર્મ ભરવાનું રહેશે.
5. ત્યારબાદ વિદ્યાર્થીના કોડ પર ક્લિક કરો, તેનું ફોર્મ ખુલશે. ફોર્મમાં શિક્ષક અને વાલીના મોબાઈલ નંબર સિવાયનો ઓટો ફેચ કરેલો ડેટા છે. શિક્ષક અને વાલીનો મોબાઈલ નંબરની વિગત ભર્યા બાદ ઓટો ફેચ થયેલ ડેટા પૈકી, કેટેગરી, કાસ્ટ, સબ કાસ્ટ અને માધ્યમ જો ખોટી દર્શાવતી હોય તો સુધારો કરી શકાશે.
6. તમામ વિગતો ભરાયા બાદ ફોર્મ ની નીચે save બટન પર ક્લિક કરવાનું રહેશે.
7. જેથી વિદ્યાર્થીઓના ફોર્મ save થતાં રહેશે તેમની સામે saved દર્શાવશે.
8. આ રીતે તમામ વિદ્યાર્થીના ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
9. ત્યારબાદ સેવ કરી એપ્લીકેશન પ્રિન્ટ કરવાની રહેશે.
અગત્યની સુચનાઓ-
1. વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા કરવાની રહેશે.
2. આ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ માન્ય રહેશે.
3. સ્કોલરશીપ પરીક્ષાના મેરીટના આધારે યાદી તૈયાર કરવામાં આવશે.
4. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહશે.
5. સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના તેમજ સ્વનિર્ભર (ખાનગી) શાળાઓના વિદ્યાર્થીઓના ઓનલાઇન આવેદન પાત્ર સમગ્ર શિક્ષા કચેરી ની ઓનલાઇન https://schoolattendancegujarat.in/પોર્ટલ પર ભરવાના રહેશે.
6. ઓનલાઇન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઇ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે.
7. આ પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. પરીક્ષાલક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય આખરી રહેશે.
8. વિદ્યાર્થી/શાળા ઈચ્છે તો વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખી શકશે.
9. હોલ ટિકિટની જાણકારી આપની શાળા દ્વારા જણાવવામાં આવશે ઉપરાંત આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ.દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે.
10. વિદ્યાર્થી હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે/પાછળ આપેલી સુચનાઓ વિગતવાર અભ્યાસ કરવો. હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમૂના પર છાપેલ તમામ સુચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખુબ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઇ ગુંચવણ ઉભી ન થાય.
11. હોલ ટિકિટની કોપી કાઢયાબાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી, સિકકા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટિકિટ પર ચોટાડવાનો રહેશે.
12. રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાઇ રહેલ આ પરીક્ષા બાબતે વિદ્યાર્થીને લાલચ કે છેતરપીંડી આચારે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઇપણ જાતની લાગવગ લાવનાર વિદ્યાર્થીને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
13. વિદ્યાર્થી પોતાની કમ્પ્યુટરાઈઝ હોલટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.
14. સ્વનિર્ભર શાળાઓના કિસ્સામાં ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી નિયમન) અધિનિયમ, ૨૦૧૭ની જોગવાઇ મુજબ નક્કી થયેલ ફી જ્ઞાન સાધના સ્કોલરશીપની રકમ કરતા વધુ હોય તો તે વધારાની રકમ શાળાને ચૂકવવાની જવાબદારી વિદ્યાર્થીના વાલીની રહેશે.
15. ધોરણ-૯ થી ૧૨ ના અભ્યાસ દરમ્યાન કોઈપણ ધોરણમાં વિદ્યાર્થી નાપાસ થાય અથવા તો શાળા શિક્ષણ છોડી દે અથવા વિદ્યાર્થી સામે કોઈ પણ ગંભીર પ્રકારના શિસ્ત વિષયક પગલાઓ લેવામાં આવે તો આ યોજનાનો લાભ નિયમાનુસાર તેઓને મળવાપાત્ર રહેશે નહીં.
16. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષા લેવામાં આવશે. શિષ્યવૃત્તિની સહાય માટે નિયામકશ્રી શાળાઓની સૂચના મુજબની કાર્યવાહી કરવાની રહેશે.
(પ્રકાશ.કે.ત્રિવેદી)અધ્યક્ષ રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર
સ્થળ : ગાંધીનગર
તારીખ: ૨૪/૦૨/૨૦૨૫
નકલ સવિનય જાણ તથા અમલ સારૂઃ
- જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,તમામ. (સંબંધિત વિદ્યાર્થીઓના ધ્યાને મુકવા શાળાઓને જાણ કરવા સારુ)
> જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ. (સંબંધિત વિદ્યાર્થીઓના ધ્યાને મુકવા શાળાઓને જાણ કરવા સારુ)
> શાસનાધિકારીશ્રી, તમામ
> સ્ટેટ એમ.આઇ.એસ.. વિદ્યાસમીક્ષા કેન્દ્ર, સેકટર-૧૯,ગાંધીનગર
નકલ સવિનય રવાના જાણ સારૂ :
> માન. શિક્ષણમંત્રીશ્રીના અંગત સચિવશ્રી - શિક્ષણમંત્રીશ્રીનું કાર્યાલય, ગાંધીનગર.
> માન. રાજય કક્ષાના શિક્ષણમંત્રીશ્રીના અંગત સચિવશ્રી - શિક્ષણમંત્રીશ્રીનું કાર્યાલય, ગાંધીનગર.
> માન.અગ્રસચિવશ્રી(પ્રા.મા.શિક્ષણ)ના અંગત મદદનીશ સચિવશ્રી, શિક્ષણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર.
> માન. નાયબ સચિવશ્રી, પ્રાથમિક શિક્ષણ, નવા સચિવાલય, ગાંધીનગર.
> માન. નિયામકશ્રી, શાળાઓની કચેરી, વિદ્યાસમીક્ષા કેન્દ્ર,સેકટર-૧૯, ગાંધીનગર
> માન. નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, વિદ્યાસમીક્ષા કેન્દ્ર,સેકટર-૧૯, ગાંધીનગર
> માન. નિયામકશ્રી.ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગુજરાત રાજય, ગાંધીનગર.
- પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, તમામ,
Important links:
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૫ official notification : Download
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૫ : Online Apply now
ખાસ નોંધ : અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Homepage : Click here
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Home
Contact us






