૧૩મો ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન...
ક્રમાંક:એસએજી/૧૩મો ખેમકું/૨૦૨૪-૨૫/49644
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત
વહીવટી બિલ્ડીંગ,
સેકટર-૧૩, બી, ખ-૩ સર્કલ નજીક,
વાવોલ રેલ્વે ક્રોસીંગ પાસે,
ગાંધીનગર.
ता.०२/१२/२०२४
વિષય:- ૧૩મો ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન
પરિપત્ર :-
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકાકક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવેલ છે. ૧૩મા ખેલ મહાકુંભ અંતર્ગત શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ની વયજુથમાં ખેલ મહાકુંભની એથ્લેટીકસની રમતમાં તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે.
(૧) રજિસ્ટ્રેશન:-
૧. ૧૩મા ખેલ મહાકુંભનું ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.૦૫/૧૨/૨૦૨૪થી શરૂ કરવામાં આવેલ છે. ૧૩મા ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશનની છેલ્લી તા.૨૫/૧૨/૨૦૨૪ સાંજે ૬.૦૦ સુધીની રહેશે.
૨. ૧૩મા ખેલમહાકુંભમાં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજીયાત વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
૩. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. કોઇપણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઇ શકશે નહી.
૪. અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગૃપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે.
૫. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે.
૬. અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજુથમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.
(૨) સ્પર્ધાઓ
૧. શાળા અને ગ્રામ્યકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ
1. ૯ વર્ષથી નીચે. - ૩૦ મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
2. ૧૧ વર્ષથી નીચે. - ૫૦ મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
3. ૧૪ વર્ષથી નીચે. - એથ્લેટીક્સ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
4. ૧૭ વર્ષથી નીચે. - એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
5. ઓપન એજ ગ્રુપ. - એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
6. ૪૦ વર્ષથી ઉપર. - રસ્સાખેંચ
7. ૬૦ વર્ષથી ઉપર. - રસ્સાખેંચ
ર. તાલુકાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ.
1. ૧૧ વર્ષથી નીચે. - ચેસ
2. ૧૪ વર્ષથી નીચે. - એથ્લેટીક્સ, ચેસ, યોગાસન
3. ૧૭ વર્ષથી નીચે - એથ્લેટીક્સ, ચેસ, યોગાસન
4. ઓપન એજ ગ્રુપ. - એથ્લેટીક્સ, ચેસ, યોગાસન
5. ૪૦ વર્ષથી ઉપર. - ચેસ
6. ૬૦ વર્ષથી ઉપર - ચેસ
૩. જિલ્લાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ.
૪. સીધી રાજયકક્ષાએ યોજાતી સ્પર્ધાઓ.
(૩) સ્પર્ધાના સામાન્ય નિયમો :-
સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ ૩૧/૧૨/૨૦૨૪ રહેશે.
જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિધાર્થીઓની ટીમ હોવી જોઈએ. જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનાફાઈડ વિધાર્થીઓ હોવા જોઈએ.
રજિસ્ટ્રેશન કરતી વખતે જેતે ખેલાડીએ જન્મ તારીખ સાચી દર્શાવવાની રહેશે. જન્મ તારીખ ખોટી દર્શાવી રજિસ્ટ્રેશન થયેલ હશે તો તે ખેલાડી ખેલ મહાકુંભની સ્પર્ધામાં ૩ વર્ષ સુધી ભાગ લઈ શકશે નહી.
કોઈ પણ રમતવીર કોઈ પણ એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકશે.
રજિસ્ટ્રેશનની કોઈ પણ સમસ્યા બાબતે રાજ્ય સ્તરે ટોલ ફ્રી નંબર. ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પુરું પાડવામાં આવશે.
ખેલાડી ગુજરાત રાજયનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજયમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ/ નોકરી/વ્યવસાય/ નિવાસ કરતા હોવો જોઈએ. જેના આધાર પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.
જે ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લામાં નિવાસ/વ્યવસાય છેલ્લા ૬ માસથી કરતો હોવો જોઈએ તેમજ તેના આધાર-પુરાવા કે પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.
શાળામાં/કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ જ્યાં અભ્યાસ કરતાં હોય તે તાલુકા/જિલ્લામાંથી ભાગ લઈ શકશે.
કર્મચારીના કિસ્સામાં અન્ય રાજયમાંથી બદલી/ડેપ્યુટેશનથી આવેલ કર્મચારીએ રજિસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલા બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલ હોય તો જ ભાગ લઈ શકશે.
સ્પર્ધા સમયે ખેલાડીએ આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, બોનાફાઇડ અને બેંકની પાસબુકની નકલ સાથે લઇને આવવાની રહેશે.
ખેલ મહાકુંભ એ સરકારશ્રીનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનો ફ્લેગશીપ કાર્યક્રમ હોઈ તેને સફળ બનાવવા અસરકારક આયોજન અને અમલીકરણ કરવા આ પરિપત્રની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા આથી જણાવવામાં આવે છે.
બિડાણ:-પત્રક- અ - રોકડ- પુરસ્કાર
(આર.એસ.નીનામા)
ડાયરેકટર જનરલ
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત
ગાંધીનગર
નકલ સવિનય રવાના જાણ સારું
(૧) અંગત સચિવશ્રી,
માન.મંત્રીશ્રી, રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગુજરાત સરકાર, ગાંધીનગર
(૨) અંગત સચિવ
માન. અગ્ર સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર
પ્રતિ,
(૧) કલેક્ટરશ્રી, તમામ
(૨) મ્યુ.કમિશ્નરશ્રી તમામ,
(૩) જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તમામ
(૪) વાઈસ ચાન્સેલરશ્રી, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટી, ગાંધીનગર
(૫) કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર
(૬) કમિશ્નરશ્રી, ઉચ્ચ શિક્ષણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
(૭) પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર
(૮) નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલિમ પરિષદ, ગાંધીનગર
(૯) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ
(૧૦) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ
(૧૧) પ્રિન્સીપાલશ્રી, જીલ્લા શિક્ષણ અને તાલિમ ભવન તમામ
(૧૨) શાસનાધિકારીશ્રી, મ્યુનિ.કોર્પોરેશન તમામ
(૧૩) પ્રમુખ/મંત્રીશ્રી, રાજયકક્ષાના માન્ય રમતગમત મંડળો
(૧૪) જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, તમામ
(૧૫) જિલ્લા રમતગમત અધિકારીશ્રી, તમામ
(૧૬) શાખા અધિકારીશ્રી, એસ.એ.જી., તમામ
પત્રક-અ
૧૩મો ખેલ મહાકુંભ
તાલુકા, જિલ્લા અને રાજયકક્ષાના વિજેતા ખેલાડીઓને ચૂકવવાપાત્ર રોકડપુરસ્કાર
અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭, ઓપન એઈજ ગૃપ, ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપર
વિગત
ખેલાડીઓ
કક્ષા.
તાલુકાકક્ષા
વિજેતા ક્રમ
પ્રથમ
દ્વિતિય
તૃતિય
વ્યક્તિગત રૂ.
1500
1000
750
ટીમ રૂ.
1000
750
500
વિગત
ખેલાડીઓ
કક્ષા.
જિલ્લાકક્ષા
વિજેતા ક્રમ
પ્રથમ
દ્વિતિય
તૃતિય
વ્યક્તિગત રૂ.
5000
3000
2000
ટીમ રૂ.
3000
2000
1000
વિગત
ખેલાડીઓ
કક્ષા.
રાજયકક્ષા
વિજેતા ક્રમ
પ્રથમ
દ્વિતિય
તૃતિય
વ્યક્તિગત રૂ.
10000
7000
5000
ટીમ રૂ.
5000
3000
2000
શ્રેષ્ઠ શાળા
વિગત
શાળા
કક્ષા.
તાલુકાકક્ષા
વિજેતા ક્રમ
પ્રથમ
દ્વિતિય
તૃતિય
વ્યક્તિગત રૂ.
25000
15000
10000
વિગત
શાળા
કક્ષા.
જિલ્લાકક્ષા
વિજેતા ક્રમ
પ્રથમ
દ્વિતિય
તૃતિય
વ્યક્તિગત રૂ.
150000
100000
75000
વિગત
શાળા
કક્ષા.
રાજયકક્ષા
વિજેતા ક્રમ
પ્રથમ
દ્વિતિય
તૃતિય
વ્યક્તિગત રૂ.
500000
300000
200000
રાજયકક્ષાના વિજેતા ખેલાડીઓના કોચને ચૂકવવાપાત્ર રોકડપુરસ્કાર.
અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭, ઓપન એઈજ ગૃપ
વિગત
કોચ
કક્ષા.
રાજયકક્ષા
વિજેતા ક્રમ
પ્રથમ
દ્વિતિય
તૃતિય
વ્યક્તિગત રૂ.
1500
1200
900
ટીમ રૂ.
1000
750
500






